CIA ALERT

WE Archives - Page 46 of 64 - CIA Live

April 26, 2019
GUJCET-2019-1280x720.jpg
1min5990

સમગ્ર ગુજરાતની એન્જિનિયરિંગ, ફાર્મસી, એગ્રિકલ્ચર વગેરેના પહેલા વર્ષમાં પ્રવેશ માટે ગુજરાત બોર્ડ દ્વારા લેવાતી ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટની પરીક્ષા આજે રાજ્યભરમાં પુષ્કળ ગરમી વચ્ચે 1.36 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. સવારે 10 વાગ્યાથી પરીક્ષા શરૂ થઇ છે.

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ડિપ્લોમા, ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટેના આશરે 1.36 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી સાત હજાર જેટલા વિદ્યાર્થીઓએ હજુ સુધી હોલ ટિકિટ લીધી ન હોવાનું જાણવા મળ્યું હતું.

અમદાવાદમાં 45 સેન્ટર પર ગુજકેટ પરીક્ષાનું આયોજન કરાવામાં આવ્યુ છે. જ્યારે સીબીએસીઈ બોર્ડ પરીક્ષા અને ગુજરાત લોકસભા મતદાનના કારણે ગુજકેટ પરીક્ષાની ત્રીજી વાર તારીખ ફારફેર કરવામાં આવી હતી. રાજ્ય શિક્ષણ બોર્ડે પરીક્ષાના કાર્યક્રમની સાથે ગુજકેટની પરીક્ષાની તારીખ ગત તા.30મી માર્ચ જાહેર કરી હતી. ત્યારબાદ સીબીએસઇએ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરતા ગુજકેટની તારીખ અને પરીક્ષા પેપરની તારીખ એક જ હોવાથી બોર્ડે તારીખ બદલીને તા.4થી એપ્રિલ જાહેર કરી. ત્યારબાદ ફરી સીબીએસઈના સમયપત્રકમાં ફેરફાર થતા નવી તા. 23મી એપ્રિલ જાહેર થઇ. ત્યારે તા.23મી મેએ લોકસભા મતદાન હોવાથી ગુજકેટ પરીક્ષાની તારીખ ત્રીજી વાર બદલાઈ હતી અને જે હવે આજે શુક્રવારે તા.26મી એપ્રિલે ગુજકેટની પરીક્ષા લેવામાં આવી રહી છે.

રાજ્યના હવામાન ખાતાએ શહેરમાં 44 ડિગ્રી તાપમાન હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. અને સોમવાર સુધી તાપમાન 45 ડિગ્રી પાર કરશે તેવી પણ હવામાન ખાતે આગાહી કરી હતી. આવતીકાલે શુક્રવારે શહેરમાં ગરમીનો પારો 45 ડિગ્રી રહેશે તેવી આગાહી કરવામાં પણ આવી છે.

April 25, 2019
metoo-1.jpg
1min10710

મહિલાઓ દ્વારા પુરુષો પર થતાં જાતીય અત્યાચારના આક્ષેપોમાં કેટલું

બોલીવૂડની ફિલ્મ “એતરાઝમાં પ્રિયંકા ચોપરા દ્વારા અક્ષયકુમાર પર જાતીય અત્યાચારનો આરોપ મૂકીને તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે ત્યારે અક્ષયકુમાર આ આક્ષેપ વિરુદ્ધ કોર્ટમાં કેસ કરે છે અને અક્ષયકુમારની (ફિલ્મમાં) પત્ની કરીના કપૂર તેનો કેસ લડે છે ત્યારે તે એક બહુ જ સરસ ડાયલોગ બોલે છે, કોઈ સ્ત્રી પર પુરુષ દ્વારા અત્યાચાર થતો હોય છે ત્યારે પુરુષને નરાધમ, રાક્ષસ જેવા સંબોધન મળે છે. જ્યારે એક સ્ત્રી પુરુષને લાફો મારે છે ત્યારે કહેવાય છે કે, જરૂર પુરુષે કોઈ અડપલું કર્યું હશે આથી તે સ્ત્રીએ તેને લાફો માર્યો. પરંતુ કોઈપણ હકીકત શું છે તે જાણવાનો પ્રયાસ કરતું નથી. આપણા સમાજમાં એક માન્યતા ઘર કરી ગઈ છે કે હંમેશાં સ્ત્રી જ સાચી હોય છે. હું પણ એક સ્ત્રી છું, પરંતુ મને આવી સ્ત્રી (પ્રિયંકા ચોપરા) પર સખત “એતરાઝ છે. અહીં એક સ્પષ્ટ વાત, કોઈની પણ બદનામી અથવા કોઈ વ્યક્તિ સ્ત્રી અથવા પુરુષ પર આક્ષેપની નથી, પરંતુ સમાજમાં થતી ચર્ચાને આધારે નિષ્કર્ષ કઢાયો છે.

