CIA ALERT
02. May 2024

Related Articles



આજે 10 લાખથી વધુ લોકો સૌરાષ્ટ્ર પટેલ સમાજના સમૂહ લગ્નોત્સવને ઓનલાઇન માણશે

Share On :
Print Friendly, PDF & Email

પ્રત્યક્ષ રીતે સુરતમાં ઉપસ્થિત નહીં રહી શકેલા લાખો લોકો સૌરાષ્ટ અને ઉત્તર ગુજરાતમાં પોતાના ઘરે બેઠા બેઠા સૌરાષ્ટ્ર પટેલ સમાજના લગ્નોત્સવના સાક્ષી બનશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

અનેક પ્રકારની સામાજિક ક્રાંતિના પ્રણેતા, અનેક કુરિવાજોથી સમાજને મુક્ત કરાવનાર સૌરાષ્ટ્ર પટેલ સમાજનો આવતીકાલ તા.20મી ફેબ્રુઆરી 2022ના રોજ યોજાઇ રહેલો 63મો સમૂહલગ્નોત્સવ પણ એક મોટી ક્રાંતિને આકાર આપશે. પહેલી વખત આ સમગ્ર લગ્નોત્સવ સમારોહ વર્ચ્યુઅલ (ઓનલાઇન) યોજાઇ રહ્યો છે અને કમસેકમ 10 લાખ લોકો જુદા જુદા ડિજિટલ માધ્યમોથી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સમૂહલગ્નોત્સવમાં હાજરી આપશે. વિશ્વમાં આટલી મોટી સંખ્યામાં ઓનલાઇન લોકો જોડાય તેવી આ પહેલી વિક્રમી ઘટના આકાર પામશે.  

વિશ્વની સૌથી મોટી વર્ચ્યુઅલ ઇવેન્ટ બની રહેશે સૌરાષ્ટ્ર પટેલ સમાજનો 63મો સમૂલગ્નોત્સવ, 60 લાખ યુઝર્સનું ફોલોઇંગ ધરાવતા જુદા જુદા સોશ્યલ મિડીયા હેન્ડલ્સ પરથી ઇવેન્ટનું લાઇવ ટેલિકાસ્ટ થશે, અંદાજે 20 ટકા ફોલોઅર્સ પણ જોડાય તો 12 લાખ જેટલા લોકો આ સમૂહલગ્નોત્સવના અપ્રત્યક્ષ વર્ચ્યુઅલ સાક્ષી બનશે

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઇ ભાલાળાએ જણાવ્યું હતું કે જુદા જુદા સોશ્યલ મિડીયા હેન્ડલ્સ, ગ્રુપ્સ, પેજીસ, પર્સનાલિટીઝ, ટીવી ચેનલ્સ વગેરે તમામ મળીને 60 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવે છે એ તમામ પર સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ આયોજિત 63માં સમૂહ લગ્નોત્સવનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. જેમાંથી એવો એક રેન્ડમ અંદાજ છે કે વીસ ટકા લોકો જોડાય તો પણ 12 લાખથી વધુ લોકો અપ્રત્યક્ષ રીતે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ આયોજિત સમૂહલગ્નોત્સવમાં અપ્રત્યક્ષ વર્ચ્યુઅલ હાજરી આપશે.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત આોયોજિત વરર્યુઅલ સમુહલગ્નોત્સ્વમાં ૧૨૨ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે. સાંજે ૫ થી ૮ના એક જ સમય દરમિયાન કન્યાપક્ષના અનુકુળ સ્થળે મંડપમાં લગ્નવિધિ યોજાશે. તમામ ૧૨૨ મંડપોનું ડીજીટલી જોડાણ કરી સમગ્ર સમુહલગ્નોત્સ્વનું જીવંત પ્રસારણ જુદા જુદા સોશ્યલ મિડીયા હેન્ડલ્સ પરથી કરવામાં આવશે. એક અંદાજે મુજબ એક સાથે દસ લાખથી વધુ લોકો પોતાના મોબાઇલ ફોન, ટેબ્લેટ્સ, હોમ સ્માર્ટ ટેલિવિઝન, લેપ્ટોપ, કમ્પ્યુટર વગેરે પર આ સમૂહ લગ્નોત્સવને લાઇવ નિહાળશે અને તેમાં સહભાગી બનશે.આ પ્રસંગે મુખ્ય સમારોહ, આશીર્વચન સમારોહનું આયોજન વરાછા રોડ, સૌરાષ્ટ્ર પટેલ ભવન કરવામાં આવ્યું છે. રાકેશભાઈ દુધાતના અધ્યક્ષ સ્થાને યોજાનાર કાર્યક્રમમાં પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, દિલીપભાઈ સંઘાણી તથા મનહરભાઈ સાસપરાનું જાહેર બહુમાન આ પ્રસંગે કરવામાં આવશે.

BSC તથા MSC માં કુલ ૪ ગોલ્ડમેડલ મેળવનાર કુ. સર્જીતા ગામી, એપલમાં સોફ્ટવેર એન્જીનીયર તરીકે જોબ મેળવનાર મયુર હસમુખભાઈ શંકર તથા માત્ર ૯ માં ભણતા ક્ષીરાજ દિનેશભાઈ ઠુંમર આઈ.આઈ.ટી કાનપુર માં ટ્યુટર (ઇન્ટરશીપ) તરીકે કાર્યકરે છે. આઈ.ટી ના કોડીંગ એક્ષ્પર્ટ છે. બાળકોને પ્રેરણા મળે તેવી સિદ્ધિનું અભિવાદન કરાશે.સાંજે ૫ કલાકે વરર્યુઅલ માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમુહલગ્નોત્સ્વ માં ઉપસ્થિત રહશે ને ૧૨૨ નવયુગલોને શુભઆશિષ પાઠવશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :