CIA ALERT
09. May 2024

સોનાની દાણચોરી સુરત એરપોર્ટ Archives - CIA Live

July 14, 2023
gold-smuggling.jpg
1min609

પાછલા એક જ સપ્તાહમાં સુરત એરપોર્ટ પર શારજાહથી આવેલા ત્રણ યુવકો અને એક મહિલા દ્વારા કરાયેલી સોનાની દાણચોરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરાગ દવેની સંડોવણી સામે આવી હતી. એ પછી ચાર જ દિવસમાં અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી આવેલા પેસેન્જરો દ્વારા કરાયેલી સોનાની દાણચોરીમાં અમદાવાદ એરપોર્ટ સ્ટાફની સંડોવણી સામે આવી છે.

અમદાવાદ એરપોર્ટ સ્ટાફ જ ગોલ્ડ સ્મગલિંગ રેકેટમાં સામેલ હોવાની માહિતી મળી રહી છે. DRIએ બાતમીના આધારે તપાસ કરી તો આ અંગે માહિતી સામે આવી હતી. બેંગકોકથી આવેલા 2 મુસાફરો પાસે 1 કિલો આસપાસ સોનું હતું. જે તેણે ચેકઈન કાઉન્ટર પાસે એક ટોઈલેટમાં એરપોર્ટ અધિકારીને સોંપી દીધું હતું. DRIની ટીમે ત્યારપછી આ અધિકારીને પકડી પાડ્યો અને ત્યારપછી હવે એરપોર્ટ પર થઈ રહેલી ગોલ્ડ સ્મગલિંગ અને ચોરીની ઘટનાઓનો પણ પર્દાફાશ થવાના એંધાણ જણાઈ રહ્યા છે.

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ની ટીમે બેંગકોકથી અમદાવાદ જઈ રહેલા બે મુસાફરો પાસેથી 947 ગ્રામ સોનું જપ્ત કર્યું હતું. જેની માર્કેટમાં અંદાજિત કિંમત 58 લાખ રૂપિયા આસપાસ છે. અધિકારીઓએ આ અંગે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે એરપોર્ટ સ્ટાફની આ હેરાફેરીમાં સંડોવણી સામે આવી છે. અત્યારે આમાં સામેલ અધિકારીઓની ધરપકડ કરી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે બાતમીના આધારે કાર્યવાહી કરીને, DRI અધિકારીઓ બુધવારે બે મુસાફરોને ફોલો કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન અધિકારીઓને મોટી સફળતા મળી હતી. એટલું જ નહીં એરપોર્ટ સ્ટાફ કેવી રીતે ગોલ્ડ સ્મગલિંગમાં સંડોવાયેલો છે એ પણ સામે આવી ગયું હતું. જાણો કેવી રીતે DRIએ ભાંડો ફોડ્યો હતો.

એરપોર્ટ સ્ટાફની ગોલ્ડ સ્મગલિંગમાં સંડોવણી
અમદાવાદ એરપોર્ટ પર અત્યારે ગોલ્ડ સ્મગલિંગના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. અગાઉ પણ આવી એક ઘટના સામે આવી ચૂકી હતી. તેવામાં બુધવારે અમદાવાદ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ ત્યાં મોટુ ઓપરેશન પાર પાડ્યું હતું. બેંગકોકથી અમદાવાદ મુસાફરી કરી રહેલા 2 પેસેન્જર પાસે 58 લાખ રૂપિયાનું સોનું હોવાની બાતમી મળી હતી. DRIની ટીમ સતત એરપોર્ટ સ્ટાફ અને પેસેન્જરો પર નજર રાખીને બેઠી હતી. ત્યારે તેમની સામે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. બેંગકોક ફ્લાઈટ પર નજર રાખીને બેઠેલી અધિકારીઓની ટીમને એ 2 શખસો મળી જ ગયા જેમની પાસે લગભગ 1 કિલો આસપાસ સોનુ હતું.

ઉલ્લેખનીય છે કે આ 2 શખસો પાસેથી ગોલ્ડ બાર લઈને એરપોર્ટ સ્ટાફના કર્મચારીએ મોટી ગેમ રમી હતી. DRIને જાણ થઈ ગઈ હતી કે અહીં એરપોર્ટ સ્ટાફનો કર્મચારી પણ આ કાંડમાં સંડોવાયેલો છે. તેવામાં તેણે જેવું ગોલ્ડ બારને એરપોર્ટ પ્રિમાઈસિસથી સગેવગે કરવાની કોશિશ કરી કે તરત જ અધિકારીઓએ તેને દબોચી લીધો હતો. ઉલ્લેખનીય છે કે એરપોર્ટ સ્ટાફની પણ આ ગોલ્ડ સ્મગલિંગ કેસમાં સંડોવણી હોવાથી હવે આ તપાસનો ગંભીર મુદ્દો બન્યો છે.

ગોલ્ડ સ્મગલિંગની 15 દિવસમાં બીજી ઘટના
નોંધનીય છે કે છેલ્લા 15 દિવસમાં આ બીજી ઘટના છે જેમાં એરપોર્ટ પરથી સોનુ જપ્ત કરવામાં આવ્યું છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે અત્યારે ગોલ્ડ સ્મગલિંગ રેકેટમાં સામેલ અમદાવાદ એરપોર્ટના સ્ટાફના કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. એટલું જ નહીં હજુ પણ વધારે અહીં ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે એવી વિગતો પણ મળી રહી છે. નોંધનીય છે કે અગાઉ એક કિસ્સા પર નજર કરીએ તો કેનેડા જતી એક વૃદ્ધ મહિલાએ બેગેજમાં 10 તોલા સોનાના દાગીના અને ચાંદીના વાસણો મૂક્યા હતા. પરંતુ તે મુંબઈ પહોંચે ત્યાં સુધીમાં તો તેના હેન્ડબેગમાંથી લાખો રૂપિયાના દાગીના ચોરાઈ ગયા હતા. અત્યારે હવે ચિંતાજનક વાત એ છે કે અમદાવાદ એરપોર્ટ પર ચોરી અને ગોલ્ડ સ્મગલિંગની ઘટનાઓ સતત વધી રહી છે. આને લઈને કાર્યવાહી પણ વધુ વેગવંતી થવી જોઈએ.