CIA ALERT
18. May 2024

GIFT city IIBX Archives - CIA Live

August 4, 2022
gold.jpg
1min236

ગિફ્ટ સિટીમાં IIBX (ઇન્ડીયા ઇન્ટરનેશનલ બુલિયન એક્ષચેન્જ) માં ગુજરાતના 14 સહિત દેશના 64 ક્વોલિફાઇડ જ્વેલર્સે રજિસ્ટ્રેશન કરાવ્યું

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દેશના પ્રથમ ગોલ્ડ એક્ષચેન્જ, ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (આઇઆઇબીએક્સ) અને એનએસસી-આઇએફએસસી-એસજીએસ કનેક્ટને વડાપ્રધાન શ્રી મોદીએ કાર્યાન્વિત કરી દીધું છે.

indias first international bullion exchange iibx what it is how it works  explained | कल प्रधानमंत्री नरेंद्र मोदी लांच करेंगे भारत का पहला इंटरनेशनल  बुलियन एक्सचेंज, जानिए ...
  • ગીફ્ટ સિટીમાં કસ્ટમ ક્લીયરન્સ થયાના ચાર જ કલાકમાં અમદાવાદમાં સોનાની ડિલીવરી કરી દેવાશે
  • સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં એક જ દિવસમાં સોનાનો જથ્થો પહોંચતો કરી દેવાશે
  • ગુજરાતમાં ત્રણ સ્થળોએ ગોલ્ડ સાચવવા માટે વોલ્ટ બનાવાયા
  • પ્રીમીયમના વધારાના નાણાં ચૂકવવામાંથી મુક્તિ
  • તહેવારોમાં સોનાની ડિમાન્ડ વધી હશે તો તાત્કાલિક નવું સોનું મળી શકશે
  • આઇઆઇબીએક્સમાં જ્વેલરર્સ તરીકે રજિસ્ટ્રેશન માટે રૂ.25 કરોડનું ટર્નઓવર જરૂરી

ગોલ્ડ એક્ષચેન્જ ગાંધીનગર ગીફ્ટ સિટીમાં શરૂ થતા સોનાના વૈશ્વિક ટ્રેડિંગમાં વધુ સવલતો જ્વેલર્સને મળશે. જેમાં કસ્ટમ ક્લિયરન્સ થયાના ચાર કલાકમાં અમદાવાદમાં નિર્ધારીત સ્થળે સોના જથ્થાની ડિલિવરી મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. તે સિવાય રાજકોટ, સુરત, વડોદરા જેવા રાજ્યના અન્ય મોટા શહેરોમાં પણ કસ્ટમ ક્લિયરન્સના એક દિવસની અંદર સોનાની ડિલિવરી પહોંચી જશે.

આઇઆઇબીએક્સના એમડી અને સીઈઓ અશોક ગૌતમે જણાવ્યું હતું કે, એક્સચેન્જના કારણે હવે રાજ્યમાં જ ત્રણ વોલ્ટ બનાવાયા છે. તેનાથી સોનાની ડિલિવરી લેવા માંગતા ક્વોલિફાઇ્ડ જ્વેલર્સને સાવ ઓછી સમયમર્યાદામાં ગોલ્ડ મળી જશે.

કસ્ટમ ક્લિયરન્સ થયાના ચાર કલાકમાં અમદાવાદમાં ગોલ્ડ ડિલિવરી મળી જશે તેવી વ્યવસ્થા છે. તે સિવાય રાજ્યના અન્ય શહેરોમાં પણ એક દિવસની અંદર ડિલિવરી મળી જતા સમયની બચત થશે. વધારે પ્રીમિયમ માટે અગાઉ જે નાણા ચૂકવવાના થતા હતા તેમાં પણ જ્વેલર્સને રાહત મળશે. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આઇઆઇબીએક્સ પર હાલ ભારતના 64 ક્વોલિફાઇ્ડ જ્વેલર્સે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાંથી 14 ગુજરાતના છે. રજિસ્ટ્રેશન કરાવવા માટે 25 કરોડનું ટર્નઓવર હોવું જરૂરી છે. આ એક્સચેન્જથી હવે ગુજરાતના જ્વેલર્સને તહેવારોની સિઝનમાં જ્યારે માંગ વધારે હોય ત્યારે તાત્કાલિક ડિલિવરીથી તેમને કમિશન અને એજીંગ કોસ્ટમાંથી છૂટકારો મળતા નાણા લાંબા સમય સુધી રોકાયેલા નહીં રહે. જ્વેલર પોતે પ્રાઇઝ રજૂ કરી શકશે.

ગિફ્ટ સિટીમાં એનએસસી-આઇએફએસસી-એસજીએસ કનેક્ટ શરૂ થયું છે. તેથી સિંગાપોરમાં જે નિફ્ટી ફ્યુચર કોન્ટ્રાક્ટ ટ્રેડ થતા હતા તે ગિફ્ટ સિટી ખાતે પણ કરી શકાશે. જેના કારણે રોકાણકારોને ગિફ્ટ સિટીમાં મળતા ટેક્સ રાહતના ફાયદા મળશે અને રિયલ ટાઇમ ટ્રેડિંગ થઇ શકશે તેમ પણ જણાવ્યું હતું. ગિફ્ટ સિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશ્વ કક્ષાનું હોવાથી તેમાં રોકાણકારોનું આગમન થતા અમદાવાદ મહત્વનું સેન્ટર બનશે.