CIA ALERT
03. May 2024

BJP gujarat Archives - CIA Live

November 9, 2022
election_coverage-1280x1047.jpg
3min300

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ તો ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેનો ત્રિપાંખિયો જંગ નિશ્ચિત છે.પરંતુ આ ત્રણ નેશનલ પાર્ટી ઉપરાંત પણ અનેક સ્ટેટલેવલના અને સ્થાનિક પક્ષો પણ ચૂંટણીમાં ઝંપલાવતા પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટેની ચૂંટણીમાં તમામ પક્ષો -અપક્ષો મળીને કુલ ૩૯ રાજકીય પક્ષોના ઉમેદવારો છે.૩૯ પક્ષોના કુલ ૭૮૮ ઉમેદવારોમાં ૭૦ મહિલા ઉમેદવારો છે. જ્યારે કુલ ઉમેદવારોમાં ૩૩૯ અપક્ષ ઉમેદવારો છે.

ચૂંટણી પંચ દ્વારા આજે પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટેની ચૂંટણી માટે વિવિધ પક્ષો-ઉમેદવારોની વિગતો જાહેર કરી છે.જેમાં વિવિધ રાજકીય પક્ષોની યાદી પણ જાહેર કરવામા આવી છે.ભારતીય જનતા પક્ષ-ભાજપ ઉપરાંત પાર્ટીમાં ભારતીય નામના ઉલ્લેખ સાથે અન્ય પાંચ પક્ષો પણ છે. ગુજરાતની વિધાનસભા ચૂંટણીના ઈતિહાસમાં સામ્યવાદી પક્ષનો એક જ ઉમેદવાર (સ્વ.બટુક વોરા) જીત્યા છે. પરંતુ દરેક ચૂંટણી પક્ષની માફક સામ્યવાદી પક્ષના ચાર ફિરકા મેદાનમાં છે.તેઓએ ૧૦ ઉમેદવાર ઉભા રાખ્યા છે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં નેશનલ,સ્ટેલ લેવલ અને લોકલ પાર્ટી સહિતની ૩૯ રાજકીય પાર્ટીઓ છે.જેમાં ભાજપ,કોંગ્રેસ, આપ,બીએસપી, સીપીઆઈ, સીપીઆઈ-એમ, એઆઈએમઆઈએમ, સહિતના પક્ષો છે જ્યારે અન્ય સ્થાનિક પક્ષો છે.

ભાજપ,કોંગ્રેસ અને આપ પાર્ટી બાદ સૌથી વધુ ૫૭ ઉમેદવારો બીએસપી દ્વારા અને ૧૪ ઉમેદવારો ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા ઉભા રાખવામા આવ્યા છે.જ્યારે અન્ય પક્ષો દ્વારા ૧૦ ઓછા અને ઘણા પક્ષોએ તો માંડ એકથીત્રણ ઉમેદવાર જ ઉબા રાખ્યા છે. કુલ પક્ષોમાં ઈન્ડિપેન્ડન્ટ તરીકે ૩૩૯ ઉમેદવારો છે.જેમાં ૩૫ મહિલાઓ છે અને ૩૦૪ પુરુષો છે.મહત્વનું છે કે પ્રથમ તબક્કામાં ભાજપના ૮૯ ઉમેદવારોમાં ૯ મહિલા ઉમેદવાર અને કોંગ્રેસના ૮૯ ઉમેદવારોમાં છ મહિલા ઉમેદવારો તેમજ આપના ૮૮ ઉમેદવારોમા પાંચ મહિલા ઉમેદવારો છે. મહત્વનું છે કે ગત ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં બંને તબક્કામાં કુલ મળીને ૬૫ રાજકીય પક્ષો હતા અને ગત ચૂંટમીમાં જે કેટલાક પક્ષો હતા તે હવે આ વખતે ચૂંટણીમાં મેદાનમાં નથી. ગત ચૂંટણીમાં કુલ ૧૮૨ બેઠકો સામે જ્યાં ૧૮૨૮ ઉમેદવારો હતા ત્યારે આ વખતે પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો સામે ૭૮૮ ઉમેદવારો મુજબ પ્રતિ બેઠકે સરેરાશ ૯થી ઓછા ઉમેદવારો લડી રહ્યા છે.

10/11/22: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે BJPના ઉમેદવારોની પહેલી યાદી : વાંચો અહીં

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પહેલી સત્તાવાર યાદી આજે તા.10મી નવેમ્બરે સવારે જાહેર કરવામાં આવી હતી. આ ઉમેદવારોની ઉમેદવારીપત્રક ભરવા માટે જણાવી દેવામાં આવ્યું છે.

૧ અબડાસા – પ્રધુમનસિંહ જાડેજા
૨ માંડવી – અનીરૂધ્ધ દવે
૩ ભૂજ – કેશુભાઈ પટેલ
૪ અંજાર – ત્રિકમ છાંગા (માસ્તર)
૫ ગાંધીધામ – માલતી મહેશ્વરી
૬ રાપર – વિરેન્દ્રસિંહ જાડેજા

૨૨ વિસનગર – ઋષિકેશ પટેલ
૨૯ ખેડબ્રહ્મા અશ્વીન કોટવાલ
૩૬ ગાંધીનગર દક્ષિણ – અલ્પેશ ઠાકોર
૩૯ વિરમગામ – હાર્દીક પટેલ

૬૦ દસાડા- પી.કે. પરમાર
૬૧ લીંબડી- કિરીટસિંહ રાણા (રિપિટ)
૬૨ વઢવાણ- જિજ્ઞા પંડ્યા
૬૩ ચોટીલા – શામજી ચૌહાણ
૬૪ ધાંગધ્રા- પ્રકાશ વરમોરા

૬૫ મોરબી- કાંતિ અમૃતિયા
૬૬ ટંકારા – દુર્લભજી
૬૭ વાંકાનેર – જીતુ સોમાણી

૬૮ રાજકોટ પુર્વ ઉદય કાનગડ
૬૯ રાજકોટ પશ્ચીમ ડો. દર્શીતા શાહ
૭૦ રાજકોટ દક્ષિણ – રમેશ ટિલાળા
૭૧ રાજકોટ ગ્રામ્ય – ભાનુંબેન બાબરીયા

૭૩ ગોંડલ- ગીતાબા જાડેજા (રિપિટ)
૭૪ જેતપુર – જયેશ રાદડીયા

૭૬ કાલાવાડ – મેઘજી ચાવડા
૭૭ જામનગર ગ્રામ્ય – રાઘવજી પટેલ

૭૯ જામનગર દક્ષિણ – રીવાબા જાડેજા
૮૦ જામજોધપુરથી ચિમન સાપરિયા

૮૩ પોરબંદર – બાબુ બોખરીયા
૮૬ જુનાગઢ – સંજય કોરડીયા
૮૭ વિસાવદર – હર્ષદ રિબડીયા

૯૦ સોમનાથ – માનસીંહ પરમાર
૯૨ કોડીનાર – ડો. પ્રધુમન વાજા

૯૪ ધારી- જે વી કાકડીયા
૯૫ અમરેલી- કૌશિક વેકરીયા
૯૭ સાવરકુંડલા – મહેશ કશવાલા
૯૮ રાજુલા – હિરા સોલંકી

૧૦૬ ગઢડા- શંભુનાથ મહારાજ (Ex.MP)

૧૫૦ જંબુસર – ડી કે સ્વામી
૧૫૧ વાગરા – અરુણસિંહ રાણા
૧૫૨ ઝઘડિયા – રિતેશ વસાવા
૧૫૩ ભરૂચ – રમેશ મિસ્ત્રી
૧૫૪ અંકલેશ્વર ઇશ્વર પટેલ

૧૫૯ સુરત ઇસ્ટ – અરવિંદ રાણા
૧૬૦ સુરત નોર્થ – કાંતિ બલ્લર
૧૬૧ વરાછા રોડ – કિશોર કાનાણી
૧૬૨ કારંજ – પ્રવીણ ગોધારી
૧૬૩ લિંબાયત – સંગીતા પાટીલ
૧૬૪ ઉધના – મનુભાઈ પટેલ
૧૬૫ મજુરા – હર્ષ સંઘવી
૧૬૬ કતારગામ – વીનું ભાઈ મોરડીયા
૧૬૭ સુરત વેસ્ટ – પુર્ણેશ મોદી

૧૬૯ બારડોલી- ઇશ્વર પરમાર રિપિટ

૧૭૪ જલાલપોર – આર.સી. પટેલ
૧૭૫ નવસારી – રાકેશ દેસાઈ

૧૭૯ વલસાડ – ભરત પટેલ રીપીટ
૧૮૦ પારડી – કનુ દેસાઈ રીપીટ
૧૮૧ કપરાડા – જિતુ ચૌધરી રીપીટ

9/11/22: BJP દ્વારા આજથી સુરતની ટેક્ષટાઇલ માર્કેટોમાં અગ્રેસર ગુજરાત કેમ્પેન

ગુજરાત ભાજપ દ્વારા અગ્રેસર ગુજરાત કાર્યક્રમ લોન્ચ કરાયો છે. આ કાર્યક્રમ હેઠળ 2022ની ચૂંટણીનું સંકલ્પ પત્ર રજૂ કરતા પહેલા લોકોના વિચારો જાણવામાં આવશે. આવતી કાલે ટેકસટાઇલ માર્કેટમાં Date 9/11/22 કેમ્પઇન શરૂ કરવામાં આવશે.

આ અંગે સુરત ભાજપ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે, 2022ની ચૂંટણીનું સંકલ્પ પત્ર રજૂ કરતા પહેલા લોકોના વિચારો જાણવા આ કાર્યક્રમ છે. ગુજરાતની જનતાના સપનાનું ગુજરાત બનાવવાનો પ્રયાસ છે. લોકો દ્વારા મળેલા સૂચનોને સંકલ્પ પત્રમાં સમાવીશું.

અગ્રેસર ગુજરાતની વેબસાઈટ અને મોબાઈલ નંબર પર પોતાનો અભિપ્રાય અને સૂચન આપી શકે છે. જ્યાં લોકોની અવરજવર વધારે હોય તેવી જગ્યાએ આ સુચનપેટીઓ મુકાશે તે સૂચન પણ ધ્યાનમાં લેવામાં આવશે. સુરતની દરેક વિધાનસભા દીઠ 50 જેટલી સૂચન પેટીઓ મુકવામાં આવશે. જેમાંથી ગુજરાતના નાગરિકોના અભિપ્રાય, તેમના સૂચનો, તેમની લાગણીઓ જાણવામાં આવશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્રનાથ પાંડે સુરત આવી રહ્યા છે તેઓ પણ જોડાશે. ભાજપના નેતા ગિરિરાજ સિંહ પણ સુરત આવશે તે સચિન વિસ્તારમાં આ કેમ્પઇનમાં ભાગ લેશે.

May 24, 2022
crpatil.jpg
1min274
Gujarat BJP Chief Asks MLAs, MPs To Pull Up Socks For A Massive Reachout  Effort

આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપે તેની તૈયારી પૂરજોશથી શરૂ કરી દીધી છે. ૧૫૦થી વધુ બેઠકો મેળવા માટે ભાજપે વિપક્ષ સામે લડવા અલગ સ્ટ્રેટેજી બનાવી છે. એમાં કૉંગ્રેસ માટે અલગ અને આમ આદમી પાર્ટી માટે અલગ એજન્ડા તૈયાર કરવાની દિશામાં સૂચનો આપવામાં આવ્યાં છે. આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ દ્વારા જ્ઞાતિવાદના આધારે એટલે કે કૉંગ્રેસની વર્ષો જૂની માધવસિંહ સોલંકીની ખામ (ક્ષત્રિય, અનુસૂચિત જાતિ, આદિવાસી, મુસ્લિમ) થિયરી મુજબ જીતની ફોર્મ્યુલા અપનાવી રહી હોવાની અટકળો તેમ જ  આમ આદમી પાર્ટી દિલ્હી મોડલ સાથે સરખામણી કરી ગુજરાત મોડલને પડકાર ફેંકી રહી છે. આ ઉપરાંત આપ પંજાબ અને દિલ્હી પેટર્નથી ભાજપ સામે લડવાની સ્ટ્રેટેજી અપનાવી રહી છે. આ સંજોગોમાં ભાજપ કૉંગ્રેસ સામે લડવા જ્ઞાતિનો આધાર ઊભો કરવા અને આમ આદમી પાર્ટી સામે લડવા વિકાસને આગળ કરવા માટેની નીતિ અપનાવવાની તૈયારી શરૂ કરી શકે છે.