CIA ALERT
16. May 2024

GUN culture Archives - CIA Live

June 25, 2022
gun_cultur-copy.jpg
1min214
અમેરિકન સેનેટમાં ઐતિહાસિક ગન કંટ્રોલ બિલ પસાર થયું, ૬૫ સેનેટર્સનું સમર્થનમાં મતદાન
બિલને ૫૦ ડેમોક્રેટિક સેનેટર્સ અને ૧૫ રિપબ્લિકનનું સમર્થન મળ્યું
૧૦૦ સેનેટર્સ ધરાવતા અમેરિકન સંસદના ઉપલા ગૃહમાં બિલને પસાર કરવા માટે ૬૦ સેનેટર્સનો ટેકો જરૂરી હતો, ૩૩ સેનેટર્સે વિરોધ નોંધાવ્યો

અમેરિકામાં ગન કંટ્રોલના ઐતિહાસિક બિલને સેનેટની મંજૂરી મળી ગઈ હતી. અમેરિકન સંસદના ઉપલાગૃહમાં બિલ રજૂ થયું હતું. ૬૫ સેનેટર્સના સમર્થનથી બિલ મંજૂર થયું હતું. અગાઉ અમેરિકાના નીચલા ગૃહમાં બિલ મંજૂર થયું હતું. થોડા સમય પહેલાં અમેરિકન સેનેટમાં જે બિલ મંજૂર થાય તેની કલ્પના પણ શક્ય ન હતી, એ બિલને ૧૦૦માંથી ૬૫ સેનેટર્સે સમર્થન આપ્યું હતું.


અમેરિકન સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં અગાઉ ગન કંટ્રોલ બિલ પસાર થયું હતું. એમાં સત્તાધારી ડેમોક્રેટિક પાર્ટીની બહુમતી હોવાથી બિલ પસાર થઈ ગયું હતું, પરંતુ એ બિલ ઉપલા ગૃહમાં – જ્યાં સત્તાધારી ડેમોક્રેટિક અને વિપક્ષ રિપબ્લિકન પાર્ટીનું સંખ્યાબળ એકસરખું છે – ત્યાં બિલને પસાર કરવાનું અશક્ય લાગતું હતું. લોકોએ ગન કંટ્રોલ બિલ લાવવા દેખાવો કર્યા હતા અને સાંસદો, સેનેટર્સ પર દબાણ વધાર્યું હતું. અમેરિકામાં સતત વધતી જતી ફાયરિંગની ઘટનાઓ બાદ આખરે અમેરિકન સેનેટમાં પણ ગન કંટ્રોલ બિલને મંજૂરી મળી ગઈ હતી.


સેનેટમાં ૧૦૦ સભ્યોમાંથી ૬૫ સભ્યોએ બિલને સમર્થન આપ્યું હતું. એમાં ૫૦ ડેમોક્રેટિક સાંસદો ઉપરાંત ૧૫ રિપબ્લિકન સાંસદોએ પણ બિલને સમર્થન આપ્યું હતું. ૩૩ સભ્યોએ બિલના વિરોધમાં મતદાન કર્યું હતું. બિલને મંજૂર કરવા માટે ૬૦ સભ્યોના સમર્થનની જરૃર હતી. એના કરતાં પાંચ વધુ મતો મળ્યા હતા. જોકે, ડેમોક્રેટિક પાર્ટી જેવું મજબૂત બિલ લાવવા માગે છે એવી બધી જ બાબતો એમાં નથી, છતાં આ ગન કંટ્રોલના કાયદાથી ગન ખરીદવાનું કડક બનશે. ગન ખરીદવાની વયમાં પણ ફેરફાર થયો છે. જાહેરમાં ફાયરિંગ કરવાનું હવે અમેરિકામાં પ્રતિબંધિત થઈ જશે.
જોકે, હજુ આ બિલ અમેરિકન કોંગ્રેસ સમક્ષ રજૂ થશે. ઉપલા હાઉસ અને નીચલા હાઉસના પ્રતિનિધિઓની બનેલી અમેરિકન કોંગ્રેસ તેને મંજૂરી આપશે પછી બિલ પ્રમુખ જો બાઈડન સમક્ષ હસ્તાક્ષર માટે જશે. જો બાઈડનના હસ્તાક્ષર થઈ જશે તે સાથે જ ગન કંટ્રોલ બિલ કાયદો બની જશે અને તુરંત અમેરિકામાં લાગુ પડી જશે. ૧૩ અબજ ડોલરનું ફંડ ફાળવાશે. ઓછી વયની વ્યક્તિને ગનનું લાઈસન્સ આપતા પહેલાં તેની પોલીસ તપાસ થશે. તે ઉપરાંત ખૂંખાર લોકોના લાયસન્સ રદ્ કરાશે. ગુનાઈત ઈતિહાસ ધરાવતા નાગરિકોને ગનની મંજૂરી મળશે નહીં. આવી જોગવાઈઓ બિલમાં થઈ છે.

ઉપલા ગૃહમાં આ બિલ પસાર થઈ ગયું તેને અમેરિકન મીડિયાએ ઐતિહાસિક ઘટના ગણાવી હતી. બે સપ્તાહ સુધી સેનેટમાં ચર્ચા થયા બાદ રિપબ્લિકન પાર્ટીના કેટલાક સાંસદોએ બિલમાં થોડાંક ફેરફાર સાથે સહમતી આપવાની તૈયારી બતાવી હતી. હિંસા સામે છેલ્લાં ઘણાં દશકા  પછી આવો મજબૂત નિર્ણય લેવાયો છે. અમેરિકામાં તેની દૂરગામી અસરો પડશે. અમેરિકાના પ્રમુખપદની આગામી ચૂંટણીમાં પણ આ મુદ્દો પ્રભાવી બની શકે છે. તે ઉપરાંત નવેમ્બરમાં થનારી સેનેટની ચૂંટણીમાં પણ તેની અસર થાય એવી શક્યતા છે.

રિપબ્લિન પાર્ટી શરૃઆતથી જ ગન કંટ્રોલના કાયદાની વિરૃદ્ધમાં છે. પાર્ટીની મૂળભૂત પોલિસી જ આત્મરક્ષણ માટે ગન રાખવાની તરફેણની રહી છે. સેનેટના બહુમતી લીડર ચૂક શુમરે કહ્યું હતું કે ફાયરિંગની ઘટનાઓ રોકવા માટેનો આ અક્સિર ઈલાજ નથી, પરંતુ તેનાથી ફાયદો ચોક્કસ થશે. સેનેટર્સે શાળામાં સુરક્ષા પ્રોજેક્ટ્સ શરૃ કરવા ઉપરાંત મેન્ટલ હેલ્થના કાર્યક્રમો માટે પણ ફંડ ફાળવવા અને નવી યોજનાઓ લોંચ કરવાની ભલામણ કરી  છે.