CIA ALERT

ટેક ન્યુઝ Archives - Page 17 of 21 - CIA Live

December 15, 2019
fastag.png
1min6080

સરકારે ધોરીમાર્ગના ટૉલ પ્લાઝાના ફાસ્ટૅગ લૅનના પચીસ ટકાનું એક મહિના માટે હાઇબ્રિડ લૅનમાં રૂપાંતર કરવાની શનિવારે જાહેરાત કરતા નાગરિકોને કામચલાઉ થોડી રાહત મળી છે. હાઇબ્રિડ લૅનમાં ફાસ્ટૅગ અને ટૉલ ચુકવણીના અન્ય માધ્યમને સ્વીકારાશે.

અગાઉ, સરકારે ફાસ્ટૅગનો ફરજિયાત અમલ પહેલી ડિસેમ્બરથી કરવાની જાહેરાત કરી હતી. બાદમાં આ મર્યાદા ૧૫મી ડિસેમ્બરની કરી હતી.

માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે જણાવ્યું હતું કે નેશનલ હાઇવે ઑથૉરિટી ઑફ ઇન્ડિયાની વિનંતિને પગલે અને નાગરિકો મુશ્કેલીમાં ન મુકાય તે માટે પચીસ ટકા ફાસ્ટૅગ લૅનનું રૂપાંતર એક મહિના માટે હાઇબ્રિડ લૅનમાં કરાશે અને આવા લૅન પરથી દરેક રીતે ટૉલની ચુકવણી કરી શકાશે. આમ છતાં, ટૉલ પ્લાઝાના અંદાજે ૭૫ ટકા લૅન ફાસ્ટૅગ લૅન રહેશે.

મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે ટૉલ પ્લાઝા ખાતેની આ સુવિધા માત્ર ૩૦ દિવસ માટે જ લંબાવાઇ છે.

ટૉલ પ્લાઝા પર વાહનોએ લાંબી લાઇન લગાડવી ન પડે તે હેતુસર નેશનલ ઇલેક્ટ્રૉનિક ટૉલ કલૅક્શન પ્રૉગ્રામનો અમલ દેશભરમાં કરવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ ફાસ્ટૅગ મળવામાં પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને તેને ફરજિયાત બનાવવાનું એક મહિના માટે લંબાવાયું છે.

ફાસ્ટૅગને લગતી સહાય માટે ૧૦૩૩ હૅલ્પલાઇન પર ફૉન કરી શકાય છે. બૅન્કો દ્વારા પણ ફાસ્ટૅગનું વિતરણ કરાય છે.

December 12, 2019
online.jpg
1min5910

સૂરત જેવા ટાયર ટૂ અને ટાયર થ્રી સિટીઝમાં ઓનલાઇન શોપિંગના વધેલા આંકડાઓએ શોપિંગ સાઇટ્સના સંચાલકોને ઉત્સાહમાં લાવી દીધા છે. ભારતના બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાં લક્ઝરી ચીજવસ્તુઓના ફેક્ટરી સ્ટોર અને હાઇએન્ડ લક્ઝરી મોલ્સ ન હોવાથી આવી વસ્તુઓ ખરીદવા માટે ઓનલાઇન ઓર્ડર્સ આપવાનું પ્રમાણ વધ્યું છે. નાનાં શહેરોના ગ્રાહકોએ તેમની લક્ઝરી મહત્ત્વાકાંક્ષા સંતોષવા માટે ઓનલાઇન વિકલ્પ પસંદ કર્યો હોવાથી Darveys.com, Luxepolis, Elitify અને ટાટા ગ્રૂપની TataCliq જેવી કેટલીક વેબસાઇટને લક્ઝરી આઇટમ માટે પ્રથમ શ્રેણીનાં શહેરો કરતાં નાનાં શહેરોમાંથી મળતા
ઓર્ડર્સમાં જોરદાર વૃદ્ધિ થઈ રહ્યાના રિપોર્ટસ પ્રકાશમાં આવ્યા છે.

Darveys.com, Luxepolis, Elitify અને ટાટા ગ્રૂપની TataCliq જેવી શોપિંગ સાઇટ્સ પરથી લોકો વધુ ખરીદી કરી રહ્યા છે

બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોના અનેક ગ્રાહકો ઓછી કિંમતની લક્ઝરી ચીજવસ્તુઓ ખરીદવાનું પસંદ કરતા હોવાથી Darveys, Luxepolis અને Elitify જેવી વેબસાઇટ માટે નવા માર્કેટ્સ ખૂલ્યાં છે.

ઓફલાઇન લક્ઝરી મલ્ટિ-બ્રાન્ડ રિટેલર ધી કલેક્ટિવનું 45-50 ટકા વેચાણ બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાં થાય છે. ધી કલેક્ટિવની કુલ આવકમાંથી 9 ટકા આવક ઓનલાઇન લક્ઝરી વેચાણની હોય છે. હૈદરાબાદ, કાનપુર, ઔરંગાબાદ અને હરિયાણાના નર્વાના જેવાં શહેરોમાંથી ઓર્ડર્સ મળી રહ્યા છે.

Elitifyના સત્તાવાર સૂત્રો કહે છે કે ઇન્દોર, લુધિયાણા, જલંધર જેવા બીજી શ્રેણીનાં શહેરોમાંથી ઘણા ઓર્ડર્સ મળી રહ્યા છે. માર્કેટનું આ સેક્શન સૌથી ઝડપે વૃદ્ધિ કરી રહ્યું છે.

મોટા ભાગના ગ્રાહકો બાર્ગેન હંટિંગ માટે ઓનલાઇન તરફ વળ્યા છે. જેમ કે, 2019માં લક્ઝરી મોલના મેનેજર્સે ઓછું વેચાણ નોંધ્યું હતું જેની સામે લક્ઝરી ગૂડ્ઝ વેચતી વેબસાઇટ પર 20-50 ટકા ઓછી કિંમતે વસ્તુઓ મળતી હોવાથી તેમને મળતા ઓર્ડર્સની સંખ્યા વધી હતી.

Darveys.comને નાનાં શહેરોમાંથી મળતા ઓર્ડર્સમાં 50 ટકાનો વધારો થયો છે જ્યારે દિલ્હી અને મુંબઈ જેવાં મોટાં શહેરોમાંથી મળતા ઓર્ડર્સમાં માત્ર 25 ટકા વૃદ્ધિ થઈ છે. Darveysના સ્થાપક ગ્રુપના જણાવ્યા અનુસાર ચોખ્ખા આંકડા જોવામાં આવે તો નાનાં શહેરોમાંથી વધારે ઓર્ડર્સ મળી રહ્યા છે.

લક્ઝરી ચીજવસ્તુઓ વેચતી કંપની Luxepolis સૂત્રો જણાવે છે કે લગભગ 45 ટકા વેચાણ નાનાં શહેરોમાં થાય છે. છેલ્લાં ત્રણ વર્ષમાં બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાંથી મળતું વેચાણ 25 ટકા વધી ગયું હતું અને 2021 સુધીમાં તે 50 ટકા વધવાની ધારણા છે.

Darveysને મળતા કુલ ઓર્ડર્સમાં બીજી, ત્રીજી અને ચોથી શ્રેણીનાં શહેરોમાંથી મળતા ઓર્ડર્સનો હિસ્સો 2015માં માત્ર 20 ટકા હતો, જે વધીને 50 ટકા થયો છે. 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધીની જાહેરાત થઈ ત્યારથી પ્રથમ શ્રેણીનાં શહેરોમાંથી વેબસાઇટને મળતા ગ્રાહક દીઠ ઓર્ડર્સનું સરેરાશ કદ ₹36,000થી ઘટીને ₹26,000 થયું છે જેની સામે બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાંથી થતો ગ્રાહક દીઠ સરેરાશ ખર્ચ ₹14,000થી વધીને ₹18,000 થયો છે.

Luxepolisના વિજયે ઉમેર્યું હતું કે, “ઉદ્યોગો અને ખેતી સાથે સંકળાયેલા સંપત્તિવાન લોકો લક્ઝરી વસ્તુઓ ખરીદતા હોવાનું અત્યાર સુધીના વેચાણ પરથી જાણવા મળ્યું છે, પરંતુ છેલ્લા ઘણા મહિનાઓથી IT, BPO, KPO, ઇ-કોમર્સ જેવી સર્વિસ ઇન્ડસ્ટ્રીઝના યુવા કર્મચારીઓ તરફથી પણ સારો ટ્રાફિક મ‌ળ્યો છે કારણ કે, આ સેક્ટરની કંપનીઓએ તેમની ઓફિસો બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાં શરૂ કરી છે.

November 30, 2019
CIA_Live_Logo_New2.jpg
1min9080

થોડા દિવસોમાં Fastag ફ્લિપકાર્ટ, એમેઝોન, સ્નેપડીલ પર મળવા માંડશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ટોલ પ્લાઝા અને બેંકો મારફતે ફાસ્ટેગ વેચાણ વિતરણ ગોકળગાયની ગતિએ નોંધાતા કેન્દ્ર સરકારે ફાસ્ટેગ યોજનાનો અમલ 15 દિવસ પાછો ઠેલવવો પડ્યો છે. ભારતના વાહનોમાં ફાસ્ટેગ ઝડપથી લાગૂ થાય તે માટે સરકારે હવે પહેલી વખત કોઇ સરકારી પ્રોડેક્ટને પ્રાઇવેટ ઇ-કોમર્સ પ્લેટફોર્મ, પ્રાઇવેટ શોપિંગ સાઇટ્સ પર લોંચ કરવાનો નિર્ણય કરવો પડ્યો છે. ભારતીય લોકોમાં શોપિંગ સાઇટ્સ પરથી ચીજવસ્તુઓ મેળવવાના ક્રેઝને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મનાય છે. સરકારને આશા છે કે ફ્લિપકાર્ટ, એમેઝોન અને સ્નેપડીલ જેવી શોપિંગ સાઇટ્સ પર ફાસ્ટેગ મળતા થશે એટલે ફાસ્ટેગના વેચાણ વિતરણમાં મોટા ઉછાળો નોંધાશે.

તા.1લી ડિસેમ્બર 2019થી ભારતમાં ફાસ્ટેગ સ્કીમ લાગૂ કરવામાં પીછેહઠ થવા પાછળનું કારણ એ જ બહાર આવ્યું છે કે કરોડ વાહનો સુધી હજુ ફાસ્ટેગ પહોંચી શક્યું નથી. આવી સ્થિતિમાં ફાસ્ટેગના અમલમાં 15 દિવસની મુદત વધાર્યા બાદ હવે કેન્દ્ર સરકારના એ પ્રયાસો છે કે ફાસ્ટેગને વધુ શુલભ બનાવવામાં આવશે અને એટલે જ હવે ઓનલાઇન શોપિંગ સાઇટ્સ જેમ કે એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ વગેરે પર ફાસ્ટેગ ઉપલબ્ધ બનશે. ભારતમાં એવું પહેલી વખત જોવાશે કે કોઇ સરકારી સ્કીમ પ્રાઇવેટ શોપિંગ સાઇટ્સ પર પણ ઉપલબ્ધ બનશે.

કેન્દ્ર સરકારે ફાસ્ટેગ માટે સર્વિસ પ્રોવાઇડરની નિમણૂક કરવાનો નિર્ણય લીધો હોવાથી આગામી પખવાડીયા કે મહિના દિવસમાં ફાસ્ટેગ ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ પરથી ઉપલબ્ધ બનશે. હાલમાં ફાસ્ટેગ પબ્લિક, પ્રાઇવેટ બેંક્સ તેમજ ટોલ પ્લાઝા પર ઉપલબ્ધ છે. પણ ઘણું ખરું જાન્યુઆરી 2020થી ફાસ્ટેગ ઇ કોમર્સ પ્લેટફોર્મ પર પણ સરળતાથી મળતા જોવા મળશે. ફાસ્ટેગ ફ્લિપકાર્ટ, એમેઝોન અને સ્નેપડીલ પર ઉપલબ્ધ બનશે. આ સાથે ગ્રાહકો માટે ફાસ્ટેગની ઓનલાઇન ખરીદી સરળ બનશે.

ઇકોમર્સ પ્લેટફોર્મ પર ફાસ્ટેગ મળી રહે એ માટે તા.29મી નવેમ્બર 2019ના રોજ શુક્રવારે આ માટેના બિડ ખોલવામાં આવ્યા હતા. ફાસ્ટેગ માટેના સર્વિસ પ્રોવાઇડરને અધિકૃત મેન્યુફેક્ચરર્સ નિયત કરવામાં આવ્યા છે. બિડના દસ્તાવેજમાં સર્વિસ પ્રોવાઇડરને કોઈ એક ગ્રાહક કે ગ્રાહકોના સમૂહને ફાસ્ટેગનું બલ્ક વેચાણ નહીં કરવાની તાકીદ કરાઈ છે.

જાન્યુઆરીથી ફાસ્ટેગ ત્રણેય ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ બનશે. ઉપરાંત, ગ્રાહકોની ફરિયાદ કે પ્રશ્નોના ઓનલાઇન ઉકેલ માટે સિસ્ટમ બનાવાશે.

માત્ર ક્લાસ-4 વ્હિકલ (કાર, જિપ, વાન અને હળવા મોટર વ્હિકલ્સ) માલિકો જ ફાસ્ટેગ ઓનલાઇન ખરીદી શકશે. અત્યારે ફાસ્ટેગ Paytm પર ઉપલબ્ધ છે.

ગ્રાહકને ઓર્ડર મૂક્યા પછી સાત દિવસમાં ફાસ્ટેગ પહોંચાડવાના રહેશે. પેકેજમાં ફાસ્ટેગ ઉપરાંત, મૂળ ઇન્વોઇસ અને વાહન પર ફાસ્ટેગ કેવી રીતે ચોંટાડવું તેની સૂચના આપતું મેન્યુઅલ આપવામાં આવશે. સર્વિસ પ્રોવાઇડર સત્તાવાળાને વેચાણ અંગેનો દૈનિક અહેવાલ આપશે.

સરકારને આશા છે કે ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર ફાસ્ટેગનું વેચાણ શરૂ થયા પછી સેલ્સમાં મોટો ઉછાળો નોંધાશે. 21 નવેમ્બરથી ટેગના ખર્ચમાંથી મુક્તિની જાહેરાત પછી ફાસ્ટેગ લેનારાની સંખ્યામાં 130 ટકા ઉછાળો નોંધાયો હતો.

ફાસ્ટેગ 560 ટોલ પ્લાઝા પર સ્વીકારવામાં આવશે. દૈનિક ધોરણે પ્લાઝાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. વિવિધ બેન્કો દ્વારા ઇશ્યૂ થઈ રહેલા ફાસ્ટેગ જે તે બેન્ક દ્વારા પ્રિ-પેઇડ વોલેટ સાથે લિંક્ડ કરાયા છે. આવા ફાસ્ટેગ જે તે બેન્ક દ્વારા સંચાલિત ટોલ પ્લાઝા પર ઉપલબ્ધ બનશે અને બેન્કના ઓનલાઇન પ્લેટફોર્મ્સ પરથી પણ તે ખરીદી શકાશે. બેન્ક-ન્યૂટ્રલ NHAI ફાસ્ટેગ વિવિધ પોઇન્ટ ઓફ સેલ એજન્ટ્સ પાસેથી ખરીદી કરી શકશે.

November 20, 2019
isro.jpg
1min5410

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો)એ ૨૫મી નવેમ્બરે પોતાના કારટોસેટ-૩ ઉપગ્રહ સાથે અમેરિકાના ૧૩ નેનો કમર્શિયલ સેટેલાઇટ લૉન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ ૧૪ ઉપગ્રહ ભારતના પીએસએલવી-સી૪૭ મારફત આંધ્ર પ્રદેશમાં આવેલા શ્રીહરિકોટા ખાતેના સતિશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાંથી છોડવામાં આવશે.

૨૫મી નવેમ્બરે સવારે ૦૯.૨૮ વાગ્યે ઉપગ્રહોને છોડવામાં આવશે. પૃથ્વીના ફોટા પાડવા માટેની ઉચ્ચ ગુણવત્તાની ક્ષમતા ધરાવતો કારટોસેટ-૩ ઉપગ્રહ ત્રીજી પેઢીનો અત્યંત આધુનિક ઉપગ્રહ છે. આ ઉપગ્રહને પૃથ્વીની ૫૦૯ કિ. મી. ની ભ્રમણ કક્ષામાં તરતો મૂકવામાં આવશે.

November 19, 2019
Digital-Gujarat-1280x549.png
1min5320

સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઇશ્વરાસિંહ પરમારે જણાવ્યું છે કે, રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાના લાભો પારદર્શિતાથી નાગરિકોને સત્વરે મળી રહે તે માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે આજે સમાજ કલ્યાણ વિભાગની વધુ 13 વ્યક્તિલક્ષી યોજનાઓ ઓનલાઇન કરાઇ છે.

તા.18મી નવેમ્બર 2019ના રોજ ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હસ્તકની 13 યોજનાઓનું ઓનલાઇન લોન્ચિંગ કરતાં મંત્રી શ્રી ઇશ્વરસિંહ પરમારે કહ્યું કે, ડિજિટલ ગુજરાતના નિર્માણ માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીનાં માર્ગદર્શન હેઠળ શિષ્યવૃત્તિ સિવાયની અન્ય યોજનાઓમાં પણ લાભાર્થી સરળતાથી, ઝડપી તેમજ પારદર્શિતાથી સહાય/લાભ તેઓના બેન્ક ખાતામાં સીધો મેળવી શકે તે હેતુથી આ વ્યક્તિલક્ષી યોજનાનો અમલ પણ ઓનલાઇન કરવાનો રાજ્ય સરકારને નિર્ણય કર્યો છે.

જેમાં મખ્યત્વે

  • ડો. આંબેડકર આવાસ યોજના,
  • માનવ ગરિમા યોજના,
  • કુંવરબાઇનું મામેરું યોજના,
  • વિદેશ અભ્યાસ લોન,
  • કોમર્શિયલ પાયલોટ લોન,
  • પંડિતદિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના,
  • બસ પાસ યોજના,
  • સાધન સહાય યોજના,
  • સંત સુરદાસ યોજના જેવી યોજનાઓ ઓન લાઇન કરાઇ છે.
    ઉપરોક્ત યોજનામાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓ ‘ઇ સમાજ કલ્યાણ’ વેબ સાઇટ મારફત ઓનલાઇન અરજી કરીને સરળતાથી ઝડપી લાભ મેળવી શકશે.

શ્રી પરમારે ઉમેર્યું કે, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની અનુસૂચિત જાતિ કલ્યાણ,  નિયામક, વિકસતી જાતિ કલ્યાણ તથા નિયામક સમાજ સુરક્ષાની કચેરી દ્વારા જુદી જુદી શિષ્યવૃત્તિ તેમજ પ્રજાલક્ષી યોજનાઓનો અમલ કરવામાં આવી રહ્યો છે. જેમાં પ્રિ એસ.એસ.સી. તેમજ પોસ્ટ એસ.એસ.સી. શિષ્યવૃત્તિઓ વર્ષ-2017-18થી ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા ઓનલાઇન કરીને ચૂકવવામાં આવે છે.

November 17, 2019
aadhar.png
1min7340

ભારતમાં આધાર કાર્ડ ધરાવતી કોઇપણ વ્યક્તિ આધાર કાર્ડમાં નામ, જન્મતારીખ, જાતી માં ફેરફાર કોઇપણ પ્રકારના ડોક્યુમેન્ટ સબમિશન વગર કરાવી શકશે. આધાર ઓથોરિટીએ તાજેતરમાં નવી ગાઇડલાઇન્સ જારી કરી છે. આ માટે ફક્ત આધારકાર્ડ લઇને નિર્ધારિત એપોઇન્ટમેન્ટના સમયે આધાર સેન્ટર પર પહોંચી જવાનું રહેશે.

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ પોતાના તાજેતરના એક ટ્વિટમાં કહ્યું કે ફોટોગ્રાફ, બાયોમેટ્રિક્સ, લિંગ, મોબાઈલ નંબપર તેમજ ઇ-મેલ આઈડીમાં ફેરફાર કરવા માટે કોઈ પ્રકારના ડોક્યુમેન્ટ્સની જરુરિયાત નથી.

આ ફેરફાર કરવા માટે બસ તમારે તમારું આધાર કાર્ડ લઈને નજીકના આધાર સેન્ટર પર જવાનું છે અને પોતાની ડિટેઇલ અપડેટ કરાવવાની છે. જ્યારે આ 6 સેવાઓમાં તમે તમારા એડ્રેસને ઓનલાઇન અપડેટ અથવા ચેન્જ કરી શકો છો. આ એડ્રેસને ઓનલાઇન ચેન્જ કરવા માટે મોબાઇલ નંબર જરુરી છે. કેમ કે આ માટે OTP તમાર રજીસ્ટર મોબાઇલ નંબર પર જ આવશે.

નવા આધાર કાર્ડની સાથે લોકો જૂના આધાર કાર્ડમાં નામ અપડેટ, એડ્રેસ અપડેટ, મોબાઈલ નંબર અપડેટ, ઈ-મેલ અપડેટ, ડેથ ઓફ બર્થ અપડેટ, જાતી તેમજ બાયોમેટ્રિક્સ અપડેટ કરવા માટે આધાર સેવા કેન્દ્ર પાસેથી એપોઇન્ટમેન્ટ લઈ શકે છએ.

ભારતના નિવાસી કોઈપણ નાગરીક UIDAIની વેબસાઈટ પરથી પણ આ એપોઇન્ટમેન્ટ બુક કરી શકે છે. તેમજ UIDAIએ એક યુટ્યુબ વીડિયો પણ શેર કર્યો છે જેમાં આધાર સેવા કેન્દ્રની સેવા પ્રક્રિયા અંગે જણાવવામાં આવે છે.

November 8, 2019
CIA_Live_Logo_New2.jpg
1min18460

Womens’ Helpline : સોશ્યલ મિડીયા પર પજવણી થતી હોય તો વિનાસંકોચે ૧૮૧ નંબર ડાયલ કરો

માહિતી બ્યૂરો દ્વારા, ગુજરાત સરકાર, સૂરત

રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને અભયવચન આપતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇને આપત્તિની પરિસ્થિતિમાં અનેક મહિલાઓને ઉગારી છે.

મહિલાઓ દિનપ્રતિદિન મોટી સંખ્યામાં બચાવ અને રાહત માટે મદદ, માર્ગદર્શન મેળવી રહી છે. આજના ટેક્નોલોજીના યુગમાં નાનકડાં મોબાઈલથી વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ઈમેઈલ, વિડિઓ કોલિંગ વગેરેથી દેશવિદેશમાં સંદેશા વ્યવહાર ઝડપી બન્યો છે. પરંતુ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી મહિલાઓને હેરાન કરવા, બ્લેક મેઈલ કરી જાતીય શોષણ, મહિલાનો આર્થિક શારીરિક ગેરઉપયોગ જેવા કિસ્સા માં પણ વધારો નોંધાયો છે.

તરૂણીઓ, સ્ટુડન્ટ, જોબ કરતા મહિલા કર્મચારીઓ તેમજ ગૃહિણીઓ પણ ટેલિફોનિક હેરાનગતિનો જાણતા-અજાણતા ભોગ બની રહ્યા છે. આ સંજોગોમાં મહિલાઓએ અજાણી વ્યક્તિને પોતાના ફોટો, ડોક્યુમેન્ટ કે અંગત વિગતો આપતાં પહેલા સાવધાની અને કાળજી રાખવી જરૂરી છે.

અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલાઓ મુશ્કેલીના સમયે ટેલિફોનિક કાઉન્સેલિંગ અને ખાસ કિસ્સામાં રેસ્ક્યુ વાન સાથે સ્થળ પર જઈને મદદ અને બચાવ કરવામાં આવે છે. મોબાઈલ દ્વારા પજવણીના કિસ્સામાં મહિલા કોઈને પોતાની વ્યથા કહી શક્તી નથી, અને મૂંગા મોઢે સહન કર્યા કરે છે.

પજવણી કરનાર વ્યક્તિ મહિલાની આ સ્થિતિનો ગેરલાભ ઉઠાવે છે. આવા ટેલિફોનિક રોમિયો, ગુનાહિત અને વિકૃત માનસ ધરાવતા વ્યક્તિઓ દ્વારા થતી પજવણી, બિનજરૂરી મેસેજ-કોલ્સ થકી બ્લેકમેઇલ કરીને મહિલાઓનું જીવવું દુષ્કર કરી નાખે છે.

આ પ્રકારના કિસ્સાઓમાં મહિલાઓને મુક્તિ અપાવવાના હેતુથી GVK EMRI દ્વારા ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, કઠવાડા  અમદાવાદ ખાતે ૧૮૧ અભયમ એકશન ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ફરજ બજાવતાં ખાસ તાલીમબદ્ધ મહિલા કાઉન્સેલર અને પોલિસ કર્મચારીઓ ટેલિફોનિક પજવણીના કિસ્સાઓની ફરિયાદ પર ત્વરિત એકશન શરૂ કરે છે.

અભયમ એકશન ડેસ્કના ફરજ પરના સ્ટાફ દ્વારા શરૂઆતમાં ભોગ બનનાર મહિલા સાથે વિગતે માહિતી મેળવવામાં આવે છે. હેરાન પરેશાન કરનાર રોમિયોનો નંબર મેળવી તેને આધુનિક ટેક્નોલોજીની મદદથી ડેટા બેઇઝ મેઈન્ટેનન્સ કરી મોબાઈલનું ટ્રેકીંગ કરવામાં આવે છે.

અભયમ એકશન ડેસ્ક દ્વારા સાવધાનીપૂર્વક રોમિયોને એક તક આપી સમજાવવામાં આવે છે કે પીડિત મહિલાને બિનજરૂરી કોલ કે મેસેજ ન કરવાથી જેલમાં જવાની નોબત આવશે. તેને સ્પષ્ટ સૂચના અને તાકીદ કરવામાં આવે છે કે હવે પછી કોઈપણ પ્રકારના કોલ, મેસેજ આવશે તો પોલિસ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરી તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે. પરિણામે પજવણી કરનાર વ્યક્તિને ભૂલ સમજાય છે. અભયમ એકશન ડેસ્કને મળેલા કેસોમા ૯૫ % કેસોનું આ પ્રકારની સુનિયોજિત ટેકનિકથી નિરાકરણ મેળવવામાં સફળતા મળી છે.

અભયમ એકશન ડેસ્કની નવતર પહેલના કારણે પીડિત મહિલાઓને રોમિયોની હેરાનગતિમાંથી મુક્તિ મળી છે. પરંતુ અમુક કિસ્સાઓમાં પજવણી ચાલુ રહે તો અભયમ રેસ્ક્યુ વાન સ્થળ પર પહોંચીને મદદ કરે છે. આ પ્રક્રિયામાં પીડિત મહિલાની માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. કોઈપણ પ્રકારની ફરિયાદ કરાવ્યા સિવાય ઘેરબેઠા જ મહિલાઓની સમસ્યાનું સુખદ નિવારણ કરવામાં આવે છે.        

રાજ્યના કોઈ પણ શહેર કે ગામોમાં રહેતી મહિલા, કિશોરી, વિદ્યાર્થીનીઓને મોબાઈલ દ્વારા પજવણીની સમસ્યા હોય તો વિનાસંકોચે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.

ટેલિફોનિક હેરેસમેન્ટના વર્ષ વાર આંકડાઓ જોઈએ તો વર્ષ ૨૦૧૪ માં ૫૭૯, ૨૦૧૫ માં ૨૧૩૩, ૨૦૧૬ માં ૨૭૩૮, ૨૦૧૭માં ૩૪૬૧, ૨૦૧૮ માં ૪૦૨૮ અને સપ્ટેમ્બર ૨૦૧૯ સુધી ૨૮૧૮ મળી કુલ ૧૫૭૫૭ કેસોનું સફળતાપૂર્વક નિરાકરણ કરવામાં આવ્યું છે.

November 2, 2019
indigo.jpg
1min4820

૧૯મી નવેમ્બર સુધીમાં ૨૩ એ ૩૨૦ નિયો વિમાનના પ્રાટ્ટ એન્ડ વ્હીટની (પીડબલ્યૂ) ઍન્જિન બદલવા ઉડ્ડયન ક્ષેત્રના નિયામક ડીજીસીએએ શુક્રવારે ઈન્ડિગોને નિર્દેશ આપ્યા હતા. કોઈપણ રીતે આગામી વર્ષની ૩૧મી જાન્યુઆરી સુધીમાં ઈન્ડિગોના તમામ ૯૭ વિમાનમાં મોડીફાઈડ (સુધારેલા) પીડબલ્યૂ ઍન્જિન હોવા જોઈએ, તેવી પણ ડીજીસીએએ સૂચના આપી હતી. ડિરેકટોરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશને (ડીજીસીએ)એ એક પ્રેસ નોટમાં કહ્યું કે ‘૨૩ વિમાનમાં ઓછામાં ઓછું એક એલપીટી (લૉ પ્રેસર ટર્બાઈન) ફિટ ન કરેલું હોય તો એક પણ વિમાનને ઉડ્ડયનની પરવાનગી આપવામાં આવશે નહીં.’

એક સપ્તાહમાં એ ૩૨૦ નિયો વિમાનના ઍન્જિનમાં ક્ષતિ આવવાના ચાર કિસ્સા નોંધાયા

છેલ્લા એક સપ્તાહમાં એ ૩૨૦ નિયો વિમાનના ઍન્જિનમાં ક્ષતિ આવવાના ચાર કિસ્સા નોંધાયા છે જેનાથી પરિણામ સ્વરૂપ ઉડ્ડયન સમયપત્રક ખોરવાઈ જતું હોય છે આની જાણ થયા પછી ડીજીસીએએ નિર્દેશ આપ્યો હતો. બુધવારે કોલકાતાથી પુણે જતુ ઈન્ડિગો એ ૩૨૦ નિયો પ્લેનનું એક ઍન્જિન આકાશ મધ્યે ખોટકાઈ જતા વિમાનને કોલકાતા ઍરપોર્ટ પર પાછું વાળવામાં આવ્યું હતું. આ જ રીતે લાગલગાટ ૨૪થી ૨૬મી ઑક્ટોબરના ત્રણ દિવસ ત્રણ વિમાનના ઍન્જિનમાં ક્ષતિ ઊભી થવાના બનાવ નોંધાયા હતા.

October 21, 2019
ronaldo_insta.jpg
1min6860

ક્લબ કરતા ઈન્સ્ટાગ્રામથી વધુ રૂપિયા રળી આપે છે

ક્રિસ્ટીયાનો રોનાલ્ડો ફુટબોલ રમવા માટે જે કમાણી કરે છે તેના કરતા વધુ કમાણીએ મોબાઇલ ફોન પર ઇન્સ્ટાગ્રામની એક પોસ્ટથી કરી લે છે. ફુટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના પ્રશંસકો કરોડોની સંખ્યામાં છે. ઇન્સ્ટાગ્રામ પર રોનાલ્ડોના ફોલોઅર્સની સંખ્યા 150 મિલિયન કરતા પણ વધુ છે. અને એટલે જ એ વાતથી આશ્ચર્ય ના પામશો કે રોનાલ્ડો ઈન્સ્ટાગ્રામથી જે કમાણી કરે છે તે યુવેન્ટ્સ ક્લબથી થતી આવક કરતા પણ વધારે છે.

રોનાલ્ડોની દીવાનગી ફૂટબોલના મેદાન સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ ઉપર પણ જોવા મળે છે.

એક રિપોર્ટ મુજબ રોનાલ્ડોએ ઈન્સ્ટાગ્રામ ઉપર સ્પોન્સર્ડ પોસ્ટથી 47.8 મિલિયન એટલે કે 340 કરોડ ભારતીય રૂપિયાથી કમાણી કરી છે.

49 સ્પોન્સર્ડ પોસ્ટથી રોનાલ્ડોને આ કમાણી થઈ છે. 34 વર્ષીય રોનાલ્ડો ખેલ જગતમાં’ ઈન્સ્ટાગ્રામ ઉપર સૌથી વધુ કમાણી કરતો ખેલાડી છે. તેને પોસ્ટ માટે 9.75 લાખ અમેરિકી ડોલર મળે છે. એક અનુમાન પ્રમાણે યુવેન્ટ્સે રોનાલ્ડોને 2018ના વાર્ષિક 242 કરોડ રૂપિયાની ચૂકવણી કરી હતી.

October 19, 2019
government_gujarat_gandhinagar.jpg
1min5900

મહેસૂલી ભ્રષ્ટાચારીઓ વારસાઇ નોંધના સીધા કામને ટલ્લે ચઢાવી રૂપિયા ઉસેટતા હતા

ગુજરાતમાં તલાટીઓ અને મામલતદાર કચેરીઓ દ્વારા બેફામ ગેરરીતિ આચરાતી હોવાની અનેક ફરિયાદોનો અંત લાવવા વારસાઇ એન્ટ્રીના કેસમાં સરકારે ઓનલાઇન નોંધણીની પ્રક્રિયા શરૂ કરાવી છે. જમીન રેકર્ડઝમાં વારસાઇ નોંધ માટે હવે અરજદારોને મામલતદાર કચેરીની જોહુકમી કે મનસ્વીપણાને સહન કરવા નહીં પડે. વારસાઇ નોંધ માટે ચાલતા ભ્રષ્ટાચારને પણ બ્રેક લાગશે, એમ રાજ્યના મહેસૂલ વિભાગે જણાવ્યું હતું.

મહેસૂલી તંત્ર દ્વારા અમલમાં આવેલા રેવન્યુ ઓનલાઇન રેકોર્ડના સોફટવેરની વિગતો શુક્રવાર તા.18મી ઓક્ટોબર 2019ના રોજ વીડિયો કૉન્ફરન્સમાં આપવામાં આવી હતી.

મહેસૂલ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓને કંઇ રીતે કામગીરી કરવી તેની સમજણ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આપવામાં આવી હતી.

અત્યાર સુધી વારસાઇ દાખલ કરવા માટે શું ચાલતું હતું

મહેસુલી તંત્ર દ્વારા અત્યાર સુધી પહેલા દસ્તાવેજોની ચકાસણી કરીને નોંધ પાડવામાં આવતી હતી. વારસાઇ દાખલ કરવાની પ્રક્રિયામાં ખાસ્સો સમય લાગી જતો, મોટા ભાગના કિસ્સામાં ઇરાદાપૂર્વક વિલંબ કરવામાં આવતો હતો કે જેથી અરજદારો પાસેથી કામ જલ્દી કરી આપવાના બદલામાં વહેવાર પડાવી શકાય. વારસાઇ પ્રક્રિયા સીધી સટ હોવા છતાં ભ્રષ્ટ અધિકારીઓ, કર્મચારીઓએ વારસાઇના કેસોને કોમ્પ્લિકેટેડ બનાવી દીધા હતા. ઘણાં કિસ્સામાં તો ભ્રષ્ટાચારીઓએ વાંધા અરજીઓ કરાવડાવીને મામલા ઘોંચમાં નાંખ્યાના પણ કિસ્સાઓ છાપરે ચઢીને પોકાર્યા હતા.

વારસાઇમાં હવે શું થશે

હવે અરજદારોએ જાતે જ ઓનલાઇન વારસાઇ એન્ટ્રી પાડી દેવાની રહેશે અને ત્યારબાદ તેને પ્રમાણિત કરવા માટે પુરાવાઓ સંબંધિત કચેરીએ સબમિટ કરવાના રહેશે. આ પુરાવાઓને આધારે ચકાસણી કરીને નોંધ પાડી દેવામાં આવશે. અરજદારો માટે સરળતા એ રહેશે કે તેમની મિલકત, જમીનોના સત્તાવાર લેન્ડ રેકોર્ડઝમાં વારસાઇની એન્ટ્રી પડી ગઇ હશે. બાદમાં દસ્તાવેજી પુરાવાઓ સંબંધિત કચેરીમાં સબમિટ કરાવ્યા બાદ જે તે મહેસૂલી અધિકારીઓએ તેને પ્રમાણિત જ કરવાની રહેશે. જરૂરી પુરાવા રજૂ થયેલા હશે તો કોઇ પણ એન્ટ્રીને રદ નહીં કરી શકાય.