આ ઉપરોક્ત ઘટના ફિલ્મમાં બનેલી છે. પરંતુ શું દરેક વખત ફક્ત પુરુષ જ જવાબદાર હોય છે? હાલમાં સુપ્રીમ કોર્ટના જજ ગોગોઈ પર તેની સાથી મહિલા કર્મચારીએ જાતીય અત્યાચારનો આક્ષેપ મૂક્યો છે. આ કેસ હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો છે એટલે તે અંગે બહુ ચર્ચા નહીં કરીએ. મહિલાઓ દ્વારા આ પ્રકારની ફરિયાદમાં વધારો થતાં હવે ઓફિસોમાં મહિલા કર્મચારીઓની ભરતીમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

વિદેશોમાં આ પ્રકારના મી ટૂ મૂવમેન્ટ ઘણાં લાંબા સમયથી ચાલી રહી છે. જેમાં નેતાઓ, અભિનેતાઓ, જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ વગેરે પર આ પ્રકારના આક્ષેપો થતાં રહેતા હોય છે. ભારતમાં ગયા વર્ષથી શરૂ થયેલી મી ટૂ ચળવળમાં અનેક જાણીતી હસ્તીઓના નામ આવ્યા છે. જેમાં બોલીવૂડ, સામાજિક ક્ષેત્રની વ્યક્તિઓ ઉપરાંત સુપ્રીમ કોર્ટના જજનો પણ સમાવેશ થાય છે.

આ ઉપરાંત બોલીવૂડની જ વાત કરીએ તો અનેક નામાંકિત કલાકારો પર આ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે. ફિલ્મોમાં બાબુજીના નામે જાણીતા આલોકનાથ પર એક મહિલાએ જાતીય અત્યાચારનો આરોપ મૂક્યો છે. આલોકનાથ ઉપરાંત ફિલ્મોમાં હંમેશાં પોઝિટિવ રોલ અદા કરનાર નાના પાટેકર પર પણ આ પ્રકારનો આરોપ મૂકવામાં આવ્યો છે.

મહિલાઓ દ્વારા આ પ્રકારના આક્ષેપોમાં કેટલું તથ્ય હશે તે એક સંશોધનનો વિષય છે. પરંતુ આ પ્રકારના આરોપો મહિલાઓ દ્વારા જેના પર મૂકવામાં આવે છે તેની સાથે થોડો સમય પસાર કર્યા પછી લગાડવામાં આવે છે. અહીં વેધક સવાલ એ થાય છે કે શા માટે જ્યારે પ્રથમ વખત ફરિયાદી મહિલા પર જાતીય અત્યાચાર થયો ત્યારે શા માટે તેણીએ ફરિયાદ ન કરી. જો ત્યારે જ ફરિયાદ કરી હોત તો તાત્કાલિક પગલાં ન્યાયતંત્ર દ્વારા લેવાયા હોય. આપણાં જમ્પિંગ જેક જીતેન્દ્ર પર તેની જ એક સંબંધી મહિલાએ જાતીય સતામણીનો આરોપ 35 વર્ષ બાદ મૂક્યો હતો જેને કોર્ટે ખારીજ કરી નાખ્યો હતો. હાલમાં એક વખતના બોલ્ડ જર્નાલિસ્ટ અને ભૂતપૂર્વ પ્રધાન એલ જે અકબર પણ મી ટૂ કેમ્પેઈનનો ભોગ બન્યા છે અને હાલમાં કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. દરેક ક્ષેત્રમાં મી ટૂ અને ગીવ એન્ડ ટેકની ઘટનાઓ બનતી જ હોય છે તેમ શંકા નથી, પરંતુ જો પીડિત મહિલા હોય કે પુરુષ તેઓ યોગ્ય સમયે તાત્કાલિક અવાજ ઉઠાવે તો જ ન્યાય મળવાની સંભાવના છે.

એક આડ વાત. સમાચારો વાંચતા કે સાંભળતા હોય છે કે, લીવ ઇનમાં રહેતી મહિલા દ્વારા તેના સાથી પુરુષ પર બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો હોય છે. તો આમાં શું ફક્ત પુરુષનો જ વાંક હોય છે? ફરિયાદી મહિલા ગુનેગાર નથી હોતી? કારણ બંને વ્યક્તિઓ એકબીજાની સંમતિથી સાથે રહે છે અને શારીરિક સંબંધ બાંધે છે. તો શા માટે ફક્ત પુરુષને જ ગુનેગાર ગણવામાં આવે અથવા તેની પર આક્ષેપો મૂકવામાં આવે.

હાલમાં ભારતમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. આમાં અનેક નેતાઓ દ્વારા મહિલા ઉમેદવારો પર અનેક પ્રકારના આક્ષેપો કરવામાં આવે છે. તાજું ઉદાહરણ ફિલ્મ અભિનેત્રીમાંથી રાજકારણમાં આવેલાં જયા પ્રદાનું છે. તેમના પર રાજકારણી આઝમ ખાન દ્વારા અણછાજતું નિવેદન કરવામાં આવ્યું હતું. આની ફરિયાદ ચૂંટણી પંચને કરવામાં આવતાં તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. કહેવાનું તાત્પર્ય એ જ છે કે જો તમારા પર કોઈ જાતીય અત્યાચાર કરવામાં આવતા હોય તો તે અંગે તાત્કાલિક પગલાં લો. સમય વીતી જવા પછી જો આક્ષેપો કરવામાં આવશે તો તેની અસર નહિવત જેવી થાય તેવી સંભાવના રહે છે.

April 24, 2019
ca_logo.jpg
3min17440

જયેશ બ્રહ્મભટ્ટ

ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયાએ આગામી મે-2019ની પરીક્ષાથી અમલમાં આવે એ રીતે ઇન્ટરમિડીયેટ (જૂના આઇ.પી.સી.) તેમજ ફાઇનલ્સના પ્રશ્નપત્રની પેટર્નમાં અનેક ફેરફારો કર્યા છે. આઇ.સી.એ.આઇ.એ અનેક પ્રશ્નપત્રમાં 30 માર્કસના મલ્ટીપલ ચોઇશ ક્વેશ્ચ્યન દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. એમ.સી.ક્યુ. માટે ઓ.એમ.આર. આન્સરશીટમાં જવાબો લખવાના રહેશે.

તા.23મી એપ્રિલના રોજ આઇ.સી.એ.આઇ.એ પ્રશ્નપત્રમાં ફેરફાર અંગેનું નોટિફિકેશન જારી કરી દીધું છે.

 

Page 2

Page 3

Check the ICAI CA revised exam pattern here

https://resource.cdn.icai.org/54976exam44180.pdf

: Institute of Chartered Accountants of India (ICAI) has revised the exam pattern of the CA examinations.
The changes will be effective in the CA examinations which are scheduled to be held in May 2019 and onwards. ICAI has listed some papers from ICAI Intermediate (New and IPC) and Final (New and Old) courses and announced that all those papers will have Multiple Choice Questions or MCQs to the tune of 30 per cent marks.

As per the notification released by ICAI, the CA exam question papers will have two parts, Part I comprising MCQs to the tune of 30 marks (each carrying 1 to 2 marks) and Part II comprising descriptive type questions to the tune of 70 marks.

The candidates will have to write their answers in respect of Part I of the paper (i.e. MCQs) in OMR answer sheet by darkening the appropriate circles with HB pencil and Part II of the paper (i.e. the descriptive type questions) in the descriptive type answer book in the normal course.

After finishing the paper, the candidates will have to submit OMR answer sheet, Answer book used for answering the
descriptive answers (relating to Part II) and MCQ booklet to the invigilator before leaving the exam hall.

The ICAI will conduct the CA exams between May 27-June 12, 2019. The exams will be conducted for – Students Examinations, Foundation Course (under New Scheme), Intermediate (IPC) Course (Old Scheme), Intermediate Course (New Scheme), Final Course under Old and New Scheme, and Members’ Examination. ICAI is a professional organisation that conducts Chartered Accountants’s examinations in India

April 20, 2019
rahul_dalal.jpg
1min12930

જયેશ બ્રહ્મભટ્ટ

યંગસ્ટર્સમાં કેટલી અપાર શક્તિ ભરેલી હોય છે અને યંગસ્ટર્સ ધારે તો શું ન કરી શકે તેનું જીવંત ઉદાહરણ બન્યો છે સુરતનો યંગસ્ટર રાહુલ દલાલ. આ સુરતી યુવાને 22 વર્ષની ઉંંમરે જે સિદ્ધિઓ હાંસલ કરી છે એ કદાચ ન ભૂતો ન ભવિષ્યતી લેખાય રહી છે અને લેખાશે.

રાહુલ દલાલની ઉંમરના બીજા યંગસ્ટર્સને એક ડિગ્રી ભણતા ભણતા મોઢે ફીણ આવી જાય, ડચકાં ખાતા ખાતા એકાદ ડિગ્રી આવી જાય અને ભણવાનું પૂરું થઇ જાય. 85 ટકા યંગસ્ટર્સની આ હાલત હોય છે જેઓ ગ્રેજ્યુએશન કરે એટલે ભયો ભયો

રાહુલ દલાલ નામનો સુરતી યુવાન જે હાલમાં સુરતની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ, એસ.વી.એન.આઇ.ટી.માં બી.ટેક. કેમિકલ બ્રાન્ચમાં ફાઇનલ ઇયરનું એન્જિનિયરિંગ ભણી ચૂક્યો છે. આ થઇ તેની પહેલી સિદ્ધિ.

રાહુલ દલાલની બીજી સિદ્ધિએ છે કે એન્જિનિયરિંગ ભણવાનું શરૂ કર્યું એટલે કે ધો.12 પાસ થયા પછી રાહુલ દલાલે સી.એ. (ચાર્ટર્ડ અકાઉન્ટન્સી) કોર્સમાં પણ પ્રવેશ મેળવ્યો હતો અને સુરતના જાણીતા સી.એ. કોચ રવિ છાવછરીયા પાસે કોચિંગ મેળવ્યું હતું અને હાલમાં એ સી.એ. ફાઇનલની પરીક્ષાનું પ્રિપેરેશન કરી રહ્યો છે.

એન્જિનિયરિંગ અભ્યાસ અને એ પણ નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં અને તેની સાથે સી.એ. કોર્સમાં ફાઇનલ સુધી પહોંચી ચૂકેલા રાહુલ દલાલની ત્રીજા અદ્વિતિય સિદ્ધિ એ છે કે તેણે તાજેતરમાં આઇ.આઇ.એમ. (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ) માં પ્રવેશ માટે આંતર રાષ્ટ્રીય સ્તરે લેવામાં આવતી આઇ.આઇ.એમ. કેટ (કોમન એન્ટ્રન્સ એકઝામ) પરીક્ષા આપી હતી અને તેમાં પણ 98.88  પર્સન્ટાઇલ મેળવીને અવ્વલ રહ્યો છે. રાહુલ દલાલને પહેલા જ પ્રયત્ને આઇ.આઇ.એમ. એ. એટલે કે અમદાવાદ આઇ.આઇ.એમ. કે જ્યાં મેનેજમેન્ટ સ્ટડી કરવા માટે હજારો નહીં લાખો વિદ્યાર્થીઓનું સપનું સપનું જ બની રહી જાય છે.

આમ આ સુરતી યુવાને કોલેજ કાળમાં એક સાથે ત્રણ-ત્રણ અદ્વિતિય સિદ્ધિઓ મેળવી લીધી છે.

  • નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં એન્જિનિયરિંગ

  • ચાર્ટર્ડ અકાઉન્ટન્સી અને

  • આઇ.આઇ.એમ.માં એમ.બી.એ.

  • સુરતના આ ટેક્નો-કમર્શિયલ યંગસ્ટરની સિદ્ધિઓ ભાગ્યે જ કોઇ તોડી શકશે અથવા તે અંગે વિચારી શકશે

રાહુલ દલાલને સી.એ.નું કોચિંગ આપનાર સુરતના જાણીતી સી.એ. કોચ રવિ છાવછરીયાએ તેમની વોલ પર રાહુલ માટેની પોસ્ટ આ મુજબ અક્ષરસઃ પોસ્ટ કરી હતી

Exceptional! Amazing! Brilliant!
Our student Rahul Dalal, studying CA Final and in last year of Chemical Engineering (SVNIT)..yes you read it right— CA parallel with engineering from last 4 years..
Now cracked CAT with 99.88 percentile and got admission into IIM A.
A true techno-commercial guy!
Many congratulations to Rahul Dalal and his family.
Surat’s youth are performing amazingly beautiful year after year in all spheres of education..and setting benchmarks.

