CIA ALERT
09. May 2024

Diamond comapny SRK Archives - CIA Live

September 16, 2023
Cia_business_news-1280x936.jpg
1min496

યુક્રેન સરકારે ભારતમાં મુંબઇ ખાતે હેડક્વાર્ટર ધરાવતી એક વૈશ્વિક ડાયમંડ કંપની, એસ.આર.કે. ડાયમંડ કંપનીને ઇન્ટરનેશનલ વોર સ્પોન્સર્સની યાદીમાં સામેલ કરતા સમગ્ર વિશ્વના હીરા બજારમાં ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને એસ.આર.કે. ડાયમંડ કંપનીની મુખ્ય મેન્યુફેક્ચરિંગ કંપની જ્યારે સુરતમાં છે ત્યારે સમગ્ર વિશ્વના મિડીયા અહેવાલોમાં સુરતના ડાયમંડ ઉદ્યોગની કંપનીની ભારે ચર્ચા શરૂ થઇ છે.

એક તરફ તાજેતરમાં જ મળેલી જી-સેવન દેશોની મિટીંગમાં રશીયન ઓરિજિન ડાયમંડને ટ્રેસ કરીને તેનો બહિષ્કાર કરવાની હાકલ થઇ છે ત્યારે યુક્રેન સરકારે ભારતની ડાયમંડ કંપનીને ઇન્ટરનેશનલ વોર સ્પોન્સરની યાદીમાં મૂકીને ખળભળાટ મચાવી દીધો છે.

યુક્રેન સરકારના પ્રવક્તાએ સ્થાનિક મિડીયામાં જણાવ્યું હતું કે મુંબઇ બેઝ ધરાવતી ભારતની ડાયમંડ કંપની જેનું નામ એસ.આર.કે. ડાયમંડ કંપની છે, આ કંપની ડાયમંડ કટ એન્ડ પોલિશનું કામકાજ કરે છે. યુક્રેનનો આક્ષેપ છે કે શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટ (એસ.આર.કે.)એ રશીયા પાસેથી 2021માં જેટલા જથ્થામાં રફ ડાયમંડ ખરીદ્યા હતા તેના કરતા 2023ના વર્ષમાં ત્રણ ગણા વધુ રફ ડાયમંડ્સ ખરીદ્યા છે. મિડીયા રિપોર્ટસમાં કહેવાયું છે કે એસ.આર.કે.એ 2023ના વર્ષમાં 132 મિલિયન અમેરિકી ડોલરની કિંમતના રફ ડાયમંડ ખરીદ્યા છે જ્યારે આ જ કંપનીએ 2021માં માત્ર 59 મિલિયન અમેરિકી ડોલરની કિંમતના રફ ડાયંમંડ્સ ખરીદ્યા હતા.યુક્રેન સરકારે ઇન્ટરનેશનલ વોર સ્પોન્સર્સની યાદીમાં જે ભારતીય ડાયમંડ કંપની એસ.આર.કે.નો ઉલ્લેખ કર્યો છે એ કંપની સુરતની છે અને વિશ્વભરમાં તેનો કારોબાર વિસ્તરેલો છે. ગઇકાલે મધરાતથી આ સમાચાર વાયુવેગે મિડીયા માધ્યમોમાં પ્રસર્યા હતા જેને લઇને સુરતના હીરા ઉદ્યોગમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

સુરત બેઝ ડાયમંડ કંપની SRKની સ્પષ્ટતાઃ SRK નૈતિકતા, મૂલ્યો અને અનુશાસન પ્રત્યેની પ્રતિબધ્ધતા માટે સમર્પિત છે

રશિયા યુક્રેન વોર બાબતે ભારતની ઇન્ડસ્ટ્રીઝને ટાર્ગેટ કરી વૈશ્વિક લેવલે ખોટી માહિતી અને પાયાવિહોણા આરોપો થકી ભારતના પ્રતિષ્ઠિત બિઝનેસોને અન્યાયી રીતે નિશાન બનાવ્યા છે. યુક્રેન યુદ્ધને ટેકો આપવાના તાજેતરના આક્ષેપો, જેમ કે યુક્રેનની ભ્રષ્ટાચાર નિવારણ પરની રાષ્ટ્રીય એજન્સી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, તે ભારતીય વ્યાપારની સાથે રોજગારને નુકશાન પહોંચાડવાનો અને ભારતના હીરા ઉદ્યોગને કલંકિત કરવાના સ્પષ્ટ ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યો છે. જે રાષ્ટ્રની વ્યવસાયિક પ્રતિષ્ઠાને બહુ મોટું નુકસાન પહોંચાડે છે.

ડાયમંડ ઉધોગની સાથે SRKનું કાર્યક્ષેત્ર પણ હંમેશા પારદર્શિતા, અખંડિતતા અને નૈતિક આચરણના સિદ્ધાંતો પર આધારિત છે. કંપનીએ તેના સમગ્ર ઇતિહાસમાં કોઈપણ અપવાદ વિના આ સિદ્ધાંતોનું પાલન કર્યું છે. જવાબદાર વ્યવસાય પ્રથાઓ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા અતૂટ રહી છે, છેલ્લા 50 વર્ષનો ટ્રેક રેકોર્ડ પોતે જ બોલે છે.

વર્લ્ડ લેવલે જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ સ્પષ્ટપણે શાંતિ અને સંવાદિતા ભાર મૂકે છે.

SRK નૈતિકતા, મૂલ્યો અને અનુશાસન પ્રત્યેની પ્રતિબધ્ધતા માટે સમર્પિત છે