CIA ALERT
27. April 2024

Related Articles



SGCCIના 2 એક્ષ્પો, ફૂડ એન્ડ એગ્રિટેક સાથે પહેલીવાર હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો 10થી 12 ફેબ્રુઆરી દરમિયાન સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે, એન્ટ્રી ફ્રી

Share On :
Print Friendly, PDF & Email

Dated 08 February 2024

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તા. ૧૦થી ૧ર ફેબ્રુઆરી દરમ્યાન સરસાણા ખાતે ‘હેલ્થ એન્ડ વેલનેસ’ અને ‘ફૂડ એન્ડ એગ્રીટેક’ 

એક્ષ્પો યોજાશે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ૧૦/૦ર/ર૦ર૪થી ૧ર/૦ર/ર૦ર૪ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘હેલ્થ એન્ડ વેલનેસ– ર૦ર૪’ અને ‘ફૂડ એન્ડ એગ્રીટેક– ર૦ર૪’ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનો સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધીનો રહેશે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ર૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની પરિકલ્પના રજૂ કરી તેને સાકાર કરવા માટે પ્રયાસો શરૂ કર્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૮૩ વર્ષથી ઉદ્યોગ – ધંધાઓના વિકાસ હેતુ પ્રયાસ કરતી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ આરોગ્ય સબંધિત ઇન્ડસ્ટ્રીઝ, સ્ટાર્ટ–અપ અને ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ આપવાના ભાગ રૂપે ‘હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો– ર૦ર૪’નું આયોજન કર્યું છે. આ એક્ષ્પોના આયોજન પાછળનો મુખ્ય હેતુ એ છે કે, હેલ્થ ઇન્ડસ્ટ્રીઝમાં ઝંપલાવી રહેલા યુવા ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટ–અપ, કેન્દ્ર તથા રાજ્ય સરકારની આરોગ્ય સબંધિત જુદી–જુદી યોજનાઓથી વાકેફ થઇ શકે અને તેનો લાભ લઇ પોતાના ઉદ્યોગોનો ઝડપી વિકાસ સાધી શકે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ એક્ષ્પો થકી દક્ષિણ ગુજરાતમાં હેલ્થ ઇન્ડસ્ટ્રીમાં એક પ્રકારનું હેલ્ધી વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ એકઝીબીશનમાં એક જ છત્ર નીચે સુરત સહિત દક્ષિણ ગુજરાત, ગુજરાત અને દેશના અન્ય શહેરોમાં મેડિકલ સુવિધાઓ કેટલી ઉપલબ્ધ છે? તેની જાણકારી મેળવી શકાશે. આ ઉપરાંત સુરતમાં મેડીકલ ટુરીઝમ વિકસાવવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ પ્રદર્શન થકી પ્રથમ પ્રયાસ કરવામાં આવ્યો છે. વિશ્વના જુદા–જુદા દેશોમાંથી બિન નિવાસી ભારતીયો અને બિન નિવાસી ગુજરાતીઓ સુરતમાં આવે છે અને તબીબી સારવાર પણ લે છે ત્યારે તેઓને સુરતની કઇ હોસ્પિટલમાં મેડીકલ ટુરિઝમ છે? તેના વિશે પણ વિસ્તૃત માહિતી મળી રહે તે હેતુથી પણ આ પ્રદર્શન યોજાયું છે. આ પ્રદર્શન થકી સુરતમાં મેડીકલ ક્ષેત્રે સ્પેશિયલ તબીબી સ્કીલ્સ, સ્પેશિયલ રોબોટ્‌સ અને સર્જરી તેમજ સારી મેડીકલ સર્વિસિસ મળી રહે છે તેની માહિતી એનઆરઆઇ, એનઆરજી અને દેશના અન્ય લોકો સુધી પહોંચાડી શકાશે.

ચેમ્બર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, ‘હેલ્થ એન્ડ વેલનેસ’ પ્રદર્શન થકી મેડીકલ સંસાધનોના ઉત્પાદકોને તેમજ સર્વિસ આપનારાઓને સીધું માર્કેટ પૂરું પાડવાનો હેતુ તો છે જ પણ તેની સાથે સાથે આ એકઝીબીશનને કારણે જાહેર જનતામાં તબીબી સારવાર માટેની જનજાગૃતિ કેળવાશે અને મેડીકલ ફેટર્નિટીને પણ તેનો લાભ થશે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કઇ હોસ્પિટલની કયા રોગ માટેની સારવાર માટે શું વિશેષતા છે? તેની જાણ સામાન્ય લોકોને થશે, જેથી કરીને તેઓ સંબંધિત રોગની સારવાર માટે સંબંધિત હોસ્પિટલમાં લેતા થશે.                 

ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ભારત દેશ હવે ‘વિકસિત ભારત @ર૦૪૭’ની પરિકલ્પનાને સાકાર કરવા કૃષિ ક્ષેત્રમાં નવી ઓળખ ઉભી કરવા જઇ રહયો છે ત્યારે માનનીય વડાપ્રધાન ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે આગળ વધી રહયા છે. દેશના વિકાસમાં કૃષિ અને કૃષિકારોનું અનન્ય યોગદાન રહયું છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વય અને આગવી સૂઝબૂઝ થકી કૃષિ ક્ષેત્ર પ્રગતિના પંથે આગળ વધી રહયું છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કૃષિ ક્ષેત્ર અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળી રહે અને તેના થકી તેનો વિકાસ થાય તેવા આશય સાથે ફૂડ એન્ડ એગ્રીટેક એકઝીબીશનનું આયોજન કરવામાં આવે છે.

સુરત સહિત દક્ષિણ ગુજરાતનો બેલ્ટ કૃષિ ઉદ્યોગ માટે હબ છે ત્યારે આવનારા સમયમાં ઉદ્યોગ સાહસિકો તેમજ નવા એગ્રો ગ્રેજ્યુએટ્‌સ કૃષિ ઉદ્યોગમાં પોતાનું યોગદાન આપી શકે તે હેતુથી પણ આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એકઝીબીશનમાં ભાગ લેનારા એકઝીબીટર્સને ગુજરાત સરકારની માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્સ સ્કીમનો લાભ પણ મળી રહેશે.

તત્કાલિન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ‘હેલ્થ એન્ડ વેલનેસ’ પ્રદર્શનના આયોજન માટે ગુજરાતના આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનશેરીયા, સુરતના મેયર દક્ષેશ માવાણી અને સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલનું માર્ગદર્શન મેળવવામાં આવ્યું હતું. સુરત શહેરમાં તેમજ રાજ્યમાં મેડીકલ ટુરિઝમને વિકસાવવા માટે આ પ્રદર્શન મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેના વિશે તેઓની સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરાઇ હતી અને તેઓનું પણ માર્ગદર્શન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મેળવવામાં આવ્યું હતું, આથી મેડીકલ ટુરિઝમને વિકસાવવા માટે સહિયારો પ્રયાસ કરવામાં આવી રહયો છે.

માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોનો ઉદ્‌ઘાટન સમારોહ શનિવાર, તા. ૧૦ ફેબ્રુઆરી, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા ખાતે યોજાશે. જેમાં ગુજરાત સ્ટેટ કો–ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિમિટેડના ચેરમેન દિલીપ એન. સંઘાણી મુખ્ય મહેમાન તરીકે સ્થાન શોભાવશે. જ્યારે ધી સુરત ડિસ્ટ્રીકટ કો–ઓપરેટીવ બેંક લિમિટેડના ચેરમેન બળવંતભાઇ પટેલ અને સુરત – તાપી ડિસ્ટ્રીકટ કો–ઓપરેટીવ મિલ્ક પ્રોડયુસર્સ યુનિયન લિમિટેડના ચેરમેન માનસિંહભાઇ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મરે જણાવ્યું હતું કે, હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પોનો ઉદ્‌ઘાટન સમારોહ શનિવાર, તા. ૧૦ ફેબ્રુઆરી, ર૦ર૪ના રોજ બપોરે ૩:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા ખાતે યોજાશે. જેમાં સુરત શહેરના પ્રથમ નાગરિક મેયર દક્ષેશભાઇ માવાણી ઉદ્‌ઘાટક તરીકે પધારશે અને તેમના વરદ હસ્તે આ એક્ષ્પોનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહી સમારોહની શોભા વધારશે. જ્યારે ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન લિમિટેડના એડીશનલ ડાયરેકટર ડો. આર.એન. દિક્ષીત અને સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર (હેલ્થ એન્ડ હોસ્પિટલ) ડો. આશિષ કે. નાયક અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, હેલ્થ એન્ડ વેલનેસ પ્રદર્શનમાં આરોગ્યના ક્ષેત્રે સુરતમાં કાર્યરત જુદી–જુદી હોસ્પિટલો, આંતરરાષ્ટ્રીય કક્ષાની તબીબી સુવિધા આપતી હોસ્પિટલો, આયુર્વેદિક હોસ્પિટલો, હેલ્થ ઇન્ડસ્ટ્રી, મેડીકલ પ્રોડકટ, સોફટવેર, લેબોરેટરી તેમજ મેડીકલ ઇકવીપમેન્ટનું ઉત્પાદન કરતા ઉત્પાદકો તેમજ તે અંગેની સર્વિસ આપતી કંપનીઓ મળી ૬૦થી વધુ એકઝીબીટર્સ દ્વારા આ પ્રદર્શનમાં ભાગ લેવામાં આવ્યો છે. બીજી તરફ, ફુડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોમાં ૧૦૦થી વધુ એકઝીબીટર્સે ભાગ લીધો છે. જેમાં ફુડ પ્રોસેસિંગ ક્ષેત્રે ફુડ પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ્‌સ એન્ડ મશીનરી, પેકેજિંગ મશીનરી એન્ડ મટિરિયલ્સ, કોલ્ડ ચેઇન ઇકવીપમેન્ટ એન્ડ રેફ્રીજરેશન એપ્લાયન્સિસ, વેર હાઉસિંગ એન્ડ કાર્ગો હેન્ડલીંગ, ફુડ ટેસ્ટીંગ લેબોરેટરીઝ, ઇન્સ્યુરન્સ એજન્સીઝ, ફાયનાન્શિયલ સોલ્યુશન્સ, ડ્રાયડ, ફ્રોઝન એન્ડ કેનડ ફુડ, બેકરી એન્ડ ગ્રોસરીઝ, બેવરેજ એન્ડ ડ્રીન્કસ (નોન આલ્કોહોલિક), ફુડ પાર્કસ અને કન્ઝયુમર પેકેજડ ગુડ્‌સનું પ્રદર્શન કરવામાં આવશે.

‘હેલ્થ એન્ડ વેલનેસ’ એક્ષ્પોના ચેરપર્સન ડો. પારૂલ વડગામાએ જણાવ્યું હતું કે, આ એક્ષ્પોમાં ભાગ લેનારા એકઝીબીટર્સ પર એક નજર કરીએ તો હોસ્પિટલ્સ, ડોકટર્સ, નર્સિંગ હોમ્સ, લેબ્સ (ડાયગ્નોસ્ટીક સેન્ટર્સ), બાયોમેડિકલ કંપનીઝ, હોસ્પિટલ ફર્નિચર, ઇમ્પોર્ટર એન્ડ એક્ષ્પોર્ટર, ફાર્મા કંપનીઝ, ઇન્સ્યુરન્સ કંપનીઝ, મેડિકલ આર્કિટેકટ્‌સ, મેડિકલ/હોસ્પિટલ કન્સલ્ટન્ટ, મેડિકલ ટુરીઝમ, આયુર્વેદા, હોમિયોપેથિક, ફિઝીયોથેરાપી સેન્ટર, આઇવીએફ સેન્ટર્સ, બેરિયાટ્રિક સર્જરી, પેઇન મેનેજમેન્ટ, હોમ કેર સર્વિસ પ્રોવાઇડર્સ, વેલનેસ સેન્ટર્સ, ન્યુટ્રિશન, કિલનિકલ રિસર્ચ, માર્કેટીંગ કંપનીઝ, જીમ – હેલ્થ કલબ, યોગા કલાસિસ, વેલનેસ ફુડ પ્રોડકટ, એચઆર રિકુ્રટર્સ – નર્સિસ એન્ડ સ્ટાફ, મેડિકલ કોલેજીસ, નર્સિંગ કોલેજીસ, ફિઝીયો કોલેજીસ, પેરામેડિકલ કોલેજીસ, એડમિશન એજન્સીઝ, ઓડિયોલોજી એન્ડ હિયરીંગ એડ, મેડિકલ લેજર્સ, ડેન્ટલ લેબ્સ, ટેલીમેડિસીન રેડિયોલોજી, સોફટવેર પ્રોવાઇડર્સ, મેડિકલ ફાયનાન્શીયલ પ્રોવાઇડર્સ, બ્લડ બેન્ક, મેડિકલ ડિવાઇસ કેલીબ્રેશન સર્વિસિસ, આયુષ એન્ડ અલ્ટરનેટીવ ટ્રિટમેન્ટ સેન્ટર, આઇટી ઇન મેડિકલ સેકટર અને મેન્ટલ હેલ્થની સર્વિસ આપનારાઓનો સમાવેશ થાય છે.

ફુડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોના ચેરમેન કે.બી. પિપલીયાએ જણાવ્યું હતું કે, ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોની મુલાકાત લેવા માટે ફુડ પ્રોસેસિંગ એન્ડ પેકેજિંગ ઇન્ડસ્ટ્રીના મેન્યુફેકચરર્સ એન્ડ પ્રોફેશનલ્સ, એગ્રીકલ્ચર મશીનરી મેન્યુફેકચરર્સ, સપ્લાયર્સ એન્ડ એકસપર્ટ, ફુડ એન્ડ બેવરેજ પ્રોડયુસર્સ, ઇમ્પોર્ટર્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ, એન્જીનિયર્સ/ટેકનોક્રેટ્‌સ, કન્સલ્ટન્ટ્‌સ એન્ડ એડવાઇઝર્સ, ફુડ કવોલિટી એસ્યોરન્સ પ્રોફેશનલ્સ, ઇન્ટરનેશનલ ડેલીગેટ્‌સ એન્ડ ડિપ્લોમેટ્‌સ, સીડ ફર્ટિલાઇઝર્સ એન્ડ એગ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકારો, ટ્રેડર્સ, ઉદ્યોગ સાહસિકો અને ખેડૂતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ એક્ષ્પોમાં એકજ સ્થળે સુરતીઓને ૪૦૦થી પણ વધુ ટેસ્ટી તથા હેલ્ધી વાનગીઓનો સ્વાદ માણવાનો મોકો મળશે.

‘તમાકુ મુકત ભારત’ અભિયાનની સાથે આ પ્રદર્શનમાં જીંગર પ્રોડકટનું પ્રદર્શન કરવામાં આવશે. તમાકુનું સેવન કરનારાઓ તમાકુથી મુકિત મેળવવા માટે વિવિધ પ્રયાસ કરે છે ત્યારે જીંજર પ્રોડકટ તેઓને તમાકુથી મુકિત અપાવવા માટે ઘણી ઉપયોગી સાબિત થશે. આ પ્રદર્શનમાં કેટલીક પ્રોડકટ એવી છે કે એકની ખરીદી પર બીજી વિના મૂલ્યે આપવામાં આવશે.

આ પ્રદર્શનથી ખાદ્ય ઉદ્યોગ, સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ માટે ઉજળી તક મળશે. ભવિષ્યમાં ઉદ્યોગ સાહસિકોને પણ સારુ પ્લેટફોર્મ મળી રહેશે. કૃષિ ક્ષેત્રે એગ્રીકલ્ચર મશીનરી એન્ડ ઇકવીપમેન્ટ્‌સ, એગ્રો કેમિકલ્સ, પેસ્ટીસાઇડ્‌સ એન્ડ ફર્ટિલાઇઝર્સ, કવોલિટી કન્ટ્રોલ સર્વિસિસ, હેન્ડલીંગ માટેના ઇકવીપમેન્ટ, માઇલીંગ એન્ડ મિકસીંગ, ડ્રાયર્સ, કલીનર, સિલોસ એન્ડ સ્ટોરેજ સિસ્ટમ્સ, ડેરી એન્ડ મિલ્ક પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ, એગ્રીકલ્ચર ઇકવીપમેન્ટ, ઇરીગેશન સિસ્ટમ્સ, બાયો ટેકનોલોજી, સીડ્‌સ એન્ડ પ્લાન્ટીંગ મશીનરી, ગ્રીન હાઉસિસ, પોલી હાઉસિસ, હાયડ્રોપોનિકસ એન્ડ એકવાપોનિકસ, નર્સરીઝ, સોલાર પ્રોડકટ્‌સ એન્ડ સોલ્યુશન્સ, ટેરેસ ગાર્ડનીંગ અને ડ્રોન ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે.

