CIA ALERT
05. May 2024

Darshna Jardose Archives - CIA Live

May 30, 2022
darshna_jardos.jpg
1min691

Jayesh Brahmbhatt 98253 44944

ટેક્ષટાઇલ ઉધોગમાં મશીનરી અને ટેક્નોલોજીના અપગ્રેડેશન માટેની ટફ (ટેક્નોલોજી અપગ્રેડેશન ફંડ) સ્કીમ અને એ ટફ સ્કીમમાં પેન્ડીંગ રહી ગયેલી એપ્લિકેશનના સેટલમેન્ટ માટે આજથી બે દિવસ માટે રિંગરોડ પર મંત્રા સંકુલ ખાતે વસ્ત્ર મંત્રાલય દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદઘાટન વસ્ત્ર રાજ્યમંત્રી દર્શના જરદોષે કર્યું હતું.કેમ્પના ઉદઘાટન સમયે કપડામંત્રી દર્શના જરદોષે પોતાના આક્રમક મિજાજનો પરચો આપતા કહ્યું કે કેમ્પનું આયોજન ઓન ધ સ્પોટ અરજીનો નિકાલ થઇ શકે તે માટે થયું છે. જ્યાં સુધી જુની અરજીઓનું સેટલમેન્ટ નહીં થાય ત્યાં સુધી નવી સ્કીમ નહીં આવી શકે. આજના કેમ્પમાં જુદી જુદી બેંકના સ્વતંત્રતાથી નિણર્ય લઇ શકે તેવા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે કે નહીં તે અંગે પોતે જ હાજરી લેતા દર્શના જરદોષે કહ્યું કે તમે ઓન ધ સ્પોટ નિર્ણય લઇ શકો તેટલા પાવર ધરાવતા હોય તો જ મિટીંગમાં બેસજો. તેમણે બેંકોના અધિકારીઓને ખાસ પૂછ્યું કે તમારી પાસે ઓન ધ સ્પોટ લોન મંજૂર કરવાની સત્તા છે કે નહીં, તેમણે કલેક્ટર કચેરીના નોડલ અધિકારીની અનુપસ્થિતિની પણ ગંભીર નોંધ લીધી હતી.કપડા રાજ્યમંત્રી દર્શના જરદોષે કહ્યું કે પેન્ડીંગ રહી ગયેલા કેસોમાં અનેક વખત પ્રોસિડિંગ અને મુદતો આપવામાં આવી છે. હવે સુરતના આંગણે આ છેલ્લો કેમ્પ છે, જે અરજદારો અગાઉ ક્યાંય ઉપસ્થિત રહ્યા નથી તેમને પણ તક આપવામાં આવી છે. હવે પછી તેમની અરજીનો નિકાલ થઇ શકશે નહીં.

બેંકોની આડોડાઇને કારણે અરજદારોને ભોગવવું પડ્યું

ટફ સ્કીમ, એ ટફ સ્કીમના કેમ્પમાં આજે રજૂઆત કરવા માટે આવેલા અરજદારોએ રજૂઆત કરી કે કેટલીક બેંકોના અધિકારીઓની આડોડાઇને કારણે તેમણે કરોડો રૂપિયાની મશીનરી અને ટેક્નોલોજી નવી વસાવી હોવા છતાં મહિનાઓ સુધી તેમને ઇન્વેસ્ટમેન્ટ પર મળતી સબસિડીથી વંચિત રહેવું પડ્યું છે. બેંકો દ્વારા કેટલાક કેસોમાં ખોટી રીતે ફાઇલો દબાવી રાખીને પ્રક્રિયામાં જ વિલંબ કરવામાં આવ્યો હોવાનું પણ જણાય આવ્યું હતું. બેંકોની આવી આડાઇ સામે આજે ખુદ કપડા રાજ્યમંત્રી દર્શના જરદોષ પણ ગુસ્સામાં જણાયા હતા.
હેડિંગ બોક્સનવી સબસિડી યોજનામાં અરજદારે ઓનલાઇન પ્રોસિજર કરવાની રહેશેઃ દર્શના જરદોષકપડા રાજ્યમંત્રી દર્શના જરદોષે આજે ટફ સ્કીમની પેન્ડીંગ અરજીના નિકાલ માટેના કેમ્પને સંબોધતા જણાવ્યું કે અત્યાર સુધીની ટફ યોજનાના અમલી કરણમાં જેટલા પણ છીંડાઓ, મુશ્કેલીઓ, સમસ્યાઓ નડી છે તે ભવિષ્યની સબસિડી યોજનામાં નહીં નડે. હવે કેન્દ્ર સરકારે એવી જ યોજના તૈયાર કરી રહી છે જેમાં અરજદારે જાતે ઓનલાઇન એપ્લિકેશન કરવા ઉપરાંત દરેક સ્તરે અરજદાર સ્વયં પોતાની એપ્લિકેશન આગળ ધપાવી શકશે. બેંકો કે અન્ય કોઇ સરકારી અધિકારી ઇચ્છશે તો પણ કોઇ અરજદારની અરજી છુપાવી શકશે નહીં.

ટફ અન્વયે 1577 એપ્લિકેશનો પેન્ડીંગ, મોટા ભાગની અપૂરતા દસ્તાવેજોવાળી અરજીઓ

શહેરના રિંગરોડ પર આવેલા મંત્રા સંકુલમાં આજથી બે દિવસ માટે વસ્ત્ર મંત્રાલયના ટફ સ્કીમમાં પેન્ડીંગ અરજીઓના નિકાલ માટેના કેમ્પને સંબોધતા મુંબઇ ટેક્ષટાઇલ મંત્રાલય કચેરીના ડેપ્યુટી ડાયરેક્ટર ઉષા પોલે જણાવ્યું હતું કે કુલ 1577 અરજીઓ પેન્ડીંગ છે. તેમાંથી મોટા ભાગની અરજીઓ એવી છેકે જેમણે 6 અલગ અલગ દસ્તાવેજો અપલોડ કરવાના હોય છે તેમાંથી એક પણ દસ્તાવેજ બાકી હોય તો જે તે અરજદારની મશીનરી કે ટેક્નોલોજીનું ફિઝિકલ વેરિફિકેશન નહીં થઇ શકે. આવા અરજદારોને અનેક વખત લેખિતમાં, મેઇલથી જાણ કરીને પૂર્તતા કરવા માટે જણાવાયું છે છતાં તેમના 70 ટકા લોકોએ કોઇ જ પ્રતિસાદ પાઠવ્યો નથી. આથી હવે છેલ્લા પ્રયાસરૂપે સુરતના મંત્રા સંકુલ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.