SMC 2026ની ચૂંટણીમાં 2021ની સરખામણીઓ 11 વોર્ડમાં મતદાન વધ્યું, 19 વોર્ડમાં હકીકતમાં ઘટ્યું
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનના આંકડા રવિવારે મોડી રાત્રે જાહેર થયા બાદ તેનું એનાલિસીસ કરતા કેટલાક તારણો સપાટી પર આવ્યા છે.
- ભાજપ જેના માટે જાણિતું છે એ માઇક્રો લેવલ બૂથ મેનેજમેન્ટ કે વન બૂથ ટેન યુથના અભાવે અત્યાર સુધી મોટા માર્જિનથી જે રીતે ભાજપના ઉમેદવારો જીતતા આવ્યા છે તેવી જીત આ વખતે ઓછી થશે. અનેક ઉમેદવારો ટૂંકા અંતરથી ડચકાં ખાતા જીતે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી.
- કોંગ્રેસ આ વખતે બેઠી થાય તેવી પ્રબળ શક્યતાઓ દેખાય રહી છે. ખાસ કરીને વોલ સિટી (જૂના સુરત)ના અનેક વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારો તરફે ખાસ્સું મતદાન થયું છે. મુસ્લિમ મતદારો ધરાવતા બૂથ-પોકેટમાં મોટા પાયે મતદાન થયું હોવાનું બૂથ લેવલ એનાલિસીસ પરથી ધ્યાને આવે છે. 2થી 4 સીટો પર કોંગ્રેસી ઉમેદવારો જીતે તો નવાઇ નહીં લાગે.
- આમ આદમી પાર્ટીના પ્રભાવવાળા વિસ્તારો જેમ કે વરાછા, કતારગામ, કાપોદ્રા, પૂણા જેવા વિસ્તારમાં ભાજપના ગોલ્ડન વોટ જેને કહેવાય છે તેવા મતદારોમાં ભારે નારાજગી હતી અને બૂથ લેવલ કાર્યકર્તાઓ સાથે વાતચીત દરમિયાન એવું જાણવા મળ્યું કે ભાજપના ગોલ્ડન વોટરો નારાજગીને કારણે અળગા રહ્યા છે, એ જોતા આમ આદમી પાર્ટીને આડકતરો લાભ મળી જાય તેમ જણાય રહ્યું છે.
- વરાછા, કાપોદ્રા, પૂણા કરતા પણ કતારગામ વિસ્તારના વોર્ડના પરીણામો આશ્ચર્યકારક બની રહે તેવી શક્યતાઓ છે
- 2021માં સાવ 47 ટકા જેટલું સાવ કંગાળ કહી શકાય તેવું મતદાન થયું હતું., જેની સામે ગઇકાલે રાત્રે ચૂંટણી તંત્રએ જે મતદાનના આંકડા જાહેર કર્યા તે મુજબ 59 ટકા મતદાન થયાનું જણાવાય છે. 12 ટકા મતદાન વધ્યું છે એવું કહેવાય છે પણ હકીકતમાં મતદાન કરનારા મતદારોની સંખ્યા પર નજર કરીએ તો 19 વોર્ડમાં મતદાન કરનારા મતદારોની સંખ્યા 2021 કરતા ઓછી છે. આવા 19 વોર્ડમાં મતદાન ઘટ્યું છે અને એ મોટા ભાગના વરાછા-કાપોદ્રા વિસ્તારોમાં છે.
- એ પણ સૂચક છે, આ વિસ્તારમાં એન્ટી ઇન્કમબન્સી જેવું ફેક્ટર ભાજપને નહીં પણ આમ આદમી પાર્ટીને સ્પર્શવું જોઇએ, જો ભાજપ તરફી મતદારો નિષ્ક્રીય રહ્યા હોય તો ઓછા મતદાનનો સીધો ફાયદો આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મળવો જોઇએ, આમ છતાં મતદારોનું વલણ અકળ હોય છે એટલે આવતીકાલે તા.28મી એપ્રિલે ઇવીએમમાંથી શું નીકળે છે એ જોવું રહ્યું.
સુરતમાં જ્યાં મતદાન વધ્યું તેવા 11 વોર્ડ
| વોર્ડ નં. | વોર્ડનું નામ | 2021 મતદાન | 2026 મતદાન | વધારો (સંખ્યા) | % ફેરફાર |
| 22 | ભટાર-વેસુ-ડુમસ | 46,831 | 56,823 | +9,992 | +21.34% |
| 13 | વાડીફળિયા-નવાપુરા… | 56,882 | 63,383 | +6,501 | +11.43% |
| 12 | નાણાંવટ-સૈયદપુરા… | 48,724 | 54,632 | +5,908 | +12.13% |
| 9 | રાંદેર-જહાંગીરબાદ… | 53,989 | 59,723 | +5,734 | +10.62% |
| 30 | કનસાડ-સચિન-ઉન… | 51,458 | 57,093 | +5,635 | +10.95% |
| 21 | સોનીફળિયા-નાનપુરા… | 47,114 | 51,492 | +4,378 | +9.29% |
| 20 | ખટોદરા-મજુરા… | 47,335 | 51,342 | +4,007 | +8.47% |
| 11 | અડાજણ-ગોરાટ | 44,709 | 46,623 | +1,914 | +4.28% |
| 2 | અમરોલી-મોટા વરાછા… | 87,186 | 88,409 | +1,223 | +1.40% |
| 25 | લીબાયત-ઉધના યાર્ડ | 42,091 | 42,678 | +587 | +1.39% |
| 27 | ડીંડોલી (દક્ષિણ) | 45,204 | 45,305 | +101 | +0.22% |
જ્યાં મતદાન ઘટ્યું છે એ આ 21 વોર્ડ
| વોર્ડ નં. | વોર્ડનું નામ | 2021 મતદાન | 2026 મતદાન | ઘટાડો (સંખ્યા) | % ઘટાડો |
| 16 | પુણા (પશ્ચિમ) | 46,703 | 28,730 | -17,973 | -38.48% |
| 17 | પુણા (પૂર્વ) | 63,776 | 50,169 | -13,607 | -21.34% |
| 4 | કાપોદ્રા | 44,567 | 32,353 | -12,214 | -27.41% |
| 15 | કરંજ-મગોબ | 35,264 | 25,431 | -9,833 | -27.88% |
| 5 | ફૂલપાડા-અશ્વિનીકુમાર | 41,779 | 32,893 | -8,886 | -21.27% |
| 29 | અલથાણ-બમરોલી-વડોદ | 45,225 | 36,341 | -8,884 | -19.64% |
| 23 | બમરોલી-ઉધના (ઉત્તર) | 39,183 | 30,463 | -8,720 | -22.25% |
| 14 | ઉમરવાડા-માતાવાડી | 43,689 | 35,287 | -8,402 | -19.23% |
| 7 | કતારગામ-વેડ | 57,775 | 50,180 | -7,595 | -13.15% |
| 6 | કતારગામ | 51,453 | 45,222 | -6,231 | -12.11% |
| 3 | વરાછા-સરથાણા-સીમાડા | 83,322 | 77,450 | -5,872 | -7.05% |
| 28 | પાંડેસરા-ભેસ્તાન | 49,607 | 44,520 | -5,087 | -10.25% |
| 24 | ઉધના (દક્ષિણ) | 46,962 | 42,145 | -4,817 | -10.26% |
| 26 | ગોડાદરા-ડીંડોલી (ઉત્તર) | 46,295 | 43,227 | -3,068 | -6.63% |
| 19 | આંજણા-ઇંબાલ | 57,158 | 54,813 | -2,345 | -4.10% |
| 10 | અડાજણ-પાલ-ઇચ્છાપોર | 56,823 | 54,815 | -2,008 | -3.53% |
| 18 | લિંબાયત-પરવટ | 48,151 | 46,353 | -1,798 | -3.73% |
| 8 | ડભોલી-સિંગણપોર | 62,216 | 60,520 | -1,696 | -2.73% |
| 1 | જહાંગીરપુરા-વરીયાવ | 58,564 | 57,845 | -719 | -1.23% |
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now

