CIA ALERT
04. May 2024

Gujarat industries Archives - CIA Live

September 12, 2022
Gandhinagar-Gujarat.jpg
1min222

વેદાંત જૂથ (Vedant Group)એ 20 અબજ ડોલરના રોકાણ સાથે સેમીકન્ડક્ટર ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાતની પસંદગી (Semiconductor Plant in Gujarat) કરી છે. આ પ્લાન્ટ અમદાવાદ નજીક સ્થાપવામાં આવે તેવી શક્યતા છે. આ વિશે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી.

આ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ નજીક ઉત્પાદન ફેસિલિટી સ્થાપવામાં આવશે. ત્યાં ડિસ્પ્લે અને સેમીકન્ડક્ટરનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવશે. વેદાંત જૂથ પોતાના પ્રોજેક્ટ માટે ઘણા સમયથી લોબિંગ કરી રહ્યું હતું અને કેટલીક છૂટછાટોનો આગ્રહ રાખ્યો હતો. આ પ્લાન્ટ માટે વેદાંતે 99 વર્ષની લીઝ પર 1000 એકર (405 હેક્ટર) જમીન મફતમાં માંગી હતી. આ ઉપરાંત 20 વર્ષ માટે પાણી અને વીજળી પણ એકદમ નીચા અને ફિક્સ ભાવે આપવામાં આવે તેવી માંગણી કરી હતી. વેદાંત કે ફોક્સકોનના પ્રવક્તાએ હજુ આ વિશે ટિપ્પણી કરી નથી. ગુજરાત સરકારે પણ હજુ કોઈ ટિપ્પણી કરી નથી. સૂત્રોએ કહ્યું કે ગુજરાત સરકાર અને વેદાંત વચ્ચે એક ઔપચારિક સમજૂતિપત્ર પર સહી થાય ત્યાર પછી સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.

ક્લિન એનર્જીની જેમ સેમીકન્ડક્ટર ક્ષેત્રે પણ ભારત નંબર વન બનવાની યોજના ધરાવે છે. વેદાંજ જૂથે સેમીકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાત સરકાર પાસેથી નાણાકીય અને બિન-નાણાકીય સબસિડી મેળવી છે જેમાં કેપિટલ એક્સપેન્ડિચર તથા સસ્તી વીજળી નો સહિતની સગવડો અપાશે.

સૂત્રોએ એજન્સીને જણાવ્યા પ્રમાણે વેદાંત અને તાઈવાનની ફોક્સકોન (Foxconn) સાથે મળીને સેમીકન્ડક્ટરનું ઉત્પાદન કરવાની છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોતાના રાજ્ય ગુજરાત પર પસંદગી ઢોળવામાં આવી છે. આ પ્લાન્ટ મેળવવા માટે મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે ગળાકાપ હરીફાઈ ચાલતી હતી.