CIA ALERT
05. May 2024

CNG Archives - CIA Live

October 2, 2022
cng.png
1min243

કેન્દ્ર સરકારે એડમિનિસ્ટર્ડ પ્રાઈઝ મિકેનિઝમ હેઠળ સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સને આપવામાં આવતા ગેસના ભાવમાં ૪૦ ટકાનો વધારો કર્યો છે, તેને પરિમાણે આજે સીએનજીના કિલોદીઠ ભાવમાં રૂ. ૩ અને રસોઈઘરમાં જતાં પીએનજીના સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીઠ ભાવમાં રૂ.૩નો વધારો કરી દીધોે છે. જોકે, હોટેલ અને રેસ્ટોરાંમાં વપરાતા કોમશયલ એલપીજીના ભાવમાં સિલિન્ડરે રૂ. ૨૫.૫નો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યારે ઘરોમાં વપરાતા ૧૪.૫ કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. એ જ રીતે દેશમાં છેલ્લા છ મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારે શુક્રવારે મોડી સાંજે વિવિધ ગેસના ભાવમાં ફેરફારની જાહેરાત કરી હતી. ઔદ્યોગિક વપરાશ માટે ઉપયોગમાં લેવાતા પીએનજીના ભાવ સીધા નહિ, પરંતુ આડકતરી રીતે વધારી દેવાયા છે, તેવી ઉદ્યોગોની રજૂઆત છે. એક અંદાજ મુજબ તેમને સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીઠ રૂ. ૮નો વધારો ચૂકવવો પડી શકે છે. વાહનો દોડાવવા માટે વપરાતા સીએનજીનો કિલોદીઠ રૂ. ૮૩.૯૦ હતો તે વધારીને રૂ.૮૬.૯૦ કરી દેવાયો છે. 

ગુજરાતમાં મોટાભાગની ઓટોરિક્ષાઓ માત્ર સીએનજી પર જ દોડતી હોવાથી તેમના પર તેની મોટી અસર આવશે. તેઓ આ બોજ ગ્રાહકને માથે નાખી દેશે. તેથી છેવટે ઓટોરિક્ષમાં પ્રવાસ કરનાર ગ્રાહ દંડાશે. પરિણામે સીએનજીથી દોડતી ઓટોરિક્ષાઓ અને વાહન માલિકો પર ખર્ચ બોજ વધશે. તેની સાથે દરેક ઘરના રસોડામાં જતી રાંધણગેસ-પાઈપ્ડ નેચરલ ગેસની લાઈનો મારફતે આપવામાં આવતા ગેસનો સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ભાવ ૫૦.૯૦થી વારીને રૂ. ૫૩.૯૦ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે. તેથી ગૃહિણીઓનો ખર્ચ બોજ પણ વધી જશે. કારણ કે રસોડામાં આવતા પીએનજીના સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીઠ ભાવ રૂ. ૫૦.૯૦ હતા તે વધારીને રૂ.૫૩.૯૦ કરવામાં આવ્યા છે. એકલા અમદાવાદમાં જ બે લાખથી વધુ પરિવારની ગૃહિણીઓના ઘરખર્ચમાં તેનાથી વધારો થશે. 

ઔદ્યોગિક એકમોએ જે પીએનજીનો સપ્લાય નિશ્ચિત કરાવેલો તેના ૭૫ ટકા પીએનજી જ વાપરવાની સૂચના આપી દેવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉદાહરણ આપીને વાત કરવામાં આવે તો ૧૦૦ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પીએનજીનો સપ્લાય બુક કરાવનારાઓએ ૭૫ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ગેસ જ વાપરવાની સૂચના આપી છે. આ ૭૫ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર માટે અગાઉથી નક્કી કરેલા એટલે એસસીએમ દીઠ રૂ. ૭૭ના ભાવે બિલ વસૂલવામાં આવશે. ત્યારબાદ ૭૬થી ૧૦૦ની વચ્ચે જે યુનિટ વાપરે તેને માટે એસસીએમ દીઠ રૂ. ૯૬ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેને આધારે ત્રિરાશી માંડવામાં આવે તો એસસીએમ દીઠ રૂ. ૮નો અંદાજે વધારો ઔદ્યોગિક એકમોએ ભોગવવાનો આવી રહ્યો છે. કેમિકલ ઇન્ડસ્ટ્રી અને ફાર્મા ઇન્ડસ્ટ્રી પર તેનો ખાસ્સો બોજ આવવાની સંભાવના છે. મોરબીના વિટ્રીફાઈડ ટાઇલ્સ અને સિરામિક ઉદ્યોગને પણ આગામી દિવસમાં આ ભાવ વધારાનો બોજ ખમવાની નોબત આવશે.

આંતરરાષ્ટ્રીય બજારમાં એનર્જીના ભાવમાં ઘટાડો આવવા માંડયો હોવાથી સરકારે કોમશયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સતત છઠ્ઠીવાર ઘટાડો કર્યો છે. દિલ્હીમાં કોમશયલ ગેસ સિલિન્ડરનો ભાવ રૂ. ૧૮૮૫થી ઘટીને રૂ. ૧૮૫૯.૫૦ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ રૃા. ૧૮૭૨.૫૦નો થયો છે. સતત છ વાર કરવામાં આવેલા ઘટાડાને પરિણામે કોમશયલ સિલિન્ડરના ભાવમાં કુલ રૂ.૪૯૪.૫૦નો ઘટાડો થયોછે. જૂન ૨૦૨૨ પછી આ છઠ્ઠીવાર ઘટાડો કરવામાં આવ્યો છે. કોમશયલ સિલિન્ડરના ભાવમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં થતી વધઘટ પ્રમાણે વધઘટ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. કોમશયલ એલપીજીના દરમાં મહિને એકવાર ફેરફાર કરવામાં આવે છે.

રહેઠાણમાં વપરાતા એલપીસીના સિલિન્ડરના ભાવમાં કોઈ જ ફેરફાર ન કરીને ૧૪.૨ કિલોના સિલિન્ડરનો ભાવ રૂ.૧૦૫૩ પર જાળવી રાખ્યો છે. અમદાવાદમાં તેનો ભાવ રૃા.૧૦૬૦નો થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેના ભાવ ઘટી જતાં હવે સરકારને તેમાં કોઈ નુકસાન ભોગવવાનું આવતું નથી. જોકે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા છ મહિનાથી ફેરફાર કરવામાં આવ્યો નથી. આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ વધારો ન કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

એટીએફનો ભાવ 4.5 ટકા ઘટાડી કિલોલીટરે રૂ. 1,15,520 કરાયો

જેટ એવિયેશન ટર્બાઈન ફ્યુઅલના ભાવમાં ૪.૫ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેના કિલોલિટરદીઠ ભાવ દિલ્હીમાં રૂ. ૧,૧૫,૫૨૦.૨૭ હતા. તેમાં ૪.૫ ટકાનો એટલે કે રૂ.૫૫૨૧.૧૭નો ઘટાડો કરવામાં આવ્યો છે. સ્થાનિક વેરાઓ લાગતા હોવાથી દરેક રાજ્યમાં તેના દર અલગ અલગ આવે છે. સ્થાનિક ટેક્સના તફાવત પ્રમાણે ભાવમાં તફાવત જોવા મળે છે. એવિયેશન ટર્બાઈન ફ્યુઅલના ભાવમાં દર પખવાડિયે ફેરફાર કરવામાં આવે છે. ૧૬મી સપ્ટેમ્બરે એવિયેશન ટર્બાઈન ફ્યુઅલના ભાવમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. તેની પહેલા એટલે કે ૩૧મી ઓગસ્ટે તેના ભાવમાં ૦.૭ ટકાનો નજીવો ઘટાડો કરવામાં આવ્યો હતો.

August 10, 2022
cng.png
3min217

એક વર્ષમાં CNGમાં 30 રૂપિયાનો ભાવ વધારો

છેલ્લા એક વર્ષમાં ૧ કિલો ગેસમાં ૩૦ રૂપિયાનો તોતિંગ ભાવ વધારો થઇ જતા રિક્ષા ચાલકો સહિત તમામ સીએનજી ગેસ વાહન ધરાવતા લોકો પર આર્થિક બોજ વધી ગયો છે. ગેસ સસ્તો પડે છે તેવી માનસિકતાથી સીએનજી વાહનો ખરીદનાર લોકો હાલ પસ્તાઇ રહ્યા છે. 

સામાન્ય અને મધ્યવર્ગીય પરિવારો કે જેઓ પેટ્રોલની તુલનામાં સીએનજી ગેસ સસ્તો પડતો હોવાથી સીએનજી  વાહન ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ધંધા-રોજગાર માટે પણ સીએનજી રિક્ષા સહિતના વાહનો વસાવી રહ્યા છે. એક વર્ષ પહેલા જે વાહનચાલકો ૫૬.૩૦ રૂપિયે કિલો ગેસ ભરાવતા હતા તે હાલમાં ૮૭.૩૮ રૂપિયે કિલો ગેસ ભરાવવા મજબૂર બન્યા છે !

ઇ તારીખે ગેસમાં કેટલો ભાવ વધ્યો ?

તારીખભાવ વધારોનવો ભાવ
૧૭-૨-૨૧૦.૯૫૫૪.૬૨
૮-૭-૨૧૦.૬૮૫૫.૩૦
૬-૮-૨૧૧.૦૦૫૬.૩૦
૨-૧૦-૨૧૨.૫૬૫૮.૫૬
૬-૧૦-૨૧૧.૩૦૫૯.૮૬
૧૦-૧૦-૨૧૧.૬૩૬૧.૪૯
૧૮-૧૦-૨૧૧.૫૦૬૨.૯૯
૨-૧૧-૨૧૨.૦૦૬૪.૯૯
૫-૧૨-૨૧૦.૭૫૬૫.૭૪
૧૯-૧૨-૨૧૧.૮૫૬૭.૫૯
૧-૧-૨૨૨.૫૦૭૦.૦૯
૧-૩-૨૨૧.૦૦૭૧.૦૯
૧૦-૩-૨૨૨.૦૦૭૩.૦૯
૨૪-૩-૨૨૧.૫૦૭૪.૫૯
૧-૪-૨૨૭.૦૦૮૧.૫૯
૧૬-૪-૨૨૧.૦૦૮૨.૫૯
૩-૭-૨૨૧.૩૧૮૩.૯૦
૨-૮-૨૨૧.૯૯૮૫.૮૯
૪-૮-૨૨૧.૯૯૮૫.૮૯
૪-૮-૨૨૧.૪૯૮૭.૩૮