CIA ALERT
09. May 2024

auto expo Archives - CIA Live

March 18, 2024
WhatsApp-Image-2024-03-17-at-18.13.14.jpeg
3min303

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના એક્ષ્પોના ઇતિહાસમાં સૌથી વધુ મેદની હાલ ચાલી રહેલા ઓટો એક્ષ્પો 2024ના પ્રથમ ત્રણ દિવસમાં ઉમટી પડી છે. ત્રણ દિવસમાં 50 હજાર પ્લસ વિઝિટર્સે ચેમ્બરના ઓટો એક્ષ્પોની મુલાકાત લીધી. રવિવારે સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતેના ઓટો એક્ષ્પોમાં ભીડભાડના દ્રશ્યો સોશ્યલ મિડીયા પર ભારે વાઇરલ થયા છે. સોશ્યલ મિડીયાના વિવિધ માધ્યમો પૈકી એક્સ અને ઇન્સ્ટા પર ચેમ્બરના ઓટો એક્ષ્પોના વિઝ્યુઅલ્સ ભારત અને વિદેશની અનેક કાર મેન્યુફેક્ચરીંગ કંપનીના ડાયરેક્ટર્સ અને ટોપ ઓફિશ્યલ્સે જોયા અને તેના પર કોમેન્ટ્સ પણ કરી છે. ભારતના ટોપ કાર ડિલર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સને આ પ્રકારના ઓટો એક્ષ્પોમાં રસ પડ્યો છે જ્યાં વિઝિટર્સ ફક્ત જોવા નથી આવી રહ્યા તેઓ ખરીદી પણ કરી રહ્યા છે. ઓટો એક્ષ્પોને જે પ્રકારનું માઇલેજ સુરતમાં અને સોશ્યલ મિડીયામાંથી મળી રહ્યું છે એ જોતા 2025માં યોજાનારા ચેમ્બરના ઓટો એક્ષ્પોનું લેવલ કંઇક જુદા પ્રકારનું હશે અને સંભવ છે કે સરસાણા ડોમથી પણ વધુ જગ્યામાં બીજા હંગામી ડોમ ઉભા કરીને ઓટો એક્ષ્પો યોજવો પડે.

રવિવાર તા.17મી માર્ચે ચેમ્બર ઓફ કોમર્સના ઓટો એક્ષ્પોમાં ભારે ભીડ ઉમટી પડી

સ્પેશિયલ ડિસ્કાઉન્ટ, સ્કીમ અને ઓફરને કારણે કાર–બાઇક ખરીદવા લોકોનો અદ્‌ભૂત ધસારો

એકઝીબીશનમાં લોકો ગાડીનું બુકીંગ કરી રહયા છે અને ત્યાંથી ડિલીવરી પણ થઇ રહી છે, રવિવારે આખું પાર્કીંગ ફૂલ થઇ ગયું હતું

Visitors

AUTO EXPO 2024
15/3/24 Day-1 7370 Visitors

16/3/24 Day-2 – 12730 Visitors

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ૧પ, ૧૬, ૧૭ અને ૧૮ માર્ચ ર૦ર૪ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક સુધી સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે ‘સુરત ઈન્ટરનેશનલ ઓટો એક્ષ્પો–ર૦ર૪’નું આયોજન કરવામાં આવ્યું છે.

ઓટો એક્ષ્પોમાં વિવિધ બ્રાન્ડની કાર, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ, ઓટો એસેસરીઝ, સ્પેરપાટર્‌સ તથા વર્કશોપને લગતી મશીનરી અને ટુલ્સનું પ્રદર્શન કરનારા બધા જ એકઝીબીટર્સ દ્વારા સ્પેશિયલ માર્કેટીંગ ઓફર આપવાની શરૂઆત કરવામાં આવી છે. દરેક એકઝીબીટર્સે તેમની પ્રોડકટ માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ, સ્કીમ અને ઓફર આપતા વાહન ખરીદવા માટે લોકોનો અદ્‌ભૂત ધસારો જોવા મળી રહયો છે. એકઝીબીશનમાં લોકો ગાડીનું બુકીંગ કરી રહયા છે અને ત્યાંથી ડિલીવરી પણ થઇ રહી છે. રવિવારે લોકો એટલી મોટી સંખ્યામાં પ્રદર્શન જોવા માટે આવ્યા હતા કે આખું પાર્કીંગ ફૂલ થઇ ગયું હતું.

દરમ્યાન રવિવારે સાંજે ૪:૩૦થી ૬:૦૦ કલાક દરમ્યાન સ્ટંટ શો પણ યોજાયો હતો, જેમાં વિવિધ બાઇક રાઇડર્સ દ્વારા અદ્‌ભૂત સ્ટંટ કરવામાં આવ્યા હતા, જે જોઇને લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

પશ્ચિમ ભારતના સૌથી મોટા કમ્પોઝીટ ઓટો એકઝીબીશનમાં ૭૦થી વધુ એકઝીબીટર્સ દ્વારા કાર, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ, ઓટો એસેસરીઝ, સ્પેરપાટર્‌સ તથા વર્કશોપને લગતી મશીનરી અને ટુલ્સ પ્રદર્શિત કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને રૂપિયા સાડા ૪ લાખથી લઇને રૂપિયા સાડા ૪ કરોડ સુધીની કાર, રૂપિયા ૪૦ લાખની મોટરસાયકલ અને વીન્ટેજ કારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.

કરોડો રૂપિયાની ઇલેકટ્રીક અને હાઇબ્રીડ કાર, રૂપિયા ૪૦ લાખની મોટરસાયકલ અને ૬ જેટલી વીન્ટેજ કાર આકર્ષણનું કેન્દ્ર બની

પશ્ચિમ ભારતના સૌથી મોટા કમ્પોઝીટ ઓટો એકઝીબીશનમાં ૭૦થી વધુ એકઝીબીટર્સ દ્વારા કાર, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ, ઓટો એસેસરીઝ, સ્પેરપાટર્‌સ તથા વર્કશોપને લગતી મશીનરી અને ટુલ્સ પ્રદર્શિત કરવામાં આવી રહી છે. ખાસ કરીને રૂપિયા સાડા ૪ લાખથી લઇને રૂપિયા સાડા ૪ કરોડ સુધીની કાર, રૂપિયા ૪૦ લાખની મોટરસાયકલ અને વીન્ટેજ કારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ગઇકાલે પ્રથમ દિવસે ૭૩૭૦ લોકોએ ઓટો એક્ષ્પોની મુલાકાત લીધી હતી. જ્યારે આજરોજ બીજા દિવસે ૧ર૮૪૪ લોકોએ ઓટો એક્ષ્પોની મુલાકાત લેતા બે દિવસમાં કુલ ર૦ર૧૪ જેટલા લોકોએ આ એક્ષ્પોની વિઝીટ કરી હતી. આવતીકાલે રવિવાર હોવાથી વિઝીટર્સનો આંકડો બમણો થવાની સંભાવના છે.

વર્ષ ૧૯ર૬માં અમેરિકામાં બનેલી ફોર્ડ કંપનીની ટી મોડેલની કાર પ્રદર્શનમાં મૂકાઇ છે. આ કાર વિશ્વની પહેલી માસ પ્રોડકશન કાર છે. જેમાં ૪ સિલિન્ડરવાળું એન્જીન છે. આ કારની ડિઝાઇન ઘોડાવાળી બગ્ગી પરથી લેવામાં આવી હતી.

વર્ષ ૧૯૩૦માં અમેરિકામાં બનેલી ફોર્ડ કંપનીની એ ફેટોન મોડેલની કાર લોકોનું ધ્યાન ખેંચી રહી છે. આ કારમાં પણ ૪ સિલિન્ડરવાળું એન્જીન છે. આ કાર ટોપ સ્પીડ પ્રતિ કલાકે ૧૦પ કિલોમીટરની છે.

વર્ષ ૧૯૩રમાં અમેરિકા ખાતે બનેલી હડ્‌સન એસેકસ કારને પણ પ્રદર્શન મૂકાઇ છે. ભારતમાં આ એક જ ગાડી ઉપલબ્ધ છે, જેને ઓટો એક્ષ્પોમાં પ્રદર્શિત કરવામાં આવી રહી છે. આ કારની ટોપ સ્પીડ પ્રતિ કલાકે ૧૧ર કિલોમીટર છે.

ભારતને જ્યારે આઝાદી મળી તે સમયે ૧૯૪૭માં અમેરિકા ખાતે બનેલી બ્યુઇક રોડમાસ્ટર પહેલી ઓટોમેટિક હાયડ્રોલિક કાર હતી. જેમાં વિન્ડો, સનરૂફ અને સીટ આગળ પાછળ થતી હતી. આ વીન્ટેજ કારમાં ૪૯૦૦ સીસીનું એન્જીન છે. આ કારની લંબાઇ ર૧ ફૂટ છે. આ વિન્ટેજ કારમાં સ્ટ્રેઇટ આઠ સિલિન્ડરવાળું એન્જીન છે, જે પ્રતિ કલાકે ૧૩૮ કિલોમીટરની ઝડપે દોડતી હતી.

વર્ષ ૧૯૪૮માં અમેરિકા ખાતે બનેલી ઓલ્ડ્‌સ મોબાઇલ ડાયનેમિક ૭૬ સિરીઝ વિન્ટેજ કાર પણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. આ વિન્ટેજ કારમાં સ્ટ્રેઇટ છ સિલિન્ડરવાળું એન્જીન છે, જે પ્રતિ કલાકે ૧૧૧ કિલોમીટરની ઝડપે દોડતી હતી.

આ ઉપરાંત વર્ષ ૧૯૬પમાં જર્મની ખાતે બનેલી ફોકસવેગન કંપનીની બીટલ મોડલની કાર પ્રદર્શનમાં મૂકાઇ છે, જે પ્રતિ કલાકે ૧રપ કિલોમીટરની ઝડપે દોડતી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રદર્શન પશ્ચિમ ભારતનું સૌથી મોટું કમ્પોઝીટ ઓટો એકઝીબીશન ગણાય છે. જેમાં આ વર્ષે વોલ્વો કંપનીની XC 40 Recharge કારને લોન્ચ કરવામાં આવી હતી. જ્યારે હયુન્ડાઇ કંપનીની Creta N Line અને BYD seal કારને દેશમાં પ્રથમ વખત સુરતના ઓટો એક્ષ્પોમાં ડિસ્પ્લે માટે મૂકવામાં આવી છે. મોટા ભાગે તમામ સેગમેન્ટમાં વિવિધ બ્રાન્ડ દ્વારા પોતાના ઇલેકટ્રીકલ વ્હીકલ તથા હાઇબ્રીડ વ્હીકલનું પ્રદર્શન કરવામાં આવી રહયું છે.