CIA ALERT
19. May 2024

Akhan Bharat health care foundation Archives - CIA Live

August 7, 2023
societynews-1280x1040.jpg
1min244

ભારત દેશના વરિષ્ઠ નાગરિકોને પણ અન્ય દેશોની જેમ આરોગ્યલક્ષી સોશ્યલ સિક્યુરિટી મળશે.

અખંડ ભારત અખંડ હેલ્થકેર ફાઉન્ડેશન (ABAH) ની પબ્લિકલી ફંડેડ હેલ્થકેર સિસ્ટમ,
સોશ્યલ સિક્યુરિટી ફોર સિનિયર સિટીઝન (S.S) તથા મિશન મેડિસીન રિવોલ્યુશન (M.M.R.)

અખંડ ભારત અખંડ હેલ્થકેર ફાઉન્ડેશનના નેજા હેઠળ દેશ ની વિવિધ સંસ્થાઓ,સમાજો તથા ટ્રસ્ટો,પરસ્પર સહકાર અને સહયોગથી મર્યાદિત સંશાધનો (Resources) સાથે આરોગ્યલક્ષી અનેક પ્રવૃતિઓ ખુબ જ અસરકારક રીતે પાર પાડવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. સામાજીક-સહકારી સંસ્થાઓ, સમાજો તથા ટ્રસ્ટોને સામાન્ય વ્યક્તિઓ સાથે સંકલન સાધવામાં સરળતા રહે તે માટેનું છત્ર (Umbrella) અને મંચ (Platform) એ બંને ABAH પૂરા પાડે છે.

ABAH ના સંસ્થાપક અને પ્રમુખ ડો.મિલિંદ ઘાએલ,ઉપપ્રમુખ નિરવ મિસ્ત્રી તથા અન્ય હોદેદારો દ્રારા ABAH ફાઉન્ડેશનના પરિચય સાથે મિશન અને વિઝન વિશે ઉપસ્થિત સૌને માહિતગાર કરવામાં આવી રહ્યા છે.

ABAH નુ નીતિવાક્ય (Slogan) છે “No citizen in India should be deprived of health due to the cost of medicine“ જન આરોગ્યને લગતા આ લક્ષ્યની સિધ્ધી માટેનુ ABAH નુ પ્રથમ સોપાન (Step) છે,”સોશ્યલ સિક્યુરિટી ફોર સિનિયર સિટિઝન“ તથા “મિશન મેડિસિન રિવોલ્યુશન“.

વયપ્રાપ્ત નિવૃત્તિ ભારતના વરિષ્ઠ નાગરિકો માટે સહજ આનંદના નહીં પણ અનેક પ્રકારની લાચારીના દિવસો લાવતી હોય છે. એમા સૌથી મોટી લાચારી બનતી હોય છે. નિરંતર દવા લેવી પડે તેવી ડાયાબીટીસ, બી.પી., થાયરોઈડ, અલ્ઝાઇમર, પ્રોસ્ટેટ, અસ્થમા જેવી અનેક પ્રકારની શારીરિક, માનસિક, કાયમી બિમારીઓ, સંતાન ન હોવું કે સંતાનની ટુંકી આવક આ લાચારી અનેક ગણી વધારી દેતી હોય છે. સુસંસ્કૃત સમાજ કે રાષ્ટ્ર તેને જ કેહવાય જ વરિષ્ઠ નાગરિકોની આ લાચારી નિવારવા યોગ્ય ઉપાયો કરે અને જીવનના છેલ્લા તબક્કામાં વરિષ્ઠ નાગરિકોને આનંદમય રાખે.

આ માટે વ્યકિતગત રીતે કે સંસ્થાઓ મારફત એકલ-ડોકલ, નાના મોટા પ્રયત્નો થતા હશે, પણ આને સમસ્યા ગણી એનાં કાયમી નિવારણ માટે “અખંડ ભારત અખંડ હેલ્થકેર ફાઉન્ડેશન“ ના સંસ્થાપક અને પ્રમુખ ડો. મિલિંદ ઘાએલ, ઉપપ્રમુખ નિરવ મિસ્ત્રી અને ABAH ના તમામ જિલ્લાઓની ટીમે છેલ્લા ૬ વર્ષ દરમિયાન અંદાજીત ૧૨૦૦૦ થી વધુ ઘરો તથા ૩૦૦૦ થી વધુ સંસ્થાઓ જે આરોગ્ય ક્ષેત્રે કામ કરી રહી છે, તેમનું રિસર્ચ કરી વરિષ્ઠ નાગરિક તથા યુવાઓને આ લાચારીથી મુક્ત કરવા ટુકી આવક ઘરાવતા તેમના સંતાનોને આર્થિક ટેકો આપવા એક વ્યવસ્થાનુ આયોજન કર્યુ છે.જે નવસારી જીલ્લામાં છેલ્લા 2 વર્ષથી કાર્યરત છે. જે અંતર્ગત વરિષ્ઠ નાગરિકો તથા યુવાઓને એમના ડોક્ટરો દ્વારા સુચિત (પ્રિસ્કાઈબ્ડ) કરેલી કાયમી દવાઓ દર મહિને એમના ઘરે હાથોહાથ પહોંચાડવામાં આવે છે.

અખંડ ભારત અખંડ હેલ્થકેર ફાઉન્ડેશન હાલ 5100થી વઘુ વ્યક્તિઓને દર મહિને દવા પહોંચાડીએ છીએ. ABAH ની પબ્લિકલી ફંડેડ હેલ્થકેર સિસ્ટમ થકી અત્યાર સુઘી વરિષ્ઠ નાગરિકો પ્રત્યેનુ ઋણ અદા કરવા તથા યુવાઓનુ આર્થીક પીઠબળ બનવાનાં આ એક નમ્ર પ્રયાસ હેઠળ અમો એ લોકોના 2.1 કરોડ રૂપિયા બચાવ્યા છે.

“સોશિયલ સિક્યુરીટી ફોર સિનિયર સિટીઝન “હેઠળ આર્થિક રીતે અસક્ષમ વરિષ્ઠ નાગરિકો કે જેમનુ લાઈટ બીલ 1200/- થી ઓછુ હોય (સોલર વઞર) એમને એમના ડોક્ટરો દ્વારા સુચિત (પ્રિસ્કાઈબ્ડ) કરેલી કાયમી દવાઓ દર મહિને એમના ધરે નિઃશુલ્ક કુરિયર દ્રારા હાથો હાથ મળે છે.

“મિશન મેડિસિન રિવોલ્યૂશન” હેઠળ સક્ષમ વરિષ્ઠ નાગરિકો, યુવાઓ,બાળકો-તમામ ઉંમરના નાગરિકોને કોઈ પણ જાતના લાઈટબીલ ના ક્રાઈટેરિયા વગર એમને એમના ડોક્ટર દ્રારા સુચિત (પિસ્કાવદ)કરેલી કાયમી દવા ઓ દર મહિને એમના ધરે 50% સબસીડાઇઝ રેટ/રાહત દરે કુરીયર દ્રારા મળે છે.
વધુમાં અમોને જણાવતા હર્ષની લાગણી થાય છે અને ઞર્વની વાત છે કે હાલ મા જ ડૉ.દિનેશ ભાઇ કે.જોશી કે જેઓ બિકોન ઞૃપ ઓફ કંપનીના ચેરમેન અને એમ.ડી છે તેમણે એક મિસાલ કાયમ કરી છે. બિકોન ઞૃપ ઓફ કંપનીઝ એ સાઉથ ગુજરાતની પ્રથમ એવી કંપની છે કે જેણે ABAH ફાઉન્ડેશન સાથે એસોસિયેટ થઈ પોતાના તમામ ઈમપ્લોઈઝ અને તેમના પરિવારના સભ્યો માટે ABAHની સિસ્ટમનો બેનિફિટ આપ્યો છે .
તારીખ 6 ઓગષ્ટ 2023થી એટલે કે આજથી, S.S અને M.M.Rમાં લોકો નોંધણી કરાવી શકે તે માટે સુરત જિલ્લા માટે અનાવિલ સમાજ, રાંદરે અડાજણ, સુરત ના સહયોગ થી(સરનામુ- 8,પહેલા માળે અન્નાપુણા શોપિંગ સેન્ટર, ધનમોરા કોમ્પ્લેક્ષ સામે,અડાજણ પાટીયા ,રાંદેર રોડ) સુરત ખાતે કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. આ રજીસ્ટ્રેશન સેન્ટર પર M.B.B.S કે તેનાથી ઉચી ડીઞી ધરાવતા ડોક્ટરના પ્રિસ્ક્રીપશનની ઝેરોક્ષ, આધાર કાર્ડની ઝેરોક્ષ, છેલ્લા લાઈટબીલ ની ઝેરોક્ષ (S.Sમાટે) તથા સંસ્થા એ નક્કી કરેલ નજીવો વહીવટી ખર્ચ આપી નોંધણી કરાવવાની રહેશે.
ABAH ની પબ્લિકલી ફંડેડ હેલ્થ કેર સિસ્ટમની જરૂરી પૂર્વભૂમિકા બાદ ડો. મિલિંદ ઘાએલ દ્વારા જનઆરોગ્ય ક્ષેત્રમાં કાર્યરત એવી સમગ્ર ગુજરાત રાજ્યની સંસ્થાઓ સમાજના અગ્રણીઓ, કંપનીઓને આહવાન કરવામાં આવેલ કે તેઓ સૌ મળીને સમાજના સન્માનિત વરિષ્ઠ નાગરિકોને માનસિક શાંતિ અને યુવાનોનું આર્થિક પરિબળ બનાવી આ સિસ્ટમને પોતાના મહત્તમ યોગદાન તથા પ્રચંડ સહયોગથી સંપૂર્ણ સફળ બનાવે. ડો. મિલિંદે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અત્યારના વરિષ્ઠ નાગરિકો માટે આજના યુવાનો એક ઉત્તમ પ્રણાલી (system)નો પાયો નાખશે જેના લાભાર્થીઓ ભવિષ્યમાં પોતે બનશે અને આમ તેમના પછીની પેઢી માટે એક અનોખું ઉદાહરણ પ્રસ્થાપિત કરશે.