–––––––––––––––––––––––––––––––––––––

હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો દરમ્યાન પબ્લીક અવેરનેસ પ્રોગ્રામ યોજાશે

ર૦થી વધુ વિવિધ મેડિકલ વિષયો પર વિવિધ નિષ્ણાંત તબીબો વકતવ્યો આપશે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ૧૦/૦ર/ર૦ર૪થી ૧ર/૦ર/ર૦ર૪ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘હેલ્થ એન્ડ વેલનેસ– ર૦ર૪’ અને ‘ફૂડ એન્ડ એગ્રીટેક– ર૦ર૪’ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. એકઝીબીશન દરમ્યાન રવિવાર, તા. ૧૧ ફેબ્રુઆરી ર૦ર૪ના રોજ સવારે ૧૦ઃ૩૦થી સાંજે પઃ૦૦ કલાક દરમ્યાન પબ્લીક અવેરનેસ પ્રોગ્રામ યોજાશે, જેમાં વિવિધ નિષ્ણાંત તબીબો મેડિકલ વિષયો પર પોતાનું વકતવ્ય રજૂ કરશે.

પહેલા સેશનમાં સ્ટ્રોક એન્ડ બ્રેઇન બાયપાસ વિશે ડો. લિપે ચેરિયન (ઓનલાઇન), ઇમ્પોર્ટન્સ ઓફ હેલ્થ ચેકઅપ વિશે ડો. દીપક ઉપાધ્યાય, એકસપ્લોરીંગ ધ ડાઇવર્સિટી ઓફ હિયરીંગ લોસ એન્ડ ટેઇલર્ડ ટ્રિટમેન્ટ ઓપશન્સ વિશે ડો. સૌમિત્ર શાહ, ઓકયુપેશનલ હેલ્થ વિશે ડો. વિકાસ દેસાઇ, હાઉ ટુ કેર યોર ડાયાબિટીસ વિશે ડો. પિયુષ દેસાઇ, હાઉ ટુ ડીલ વીથ સિરિયલ સાયલન્ટ કિલર વિશે ડો. મુકુર પેટ્રોલવાલા, હાઉ યુ કેર યોર હાર્ટ વિશે ડો. નરેન્દ્ર તન્વર, ડોકટર – પેશન્ટ રિલેશનશિપ વિશે ડો. નિર્મલ ચોરારિયા, ન્યુટ્રિશન્સ એન્ડ હેલ્થ વિશે ડો. મિતા પાસવાલા, ઓર્ગન ડોનેશન વિશે નિખિલ વ્યાસ, રોબોટિકસઃ ઇનોવેશન્સ ટુ મેક યોર સર્જરી સેઇફ વિશે ડો. ધૈવત વૈષ્ણવ, આઇ એમ યોર બ્રેઇન – યુ આર ફોર મી એન્ડ આઇ એમ ફોર યુ વિશે ડો. કાંતા ભુતડા માર્ગદર્શન આપશે.

બપોર બાદ બીજા સેશનમાં કેન્સર વેકસીનેશન ઇન વુમન વિશે ડો. સોનિયા ચંદાની, વ્હોટ શુડ યુ નો એબાઉટ યોર જોઇન્ટ? વિશે ડો. હિરેન શાહ, ટ્રોમા એન્ડ એકિસડન્ટ – પ્રાઇમરી કેર વિશે ડો. અમિત પટેલ, હાઉ યુ ડીલ વીથ યોર કેન્સર? એન્ડ રોલ ઓફ ટેકનોલોજી વિશે ડો. નિલેશ મહાલે, એલર્જીસ વિશે ડો. સમિર ગામી, સ્કીન એન્ડ હેર કેર વિશે ડો. જગદીશ સખિયા અને દવા ઇન્ડિયાના સીઇઓ ડો. સુજિત પોલ મહત્વનું વકતવ્ય રજૂ કરશે. બંને સેશનમાં ડો. પારૂલ વડગામા અને ડો. મિતા પાસવાલા કન્વીનર તરીકે ભૂમિકા ભજવશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :