CIA ALERT
29. April 2024

BCCi Archives - CIA Live

October 28, 2022
bcci_logo.jpg
1min204

મહિલા ક્રિકેટરોને પણ પુરુષ ક્રિકટરો જેટલુ જ વેતન આપવાનો ઐતહાસિક નિર્ણય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે લીધો છે.

આજે ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે સોશિયલ મીડિયા થકી લોકોને જાણકારી આપતા કહ્યુ હતુ કે, અમને જણાવતા ખુશી થઈ રહી છે કે, પુરુષ અને મહિલા ક્રિકેટરો વચ્ચેનો ભેદભાવ દુર થવા જઈ રહ્યો છે.ક્રિકેટ બોર્ડ જે મહિલા ક્રિકેટરો કોન્ટ્રાક્ટમાં સામેલ છે તેમને પુરુષો જેટલુ જ વેતન આપવા જઈ રહ્યુ છે.

તેમણે કહ્યુ હતુ કે, હવે સમાનતાના નવા યુગમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે.મહિલા ક્રિકેટરોને પણ પુરુષ ક્રિકેટરો જેટલી જ મેચ ફી મળશે.

ઉલ્લેખનીય છે કે, પુરુષોની ટીમને હાલમાં બોર્ડ એક ટેસ્ટ માટે પંદર લાખ રુપિયા અને એક વન ડે માટે 6 લાખ રુપિયા ચુકવે છે.જ્યારે ટી 20 મેચ માટે 3 લાખ રુપિયા ચુકવાય છે.

પુરુષ અને મહિલાને સમાન પૈસા આપવાની શરુઆત સૌથી પહેલા ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે કરી હતી.

September 12, 2022
cricket_1.jpg
1min276

  • રોહિત શર્મા (કેપ્ટન) 
  • કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન) 
  • વિરાટ કોહલી 
  • સૂર્યકુમાર યાદવ
  • દીપક હુડા 
  • ઋષભ પંત 
  • દિનેશ કાર્તિક 
  • હાર્દિક પંડ્યા 
  • આર. અશ્વિન 
  • યુઝવેન્દ્ર ચહલ 
  • અક્ષર પટેલ 
  • જસપ્રિત બુમરાહ 
  • ભુવનેશ્વર કુમાર 
  • હર્ષલ પટેલ
  • અર્શદીપ સિંહ

BCCI દ્વારા જાહેર કરાયેલી 15 સભ્યોની ટીમ સિવાય ચાર ખેલાડીઓ મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ અને દીપક ચહરને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યા છે.

લાંબા સમયથી દેશના કરોડો ક્રિકેટ પ્રેમીઓ, ચાહકો અને મીડિયાની ઉત્સુકતાનો અંત આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં થવા જઇ રહેલી T 20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. 

વિશ્વ કપની ટીમમાં મોટાભાગના સભ્યો એવા છે જેઓ તાજેતરમાં પૂરા થયેલા એશિયા કપમાં રમ્યા હતા. અને આ ટીમમાં આવો કોઈ ચોંકાવનારો નિર્ણય આવ્યો નથી, જે 2019 વર્લ્ડ કપમાં જોવા મળ્યો હતો, જ્યારે અંબાતી રાયડુની જગ્યાએ વિજય શંકરને ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો.

December 6, 2021
kohli.jpg
1min295

૫૪૦ રનના વિજયી લક્ષ્યાંકને પાર પાડવા ઊતરેલી ન્યુ ઝીલૅન્ડની ટીમ ચોથા દિવસે પહેલા સેશનમાં જ 167 રન બનાવીને ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારતને ન્યુઝીલેન્ડ સામેની બીજી ક્રિકેટ ટેસ્ટમેચ 372 રને જીતી લીધી હતી. ચાર જ દિવસમાં ટેસ્ટ મેચનો ખેલ ખતમ થઇ ગયો હતો. ભારતીય સ્પીનર્સ સામે ન્યુઝીલેન્ડની બાકી બચેલી પાંચેય વિકેટો તા.6 ડિસેમ્બરની સવારે ટેસ્ટમેચના ચોથા દિવસે ટપોટપ પડી ગઇ હતી.

ત્રીજા દિવસની રમતને અંતે ૪૫ ઑવરમાં ૧૪૦ રનમાં પાંચ વિકેટ ગુમાવી ઝઝુમી રહી હતી. ન્યુ ઝીલૅન્ડ વતી ડૅરિલ મિશૅલે (૯૨ બૉલમાં ૬૦ રન) બનાવ્યા હતા અને હૅન્રી નિકોલસ ૩૬ રન બનાવી અણનમ રહ્યો હતો. બંનેએ ત્રીજી વિકેટની ભાગીદારીમાં ૭૩ રન નોંધાવ્યા હતા. ભારત વતી રવિચંદ્રન અશ્ર્વિને ૨૭ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. સોમવારે મૅચનું પરિણામ આવી જશે તેવી ભારતીય ટીમને અપેક્ષા છે. અગાઉ ભારતે બીજી ઈનિંગમાં સાત વિકેટે ૨૭૬ રન બનાવી દાવ ડિક્લેર કર્યો હતો. પ્રથમ ઈનિંગમાં સદી ફટકારનાર મયંક અગ્રવાલ બીજી ઈનિંગમાં પણ ટૉપ સ્કૉરર રહ્યો હતો. તેણે ૬૨ રન બનાવ્યા હતા.