CIA ALERT

રમત જગત Archives - Page 23 of 45 - CIA Live

March 8, 2021
IPL_2021.jpg
1min440

આઈપીએલ ૨૦૨૧, ૯ એપ્રિલથી ૩૦ મે દરમિયાન રમાશે અને કોઈપણ ટીમને તેના હૉમ ગ્રાઉન્ડ પર રમવા નહિ મળે એવી જાહેરાત આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલે રવિવાર તા.7મી માર્ચ 2021ના રોજ કરી હતી.

મુંબઇ, અમદાવાદ, બેંગલૂરુ, ચેન્નઈ, દિલ્હી અને કોલકાતા ખાતે મેચો રમાશે

કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હોવા છતાં યજમાન શહેરોની યાદીમાં મુંબઈનો સમાવેશ કરવામાં આવ્યો છે અને પ્રારંભિક તબક્કામાં ટુર્નામેન્ટની મૅચ બંધબારણે એટલે કે પ્રેક્ષકો વિના રમાશે.પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવો કે નહીં એ અંગેનો નિર્ણય ટુર્નામેન્ટના પછીના તબક્કામાં લેવામાં આવશે.

આઈપીએલના અન્ય યજમાન શહેરોમાં મુંબઇ, અમદાવાદ, બેંગલૂરુ, ચેન્નઈ, દિલ્હી અને કોલકાતાનો સમાવેશ થાય છે.

૩૦ મેએ અમદાવાદસ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલની ફાઈનલ યોજાશે. પ્લૅ ઑફ પણ ન.મો. સ્ટેડિયમ ખાતે જ યોજાશે. રવિવારે બીસીસીઆઈએ ૬, મે સુધીનું ચાર અઠવાડિયાનું સમયપત્રક બહાર પાડ્યું હતું. આ સમયગાળા દરમિયાન આઈપીએલની ૩૩ મૅચ રમાશે. જોકે, આ જ સમયગાળા દરમિયાન બંગાળ વિધાનસભાની ચૂંટણી આઠ તબક્કામાં યોજાવાની હોવાને કારણે કોલકાતાને એકપણ મૅચ ફાળવવામાં નથી આવી.

લીગ તબક્કામાં દરેક ટીમ ચાર સ્થળે રમશે.

૫૬ લીગ મૅચમાંથી ચેન્નઈ, મુંબઈ, કોલકાતા અને બેંગલૂરુ પ્રત્યેકમાં ૧૦ મૅચ તો દિલ્હી અને અમદાવાદ પ્રત્યેકમાં આઠ મૅચ રમાશે.

આ આઈપીએલની વિશેષ વાત એ છે કે તમામ મૅચ તટસ્થ સ્થળે રમાશે. કોઈપણ ટીમ હૉમ ગ્રાઉન્ડ પર નહિ રમે. લીગ તબક્કામાં તમામ ટીમ છ સ્થળમાંથી ચાર સ્થળે રમશે, એમ આઈપીએલ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

આઈપીએલની બપોરની મૅચ ૩:૩૦ વાગે અને સાંજની મૅચ ૭:૩૦ વાગે શરૂ થશે.

કોરોનાની મહામારીને કારણે ગયા વર્ષની આઈપીએલ યુએઈમાં રમાઈ હતી, પરંતુ ત્યાર બાદ ભારતમાં કોરોનાની સ્થિતિમાં અસાધારણ સુધારો થયેલો જોવા મળ્યો હતો.

February 24, 2021
QT-Motera.jpg
1min374

દુનિયાના સૌથી મોટા અને અદ્યતન ક્રિકેટ સંકુલ સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમ (મોટેરા) ખાતે 24/2/21 બુધવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગુલાબી દડાથી ડે-નાઇટ મુકાબલો શરૂ થશે. ત્યારે મોટેરાની નવી-નવેલી પિચ પર ત્રીજા ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમને સંકટમાં મુકવા માટે ટીમ ઇન્ડિયાએ ગુલાબી દડાના પાછલા ભયાવહ દેખાવને ભૂલીને ઉચિત પ્રદર્શન કરવું પડશે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન પહેલા ડે-નાઇટ ટેસ્ટમાં ભારતનો 36 રનમાં ધબડકો સર્જાયો હતો. આ હાર કેપ્ટન કોહલી અને ટીમને કયાંક ને કયાંક ખટકી રહી હશે. આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં પહોંચવા માટે પણ આ મેચ બન્ને ટીમ માટે કરો યા મરો સમાન જેવો છે.

24/2/21 ભારતનો અનુભવી ઝડપી બોલર ઇશાંત શર્મા મોટરાના મેદાન પર તેનો 100મો ટેસ્ટ મેચ રમવા ઉતરશે અને કપિલ દેવ બાદ આ ઉપલબ્ધિ હાંસલ કરનારો બીજો ભારતીય ઝડપી બોલર બની જશે. ઇશાંતની ઇલેવનમાં પંસદગી હાલ નિશ્ચિત માનવામાં આવે છે. તેની સાથે લોકલ બોય જસપ્રિત બુમરાહ હશે. જ્યારે ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાઝ વચ્ચે કિંગ-ક્રોસ જેવી સ્થિતિ છે.

સરદાર પટેલ સ્ટેડિયમનું નવિનીકરણ થયું છે. તે હવે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની ગયું છે. જો કે અહીં લાંબા સમય બાદ ટેસ્ટ મેચ રમાઇ રહ્યો છે. આથી ટીમ ઇન્ડિયા પર સાવધાની સાથે મેદાને પડશે. ભારતીય ટીમ ઇચ્છશે કે અહીંનો ટ્રેક સંપૂર્ણ ઝડપી બોલરોને મદદ આપે તેવો નહીં, પણ સ્પિનરોને પણ મદદ મળે તેવો હોય, જેથી શ્રેણીમાં 2-1ની સરસાઇ મેળવી શકે. પરંતુ મોટેરાની નવી પિચનો વ્યવહાર કેવો હશે તે સમય જ કહેશે. રોહિત શર્મા પિચને લઇને તેનો મત સ્પષ્ટ કરી ચૂકયો છે. તેણે કહ્યંy હતું કે અમે એવી પિચ ઇચ્છીએ છીએ કે જેમાંથી અશ્વિન અને અક્ષર જેવા બોલરોને મદદ મળે.’ ઠીક એવી રીતે જે રીતે ઇંગ્લીશ કપ્તાન જો રૂટ હેડિંગ્લે કે ઓલ્ડ ટ્રેફર્ડમાં ઘાસવાળી પિચને પ્રાથમિકતા આપે છે.

જો કે કેટલાક એવા સવાલ છે જે બન્ને ટીમે શોધવા પડશે. ડે-નાઇટ ટેસ્ટ અને પિન્ક બોલને લીધે સંધ્યાટાણે બન્ને ટીમના બેટધરોની કસોટી થશે. ઇંગ્લેન્ડના અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસનનું માનવું છે કે આ દરમિયાન પિન્ક બોલ વધુ સ્વિંગ થાય છે. મેચ બપોરે 2-30થી શરૂ થવાનો છે. આથી અંતિમ સત્રમાં ઝાકળની ભૂમિકા પણ મહત્વની બની રહેશે. એ સમયે સ્પિનરો માટે બોલ પર ગ્રીપ બનાવવી મુશ્કેલ બનશે. આ મુદા પર ઇશાંત શર્માએ સ્વીકાર્યું છે કે આ મેચ ડે-નાઇટમાં રમવાનો છે અને નવી પિચ હશે. એટલે અમે પણ જાણતા નથી કે કેમ પાર પાડશું. જો કે ઇંગ્લેન્ડની ટીમનું માનવું છે કે મોટારાની નવી પિચ પાછલા મેચમાં જેવી ચેપોકની પિચ હતી તેવી જ હશે.

ડે-નાઇટ ટેસ્ટમાં ભારતીય સુકાની વિરાટ કોહલી પર તમામની નજર રહેશે. તેણે ભારતમાં રમાયેલા ગુલાબી દડાના ટેસ્ટમાં સદી કરી હતી. તે પાછલા એક વર્ષથી સદી કરી શકયો નથી. આથી અમદાવાદમાં તેના બેટમાંથી સદીની મોટી ઇનિંગ નીકળે તેવું ચાહકો ઇચ્છી રહ્યા છે. ભારતની બેટિંગ લાઇનઅપ મજબૂત છે. જેમાં ફેરફારને અવકાશ નથી. ઇંગ્લેન્ડની ટીમમાં જોની બેયરસ્ટોને તક નિશ્ચિત માનવામાં આવે છે. આ ઉપરાંત ક્રાઉલીનો પણ સમાવેશ થઇ શકે છે. એન્ડરસન અને આર્ચર વાપસી કરશે.

ભારતીય ક્રિકેટની અનેક ઉપલબ્ધિઓનું અમદાવાદ સાક્ષી
અમદાવાદ ભારતીય ક્રિકેટની ઘણી ઉપલબ્ધિઓનું સાક્ષી રહી ચૂકયું છે. મહાન સુનિલ ગવાસ્કરે અહીં જ તેના 10000 ટેસ્ટ રન પૂરા કર્યાં હતા. કપિલ દેવે અહીં 83 રનમાં 9 વિકેટ લઇને તેનું સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યોં હતો. બાદમાં રિચર્ડ હેડલીનો સર્વાધિક વિકેટનો રેકોર્ડ પણ કપિલે અમદાવાદમાં જ તોડયો હતો. સચિન તેંડુલકરે તેની પહેલી બેવડી સદી અહીં જ ફટકારી હતી, તો રવિચંદ્રન અશ્વિન પાસે અહીં તેની 400 ટેસ્ટ વિકેટ પૂરી કરવાની તક છે. આ માટે તેને 6 વિકેટની જરૂર છે.

February 16, 2021
indiavseng.jpg
1min447
Image result for india vs england

ભારતીય ટીમે ચેન્નઈમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ પર ઐતિહાસિક જીત મેળવી છે. પહેલી ટેસ્ટમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાએ કમબેક કરતા ચેપોકમાં રમાયેલી બીજી મેંચમાં ઈંગ્લેન્ડને 317 રનના અંતરથી હરાવ્યું. રનની દ્રષ્ટિએ ઈંગ્લેન્ડ પર ભારતની આ સૌથી મોટી જીત છે. 482 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગ્સમાં માત્ર 164 રનોમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન માત્ર કેપ્ટન જો રૂટ અને મોઈન અલી જ ફાઈટ આપી શક્યા હતા.

ભારત તરફથી બીજી ઈનિંગ્સમાં અક્ષર પટેલે પાંચ, રવિચંદ્રન અશ્વિને ત્રણ અને કુલદીપ યાદવે બે વિકેટ લીધી હતી. ભારતીય ટીમની જીતના હીરો રહેલા અશ્વિને મેચમાં 8 વિકેટ લીધી હતી અને બીજી ઈનિંગ્સમાં સદી પણ ફટકારી હતી.ભારતીય ટીમે ચેન્નઈમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ પર ઐતિહાસિક જીત મેળવી છે.

પહેલી ટેસ્ટમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાએ કમબેક કરતા ચેપોકમાં રમાયેલી બીજી મેંચમાં ઈંગ્લેન્ડને 317 રનના અંતરથી હરાવ્યું. રનની દ્રષ્ટિએ ઈંગ્લેન્ડ પર ભારતની આ સૌથી મોટી જીત છે. 482 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગ્સમાં માત્ર 164 રનોમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન માત્ર કેપ્ટન જો રૂટ અને મોઈન અલી જ ફાઈટ આપી શક્યા હતા. ભારત તરફથી બીજી ઈનિંગ્સમાં અક્ષર પટેલે પાંચ, રવિચંદ્રન અશ્વિને ત્રણ અને કુલદીપ યાદવે બે વિકેટ લીધી હતી. ભારતીય ટીમની જીતના હીરો રહેલા અશ્વિને મેચમાં 8 વિકેટ લીધી હતી અને બીજી ઈનિંગ્સમાં સદી પણ ફટકારી હતી.

આ પહેલા મેચના ચોથા દિવસની શરૂઆત ઈંગ્લેન્ડ માટે ખૂબ જ ખરાબ રહી હતી. ઈંગ્લેન્ડે 52 રને 3 વિકેટથી આગળ રમવાનું શરૂ કર્યું અને પહેલા સેશનમાં 63 રન થયા બાદ વિકેટ ગુમાવી દીધી. આ પહેલા જો રૂટ પણ લંચ પહેલા આઉટ થઈ જાત પરંતુ મોહમ્મદ સરાજે કુલદીપની ઓવરમાં સરળ કેચ છોડી દીધો. આ પહેલા અશ્વિને ડેનિયલ લોરેન્સને પવેલિયન મોકલ્યો. રિષભ પંતે તેને ચપળતાથી સ્ટમ્પ આઉટ કરી દીધો હતો. અશ્વિને ટેસ્ટમાં 10મી વખત બેન સ્ટોક્સને પોતાનો શિકાર બનાવ્યો હતો. ભારતીય સ્પિનર્સો તરખાટ મચાવતા તમામ અંગ્રેજ બેટ્સમેનોને પેવેલિયનમાં પાછા મોકલ્યા હતા.

રવિચંદ્રન અશ્વિને મેચમાં ઓલરાઉન્ડર પ્રદર્શન કરતા સદી ફટકારવા સાથે 8 વિકેટ પણ ઝડપી હતી. જેના કારણે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ પહેલા ભારતની પહેલી ઈનિંગ્સમાં રોહિત શર્માએ પણ 161 રનની મહત્વપૂર્ણ ઈનિંગ્સ રમી હતી.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ હવે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાવાની છે. ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવા માટે આ બે માંથી એક ટેસ્ટ જીતવી જરૂરી છે, સાથે જ ઈંગ્લેન્ડ એક પણ ટેસ્ટ ન જીતે તે પણ ધ્યાનમાં રાખવું પડશે.

February 7, 2021
CIA_Live_Logo_New2.jpg
1min587

કોવીડ ગાઇલાઇન્સના ધજાગરા ઉડ્યા, તમામ તંત્રો ચૂપ  ઉમેદવારો પોતાના ચહેરા મતદારોને બતાવવા માસ્ક વગર ફર્યા

કોવીડ ગાઇડલાઇન્સના પૂરેપૂરા ધજાગરા, ટોળાશાહી વચ્ચે આજે સવારે 9 કલાકથી સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનની મેનેજિંગ કમિટીના 21 સભ્યોની ચૂંટણીનું મતદાન શરૂ થયું હતું. બપોરે 4 કલાકે પૂર્ણ થયેલા મતદાન બાદ કુલ 4217 મતદારો પૈકી 71 ટકા એટલે કે 2996 જેટલા મતદારોએ મતદાન કર્યું હોવાનું ઉમેદવારોએ જણાવ્યું હતું. આ વખતનું મતદાન રેકોર્ડ બ્રેક મતદાન છે અને સૌથી આશ્ચર્યની વાત એ છે કે સેંકડો સભ્યો એવા છે જેમની પાસે દાયકાઓથી મેમ્બરશીપ છે પણ તેમણે પહેલી વખત મતદાનમાં ભાગ લીધો હતો.

સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનને પારિવારીક જાગીર સમજતા કનૈયાલાલ કોન્ટ્રાક્ટર એન્ડ ફેમિલીએ સ્ટેડીયમ પેનલ કે જેમાં પૂરા 21 ઉમેદવારો પણ ન હતા તેનાથી ચૂંટણી લડી રહ્યા છે જ્યારે તેમની સામે પરિવર્તન પેનલે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું.

સવારે 9 વાગ્યાથી જ ઉત્સાહભેર શરૂ થયેલા મતદાનમાં દરેક મતદારે વેલીડ વોટિંગ માટે 21 વોટ આપવા ફરજિયાત હોવાથી મતદાન મંદ ગતિએ ચાલી રહ્યું હતું. 21-21 વોટ દરેક મતદારે બોલપેનથી ટીક કરીને આપવાના હોઇ, મતદાનમાં ભારે વાર લાગતી હતી. બીજી તરફ વોટિંગ માટે મતદાતાઓ વધતા લાંબી કતારો લાગવા માંડી હતી. એક મતદારને મતદાન કરીને બહાર આવતા અડધો અડધો કલાક લાગી જતો હતો એટલી લાંબી કતાર જોવા મળી હતી. જોકે આ વખતનું મતદાન વિક્રમી મતદાન છે અને પહેલી વખત મત આપવા આવેલા મેમ્બરોની સંખ્યા પણ સેંકડોની સંખ્યામાં જણાય આવે છે.

મોટા પાયે ક્રોસ વોટિંગ

SDCAની ચૂંટણીના મતદાનમાં મોટા પાયે ક્રોસવોટિંગ થયું હોવાના અહેવાલો મતદાન મથકેથી મળી રહ્યા હતા. છેલ્લા બે દિવસ દરમિયાન ઉમેદવારોએ પેનલ કરતા પોતાનો પ્રચાર વધુ કર્યો હતો. ખાસ કરીને સ્ટેડીયમ પેનલના ઉમેદવારોએ પેનલ નહીં જીતે તેવી પરિસ્થિતિ પારખીને પોતાના માટે મતો માગવાનું શરૂ કરી દીધું હતું. આજે મતદાનની પેટર્ન પણ એ જ પ્રમાણે જોવા મળી હતી. મતદારોએ આખી પેનલને વોટ આપવાની જગ્યાએ બન્ને પેનલના પોતાના માનીતા, જાણીતાઓને મત આપીને 21 મતોનું દાન કર્યું હતું.

SDCAને પોતાની પારિવારીક જાગીર સમજતા કોન્ટ્રાક્ટર બંધુઓએ પોતાની સીટ વધારવા ઠરાવ કર્યો પણ મહિલા વર્ગને એકેય સીટ ફાળવી નથી

લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમની જગ્યાની માલિકી પારિવારીક હોવાના નાતે દાતા તરીકે સ્ટેડીયમ અને સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનને પોતાની પારિવારીક જાગીર સમજતા કનૈયાલાલ કોન્ટ્રાક્ટર અને તેમના ભાઇ હેમંત કોન્ટ્રાક્ટરે દાતાઓને બે સીટમાંથી ત્રણ કરી દીધી, અન્ય એક દાતાને પણ સીટ અપાવી પણ મહિલાઓને એક બેઠકનું પણ પ્રતિનિધિત્વ આપ્યું નહીં. પોતાના સ્વાર્થના ઠરાવો એજીએમમાં પાસ કરાવનાર કોન્ટ્રાકટર બંધુઓને સુરત ભાજપાના નેતાઓનું પૂરેપૂરું પીઠબળ સાંપડી રહ્યું છે. અત્રે એ ખાસ નોંધવું જોઇએ કે ભાજપા મહિલા પ્રતિનિધિત્વનું ચૂસ્ત સમર્થન કરતી પાર્ટી છે. એટલું જ નહીં જીસીએ અને બીસીસીઆઇમાં પણ મહિલાઓને યોગ્ય પ્રમાણમાં પ્રતિનિધિત્વ અપાય રહ્યું છે ફક્ત સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનમાં હજુ સુધી મહિલાને રિઝર્વ સીટ આપવાની વાત તો દૂર રહી પણ ઉમેદવારી કરવાની તક પણ અપાતી નથી.

સ્ટેડીયમ કે પરિવર્તન બન્નેમાંથી એકેય પેનલે એકપણ મહિલાને ઉમેદવારીની તક ન આપી

આ ચૂંટણીની સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે સુરત ડિસ્ટ્રીક્ટ કક્ષાની આ સંસ્થામાં મહિલા માટે એક પણ પ્રતિનિધિત્વ એટલે કે એક પણ રિઝર્વ સીટ નથી, મહિલાઓનું જાણે ક્રિકેટમાં કશું કામ નથી એ રીતે ઝીરો પ્રતિનિધિત્વ, અને તેનાથી મોટી કમનસીબ બાબત એ છે કે 21 બેઠકો જેટલા ઉમેદવાર ઉભા નહીં કરી શકેલા કોન્ટ્રાક્ટર બંધુઓની સ્ટેડીયમ પેનલે એક પણ મહિલા સભ્યને ઉમેદવાર માટે લાયક ગણી નહી અને એક પણ મહિલાને ઉમેદવાર બનાવી નહીં. સામે પક્ષે પરિવર્તન પેનલે પણ 21 ઉમેદવારો ઉભા રાખ્યા પણ તેમાં એકેય મહિલાને પ્રતિનિધિત્વ કે ઉમેદવારીની તક આપી નહીં. આમ, મહિલાઓના ઝીરો પ્રતિનિધિત્વવાળી સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનની ચૂંટણીમાં શ્રીમંતોએ મતદાન માટે કતારો લગાડી દીધી હતી. પહેલી વખત ચૂંટણીમાં જંગી 60 ટકા જેટલું જંગી મતદાન થયું હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.

February 6, 2021
joeroot.jpg
1min398

ભારત વિરુદ્ધ ચેન્નઈ ટેસ્ટના પહેલા દિવસે પોતાની 100મી ટેસ્ટ રહેલા ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે સદી સાથે શરૂઆત કરી હતી. પહેલા દિવસે 128 રન બનાવીને અણનમ રહેનારા રૂટે બીજા દિવસે રમત આગળ વધારતા 341 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી લીધી. આ સાથે જ જો રૂટે 100મી ટેસ્ટમાં બેવડી સદી ફટકારીને આ કારનામું કરનારો દુનિયાનો પહેલો બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા અન્ય કોઈ ખેલાડી આમ કરી શક્યો નથી.

રૂટે પોતાની ઈનિંગ્સમાં 143મી ઓવરના ત્રીજા બોલે રવિચંદ્રન અશ્વિનના બોલ પર શાનદાર છગ્ગો મારીને બેવડી સદી પૂરી કરી હતી. આ તેના કરિયરની પાંચમી અને કેપ્ટન તરીકે બીજી બેવડી સદી છે. પાછલી ત્રણ મેચોમાં રૂટે બીજી વખતે 200 રનના આંકડાને પાર કર્યો છે. ભારત વિરુદ્ધ રૂટની આ પહેલી બેવડી સદી છે.

રૂટ સતત ત્રણ મેચોમાં 150થી વધારે રન બનાવીને સર ડોન બ્રેડમેન બાદ દુનિયાનો બીજો કેપ્ટન બની ગયો છે. ડોન બ્રેડમેને વર્ષ 1937માં કેપ્ટન તરીકે આ કમાલ કરી હતી. 84 વર્ષ બાદ તેમના રેકોર્ડની કોઈ કેપ્ટન બરાબરી કરી શક્યું છે. રૂટે સતત ત્રણ ટેસ્ટમાં 150થી વધારે રન બનાવ્યા છે.

January 18, 2021
india_aus.jpg
1min507

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસબેનમાં બોર્ડર-ગાવસ્કર સીરિઝની ચોથી ટેસ્ટ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસે બીજી ઈનિંગ્સમાં 75.5 ઓવરમાં 294 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ છે. મેજબાન ટીમને પહેલી ઈનિંગ્સમાંથી પણ 33 રનની લીડ મળી હતી. આ સાથે જ ભારતીય ટીમને ચોથી ટેસ્ટ મેચ જીતવા માટે 328 રનનો ટાર્ગેટ મળ્યો છે. હાલમાં બંને ટીમો સીરિઝમાં 1-1 મેચ જીતીને બરાબરી પર છે. એવામાં જો ભારતીય ટીમ આ ટાર્ગેટને હાંસેલ કરી લે છે તો ઓસ્ટ્રેલિયાના ગઢમાં તેની સૌથી મોટી હાર ગણાશે. ઓસ્ટ્રેલિયા આ મેદાન પર 1988થી અજેય રહી છે. એવામાં હવે રહાણે એન્ડ ટીમ પર મેચ જીતીને શ્રેણીમાં 2-1થી જીત મેળવવાનું લક્ષ્ય હશે.

ઓસ્ટ્રેલિયા માટે બીજી ઈનિંગ્સમાં સ્ટીવન સ્મિથે 55 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જે બાદ ડેવિડ વોર્નર સૌથી વધુ 48 રન, માર્કસ હેરિસે 38, કેમરોન ગ્રીને, 37, કેપ્ટન ટીમ પેઈને 27 તથા માર્નસ લબુશાનેએ 25 રનનું યોગદાન આપ્યું હતું.

ભારતીય બોલિંગ આક્રમણની વાત કરીએ તો મેચમાં મોહમ્મદ સિરાજે 19.5 ઓવરમાં 73 રન આપીને 5 વિકેટો ઝડપી હતી. જ્યારે શાર્દુલ ઠાકુરે 19 ઓવરમાં 61 રન આપીને 4 વિકેટો લીધી હતી. વોશિંગ્ટન સુંદરને પણ 1 વિકેટ મળી હતી. સમગ્ર મેચ દરમિયાન ભારતીય બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

January 7, 2021
New-Zealand.jpg
1min468
New Zealand For The First Time Ranked No.1 In Test Cricket | OTV News

ન્યૂ ઝીલૅન્ડ ૧૯૩૦ની સાલથી (૯૦ વર્ષથી) ટેસ્ટ-ક્રિકેટ રમે છે અને ૧૯૮૭ના વર્ષથી ટેસ્ટ-રૅન્કિંગ જાહેર થાય છે એમ છતાં ન્યૂ ઝીલૅન્ડ ક્યારેય આ રૅન્કિંગમાં નંબર-વન નહોતું થયું, પરંતુ કિવીઓ બુધવારે પહેલી વાર ટેસ્ટમાં પ્રથમ ક્રમે આવ્યા હતા. ક્રાઇસ્ટચર્ચમાં પાકિસ્તાનને બીજી ટેસ્ટમાં એક દાવ, ૧૭૬ રનથી પરાજિત કરીને અને સિરીઝ ૨-૦થી જીતીને ન્યૂ ઝીલૅન્ડે આ અપ્રતિમ સિદ્ધિ હાંસલ કરી છે. આ ઉપલબ્ધિ કૅપ્ટન કેન વિલિયમસનની ડબલ સેન્ચુરીને કારણે સંભવ બની હતી.

ન્યૂ ઝીલૅન્ડ છેલ્લાં ૧૦ વર્ષમાં ટેસ્ટ-ક્રિકેટમાં નંબર-વન થનારો છઠ્ઠો દેશ છે. આ દેશ બે વર્ષથી રૅન્કિંગમાં બીજા સ્થાને હતું અને છેક હવે અવ્વલ થયું છે. ન્યૂ ઝીલૅન્ડ ૧૧૮ પૉઇન્ટ સાથે પ્રથમ ક્રમે, ઑસ્ટ્રેલિયા ૧૧૬ પૉઇન્ટ સાથે બીજે અને ભારત ૧૧૪ પૉઇન્ટ સાથે ત્રીજે છે. ઇંગ્લૅન્ડ (૧૦૬) ચોથા નંબર પર અને સાઉથ આફ્રિકા (૯૬) પાંચમા નંબર પર છે.

December 29, 2020
bumrah.jpg
1min463

ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગયેલી ભારતીય ટીમે મેલબર્નમાં બીજી ટેસ્ટ મેચમાં 8 વિકેટે વિજય પ્રાપ્ત કરી લીધો છે. આ જીત સાથે જ ચાર ટેસ્ટ મેચની સીરિઝમાં ભારતે 1-1ની બરાબરી કરી લીધી છે. કેપ્ટન અજિંક્યા રહાણેની સદીની મદદથી ભારતીય ટીમે શરૂઆતથી જ ટેસ્ટ પર પકડ મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ આપેલા 70 રનના લક્ષ્યાંકને ભારતે બે વિકેટ ગુમાવીને પાર કરી લીધો હતો. મયંગ અગ્રવાલ અને ચેતેશ્વર પુજારા આઉટ થયા હતા. ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઈનિંગમાં 195 રનમાં ઓલઆઉટ કરી દીધા બાદ ભારતીય ટીમે સારી રમત દાખવી હતી. કેપ્ટન અજિંક્યા રહાણેએની સદી (112)નીમદદથી ભારતે પ્રથમ ઈનિંગમાં 326 રન કર્યા હતા. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ 200 રનમાં સમેટાઈ ગઈ હતી. મોહમ્મદ સિરાજે 3 વિકેટ ઝડપી હતી જ્યારે આર અશ્વિન, જાડેજા અને બુમરાહે 2-2 વિકેટે ઝડપી હતી.

ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટ જીતવા ભારતને ચોથા દિવસે 70 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ભારતે બીજી ઈનિંગમાં મયંક અગ્રવાલ (5) અને ચેતેશ્વર પુજારા (3)ની વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો. શુભમન ગીલ 35 રને તેમજ કેપ્ટન અજિંક્યા રહાણે 27 રને અણનમ રહ્યા હતા.

1978 પછી ઓસ્ટ્રેલિયાના સ્થાનિક મેદાન પર 80થી વધારે ઓવર રમીને આ અત્યારસુધીની સૌથી ધીમી ઈનિંગ રહી છે. બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા માટે કેમરુન ગ્રીને 146 બોલમાં સૌથી વધુ 45 અને ઓપનર મેથ્યુ વેડે 137 બોલમાં 40 રન કર્યા.પ્રથમ અને બીજી ઈનિંગમાં મળીને જસપ્રિત બુમરાહે 6 વિકેટ ઝડપી છે. રહાણેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

કેપ્ટન રહાણેએ મેચ પછી વાતચીત કરતા જણાવ્યું હતું કે રોહિત શર્મા ત્રીજી અને ચોથી ટેસ્ટમાં ભારતીય ટીમનો હિસ્સો રહેશે. રહાણેએ જણાવ્યું હતું કે તેણે રોહિત સાથે વાતચીત કરી છે અને હવે તે આગામી બે ટેસ્ટમાં ટીમનો હિસ્સો રહેશે.

December 22, 2020
sindhu-saina-nehwal.jpg
1min688

ટોચની બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ અને સાઇના નેહવાલ સહિત ભારતની 8 ખેલાડીની ટીમ બીડબ્લ્યૂએફ (વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશન) વર્લ્ડ ટૂર ફાઇનલ્સ સહિત બેંકોકમાં રમાનાર આગામી ત્રણ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. ભારતીય બેડમિન્ટન એસો. દ્વારા ઓલિમ્પિક કવોલીફિકેશનને ધ્યાનમાં રાખીને જાન્યુઆરીમાં યોજાનાર આ ટૂર્નામેન્ટો માટે મજબૂત ટીમ જાહેર કરી છે.

Sindhu, Saina Confirmed, BAI to Send Full-strength Squad to Tournaments in  Thailand Next Year

ટીમમાં પીવી સિંધુ, સાઇના નેહવાલ, બી. સાઇ પ્રણિત, કિદામ્બી શ્રીકાંત, સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડી, ચિરાગ શેટ્ટી, અશ્વિની પોનપ્પા અને એન. સિક્કી રેડ્ડી સામેલ છે. ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ 12થી 17 જાન્યુઆરી દરમિયાન યોનેકસ થાઇલેન્ડ ઓપનમાં ભાગ લેશે. આ પછી 19થી 24 જાન્યુઆરી દરમિયાન ટોયોટો થાઇલેન્ડ ઓપનમાં રમશે. જ્યારે 27થી 31 જાન્યુઆરી દરમિયાન બીડબ્લ્યૂએફ વર્લ્ડ ટૂર ફાઇનલ્સ રમાશે.

માર્ચમાં કોરોના મહામારીને લીધે લોકડાઉન આવ્યું હતું. આ પછી પહેલીવાર શ્રીકાંત સિવાય બાકીના ભારતીય શટલરો ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. શ્રીકાંતે ઓકટોબરમાં ડેનમાર્ક ઓપનથી વાપસી કરી હતી. ભારતીય ટીમ સાથે કોચ, ટ્રેનર અને સપોર્ટ સ્ટાફ પણ થાઇલેન્ડ જશે.