CIA ALERT
09. May 2024

AUTO Expo by SGCCI Archives - CIA Live

March 18, 2024
Cia_business_news-1280x936.jpg
1min228

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણા ખાતે ‘સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્ષ્પો– ર૦ર૪’નું પ્રદર્શન યોજાશે

પશ્ચિમ ભારતના સૌથી મોટા કમ્પોઝીટ ઓટો એકઝીબીશનમાં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીની વિવિધતા જોવા મળશે, તમામ સેગમેન્ટમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્‌સ દ્વારા પોતાના ઇલેકટ્રીકલ વ્હીકલ તથા હાઇબ્રીડ વ્હીકલનું પ્રદર્શન કરાશે

ઓટો એક્ષ્પોમાં ૭૦થી વધુ બ્રાન્ડ્‌સ દ્વારા રૂ. પ લાખથી પ કરોડ સુધીની કારનું પ્રદર્શન, લોકો સપનાનું વાહન ખરીદતા પહેલા ટેસ્ટ ડ્રાઇવ લઇ શકશે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ૧પ, ૧૬, ૧૭ અને ૧૮ માર્ચ ર૦ર૪ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક સુધી સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે ‘સુરત ઈન્ટરનેશનલ ઓટો એક્ષ્પો–ર૦ર૪’નું આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વર્ષે ઓટો એક્ષ્પોની છઠ્ઠુી એડીશન યોજાઇ છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, ઓટો એક્ષ્પોનો ઉદ્‌ઘાટન સમારોહ શુક્રવાર, તા. ૧પ માર્ચ, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, એસઆઇઇસીસી ડોમ, સરસાણા, સુરત ખાતે યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે સંસદ સભ્ય તેમજ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પધારશે અને તેમના વરદ્‌ હસ્તે આ પ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઓફ એકસલન્સ (ય્બહભ)ના એકઝીકયુટીવ ડાયરેકટર ઇ. રાજીવ અને કાર એન્ડ બાઇક ઇન્ડિયાના એડીટર ગિરીશ કારકેરા સ્પેશિયલ ગેસ્ટ્‌સ તરીકે સ્થાન શોભાવશે.

પશ્ચિમ ભારતના સૌથી મોટા કમ્પોઝીટ ઓટો એકઝીબીશનમાં દેશ – વિદેશની અગ્રગણ્ય ઓટો કંપનીઓ દ્વારા તેઓના ઉત્પાદનો જેવા કે કાર, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ, ઓટો એસેસરીઝ, સ્પેરપાટર્‌સ તથા વર્કશોપને લગતી મશીનરી અને ટુલ્સ પ્રદર્શિત કરવામાં આવશે. કાર સેગમેન્ટ, ટુ વ્હીલર સેગમેન્ટ, કોમર્શિયલ સેગમેન્ટ, એન્સીલરીઝની ૭૦થી વધુ બ્રાન્ડ્‌સ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે.

આ પ્રદર્શન પશ્ચિમ ભારતનું સૌથી મોટું કમ્પોઝીટ એકઝીબીશન ગણાય છે. આ એક્ષ્પો ઓટોમોબાઇલ ઉદ્યોગમાં નવીનતમ નવીનતાઓ અને વિકાસનું પ્રદર્શન કરશે. આ પ્રદર્શન ઉદ્યોગકારો, વ્યાવસાયિકો અને ઉદ્યોગ સાહસિકો માટે ઓટોમોબાઇલ ક્ષેત્રમાં નવી ટેકિનકો અને વલણોનું અન્વેષણ કરવાની શ્રેષ્ઠ તક આ એક્ષ્પો પૂરી પાડશે. આ એકઝીબીશનમાં મોટા ભાગે તમામ સેગમેન્ટમાં વિવિધ બ્રાન્ડ દ્વારા પોતાના ઇલેકટ્રીકલ વ્હીકલ તથા હાઇબ્રીડ વ્હીકલનું પ્રદર્શન કરાશે, આથી આ પ્રદર્શનમાં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીની વિવિધતા જોવા મળશે.

મુખ્ય આકર્ષણો….
– તમારા સપનાનું વાહન ખરીદતા પહેલા ટેસ્ટ ડ્રાઇવ
– રૂ. પ લાખથી પ કરોડ સુધીની કાર
– ઇલેકટ્રીક અને હાઇબ્રીડ વ્હીકલનું વિશાળ પ્રદર્શન
– પ્રથમ વખત મોટર હોમ / વેનીટી વાન
– પેસેન્જર વ્હીકલ્સ, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ
– ઓટો કમ્પોનન્ટ્‌સ, એકસેસરીઝ, વર્કશોપ ટુલ્સ એન્ડ ઇકવીપમેન્ટ્‌સ
– તમામ સેગમેન્ટમાં વિવિધ બ્રાન્ડ દ્વારા પોતાના વ્હીકલનું પ્રદર્શન
– ઓટોમોબાઇલ ક્ષેત્રમાં નવી ટેકિનકો અને વલણોનું અન્વેષણ કરવાની શ્રેષ્ઠ તક