CIA ALERT
05. May 2024

BJP Surat Mahanagar Archives - CIA Live

December 26, 2022
WhatsApp-Image-2022-12-25-at-21.15.34-1280x853.jpeg
2min213

તારીખ ૨૫ ડિસેમ્બરના રોજ ભારત દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના ભીષ્મપિતામહ એવા પરમ આદરણીય શ્રી અટલ બિહારી બાજપાઈ સાહેબનો જન્મદિવસ જેને ભારતીય જનતા પાર્ટી સુશાસન દિવસ તરીકે ઉજવે છે તે દીને શ્રદ્ધેય અટલબિહારી બાજપેયીજીને પુષ્પાર્પણ કરીને સુરત ભાજપ મહાનગર દ્વારા આયોજિત અભિવાદન સમારોહ- ઋણ સ્વીકાર કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો. આ સમારોહમાં ભાજપના કાર્યકરો ઉપરાંત મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.

ગુજરાત વિધાનસભામાં મળેલી ઐતિહાસિક જીત માટે ભારતીય જનતા પાર્ટી , સુરત મહાનગર દ્વારા શ્રદ્ધેય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનીય શ્રી જે પી નડડા, કેન્દ્રીય ગૃહ તથા સહકારીતા મંત્રી માનનીય શ્રી અમિતભાઇ શાહ, ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અને કુશળ સંગઠક ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ તથા સુરત મહાનગરના તમામ નગરજનોનો અભિવાદન તથા ઋણસ્વીકાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું .

નિરંજન ઝાંઝમેરાએ સ્વાગત પ્રવચન કર્યું

સ્વાગત પ્રવચન કરતા સુરત મહાનગર પ્રમુખ શ્રી નિરંજન ઝાંઝમેરાએ , સુરત મહાનગર દ્વારા શ્રદ્ધેય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ , ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનીય શ્રી જે પી નડડા, કેન્દ્રીય ગૃહ તથા સહકારીતા મંત્રી માનનીય શ્રી અમિતભાઇ શાહ, ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અને કુશળ સંગઠક ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ, ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી તથા સુરત મહાનગરના તમામ કાર્યકર્તાઓ , મીડિયાના મિત્રોનો તથા નગરજનોનો ઋણસ્વીકાર કર્યો હતો .

ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીએ પણ સર્વેનો ઋણ સ્વીકાર કરતા કહ્યું હતું કે જયારે આ ચૂંટણીમાં સમગ્ર દેશની નજર ગુજરાત રાજ્ય પર હતી તયારે સમગ્ર ગુજરાતની નજર સુરત પર હતી અને સુરત મહાનગરના તમામ કાર્યકર્તાઓ અને નગરજનોએ ભારતીય જનતા પાર્ટી અને પ્રધાનમંત્રીજીમાં જે વિશ્વાસ મૂકી આ જીત અપાવી તે ધન્યવાદને પાત્ર છે .

દર્શના જરદોષે નરેન્દ્ર મોદીની કવિતાનું સ્મરણ કર્યું

કેન્દ્રીય રેલ તથા કપડાં રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ તેમના ઉદબોધનમાં શ્રદ્દેય શ્રી અટલબિહારી બાજપેયીજીની કવિતાનું પાઠન કર્યું હતું . સાથે તેમણે પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલજીની પણ તેમના કુશળ સંગઠન કલા અને નેતૃત્વની પ્રશંશા કરી હતી અને ચૂંટાયેલા તમામ ઉમેદવારોને ધન્યવાદ આપતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની કવિતા સાથે પોતાનું વ્યક્તત્વ પૂર્ણ કર્યું હતું .

સી.આર. પાટીલના વક્તવ્યમાં કાર્યકરોએ ખૂબ તાળીઓ પાડી

કુશળ સંગઠક અને યશસ્વી પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલે સુરત મહાનગર તથા સુરત જિલ્લાના તમામ કાર્યકર્તાઓ અને નગરજનોને આ ભવ્ય વિજય આપવા બદલ તેમને નમન અને પ્રણામ કરી તેમના ઉદબોધનની શરૂઆત કરી હતી . સાથે તેમણે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ , ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહ સાહેબ તથા તમામ આગેવાન કેન્દ્રીય તથા પ્રાદેશિક નેતાઓનો પણ આભાર માન્યો હતો જેઓએ ગુજરાતની ચૂંટણીમાં પોતાનો ફાળો આપ્યો હતો. તેમણે એક નવો કીર્તિમાન સ્થાપવા બદલ ખુશી વ્યકય કરી હતી પણ સાથે તેમણે જણાવ્યું કે કદાચ ક્યાંક થોડી કચાશ રહી ગઈ જેના કારણે આપણે કદાચ ૧૭૬ સીટો સુધી પણ જીતી શક્યા હોત .

વર્ચ્યુઅલ સંબોધનમાં ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને આદરણીય કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબે આ મળેલી ભવ્ય જીતનો શ્રેય બૂથ લેવલના કાર્યકર્તાઓ થઈ લઈને પેજ પ્રમુખ અને પ્રદેશ પ્રમુખ સુધીના તમામ લોકોને આપ્યો હતો. તેમણે તેમના ઉદબોધનમાં પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલના વખાણ કરતા કહ્યું હતું કે તેમની પેજ કમિટી અને પેજ પ્રમુખની રણનીતિના કારણે આ ભવ્યાતિભવ્ય જીત મળી છે કે જેનો રેકોર્ડ તોડવો હવે કદાચ ભારતીય જનતા પાર્ટી માટે પણ અઘરો પડશે . તેમણે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વખાણ કરતા કહ્યું કે તેમના નેતૃત્વ હેઠળ સરકારે ખૂબ સરસ કાર્ય કર્યું છે અને છેવાડાના માનવી સુધી તેમની સરકાર પહોંચી શકી છે . અને તે જ કારણે પણ ગુજરાતની જનતા મન બનાવી ચુકી હતી કે ફરી એક વાર ભાજપની સરકાર ઐતિહાસિક જીત સાથે બનાવશું

આ પ્રસંગે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલકેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકર જી શહેર અધ્યક્ષ શ્રી મેયર શ્રી વગેરે સહુ નાગરિકો વચ્ચે જઈ ગુલાબની પાંખડીઓ ઉડાડી સહુ નાગરિકોનું અભિવાદન કર્યું હતું.