CIA ALERT
29. April 2024
March 30, 20208min2880

Related Articles



કોરોના India ન્યુઝ

Share On :
Print Friendly, PDF & Email

દેશમાં 30મી માર્ચે કોરોના વાઇરસના નવા ૯૨ દરદી નોંધાયા

  • Confirmed Cases : 1,251
  • Total Deaths : 32
  • Total Recovered : 102
  • Active Cases : 1,117

આરોગ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે દેશમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોના વાઇરસના નવા ૯૨ દરદી નોંધાયા હતા અને ચાર જણ મૃત્યુ પામ્યા હતા. દેશમાં કોરોના વાઇરસના કુલ દરદીની સંખ્યા વધીને ૧,૨૪૨ થઇ છે અને મરણાંક ૩૫ થયો છે.

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત મંત્રી લવ આગરવાલે જણાવ્યું હતું કે દેશમાં હાલમાં સ્થાનિક સ્તરે કોરોના વાઇરસનો રોગચાળો ફેલાઇ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત મંત્રીએ જણાવ્યું હતું કે કોરોના વાઇરસનો રોગચાળો અટકાવવા માટે શારીરિક સંપર્ક ટાળવો બહુ જરૂરી છે. એક વ્યક્તિની બેદરકારીથી કોરોના વાઇરસ સમાજના અનેક લોકોમાં ફેલાઇ શકે છે.

તેમણે જણાવ્યું હતું કે કોરોના વાઇરસને લગતી અફવા ફેલાતી રોકવાને બદલે તેના સંબંધમાં સામાન્ય જનતાને જાગૃત કરવાની જરૂર છે.

દરમિયાન, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મૅડિકલ રિસર્ચના આર. ગંગાખેડકરે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસ માટે ૩૮,૪૪૨ જણ પર પરીક્ષણ (ટૅસ્ટિંગ) કરાયું હતું અને તેમાંના ૩,૫૦૧ જણની તપાસ તો માત્ર રવિવારે જ કરાઇ હતી.

તેમણે જણાવ્યું હતું કે દેશની વિવિધ ખાનગી લૅબમાં છેલ્લાં ત્રણ દિવસમાં ૧,૩૩૪ જણનું કોરોના વાઇરસ માટે પરીક્ષણ કરાયું હતું.

ભારતમાં હજુ કોમ્યુનિટી લેવલ પર નથી દેખાયો કોરોના

દેશભરમાં કોવિડ-19 (Covid-19)ને રોકવા માટે તમામ પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ માટે લોકડાઉનની સકારાત્મક દિશામાં અસર દેખાઈ રહી છે અને ઘાતક વાયરસ હાલ ‘લોકલ ટ્રાન્સમિશન’ (બીજા) સ્ટેજમાં છે. સરકારે જણાવ્યું છે કે જેવા આ વાયરસના “કમ્યુનિટી ટ્રાન્સમિશન”ના પુરાવા મળશે કે તરત નાગરિકોને વધારે એલર્ટ કરી દેવાની સૂચના આપી દેવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે સામાજિક સંસ્થાઓએ લોકોને રોગચાળાને લગતી સાચી માહિતી આપીને જાગૃત કરવા જોઇએ. દેશમાં હજી પણ અનેક સ્થળે લોકો ખોટી માહિતી કે અંધશ્રદ્ધાને કારણે ટોળે વળે છે અને શારીરિક સંપર્ક ટાળતા નથી.

રોગચાળાની ખોટી માહિતી નહિ ફેલાવો : મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સામાજિક સંસ્થાઓના કાર્યની પ્રશંસા કરતા સોમવારે જણાવ્યું હતું કે સમાજના કલ્યાણ માટે કાર્ય કરતા સંગઠનો કોરોના વાઇરસને લગતી અંધશ્રદ્ધા અને ખોટી માહિતી ફેલાતી રોકવામાં સહાય કરી શકે છે.

મોદીએ સમાજના કલ્યાણ માટે કામ કરતા વિવિધ સંગઠનોને વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સંબોધતા જણાવ્યું હતું કે સામાજિક સંગઠનો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન તેમ જ તબીબી સુવિધા આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

વડા પ્રધાનની કચેરીએ બહાર પાડેલા નિવેદનમાં મોદીને એમ કહેતા ટાંક્યા હતા કે દેશ હાલમાં અભૂતપૂર્વ કટોકટીનો સામનો કરી રહ્યો છે અને સામાજિક સંગઠનોની બહુ જ મોટી સેવાની જરૂરિયાત છે.

મોદીએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી કહેતા હતા કે ગરીબો અને અન્ય નબળા વર્ગના લોકોની સેવા જ દેશની મોટી સેવા ગણાય. જનસેવા એ જ સાચી પ્રભુસેવા છે.

મોદી સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરનારા સામાજિક સંગઠનોના સ્વયંસેવકોએ પોતાના દ્વારા ભોજનના પૅકૅટ્સ, સૅનિટાઇઝર્સ, દવા અને કરિયાણાની અન્ય ચીજોના કરાયેલા વિતરણની જાણકારી આપી હતી.

કોરોનાનો ભય: હજારો કેદીઓને વચગાળાના જામીન પર છોડી મૂકાયા

કોરોના વાઈરસને વધુ ફેલાતો અટકાવવા અને કેદીઓ વચ્ચેની અથડામણનો ભય ટાળવાના પ્રયાસો વચ્ચે એક અસાધારણ પગલું લેતાં વહીવટકર્તાઓએ દેશભરની ખીચોખીચ ભરેલી જેલના હજારો કેદીઓને વચગાળાના જામીન કે પૅરોલ પર છોડી દેવામાં આવ્યા હોવાનાં અહેવાલ છે.

ખીચોખીચ ભરેલી દિલ્હીની તિહાર જેલમાંથી બીજા તબક્કામાં ૧૫૦૦ કેદીઓને મુક્ત કરવામાં આવશે, એમ અધિકારીઓએ સોમવારે કહ્યું હતું.

એશિયાની સૌથી મોટી અને ગીચ જેલ ગણાતી પ્રથમ તબક્કામાં કુલ ૩૦૦૦ કેદીમાંથી ૪૦૦ કેદીને મુક્ત કરી દેવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

જેલના ડિરેક્ટર જનરલ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ દિલ્હીની તિહાર જેલની કુલ ક્ષમતા ૧૦,૦૦૨૬ કેદીની છે તેની સામે તેમાં કુલ ૧૭,૪૪૦ કેદીઓ છે જેમાંથી ૧૪,૩૫૫ અન્ડર ટ્રાયલ કેદીઓ હોવાનું તેમણે કહ્યું હતું.

જેલના કેદીઓમાં અત્યાર સુધીમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો ન હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે જેલમાં કોરોના વધુ ઝડપથી ફેલાય તેવી શક્યતા હોવાને કારણે જેલના ખૂણેખૂણાનું

નિયમીત રીતે સૅનિટાઈઝેશન અને સફાઈ કરવામાં આવે છે. કેન્દ્રના આરોગ્ય ખાતાના જણાવ્યાનુસાર દેશભરમાં અત્યાર સુધીમાં કોરોનાના ૧૦૭૧ કેસ નોંધાયા હોવા ઉપરાંત તેને કારણે ૨૯ જણનાં મોત થયા છે.

વધુમાં વધુ સાત વર્ષની જેલની સજાનો સામનો કરી રહેલા અન્ડર ટ્રાયલ કેદીઓને પણ આ જ પ્રકારનો લાભ આપવાનું કૉર્ટે સૂચન કર્યું હતું.

મોદીએ પોતાના યોગ કરતા ઍનિમૅટૅડ થ્રી-ડી વીડિયો શૅર કર્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના દ્વારા યોગ કરીને કઇ રીતે શારીરિક સુસજ્જ રહેવાય છે, તેની જાણકારી આપતા ઍનિમૅટૅડ થ્રી-ડી વીડિયો ટ્વિટર પર શૅર કર્યા હતા.

તેમણે ટ્વીટ કર્યું હતું કે મને રવિવારે એક જણે ‘મન કી બાત’ કાર્યક્રમમાં શારીરિક સુસજ્જતા જાળવવા માટેની મારી દરરોજની કસરત અંગે પૂછ્યું હતું. હું આશા રાખું છું કે તમે બધા પણ નિયમિત યોગ કરશો.

મોદીએ જણાવ્યું હતું કે હું શારીરિક સુસજ્જતા જાળવવાની સલાહ આપી શકતો નિષ્ણાત કે યોગનો પ્રશિક્ષક નથી. હું માત્ર યોગની પ્રૅક્ટિસ કરનારો છું. યોગના અનેક આસનની સ્વાસ્થ્ય પર ઘણી સારી અસર થાય છે.

India State wise Update 31/03 at 10 am

STATE/UTCONFIRMEDDEATHS
KERALA2021
MAHARASHTRA1988
DELHI872
KARNATAKA833
UP820
TELANGANA711
GUJARAT696
TAMIL NADU671
RAJASTHAN590
J&K482
MADHYA PRADESH473
PUNJAB381
HARYANA360
ANDHRA PRADESH230
WEST BENGAL191
BIHAR151
LADAKH130
ANDAMAN 90
CHANDIGARH80
UTTARAKHAND70
CHHATTISGARH70
GOA50
ODISHA30
HIMACHAL31
PUDUCHERRY10

Reported on 30 March 2020

Confirmed – 1,024, Deaths – 27, Recovered – 96, Active – 901

India Cases on 30/03 @ 9 a.m.

STATE/UTCONFIRMEDDEATHS
MAHARASHTRA1866
KERALA1821
KARNATAKA763
TELANGANA661
UP660
GUJARAT595
RAJASTHAN540
TAMIL NADU421
DELHI392
PUNJAB381
HARYANA330
J&K312
MADHYA PRADESH302
ANDHRA PRADESH190
WEST BENGAL181
LADAKH130
BIHAR91
ANDAMAN90
CHANDIGARH80
UTTARAKHAND60
CHHATTISGARH60
GOA60
ODISHA30
HIMACHAL31
PUDUCHERRY10

સામૂહિક ચેપ અટકાવવા રાજ્યોની સરહદો સીલ કરવાનો આદેશ

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં તીવ્ર વધારા સાથે આંક હજારને પાર કરી ગયો હોવાથી અને કોરોનાને કારણે ૨૫ લોકોના મૃત્યુ થયા હોવાથી કેન્દ્ર સરકારે રવિવારે પરપ્રાંતિય કામદારો દ્વારા સંભવિત કોરોનાવાયરસના સામૂહિક ચેપને રોકવા માટે દેશભરના રાજ્ય અને જિલ્લાની સરહદો સીલ કરવાનો આદેશ આપ્યો હતો અને ચેતવણી આપી હતી કે ઉલ્લંઘન કરનારાઓને ૧૪ દિવસના કવોરન્ટાઇનનો સામનો કરવો પડશે. આ સાથે કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને લોકડાઉનનું સખતાઈથી પાલન કરવાનો આદેશ આપ્યો હતો.

પરપ્રાંતિય કામદારોની મોટા પાયે હિજરતથી ચિંતિત, કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તમામ રાજ્ય અને જિલ્લાની સરહદોને અસરકારક રીતે સીલ કરવા જણાવ્યું હતું અને ચેતવણી આપી હતી કે, આદેશનું ઉલ્લંઘન કરનારાઓને સરકારી સુવિધાઓમાં ૧૪-દિવસની ક્વોરન્ટાઇનમાં મોકલવામાં આવશે.

લૉકડાઉનનો 5 દિવસ પૂર્ણ

રવિવારે દેશવ્યાપી ૨૧ દિવસના લોકડાઉનનો પાંચમો દિવસ હતો. કામધંધા બંધ થઇ ગયા હોવાથી તેઓ બેકાર થઇ ગયા હતા અને ભૂખે મરવા કરતા તેમણે પોતાના વતન પાછા ફરવાનું મુનાસિબ સમજ્યું હતું. પરપ્રાંતિય કામદારોએ અને અનેક રાજ્ય તથા જિલ્લાની સરહદ પર ભારે ભીડ જમાવી હતી. તેઓ પાસે ખાવાપીવાની પણ કોઇ વ્યવસ્થા નહોતી. સખાવતી સંસ્થાઓ, સ્વયંસેવકો, ધાર્મિક સંસ્થાઓ અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સ સહિતની સરકારી સંસ્થાઓએ દેશભરના હજારો લોકોના ખાવાપીવાની વ્યવસ્થા કરી હોવા છતાં પણ અનેક લોકો આ સરકારી સુવિધા અને પહોંચથી વંચિત રહ્યા હતા.

વડાપ્રધાનની મન કી બાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ’મન કી બાત’ના રેડિયો પ્રસારણમાં દેશવ્યાપી લોકડાઉનને કારણે થયેલી મુશ્કેલીઓ માટે રાષ્ટ્રની ક્ષમા માંગી હતી અને કહ્યું હતું કે તે જરૂરી છે કારણ કે દેશ જીવન અને મૃત્યુનો જંગ લડી રહ્યો છે. તેમ છતાં કોરોનાવાઇરસ સામેના જંગમાં જીતવાનો અતૂટ વિશ્ર્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આ કટોકટીભર્યા સમયમાં દેશમાં અતિઆવશ્યક સેવાઓ પહોંચાડનારા અસંખ્ય કામદારો અને ફ્રન્ટલાઇન વર્કર્સોની તેમણે પ્રશંસા કરી હતી.

ભારતમાં ઇંધણની કટોકટી નથી

ઇંધણના વપરાશમાં વિશ્વમાં ત્રીજો ક્રમાંક ધરાવતા ભારતમાં ઇંધણની કોઈ કટોકટી નથી એમ જણાવતાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ના અધ્યક્ષ સંજીવ સિંહે કહ્યું હતું કે દેશમાં ત્રણ અઠવાડિયાના લોકડાઊંનની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ નો જથ્થો તેના કરતા વધુ લાંબો સમય ચાલે એમ છે. જે દિવસે દેશમાં ૨૧ દિવસના લોકડાઉન ની જાહેરાત કરવામાં આવી હતી તે જ દિવસે તેમના પિતાનું મૃત્યુ થયું હોવા છતાં દેશના તમામ વિસ્તારમાં ઇંધણની અછત ન સર્જાય અને લોકો ગભરાટના માર્યા બુકિંગ ન કરાવે તેની ખાતરી કરવા તેમણે વિતરણની કામગીરી પર દેખરેખ રાખવાનું ચાલુ રાખ્યું છે. એપ્રિલ મહિના તેમ જ ત્યાર બાદ પણ લોકોને ઇંધણ નો અખંડ પુરવઠો મળતો રહે તે માટેની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે, એમ તેમને કહ્યું હતું. ઇંધણના મોટા સંગ્રહસ્થાન તેમ જ રાંધણ ગેસ એજન્સી ઓ, પેટ્રોલ પંપ, સામાન્ય રીતે જ ચાલી રહ્યા છે અને દેશમાં ઇંધણની કોઈ કટોકટી નથી, એમ તેમણે કહ્યું હતું.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :