CIA ALERT
18. May 2024

adani port Archives - CIA Live

July 13, 2022
adani.png
1min380

– નાણાંકીય વર્ષ2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળા-Q1 FY23માં એપીસેઝએ માત્ર 99 દિવસમાં 100 મિલીયન મેટ્રીક ટન (MMT) કાર્ગો હેન્ડલ કર્યો

– રેકોર્ડ કોર્ગો હેન્ડલ કરવા માં મુંદ્રા મોખરે, તેના પછીના સ્થાને હજીરા, કટુપલ્લી , એન્નોર અને દહેજ 

અદાણી સમૂહની ભારતની ટોચની પોર્ટ સેવા પુરી પાડતી અદાણી પોર્ટસ એન્ડ એસઇઝેડે ચાલુ ૨૦૨૨-૨૩ના પ્રથમ ત્રિમાસિક સમયગાળાના ફકત ૯૯ દિવસમાં ૧૦૦ મિલીઅન મેટ્રીક ટન કાર્ગોનું વિક્રમી પરિવહન કરીને બંદરીય કારોબારમાં નવો કીર્તિમાન હાંસલ કર્યો છે.  

ગત વર્ષે ૧૦૯ દિવસમાં અદાણી પોર્ટસ એન્ડ સેઝે પરિવહન કરેલ ૧૦૦ મિલીઅન મેટ્રિક ટન કાર્ગોના સમયગાળામાં ૧૦ દિવસના ઘટાડા સાથે આ નવો રેકોર્ડ સ્થાપ્યો છે. અદાણી પોર્ટે ૨૦૨૫ સુધીમાં ૫૦૦ મિલીઅન મેટ્રીક ટન કાર્ગો થ્રુપુટ હાંસલ કરવા માટેનું લક્ષ્ય નક્કી કર્યું છે. 

કંપનીના કાર્ગો હાઈપોઈન્ટને ઉત્તેજન આપનારા મુખ્ય કેટલાક પરિબળોમાં ફ્લીટ અને ફ્યુઅલ મેનેજમેન્ટ,એસેટ મોનિટરિંગ, કામગીરીઓનું ડિજિટલાઈઝેશન, મોબીલિટી, ઓપરેશનલ ઈન્ટેલિજન્સ અને એપ્લિકેશન્સ તથા કામગીરીના મોનિટરિંગના કારણે કાર્યક્ષમતામાં આવેલ નોંધપાત્ર સુધારાનો સમાવેશ થાય છે.

કોલસા કી પોઈન્ટ :

જૂન-૨૦૨૨માં અદાણી પોર્ટ એન્ડ સેઝે માસિક સૌથી વધુ ૩૧.૮૮ મિલીઅન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કર્યો હતો. જે ૧૨ ટકાની વાર્ષિક વૃદ્ધિ દર્શાવી છે. ગત વર્ષથી કોલસાના વોલ્યુમમાં મજબૂત રીકવરી દર્શાવી છે. કોલસાના વોલ્યુમમાં ગયા વર્ષની સરખામણીમાં ૨૫%ની મજબૂત રિકવરી ચાલુ રહી છે. ગત વર્ષની સરખામણીમાં અન્ય મુખ્ય ક્ષેત્રોનો  આ માસિક ઉછાળામાં યોગદાન રહ્યું છે તેમાં ક્રૂડ ૧૭% અને કન્ટેનર ૬% છે. મુંદ્રા પોર્ટે  માસિક ૨૧%ના વોલ્યુમની વૃદ્ધિ સાથે આ વિક્રમરુપ સિધ્ધિમાં શિરમોર યોગદાન આપ્યું છે. એ પછીના ક્રમે  હજીરા, કટ્ટુપલ્લી અને એન્નોર સંયુક્ત રીતે અને દહેજ  રહ્યા છે.

દુનિયાના સૌથી મોટા પોર્ટ ઓપરેટર બનવાનો લક્ષ્યાંક : કરણ  અદાણી

કરણ અદાણીએ જણાવ્યું હતું કે દુનિયાની દિગ્ગજ પોર્ટ કંપની અને ૨૦૩૦ સુધીમાં ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન સેવા પૂરી પાડનાર કંપની તરીકે ઉભરી આવવાની મહાત્વાકાંક્ષા ૨૦૨૧માં વ્યક્ત કરી હતી. વાર્ષિક ૧૦૦ મિલીઅન મેટ્રિક ટન કાર્ગો થ્રુપુટનું લક્ષ્ય હાંસલ કરતા ૧૪ વર્ષ લાગ્યા હતા. એ પછીના પાંચ વર્ષમાં સમગ્ર નવ બંદરોના સંચાલન સાથે અદાણી પોર્ટે ૨૦૦ મિલીઅન મેટ્રિક ટન કાર્ગોનું થ્રુપુટ હાંસલ કર્યું હતું. ત્યારે અમે ફક્ત ૩ વર્ષમાં ૩૦૦ મિલીઅન મેટ્રિક ટન કાર્ગોનું સિમાચિહ્ન હાંસલ કર્યું હતું. હવે અમે ૨૦૨૫માં અમારા કાર્ગો વોલ્યુમમાં ૬૦ ટકાની વૃધ્ધિ કરવા અને ૨૦૩૦ સુધીમાં દુનિયાના સૌથી મોટા પોર્ટ ઓપરેટર તરીકે ઉભરી આવવા સજ્જ છીએ.