મેન-મેડ ટેકસટાઇલ્સ રિસર્ચ એસોસિએશન (મંત્રા) ની ૪૬મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ

Share On :

મેન-મેડ ટેક્સટાઇલ્સ રિસર્ચ એસોસિએશન (મંત્રા)ની ૪૬મી વાર્ષિક સામાન્ય સભા (Annual General Meeting -A.G.M.) આજે તા. ૧૩ ઓગસ્ટ, ૨૦૨૬, ગુરુવારના રોજ મંત્રા ખાતે યોજાઈ હતી.

સભાની શરૂઆતમાં મંત્રાના પ્રમુખ શ્રી રજનીકાંત બચકાનીવાલા દ્વારા પ્રેસિડેન્ટ એડ્રેસ રજૂ કરવામાં આવ્યું હતું. તેમણે સંસ્થાની વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાનની કામગીરી તથા વિવિધ પ્રવૃત્તિઓ અંગે સભ્યોને માહિતગાર કર્યા હતા.

મંત્રાના સેક્રેટરી શ્રી પ્રફુલભાઈ ગાંધી દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ના ઓડિટેડ હિસાબો સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

સભા દરમિયાન પ્રમુખ શ્રી રજનીકાંત બચકાનીવાલાએ વર્ષ ૨૦૨૬-૨૭ માટેના કાઉન્સિલ મેમ્બર્સની યાદી પણ રજૂ કરી હતી. ઉપરાંત, વર્ષ ૨૦૨૬-૨૭ માટે ઓડિટરની નિમણૂક કરવા તથા ઓડિટરની ફી નક્કી કરવાની સત્તા કાઉન્સિલને આપવા અંગેનો ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સામાન્ય સભા દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો.

આ વાર્ષિક સામાન્ય સભામાં મંત્રાના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી દિનેશભાઈ ઝવેરી, સંયુક્ત સચિવ શ્રી નરેન્દ્ર જરીવાલા, ડિરેકટર ડૉ. પંકજ ગાંધી, ઉપરાંત સંસ્થાના સભ્યો તથા મંત્રાના સ્ટાફ મેમ્બર્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રા દ્વારા મેન-મેડ ટેક્સટાઇલ્સ ક્ષેત્રમાં સંશોધન, વિકાસ, પરીક્ષણ તથા ટેક્નિકલ સેવાઓના માધ્યમથી ટેક્સટાઇલ ઉદ્યોગના વિકાસમાં સતત મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવી રહ્યું છે. વાર્ષિક સામાન્ય સભા દરમિયાન સંસ્થાની આગામી કામગીરીને વધુ અસરકારક બનાવવા તથા ટેક્સટાઇલ ઉદ્યોગની જરૂરિયાતોને અનુરૂપ સંશોધન અને વિકાસ પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.

સભાના અંતે ઉપસ્થિત તમામ સભ્યો, પદાધિકારીઓ તથા સ્ટાફ મેમ્બર્સનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :