CIA ALERT
17. May 2024

CA All india First Archives - CIA Live

February 10, 2022
breaking-1280x1035.jpg
1min1128

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા દ્વારા આજે સી.એ. ફાઇનલ્સ પરીક્ષાનું પરીણામ ઘોષિત કરવામાં આવ્યું હતું. પરીણામ જાહેર થતાં જ સુરત શહેરનું નામ સમગ્ર દેશમાં ગૂંજવા માંડ્યું હતું. કેમકે સુરતની રાધિકા બેરીવાલ નામની યુવતિએ સી.એ. ફાઇનલ્સ પરીક્ષામાં સમગ્ર ભારતમાં પહેલા ક્રમે પાસ થવાની સિદ્ધિ હાંસલ કરી છે. સી.એ.ના પરીણામો પર દેશની બેંકોથી લઇને ફાઇનાન્સિયલ ઇન્સ્ટીટ્યુટ્સથી લઇને ફાઇનાન્સ મિનિસ્ટ્રી સુધીના અધિકારીઓની નજર રહેતી હોય છે એવા સમયમાં સી.એ. ઓલ ઇન્ડિયા ફર્સ્ટ તરીકે સુરતની રાધિકાએ મેદાન મારતા આજે સુરત શહેરનું નામ સમગ્ર રાષ્ટ્રીય સ્તરે ગૂંજતું થઇ ગયું છે.

સી.એ. ફાઇનલ્સ ડિસેમ્બર 2021માં લેવાયેલી પરીક્ષામાં ઓલ ઇન્ડિયા ફર્સ્ટ આવેલી રાધિકાની પરિવાર સાથેની એક ફાઇલ તસ્વીર.

સમગ્ર ભારતમાં સી.એ. કોંચિંગ માટે વખણાતા સુરતના જાણિતા રવિ છાવછરીયાએ જણાવ્યું હતું કે સી.એ.ના પરીણામમાં આ વખતે અગાઉના વર્ષના લગભગ દરેક રેકોર્ડ તૂટી ગયા છે. દરેક સબ્જેક્ટ વાઇઝ જોરદાર પરફોર્મન્સ રાધિકા બેરીવાલાએ હાંસલ કર્યું છે. તેમણે કહ્યું કે અગાઉ રાધિકા બેરીવાલા આઇ.પી.સી.સી.ની પરીક્ષામાં પણ સમગ્ર ભારતમાં સેકન્ડ રેંક હાંસલ કરવાની સિદ્ધિ મેળવી ચૂક્યા છે.