CIA ALERT
04. May 2024
February 27, 20191min7260

Related Articles



ગિરનાર ભવનાથની તળેટીમાં શિવરાત્રી કુંભમેળાનો પ્રારંભ

Share On :
Print Friendly, PDF & Email

ગિરનારની ગોદ ભવનાથ તળેટીમાં જીવ અને શિવના સમાગમ સમા છ દિવસીય શિવરાત્રી મિનિકુંભ મેળાનો બુધવાર, તા.27ના રાજ્યપાલની ઉપસ્થિતિમાં ભવનાથ મંદિરે ધ્વજારોહણ સાથે પ્રારંભ કરાશે. મેળાના પ્રારંભ પૂર્વે આજે સાંજે મુરસુંદ ગુફાથી તળેટી સુધી સંત પ્રવેશ યાત્રા યોજાઇ હતી.

દેશ વિદેશમાં વિખ્યાત મહાશિવરાત્રી મેળાને રાજ્ય સરકાર દ્વારા મિનિકુંભનો દરજ્જો આપી રૂ.15 કરોડની ફાળવણી કરી છે. આવતીકાલથી છ દિવસ ભવનાથ તળેટીમાં ભજન, ભોજન અને ભક્તિની આહલેક જાગશે. દિગમ્બર સાધુ સહિતનાઓએ ધૂણા ધખાવ્યા છે.

Bhavnath Mahadev Mandir

પુલવામા આતંકી હુમલામાં વિરગતી પામેલા 40 જવાનોના માનમાં સાધુ – સંતોએ મેળાને સાદગીથી ઉજવવાનો નિર્ણય કર્યો છે. તેથી શિવરાત્રીની રાત્રે દિગમ્બર સાધુ સંતોની રવેડી પણ વાજિંત્રો વિહોણી નીકળશે.

શિવરાત્રી મિનિકુંભ મેળો ભવ્ય રીતે ઉજવાય અને ભાવિકોને કોઇ અગવડતા ન પડે તે માટે જિલ્લા કલેક્ટર કમ મ્યુ.કમિશનર ડો.પારધીના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા પોલીસવડા દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
મહાશિવરાત્રી મેળાનો આવતીકાલ વિધિવત્ પ્રારંભ પૂર્વે આજે બપોર બાદ દામોદરકુંડ પાસે આવેલ મુંચકુંદ ગુફા ખાતેથી’ સાધુ – સંતોનો નગર પ્રવેશ યોજાયો હતો. તેમાં મોટી સંખ્યામાં સાધુ- સંતો જોડાયા હતા.

આવતીકાલ તા.27ના સવારે ભવનાથ મહાદેવનું પૂજન, અર્ચન રાજ્યપાલ ઓ.પી. કોહલી કરશે ત્યારબાદ તેમની ઉપસ્થિતિમાં ભવનાથ મંદિરના મહંત હરિગિરિજી મહારાજના હસ્તે ધ્વજારોહણ સાથે મેળાનો વિધિવત્ પ્રારંભ કરાશે. આ સાથે તળેટી હર… હર… મહાદેવ જય ગિરનારીના નાદથી ગુંજી ઉઠશે. ત્યારબાદ તળેટીમાં 51 લાખ રૂદ્રાક્ષના પારાનું 51 ફૂટ ઉંચુ શિવલિંગ તૈયાર કરાયું છે. તેનું પૂજન રાજ્યપાલ કરશે અને ભવનાથ પ્રવેશ દ્વારનું ઉદ્ઘાટન કરાશે. તા.28ના રોજ પ્રથમ વખત જૂનાગઢના ભૂતનાથ મંદિરથી ભવનાથ સુધી ડમરૂ યાત્રા યોજાશે. તેમાં 1100 ડમરૂ વાદકો જોડાશે.

શિવરાત્રી મિનિકુંભ મેળાને લઇ જૂનાગઢ શહેર તથા તળેટી માર્ગ અને ભવનાથ તળેટીમાં ભીંતચિત્રો, લાઇટિંગ ડેકોરેશનથી શણગારવામાં આવેલ છે. દરરોજ સંત સંમેલન, ધર્મસભા યોજાશે તેમાં તા.1ના રોજ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના અધ્યક્ષસ્થાને અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના મુખ્ય મહેમાનપદે સંમેલન યોજાશે.

જ્યારે તા.2ના ઋતંભરાજીના અધ્યક્ષ સ્થાને ધર્મસભા યોજાશે. તા.4ના રોજ શિવરાત્રીની રાત્રે સાદાઇથી રવેડી નીકળશે અને નિર્ધારિત રૂટ ઉપર દિગમ્બર સાધુઓના અંગ કસરતના દાવ વચ્ચે ફરી મધરાતે મૃંગી કુંડમાં સ્નાન અને પૂજન સાથે મેળો સંપન્ન થશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :