CIA ALERT
02. May 2024

bharat gandhi Archives - CIA Live

February 18, 2023
bharat-gandhi-fiaswi-chairman-surat.jpg
1min366

ફિઆસ્વીની ૪પ મી વાર્ષિક સાધારણ સભા મળી, જેમાં ફિઆસ્વીના પ્રમુખ તરીકે મિહિર મહેતા અને વાઇસ ચેરપર્સન તરીકે સ્મીતા યેવલેની નિમણૂંક કરાઇ

ફિઆસ્વી (ફેડરેશન ઓફ ઇન્ડિયન આર્ટ સિલ્ક વિવિંગ ઇન્ડસ્ટ્રી)ની ગુરૂવાર, તા. ૧૬ ફેબ્રુઆરી, ર૦ર૩ ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ઓફલાઇન એન્ડ ઓનલાઇન ૪પ મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં દેશભરમાંથી ૧૩૬ જેટલા સભ્યો જોડાયા હતા. આ સભામાં ફિઆસ્વીના ચેરમેન તરીકે ભરત ગાંધીની ફરીથી સર્વાનુમતે નિમણૂંક કરાઇ હતી. જ્યારે ફિઆસ્વીના પ્રમુખ તરીકે મિહિર મહેતા અને વાઇસ ચેરપર્સન તરીકે સ્મીતા યેવલેની નિમણૂંક કરવામાં આવી હતી.

ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધીએ વાર્ષિક સાધારણ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, ફિઆસ્વીએ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા અન્ય એસોસીએશનોની સાથે મળીને કેન્દ્રીય તથા રાજ્ય કક્ષાએ ઘણી રજૂઆતો કરી હતી. જેમાંથી કેટલીક રજૂઆતોનું હજી સુધી નિરાકરણ આવ્યું નથી. આ રજૂઆતો નીચે મુજબ છે.

– મલબરી રો સિલ્ક યાર્ન પરની કસ્ટમ ડયૂટીને ઘટાડીને ૧૦ ટકા કરવાની રજૂઆત કરી હતી.
– એચએસએન કોડ પ૦૦૭ હેઠળ ઇમ્પોર્ટ થતા ફેબ્રિકસના વજન ઉપર ફલોર પ્રાઇઝ નકકી કરી કસ્ટમ ડયૂટી લગાવવા માટે રજૂઆત કરાઇ હતી.
– વોર્પ નીટિંગના ઇમ્પોર્ટેડ મશીન ઉપરથી બેઝીક કસ્ટમ ડયૂટી હટાવવા માટે રજૂઆત કરાઇ હતી.
– ચેપ્ટર ૬૦માં આવરી લેવાતા નીટેડ ફેબ્રિકસના આયાત ઉપર ઓછામાં ઓછી રૂપિયા ૧૦૦ પ્રતિ કિલો ફિકસ્ડ કસ્ટમ ડયૂટી લગાવવા મામલે રજૂઆત કરી હતી.
– મોડર્ન વિવિંગ મશીનો કે જેના પર કસ્ટમ ડયૂટી એકઝમ્પ્શન તા. ૩૧ માર્ચ ર૦ર૩ સુધી છે તેની મુદત આગામી પાંચ વર્ષ માટે લંબાવવા રજૂઆત કરવામાં આવી હતી.
– સિન્થેટિક યાર્નના આયાત ઉપર કસ્ટમ ડયૂટી ઘટાડવા માટે રજૂઆત કરાઇ હતી.
– ફિનીશ્ડ ફેબ્રિકના આયાત પર નોન ટેરિફ બેરિયર ખાસ કરીને વિયેતનામથી ઇમ્પોર્ટ થતા ફેબ્રિક ઉપર નોન ટેરિફ બેરિયર લગાવવા બાબતે રજૂઆત કરી હતી.
– ટેક્ષ્ટાઇલ ક્ષેત્રે મશીનરી મોર્ડનાઇઝેશન માટે નવી ઇન્સેન્ટીવ સ્કીમ ટીટીડીએસની માંગ કરવામાં આવી હતી, પરંતુ બજેટમાં એના સંદર્ભે કોઇ જોગવાઇ કે જાહેરાત કરવામાં આવી નથી.