CIA ALERT
19. May 2024
April 7, 20191min4670

Related Articles



મુસ્લિમલિગને વાઇરસ કીધા: યોગી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ

Share On :
Print Friendly, PDF & Email

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ટ્વિટર પર કરેલી ટ્વીટ મામલે ઇન્ડિયન મુસ્લિમ લિગ (આઇયુએમએલ)એ ચૂંટણીપંચમાં ફરિયાદ કરી છે.

આઇયુએમએલના મહામંત્રી પી કે કુન્હાલિકુટ્ટીએ જણાવ્યું હતું કે યોગીની મુસ્લિમ લિગ વાઇરસ હોવાના નિવેદન મામલે એમણે ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવી છે. એમને પોતાના રાષ્ટ્રપ્રેમ કે દેશભક્તિ બદલ યોગી સહિત કોઇ પાસેથી સર્ટિફિકેટ નથી જોઇતું. આઇયુએમએલ કેરળમાં માન્ય કરાયેલ પક્ષ છે અને ભારતના સંવિધાનના લોકશાહીના નિયમોને અનુસરવાનો ઇતિહાસ ધરાવે છે.

આદિત્યનાથનું વિધાન અત્યંત આપત્તિજનક અને ગેરકાયદે હોવાનું જણાવી એમણે વધુમાં જણાવ્યું હતું કે એમણે ચૂંટણી પંચને અમારા પક્ષની સેક્યુલર છબિ ખરડવા માગતા આવા તત્ત્વો કે સામે યોગ્ય પગલાં લેવાની માગણી કરી છે. યોગીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે મુસ્લિમ લિગ વાઇરસ છે. જો કોઇ આ વાઇરસથી ગ્રસ્ત થાય તો એ બચી ન શકે અને આજે મુખ્ય વિરોધ પક્ષ કૉંગ્રેસ એનાથી ગ્રસ્ત છે. વિચાર કરો જો તેઓ જીતે તો શું થાય? આ વાઇરસ આખા દેશમાં પ્રસરી જશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :