CIA ALERT
15. May 2024

Atul Bakery Archives - CIA Live

October 27, 2023
Cia_business_news-1280x936.jpg
1min272

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

અમેરીકામાં યોજાઇ રહેલી ગ્લોબલ મિલેટ્સ મીટમાં ઉપસ્થિત રહેનારા 100થી વધુ દેશોના ડેલિગેટ્સ માટે અમેરીકાના ન્યુયોર્ક સ્થિત ઇન્ડીયન એમ્બેસીએ સુરતની અતુલ બેકરીને 2 હજાર કિલો (2 ટન) મિલેટ્સ બિસ્કીટનો ઓર્ડર આપ્યો હતો, સુરતના ઇચ્છાપોર ખાતે મેન્યુફેક્ચરીંગ યુનિટ ધરાવતી અતુલ બેકરીએ આ ઓર્ડર સફળતાપૂર્વક ડિસ્પેચ પણ કરી લીધો છે.

સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ન્યુટ્રીશીયસ ધાન તરીકે ખ્યાતિ પામી રહેલા મિલેટ્સની ગ્લોબલ મિલેટ્સ મીટ અમેરીકામાં યોજાઇ રહી છે. ભારતમાં બાજરી, જુવાર, રાગી તેમજ જુદા જુદા પ્રકારના ફાઇબર યુક્ત ઑટ્સનો સમાવેશ શ્રીઅન્ન એટલે કે મિલેટ્સમાં થાય છે. મિલેટ્સને વધુ પ્રચલિત બનાવવા તેમજ બાળકો નાનપણથી જ મિલેટ્સ આધારીત વાનગીઓ આરોગે તે માટે મિલેટ્સમાંથી અવનવી વેરાઇટીઝ બની રહી છે.

અમેરીકામાં યોજાઇ રહેલી વર્લ્ડ મિલેટ્સ મીટ્સમાં ઉપસ્થિત રહેનારા જુદા જુદા દેશોના ડેલિગેટ્સમાં મિલેટ્સ બેઝ વેરાઇટીની વહેંચણી કરવા માટે સુરતની બેકરીને ન્યુયોર્ક સ્થિત ઇન્ડીયન એમ્બેસી તરફથી 2 હજાર ટન મિલેટ્સ બિસ્કીટ સપ્લાય કરવાનો ઓર્ડર મળ્યો હતો.

સુરતમાં બિસ્કીટ બનાવીને અમેરીકામાં સપ્લાય કરનાર જાણિતી અતુલ બેકરીના ઑનર અતુલ વેકરીયાએ જણાવ્યું હતું કે મિલેટ્સ બિસ્કીટની વેરાઇટી તેમણે પહેલીવાર જ ઉત્પાદન કર્યું હતું અને ભારતમાં હજુ એકેય પેકેટ વેચાયું નથી અને 2000 કિલોનો માલ અમેરીકામાં સપ્લાય કરી દીધો છે. બાજરી, રાગી, ઓટ્સ અને શક્ય એટલી કુદરતી સાધન સામગ્રીમાંથી મિલેટ્સના બિસ્કીટ તૈયાર કર્યા હતા, તેના સેમ્પલિંગ અમેરીકાની ચુસ્ત કડકાઇભરી પ્રક્રિયામાંથી પસાર થયા અને એ પછી તેમણે ઓર્ડર સપ્લાય કર્યો છે.