રમત જગત Archives - Page 31 of 45 - CIA Live

November 13, 2019
Sri_Lanka_Cricket_logo.png
1min5310

શ્રીલંકાએ ફિક્સિંગથી જોડાયેલા મામલાઓને અપરાધની શ્રેણીમાં લાવવાવાળો પહેલો દક્ષિણ એશિયાઇ દેશ બની ગયો છે. શ્રીલંકાની સંસદે’ ‘ખેલ સંબંધિત અપરાધોનો અટકાવ’થી જોડાયેલા એક ખરડાને પાસ કરી દીધો છે. આ ખરડો પાસ થયા બાદ શ્રીલંકામાં મેચ ફિકસીંગને અપરાધ માનવામાં આવશે.

મેચ ફિકસીંગ અને ભ્રષ્ટાચારથી જોડાયેલો આ નવો કાયદો દરેક રમત પર લાગુ થશે. એવું માનવામાં આવે છે કે, હાલમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)ની એન્ટિકરપ્શન યુનિટ (એસીયુ) દ્વારા શ્રીલંકામાં મેચ ફિકસીંગથી જોડાયેલા મામલાની તપાસ કરવામાં આવી હતી.

આ તપાસનાં કારણે જ આ ખરડાનો મુસદો તૈયાર કરવામાં આવ્યો હતો.
એક ક્રિકેટ વેબસાઇટનાં હેવાલ મુજબ આ કાયદા અંતર્ગત જોઇ કોઇ વ્યક્તિ રમતમાં ભ્રષ્ટાચારનો દોષી ગણવામાં આવે છે તો તેને દસ વર્ષ સુધીની સજા થઇ શકે છે.

November 10, 2019
CIA_shikhar_dhavan_with_indian_pilot.jpg
1min5490

નાગપુરમાં 9/11/2019 ભારતીય હવાઈ દળની સૂર્યકિરણ ઍરોબૅટિંગ ટીમ સાથે ભારતના ક્રિકેટરો (ઉપર, રિષભ પંત તથા મનીષ પાન્ડે તેમ જ ડાબે, શિખર ધવન). હેડ-કોચ રવિ શાસ્ત્રીએ પણ પાઇલટો સાથે થોડો સમય વીતાવ્યો હતો. આ પાઇલટો ‘ઍર ફેસ્ટ ૨૦૧૯’માં ભાગ લેવા નાગપુર આવ્યા છે.

November 7, 2019
indiavsbangla.jpg
1min5290

રાજકોટમાં આજરોજ તા.7મી નવેમ્બર 2019ના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-20 મેચોની શ્રેણીની બીજી મેચ રમાશે. એક તરફ વરસાદનું વિધ્ન આવ્યું છે, અને બીજી તરફ ભારત આ મેચ માટે દબાવમાં છે.ૉ

રાજકોટમાં મહા વાવાઝોડાની ઇફેક્ટસને લીધે બુધવારે રાત્રે વરસાદ પડતા ગ્રાઉન્ડમાં પાણી ભરાય જવા પામ્યા છે. રોહિત શર્માનાં નેતૃત્વમાં ભારતીય ટીમે પ્રથમ ટ્વેન્ટી મેચ દિલ્હી ખાતે ગુમાવી દીધા બાદ ભારતીય ચાહકો તરફથી ટીમ પર ભારે દબાણ છે.

બાંગ્લાદેશ સામે ભારતે અગાઉ ક્યારેય કોઇ મેચ ગુમાવી ન હતી. જો કે દિલ્હીની મેચ હારી જતા હવે ટીમ ઇન્ડિયા પર ભારે દબાણ છે. રાજકોટમાં સ્થાનિક ચાહકો રોહિત શર્મા સહિત તમામ સ્ટાર ખેલાડીઓ પાસેથી ધરખમ દેખાવની અપેક્ષા રાખી રહ્યા છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચને લઇને કરોડો ક્રિકેટ ચાહકો ભારે ઉત્સુક છે. આ વખતે ટીમ ઇન્ડિયાના નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. તે ટ્વેન્ટી શ્રેણીમાં રમનાર નથી.’ તેની જગ્યાએ રોહિત શર્મા જ કેપ્ટન તરીકે મેદાનમાં છે. કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્મા પર બાટિંગની સાથે સાથે કેપ્ટન તરીકેની પણ જવાબદારી રહેલી છે. સાથે સાથે તે હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. આફ્રિકા સામે તાજેતરમાં જ રમાયેલી શ્રેણીમાં તેનો દેખાવ જોરદાર રહ્યો હતો. બીજી બાજુ પીચને લઇને ટીમ ઇન્ડિયા ખુશ દેખાઈ રહી છે. ટીમ ઇન્ડિયાના કોચ અને ખેલાડી રાજકોટ સ્ટેડિયમની પીચને લઇને સંતુષ્ટ છે. તમામ લોકો જાણે છે, વિતેલાં વર્ષોમાં અહીંની વિકેટ ઉછાળનાં કારણે હંમેશાં ચર્ચામાં રહી છે. બોલ બાટિંગ કરનાર બેટ્સમેનોને હેરાન કરનાર તરીકે હોય છે. મેચનું પ્રસારણ સાંજે સાત વાગ્યાથી થશે.

November 3, 2019
indiavsbangla.jpg
1min5210

ટીમ ઇન્ડિયા આજે તા.3 નવેમ્બર 2019ને રવિવારે સાંજે નવી દિલ્હી સ્થિત ફિરોજશા કોટલા ગ્રાઉન્ડ ખાતે બાંગલાદેશ સામે પહેલી ટી-20 મેચમાં ટકરાશે, મેચ માચે ભારતે યુવા ખેલાડીઓ ટી-20 વર્લ્ડકપ પૂર્વે ટીમમાં સ્થાન આપ્યું છે.

દિવાળી બાદ દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ જોખમી સ્તરે પહોંચી ગયું છે ત્યારે જ અહીં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચના આયોજને સવાલ સર્જ્યા છે. બી.સી.સી.આઇ.એ છેલ્લી ઘડીએ અન્યત્ર આયોજનનો ઇન્કાર કરી દીધો હતો.

વિરાટ કોહલીની ગેરહાજરીમાં જેને કપ્તાની સોંપાઇ છે એ રોહિત શર્માને નેટ પ્રેક્ટિસ દરમ્યાન સાથળમાં દડો વાગી ગયો હતો પણ તેની ઇજા ગંભીર નથી. ટીમ ઇન્ડિયા ફેવરિટ તરીકે ઊતરશે. આગામી વરસે ઓસ્ટ્રેલિયામાં આયોજિત ટી-20 વર્લ્ડકપ પૂર્વે ટીમ ઇન્ડિયાએ 20 જ મેચ રમવાની છે ત્યારે ભારતીય ટીમ યોગ્ય સંયોજન મેળવી લેવા માટે પ્રયત્નશીલ છે.

ભારતે આ સિરીઝ માટે અનેક યુવાઓનો સમાવેશ કર્યો છે ત્યારે મુંબઇનો ઓલરાઉન્ડર શિવમ દુબે, મુંબઇનો જ શાર્દૂલ ઠાકુર અને રાજસ્થાનના દીપક ચહર જેવા ખેલાડીઓ તક ઝડપી લેવા આતુર છે. સ્પિનર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર પણ મોકો મળ્યે પ્રતિભા બતાવવા મથશે.

October 30, 2019
sakib.jpg
1min5060

બંગલાદેશના ટેસ્ટ અને ટી-૨૦ મેચોની ટીમના કેપ્ટન શકિબ અલ હસનને ક્રિકેટના ભ્રષ્ટાચાર (ફિક્સિગં)ના સંબંધમાં આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ) સહિત તેનો ત્રણ વાર સંપર્ક સાધવામાં આવ્યા પછી તે વાતની સત્તાવાળાઓને જાણ ન કરવા માટે આઈ. સી. સી. (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા બે વર્ષ માટે મંગળવારે સસ્પેન્ડ કરાયો હતો અને આ કારણે તેને રાષ્ટ્રની ટીમના ભારત ખાતેના પ્રવાસમાંથી બાકાત કરી દેવામાં આવ્યો છે.

બંગલાદેશની ટીમ ૩જી નવેમ્બરથી ભારતમાં ત્રણ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ અને બે ટેસ્ટનો પ્રવાસ-કાર્યક્રમ શરૂ કરનાર છે.

૩૨ વર્ષના શકિબને પ્રવાસની તૈયારીમાં ટીમની પ્રેક્ટિસથી પણ આઈ. સી. સી.ના આદેશને અનુસરી દૂર રખાયો હતો.

“મને રમતમાંથી બાકાત થઈ જવામાં ઘણું દુ:ખ થઈ રહ્યું છે, પણ મારી ભૂલ બદલ હું આ સજાને સ્વીકારી રહ્યો છું, એમ આઈ. સી. સી. તરફથી બહાર પાડવામાં આવેલ પ્રસાર માધ્યમો માટેની યાદીમાં શકિબે કહ્યું હતું.

શકિબ આવતા વર્ષે આઈ. પી. એલ.માં અને ૨૦૨૦માં ઑસ્ટ્રેલિયામાં ૧૮મી ઑક્ટોબરથી ૧૫મી નવેમ્બર સુધી યોજાનાર ટી-૨૦ વર્લ્ડ કપમાં પણ નહીં રમી શકે.

બે વર્ષ અગાઉ એક સંભવિત ભારતીય બુકીએ શકિબનો આંતરરાષ્ટ્રીય મેચ પૂર્વે ઓફર આપી સંપર્ક સાધ્યો હતો જે વાતની તેણે આઈ. સી. સી.ના ભ્રષ્ટાચાર વિરોધી ખાતાને જાણ ન કરી હતી.

શકિબનો પ્રતિબંધ બંગલાદેશ ક્રિકેટ બૉર્ડ (બી. સી. બી.)ની પ્રવાસ પહેલાની સમસ્યાઓમાં વધારો કરશે.

તેની ગેરહાજરીમાં ટીમનો સૌથી વરિષ્ઠ ખેલાડી મુશફિકર રહીમ ટેસ્ટ મેચોમાં સુકાન સંભાળશે અને વન-ડે મેચોમાં મહમુદુલ્લાહ રિયાઢ અથવા મોસાદેક હુસેનને નેતૃત્વ અપાશે.

શકિબની આગેવાનીમાં બંગલાદેશના ખેલાડીઓએ તાજેતરમાં હડતાળ પાડી હતી, પણ બી. સી. બી.એ વધુ નાણાંની ચુકવણી સહિત તેઓની માગણી સ્વીકારી લેતા તે પાછી ખેંચી લેવામાં આવી હતી.

શકિબે ત્રણ ફૉર્મેટની ક્રિકેટમાં કુલ ૧૧,૦૦૦થી વધુ રન કર્યા છે અને ૫૦૦થી વધુ વિકેટ લીધી છે.

October 28, 2019
warner.jpg
1min4560

ડેવિડ વોર્નરે તેની બૅટિંગ કાબેલિયતના ફરી પુરાવા આપતા ટ્વેન્ટી-૨૦ ક્રિકેટમાં પોતાની પ્રથમ સદી ફટકારી ઑસ્ટ્રેલિયાની ટીમને રવિવારે અહીં શ્રેણીની પહેલી મેચમાં શ્રીલંકા સામે ૧૩૪ રનથી વિજય અપાવ્યો હતો.

ઑસ્ટ્રેલિયાનો ૧૩૪ રનનો વિજયી-માર્જિન અત્યાર સુધી એણે જીતેલી તમામ ટી-ટ્વેન્ટી મૅચોમાં સર્વોચ્ચ છે. અગાઉ ૧૦૦ રન એનો સર્વોત્તમ માર્જિન હતો જે ૨૦૧૮માં હરારેમાં ઝિમ્બાબ્વે સામે નોંધાયો હતો.

મેન ઑફ ધ મેચ જાહેર કરાયેલ વોર્નરે તેની વર્ષગાંઠની ઉજવણીમાં અણનમ ૧૦૦ રન કરી ઑસ્ટ્રેલિયાને બે વિકેટે ૨૩૩ રનના જુમલે પહોંચાડ્યું હતું જેમાં તેણે કેપ્ટન એરોન ફિન્ચ તથા ગ્લેન મેક્સવેલ જોડે સદીની બે ભાગીદારી પણ નોંધાવી હતી.

શ્રીલંકાની ટીમ ૨૦ ઓવરમાં નવ વિકેટે ફક્ત ૯૯ રન કરી શકી હતી જેમાં લેગ-સ્પિનર એડમ ઝમ્પાએ ૧૪ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

ઈંગ્લેન્ડ સામેની છેલ્લી એશિઝ સિરીઝ તથા રાષ્ટ્રીય સર્કિટની નવી ક્રિકેટ મોસમમાં નબળા દેખાવ બાદ વોર્નરે ૫૬ બોલમાં ચાર છગ્ગા અને ૧૦ ચોક્કા સાથે પોતાની સદી નોંધાવી હતી.

ડાબોડી ઓપનિંગ બેટ્સમેન વોર્નરે ઑસ્ટ્રેલિયાએ એશિઝ જાળવી રાખેલ છેલ્લી શ્રેણીમાં પોતાના દસ દાવમાં કુલ માત્ર ૯૫ રન કર્યા હતા, પણ રવિવારે અહીં તેણે શ્રીલંકાના બૉલરોને ઝૂડી કાઢયા હતા, જેમાં કાસુન રજિતા તેની ચાર ઓવરમાં ૭૫ રન આપી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ ખર્ચાળ બન્યો હતો.

શ્રીલંકાના દાવમાં પેટ કમીન્સે દાનુશ્કા ગુનાથિલાકા (૧૧) અને ભાનુકા રાજાપક્સા (૨)ને ઉપરાઉપરી બોલમાં આઉટ કર્યા હતા અને દાસુન શાનાકાએ ૧૭ રનનો સર્વોત્તમ બૅટિંગ દેખાવ કર્યો હતો. કેપ્ટન મલિન્ગા ૧૩ રન કરી અણનમ રહ્યો હતો. ઑસ્ટ્રેલિયાના ફિન્ચે ૩૬ બોલમાં ત્રણ છગ્ગા અને આઠ ચોક્કા સહિત ૬૪ રન કર્યા હતા અને વોર્નર જોડે પહેલી વિકેટે ૧૨૨ રનની ભાગીદારી નોંધાવી હતી.

મેક્સવેલે ૨૮ બોલમાં ફટકાબાજીભર્યા ૬૨ રન કર્યા હતા જેમાં ત્રણ છગ્ગા અને સાત ચોક્કાનો સમાવેશ હતો તથા વોર્નર જોડેની ભાગીદારીમાં ૧૦૭ રનનો ઉમેરો કરી દાવની છેવટની ઓવરમાં આઉટ થયો હતો.

૨૦૦૭માં સિડની ખાતે ઈંગ્લેન્ડ સામેની મેચમાં ૨૨૧ રન બાદ ઑસ્ટ્રેલિયાની ટીમનો ઘરઆંગણે ટી-૨૦ ક્રિકેટમાં આ સૌથી મોટો જુમલો બન્યો હતો.

શ્રેણીની અન્ય બે મેચ બ્રિસ્બેન તથા મેલબર્ન ખાતે રમાશે અને ત્યાર પછી, પાકિસ્તાનની ટીમ સિડની, કેનબેરા તથા પર્થ ખાતે ત્રણ મેચની ટી-૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણી રમવા ઑસ્ટ્રેલિયાના પ્રવાસે આવનાર છે.

ઑસ્ટ્રેલિયામાં આવતા વર્ષે ઑક્ટોબરમાં ટી-૨૦ વર્લ્ડ કપ યોજાનાર છે.

ટૂંકો સ્કોર:

ઑસ્ટ્રેલિયા: ૨૦ ઓવરમાં બે વિકેટે ૨૩૩ (એ. ફિન્ચ ૬૪, ડી. વોર્નર ૧૦૦ અણનમ, જી. મેક્સવેલ ૬૨, સેન્ડાકન ૪૧ રનમાં એક, શનાકા ૧૦ રનમાં એક).

શ્રીલંકા: ૨૦ ઓવરમાં નવ વિકેટે ૯૯ (સ્ટાર્ક ૧૮ રનમાં બે, કમીન્સ ૨૭ રનમાં બે, ઝમ્પા ૧૪ રનમાં ત્રણ, એગાર ૧૩ રનમાં એક).

October 24, 2019
bcci_logo.jpg
4min7930

૧ આર. ઇ. ગ્રાન્ટ ગોવન ૧૯૨૮-૧૯૩૩

૨ સર સિકંદર હયાત ખાન ૧૯૩૩-૧૯૩૫

૩ નવાબ હમીદુલ્લા ખાન ૧૯૩૫-૧૯૩૭

૪ મહારાજા કે. એસ. દિગ્વિજયસિંહજી ૧૯૩૭-૧૯૩૮

૫ પી. સુબ્બારાવ ૧૯૩૮-૧૯૪૬

૬ ઍન્થની એસ. ડી’મેલો ૧૯૪૬-૧૯૫૧

૭ જે. સી. મુખરજી ૧૯૫૧-૧૯૫૪

૮ મહારાજકુમાર ઑફ વિઝિયાનગરમ ૧૯૫૪-૧૯૫૬

૯ સરદાર એસ. એસ. મજિઠિયા ૧૯૫૬-૧૯૫૮

૧૦ આર. કે. પટેલ ૧૯૫૮-૧૯૬૦

૧૧ એમ. એ. ચિદમ્બરમ્ ૧૯૬૦-૧૯૬૩

૧૨ મહારાજા એફ. ગાયકવાડ ૧૯૬૩-૧૯૬૬

૧૩ ઝેડ. આર. ઇરાની ૧૯૬૬-૧૯૬૯

૧૪ એ. એન. ઘોષ ૧૯૬૯-૧૯૭૨

૧૫ પી. એમ. રુંગટા ૧૯૭૨-૧૯૭૫

૧૬ રામપ્રકાશ મહેરા ૧૯૭૫-૧૯૭૭

૧૭ એમ. ચિન્નાસ્વામી ૧૯૭૭-૧૯૮૦

૧૮ એસ. કે. વાનખેડે ૧૯૮૦-૧૯૮૨

૧૯ એનકેપી સાળવે ૧૯૮૨-૧૯૮૫

૨૦ એસ. શ્રીરામન ૧૯૮૫-૧૯૮૮

૨૧ બી. એન. દત્ત ૧૯૮૮-૧૯૯૦

૨૨ માધવરાવ સિંધિયા ૧૯૯૦-૧૯૯૩

૨૩ આઇ. એસ. બિન્દ્રા ૧૯૯૩-૧૯૯૬

૨૪ રાજસિંહ ડુંગરપુર ૧૯૯૬-૧૯૯૯

૨૫ એ. સી. મુથૈયા ૧૯૯૯-૨૦૦૧

૨૬ જગમોહન દાલમિયા ૨૦૦૧-૨૦૦૪

૨૭ રણબીરસિંહ મહેન્દ્ર ૨૦૦૪-૨૦૦૫

૨૮ શરદ પવાર ૨૦૦૫-૨૦૦૮

૨૯ શશાંક મનોહર ૨૦૦૮-૨૦૧૧

૩૦ એન. શ્રીનિવાસન ૨૦૧૧-૨૦૧૩

૩૧ જગમોહન દાલમિયા* ૨૦૧૩-૨૦૧૩

૩૨ એન. શ્રીનિવાસન ૨૦૧૩-૨૦૧૪

૩૩ શિવલાલ યાદવ* ૨૦૧૪-૨૦૧૪

૩૪ સુનીલ ગાવસકર* ૨૦૧૪-૨૦૧૪

૩૫ જગમોહન દાલમિયા* ૨૦૧૫-૨૦૧૫

૩૬ શશાંક મનોહર* ૨૦૧૫-૨૦૧૬

૩૭ અનુરાગ ઠાકુર* ૨૦૧૬-૨૦૧૭

૩૮ સી. કે. ખન્ના* ૨૦૧૭-૨૦૧૯

૩૯ સૌરવ ગાંગુલી ૨૦૧૯-વર્તમાન

નોંધ: બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના ૯૨ વર્ષના ઇતિહાસમાં જે પણ પ્રમુખો થઈ ગયા એની યાદીમાં * આ જે નિશાની છે એ તેમની વચગાળાની મુદત માટેની છે. ૨૦૧૫માં દાલમિયા પ્રમુખપદે હતા એ સમયગાળામાં જ અવસાન પામ્યા હતા.

October 23, 2019
Sourav-Ganguly.jpg
1min4950

ભારતનો એક સૌથી સફળ કેપ્ટન સૌરવ ગાંગુલી બી. સી. સી. આઈ. (બૉર્ડ ઑફ ક્ધટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા)ની બુધવારે યોજાનારી વાર્ષિક સામાન્ય સભામાં ૩૯મા પ્રમુખ તરીકે હોદ્દો સ્વીકારશે અને તે સાથે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સી. ઓ. એ. (કમિટી ઑફ એડ્મિનિસ્ટ્રેટર્સ)ની કારોબારી મુદતનો અંત આવશે.

ક્રિકેટ બૉર્ડના પ્રમુખ તરીકે ગાંગુલીની એકમાત્ર ઉમેદવારી છે અને ગૃહ ખાતાના કેન્દ્રીય પ્રધાન અમિત શાહનો પુત્ર જય સચિવ બનશે.

ઉત્તારાખંડના મહિમ વર્મા નવા ઉપ-પ્રમુખ હશે તથા ખજાનચીપદે અરુણ ધુમાલ અને સહ મંત્રી તરીકે કેરળના જયેશ જ્યોર્જ હોદ્દો સંભાળશે. પણ, ગાંગુલીએ નવા બંધારણ મુજબ આવતા વર્ષે જુલાઈના અંત સુધીમાં પોતાનો હોદ્દો છોડી દેવાનો હોવાથી તે ફક્ત નવ મહિના સુધી પ્રમુખ રહેશે. નવા બંધારણ પ્રમાણે સત્તાધીશ તરીકે છ વર્ષ રહ્યા પછી દરેક વ્યક્તિએ હોદ્દો છોડી દેવાનો રહે છે અને તે ત્રણ વર્ષના કૂલિંગ-ઑફ પિરિયડ બાદ ફરી કોઈ હોદ્દે આવી શકે છે.

ગાંગુલી ક્રિકેટ એસોસિયેશન ઑફ બંગાળ (સી. એ. બી.)ના સચિવ અને ત્યાર પછી, પ્રમુખપદે પણ રહ્યો છે.

October 22, 2019
bangla_circket.jpg
1min5830

રાષ્ટ્રની ટીમના કેટલાક ખેલાડી પગારમાં વધારો સહિત તેઓની માગણી સ્વીકારવામાં ન આવે તો ક્રિકેટની કોઈપણ પ્રવૃત્તિમાં ભાગ ન લેવાની કરાયેલી જાહેરાત બાદ બંગલાદેશનો ભારત ખાતેનો આગામી ક્રિકેટ પ્રવાસ જોખમમાં મુકાયો છે.

બહિષ્કારની યોજનાની ટેસ્ટ અને ટી-૨૦ ટીમના કેપ્ટન શકિબ અલ હસન, મહમુદુલ્લાહ અને મુશફિકર રહીમ સહિત રાષ્ટ્રના ટોચના ખેલાડીની અહીં પત્રકાર પરિષદમાં હાજરી સાથે જાહેરાત કરવામાં આવી હતી. લગભગ પચાસ જેટલા ખેલાડી વિરોધમાં હિસ્સો લઈ રહ્યા છે.

૩જી નવેમ્બરથી યોજાનારા પ્રવાસમાં બંગલાદેશની ટીમ ભારતમાં ત્રણ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ અને બે ટેસ્ટ વર્લ્ડ ચૅમ્પિયનશિપના હિસ્સા તરીકે રમનાર છે.

ભારતે આ પગલાંના પ્રત્યુત્તરમાં કહ્યું હતું કે આ બંગલાદેશની આંતરિક સમસ્યા છે. ભારતીય બોર્ડના નવા પ્રમુખ ગાંગુલીએ આશા વ્યક્ત કરી હતી કે ‘મને ખાતરી છે કે બંગલાદેશ આગામી સિરીઝ રદ નહીં કરે.

October 21, 2019
kudo.jpg
2min5570

સૂરતના વિસ્પી ખરાદી અને ટીમ 2 Next to Impossible કૌવત દેખાડી વર્લ્ડ રેકોર્ડ ક્લેમ કરશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

બોલીવુડના સુપ્રસિદ્ધ અક્ષયકુમાર જેને ખૂબ પ્રોત્સાહિત કરી રહ્યા છે એ મિક્ષ માર્શલ આર્ટ તરીકે ઓળખાતા અને જેને સ્કુલ ગેમ્સ લિસ્ટમાં સ્થાન મળ્યું છે એ કુડો ની ઇન્ટરનેશનલ ઇવેન્ટ તા.22મી ઓક્ટોબરથી તા.24મી ઓક્ટોબર દરમિયાન સૂરતમાં યોજાઇ રહી છે. કુડો ઇન્ટરનેશનલ કોમ્પિટીશનમાં તા.24મી ઓક્ટોબરના રોજ અક્ષયકુમાર ખુદ સૂરત આવીને વિજેતાઓને પ્રોત્સાહિત કરશે અને સાથે સમગ્ર વિશ્વનું ધ્યાન સૂરત પર કેન્દ્રીત થાય એવા બે અશક્ય ગણાતા રેકોર્ડઝને સૂરતના મલ્ટી ટેલેન્ટેડ વિસ્પી ખરાદી અને તેમની ટીમ ચેઝ કરીને ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે દાવેદારી નોંધાવશે.

સૂરતમાં તા.22થી 24 ઓક્ટોબર 2019 દરમિયાન યોજાઇ રહેલી 11મી અક્ષયકુમાર કુડો ટુર્નામેન્ટના આયોજન અંગે માહિતી આપવા માટે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કુડો ટુર્નામેન્ટના ફાઉન્ડર મેહુલભાઇ વોરા, સૂરતના મલ્ટી ટેલેન્ટેડ માર્શલ આર્ટ ટ્રેનર વિસ્પી ખરાદી, દારાયસ કુપર સમેત આગેવાનોએ માહિતી આપી હતી. – C.I.A. Live News Web

સૂરતમાં યોજાઇ રહેલી આ મહત્વની કુડો ઇન્ટરનેશનલ કોમ્પિટીશનની વધુ માહિતી આપતા કુડોના ફાઉન્ડર મેહુલ વોરા, વિસ્પી ખરાદી અને દારાયસ કુપરએ જણાવ્યું હતું કે કુડો એ મિક્ષ માર્શલ આર્ટ ગણાય છે અને અક્ષય કુમાર આ માર્શલ આર્ટને ખૂબ અંગત રસ લઇને પ્રોત્સાહિત કરી રહ્યા છે.

સૂરત નસીબવંતુ છે કે અહીં 11મી અક્ષયકુમાર કુડો ટુર્નામેન્ટ તા.22 થી 24 ઓક્ટોબર વચ્ચે આ સુરત શહેરના ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલા ઇન્ડોર સ્ટેડીયમમાં યોજાઇ રહી છે અને ભારતભર ઉપરાંત શ્રીલંકા, ઇન્ડોનેશિયા અને માલદીવથી પણ સ્પર્ધકો સૂરત આવી પહોંચ્યા છે.

જમ્મુ કાશ્મીર સમેત ભારતના 27 રાજ્યોના કુલ 5100થી વધુ સ્પર્ધકો કુડોની આ ઇવેન્ટમાં પોતાનું કૌવત દાખવશે.

કુડો એવો માર્શલ આર્ટ છે કે જે બિલકુલ સરળ અને બિલકુલ વિનામૂલ્યે શાળાકીય બાળકોને શીખવવામાં આવે છે. કેન્દ્ર સરકારે આ માર્શલ આર્ટને સ્કુલ ગેમ્સમાં પણ સ્થાન આપ્યું છે. યુવતિઓને ખાસ કુડો મિક્સ માર્શલ આર્ટથી સેલ્ફ ડિફેન્સ સુધીની ટેકનિક્સ શીખવવામાં આવે છે એમ કુડો ફેડરેશનના ટ્રેઝરર અને મીક્ષ માર્શલ આર્ટ કુડોના ઉચ્ચ ડિગ્રી ધારી બ્લેક બેલ્ટ રેન્સી વિસ્પી ખરાદીએ જણાવ્યું હતું.

બે વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાના પ્રયાસો કરવામાં આવશે

કુડોની ઇવેન્ટની સાથે સાથે ઇન્ડોર સ્ટેડીયમ ખાતે તા.23મી ઓક્ટોબર 2019ની સાંજે બે વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માટે વિસ્પી ખરાદી અને તેમની ટીમ પ્રયાસો કરશે. આ બન્ને એવા કૌવત છે જે બહુ જ જોખમી છે અને માર્શલ આર્ટની દુનિયામાં તેને નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ ગણવામાં આવે છે.

  • મોસ્ટ લેયર્ડ બેડ ઓફ નેઇલ્સ સેન્ડવીચ
  • મોસ્ટ આયર્ન રોડ બેન્ડ વીથ નેક

ઉપરોક્ત બન્ને રેકોર્ડ માટે

  • વિસ્પી ખરાદી
  • દારાયસ કુપર
  • જેકી પટેલ
  • ભાવેશ પાનવાલા
  • રમીઝ વિરાણી
  • અબુ બકર
  • ખુશરુ કડવા
  • જમશેદ ભાઠેના અને
  • મનન પટેલ પણ પોતાનું કૌવત દાખવશે.

વિસ્પી ખરાદીએ જણાવ્યુ હતું કે લોખંડના સળીયાને ગરદનની પાછળના ભાગે બેઝ બનાવીને તેને 90 ડિગ્રીએ વાળવાની આ ઇવેન્ટ હજુ સુધી ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝ માટે એટેમ્પ્ટ થઇ નથી. તેની સાથે લેયર્ડ બેડ ઓફ નેઇલ્સ સેન્ડવીચ પણ એવું કૌવત છે જેમાં શારીરીક ઇજા થવાનું જોખમ છે. આ બન્ને માટે ગિનેસ રેકોર્ડ ક્લેઇમ કરવામાં આવશે. આ રેકોર્ડ પર દેખરેખ રાખવા માટે ખાસ લંડનથી ગિનેસ સંસ્થાની ટીમ સૂરત આવી પહોંચી છે.

ફિલ્મ સ્ટાર અક્ષયકુમાર 24મીએ આવશે

જેના નામ પર જ સમગ્ર ટુર્નામેન્ટ યોજાઇ રહી છે એ 11મી અક્ષયકુમાર કુડો ટુર્નામેન્ટના સમાપન સમારોહ પ્રસંગે ખુદ ફિલ્મસ્ટાર અક્ષયકુમાર સૂરતના ઇન્ડોર સ્ટેડીયમ ખાતે ઉપસ્થિત રહીને સ્પર્ધકો તેમજ વિજેતાઓને પ્રોત્સાહિત કરશે.