CIA ALERT
15. May 2024

Bharat Ratnam CFC Archives - CIA Live

January 17, 2024
Bharat-Ratnam-CFC-1.jpg
1min182

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16/01/2024 મુંબઇના સ્પેશયલ ઇકોનોમિક ઝોનમાં નિર્માણ પામેલા હીરા ઉદ્યોગ માટે અત્યંત આવશ્યક કોમન ફેસેલિટી સેન્ટર ભારત રત્નમ્ નું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું હતું. હીરા ઉદ્યોગ માટે જરૂરી તમામે તમામ ટેસ્ટીંગથી લઇને ટ્રેનિંગ સુધીની સુવિધાઓ, મેટલ પ્રિન્ટર સુધીની ફેસેલિટી ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

સુરતના અનેક હીરા ઉદ્યોગકારોએ જણાવ્યું કે મુંબઇ સીએફસીને કારણે હીરા ઉદ્યોગની અનેક મહત્વની પ્રક્રિયાઓ સચોટ રીતે અને ઝડપથી પૂર્ણ કરી શકાશે.ભારત રત્નમ મેગા કોમન ફેસેલિટી સેન્ટર ફોર જેમ એન્ડ જ્વેલરીની કલ્પના જીજેઈપીસી દ્વારા કરવામાં આવી હતી. જીજેઇપીસી અને નેશનલ પ્રોડકટીવીટી કાઉન્સિલ દ્વારા ફિઝિબિલિટી સ્ટડી અને પ્રોજેક્ટ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ રિપોર્ટ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો અને એસઈઈપીઝેડ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ નું અમલીકરણ એસઈઈપીઝેડ ઓથોરિટી સાથે જીજેઈપીસી દ્વારા નામાંકિત મેગા સીએફસી સમિતિ હેઠળ કરવામાં આવ્યુંહ તું. જીજેઈપીસી એ ભારત રત્નમ મેગા સીએફસી ચલાવવા અને તેનું  સંચાલન કરવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.”ભારત રત્નમ મેગા સીએફસી એ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, જીજેઈપીસી ઈન્ડિયા અને એસઈઈપીઝેડ સેઝ ઓથોરિટી દ્વારા દેશમાંથી નિકાસ કરવા માટે પ્રમોટ કરાયેલ એક સામાજિક-આર્થિક પ્રોજેક્ટ છે.જીજેઈપીસી ના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે, મેગા કોમન ફેસેલિટી સેન્ટરને કારણે હીરા ઝવેરાતનું નિકાસ લક્ષ્ય ને 7 બિલિયન ડોલર થી બમણું એટલે કે 15 બિલિયન ડોલર કરવાની ઉદ્યોગની યોજના માટે ગેમચેન્જર પુરવાર થશે, ભવિષ્યમાં આ જ નિકાસ 30 બિલિયન ડોલર સુધી પણ પહોંચાડી શકાશે.