CIA ALERT
03. May 2024

ગુજરાત બોર્ડ ધો.12 કોમર્સ રિઝલ્ટ 2023 Archives - CIA Live

May 31, 2023
PATEL-NITISHA-ASHOKKUMAR-2.jpg
1min415

અભ્યાસ હોય કે રોજગાર મન લગાડીને જો કાર્ય કરવામાં આવે તો ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી શકાય છે પણ જો મહેનત કરવામાં બહાનાબાજીનો સહારો લેવાય તો કશું કરી શકાતું નથી. આ બાબતને ચરિતાર્થ કરતો દાખલો સુરતના નાના વરાછાની આશાદીપ સ્કુલની વિદ્યાર્થિની નિષિતા પટેલે બેસાડ્યો છે. નિષિતા પટેલ ધો.10માં હતી ત્યારે નબળા સ્વાસ્થ્યને કારણે તેના પિતા અશોકકુમારનું નિધન થયું હતું. જ્યારે કોઇ સંતાન પિતાની છત્રછાયા ગુમાવી દે ત્યારે તેની માનસિક સ્થિતિ કલ્પી શકાય તેવી હોય છે. પિતાના દેહાંત બાદ તેની નિષિતાની માતા કે જે સુરત મહાનગરપાલિકા સંચાલિત આંગળવાડીમાં કાર્યકર તરીકે ફરજ બજાવે છે અને પોતાની બે દિકરીઓના અભ્યાસનો ખર્ચ સહિત ઘર પરિવારનું ગુજરાન ચલાવે છે. આવી સ્થિતિમાં પણ સહેજ પણ ડગ્યા વગર નિષિતાએ આશાદીપ સ્કુલમાં ધો.11કોમર્સનો અભ્યાસ શરૂ કર્યો અને બે વર્ષના અભ્યાસમાં મન મૂકીને મહેનત કરી. આજે તા.31મી મે એ ગુજરાત બોર્ડે ધો.12 કોમર્સનું પરીણામ જાહેર કર્યું ત્યારે નિષિતા અશોકકુમાર પટેલે 99.99 પર્સન્ટાઇલ માર્ક મેળવીને સમગ્ર સુરતમાં ટોપર બની છે. જે અહેવાલો મળી રહ્યા છે એ મુજબ તો નિષિતા પટેલ આખા ગુજરાતમાં ટોપર બનીને ઉભરી આવી છે. નિષિતાના કુલ ટકા 96.86 થાય છે, આખા ગુજરાતમાં અન્ય કોઇ વિદ્યાર્થી આનાથી વધારે ટકાવારી મેળવી શક્યા નથી.

સુરતની વિદ્યાર્થિની નિષિતા પટેલ ધો.12 કોમર્સની પરીક્ષા આપનાર ગુજરાતના 4.77 લાખ વિદ્યાર્થીઓમાં સર્વપ્રથમ ક્રમે આવી છે.

નિષિતા પટેલે જણાવ્યું કે તે હવે બી.કોમ.ની સાથે સી.એ.નો અભ્યાસ કરવા ઇચ્છે છે.

આશાદીપ સ્કુલના સંચાલક મહેશભાઇ રામાણીએ કહ્યું કે નિષિતા પટેલે જ્યાં સુધી અભ્યાસ કરવા ઇચ્છશે ત્યાં

  • નિષિતાનો સ્કોર કાર્ડ
  • 678/700 Marks
  • 96.86 Percentage
  • 99.99 Percentile
  • Account 99/100
  • OC 99/100
  • ECO 96/100
  • Statistics 98/100
  • English 95/100
  • Secretarial Practice 100/100
  • Gujarati 91/100

A-1 ગ્રેડમાં સુરત જિલ્લો 603 વિદ્યાર્થીઓ સાથે આખા રાજ્યમાં પ્રથમ

અંગ્રેજીનો ફોબિયા, ગુજરાતી મિડીયમની સ્કુલના 54239 વિદ્યાર્થીઓ ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજમાં નાપાસ થયા

2022માં દક્ષિણ ગુજરાતનો આદિવાસી જિલ્લો ડાંગનું રિઝલ્ટ આખા રાજ્યમાં સૌથી મોખરે હતું, 2023માં ડાંગનો એકેય વિદ્યાર્થી એ-વન ગ્રેડ લાવી શક્યો નથી

સુરત જિલ્લામાં ધોરણ -૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ,ઉતર બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાં કુલ-48598 વિધાર્થીઓએ પરીક્ષામાં ઉમેદવારી નોંધાવી હતી તેમાંથી ૪૮૪૮૫ વિધાર્થીઓએ પરીક્ષા આપેલ.સુરત જિલ્લાનું સામાન્ય પ્રવાહનુ કુલ પરિણામ ૮૦.૭૮% છે આ પરિણામ વિગતે જોઈએ તો સુરત જિલ્લામાં 603 વિધાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, 4502 વિધાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે, 7233 વિધાર્થીઓએ B1 ગ્રેડ મેળવ્યો છે, 9136 વિધાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે, 9783 વિધાર્થીઓએ C1 ગ્રેડ મેળવ્યો છે,6822 વિધાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે,1080 વિધાર્થીઓએ D ગ્રેડ મેળવ્યો છે, 09 વિધાર્થીઓએ E1 ગ્રેડ મેળવ્યો છે, 9430 વિધાર્થીઓ NI એટલે કે નીડ ઈમપ્રૂવવાળા છે.