April 20, 2019
kalank-1280x720.jpg
1min15720
આ વર્ષનો સૌથી સારું ઓપનિંગ મેળવનાર ‘કલંક’ ફિલ્મની કમાણીમાં બીજા દિવસે પ0 ટકાથી વધુ ગગડી છે. કરણ જોહરના પ્રોડકશન હાઉસની આ ફિલ્મમાં વરૂણ ધવન, આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર, સોનાક્ષી સિંહા, સંજય દત્ત અને માધુરી દીક્ષિત જેવા ટોચના કલાકારોનો કાફલો છે. કલંક બુધવારે રીલિઝ થઇ હતી અને પહેલા દિવસે 22 કરોડનું બમ્પર ઓપનિંગ મળ્યું હતું. પણ ગુરુવારે બીજા દિવસે કલંકની કમાણી અરધા પર ઓછી થઇ હતી. શુક્રવારે પણ સવારના શોમાં કલંક જોવા પ્રેક્ષકો થિયેટરમાં બહુ ઓછી સંખ્યામાં આવ્યા હતા. પહેલા દિવસે 22 કરોડની કમાણી કરનાર કલંકનું બીજા દિવસનું કલેકશન 10.7પ કરોડ જ રહયું હતું. આ મલ્ટીસ્ટાર ફિલ્મને વિવેચકો અને દર્શકો તરફથી બહુ સારા રિવ્યૂ મળ્યા નથી. પ્રેક્ષકોને આ ફિલ્મ માત્ર ભપકાદાર લાગી રહી છે. સ્ટોરીમાં દમ નથી. ફિલ્મની 2.48 મિનિટની લંબાઇ પણ કલંકને નડી રહી છે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન અને ઝીરોની જેમ કલંક’ ફલોપ તો સાબિત થશે નહીં, પણ સુપરહિટ પણ રહેશે નહીં.
April 19, 2019
votingsign.jpg
1min7610

ભારતમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીઓમાં વધુને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને મજબૂત બનાવે, મતદાન શક્ય એટલું વધુ થાય તે માટે કોર્પોરેટ કંપનીઓ મતદાતાઓ માટે અનેક આકર્ષક ઓફરો અમલમાં મૂકી છે.

મતદારની આંગળી પર મતદાન કરવા અગાઉ લગાડવામાં આવતી શાહીનું નિશાન મતદારો ખાસ કરીને પહેલી વખત વોટિંગ કરી રહેલા યંગસ્ટર મતદાતાઓ માટે અનેક લાભદાયક ઓફરોનો લાભ અપાવશે. જેમાં એક ઓફર હિરો હોન્ડા મોટોકોર્પ જે રૂ.199માં બાઇક સર્વિસ કરી આપશે.

વિશ્વની સૌથી મોટી ટુ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પે વોટર બેનિફિટ સ્કીમ લોન્ચ કરી છે. કંપની તમારું ટુ-વ્હીલર મફતમાં ધોઈ આપશે અને ₹199માં સર્વિસ કરી આપશે. સામાન્ય રીતે, આવી સર્વિસિસ માટે ₹500-600 ચાર્જ કરતી હોય છે. આ સ્કીમ એપ્રિલ અને મે મહિનામાં તમામ શહેરોમાં મતદાન પછીના બે દિવસ સુધી લાગુ રહેશે.

અગ્રણી ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ (QSR) કંપની સબવે પણ મતદારોને તેની ફૂડ આઇટમ્સ પર 19 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. કંપનીએ જણાવ્યું છે કે, તે 8 કરોડ ફર્સ્ટ-ટાઇમ વોટર્સને ટાર્ગેટ કરી રહી છે. આ લોકો લોકસભાની ચૂંટણીમાં પ્રથમવાર મત નાખવાના તેમના અધિકારનો ઉપયોગ કરવાના છે.

સબવેના કન્ટ્રી ડિરેક્ટર કહ્યું હતું કે, ભારતમાં 18 વર્ષ પૂરાં કર્યાં છે અને તેની ઉજવણી કરવાના ભાગરૂપે, આ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છીએ, જેનો પ્રાથમિક હેતુ યુવાનોને તેમના મતદાન અધિકારનો ઉપયોગ કરવાની પ્રેરણા આપવાનું છે.

QSR બ્રાન્ડ મેક્‌ડોનાલ્ડ્’સ માટે જાણીતી વેસ્ટલાઇફ ડેવલપમેન્ટ મેકસ્પાઇસી ચિકન, મેકસ્પાઇસી પનીર બર્ગજ જેવી આઇટમ પર 50 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

April 19, 2019
kid_fin.png
1min7940

બાળકોના જીવનમાં આવતા અનેક પડકારો વિશે માતાપિતા તેમને બાળપણથી જ માહિતગાર કરવાનું શરૂ કરી દે છે પરંતુ કેટલીક વખત નાણાં જેવી મહત્ત્વની બાબત ચૂકી જવાય છે. મોટા ભાગના બાળકોને નાણાં સાથે પહેલી વાર પનારો પડે ત્યારે તેઓ બેન્કમાં ખાતું ખોલાવવા જતા હોય છે. તેમાં થોડી બચતના નાણાં મૂકવામાં આવતા હોય છે. પરંતુ સમસ્યા એ છે કે બેન્ક ખાતું એ બાળકની મની લાઈફનો મુખ્ય હિસ્સો નથી. આ સિવાયના તમામ મહત્ત્વના નિર્ણયો તેના વાલીઓ દ્વારા લેવાતા હોય છે.

દરેક વસ્તુનું બજેટ બનાવતા શીખવવું

બાળકને પોકેટ મની સાચવવા માટે બેન્કમાં ખાતું ખોલાવવા માટે કહેવું એ સારી વાત છે પરંતુ તે બોરિંગ છે. માતાપિતા જ્યારે ચોક્કસ બજેટ પ્રમાણે ચાલતા ન હોય અને બેફામ ખર્ચ કરતા હોય ત્યારે બાળકો પાસે નિયમોનું પાલન કરાવવું મુશ્કેલ છે. બજેટ અને એકાઉન્ટિંગમાં રસ પડવો જોઈએ પરંતુ તેને ઘણા લોકો કંટાળાજનક માને છે. બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ માતા પિતા તેને નાણાકીય સાક્ષરતા આપતા જાત છે જેમાં નાણાં કઇ રીતે કમાવા અને રોકાણ કરવું તેનો સિદ્ધાંત સામેલ છે. આ પ્રવૃત્તિમાં બાળકને રસ પડે તે રીતે સામેલ કરવો જોઈએ. જે રીતે સાયન્સ એ શીખવાનો વિષય છે તે રીતે જ નાણાંનું જ્ઞાન પણ ઉપયોગી છે.

નાણાંની મહત્તા સમજાવવી

વ્યક્તિ પુખ્તવયની થાય ત્યારે નાણાંને લગતા ત્રણ પાયાના સિદ્ધાંતો પ્રેક્ટિકલ મૂલ્ય ધરાવે છે. તેમાં નાણાંની ઓપોર્ચ્યુનિટી કોસ્ટ, નાણા સાથે સંકળાયેલી ભાવનાત્મક સમજદારી અને સમય વીતવાની સાથે નાણાંનું મૂલ્ય બદલાય છે તે સિદ્ધાંતની સમજણ મહત્ત્વની છે. આપણે સૌથી પહેલા ઓપોર્ચ્યુનિટી કોસ્ટનો વિચાર કરીએ. દરેક રૂપિયાનો અનેક રીતે ઉપયોગ કરી શકાય છે. બાળક તમને એટીએમમાંથી પુષ્કળ નાણાં ઉપાડતા જોશે તો તેને આ વાત નહીં સમજાય. માતાપિતા જ્યારે કઇ ચીજ ખરીદવી અને કઇ ન ખરીદવી તેના નિર્ણયની ચર્ચા કરે ત્યારે બાળકને તેમાંથી ઘણું શીખવા મળે છે. નાના બાળકો રિસાઇ જશે અને તોફાન કરશે, મોટા બાળકો માતાપિતાને ઇમોશનલી પજવવાનો પ્રયાસ કરી શકે. મોટી ઉંમરના બાળકો સીધે સીધી જિદ કરી બેસશે. નાણાં એ મર્યાદિત સ્રોત છે અને મોટા ભાગના બાળકોને શરૂઆતમાં તેના મહત્ત્વનો અંદાજ આવતો નથી.

બાળકોને ચોક્કસ હેતુ માટે ભથ્થા આપવા

બાળકોના હાથમાં જ્યારે ઘરનો આર્થિક વ્યવહાર આવશે ત્યારે તેમને બધું આવડી જશે તેમ માનવું ભૂલભરેલું છે. આ બાબત બહુ જટિલ છે અને તેમાં ઘણી ચીજોને બેલેન્સ કરવી પડે છે જેના પર બાળકોનું કોઇ નિયંત્રણ હોતું નથી. તેમાં સૌથી સરળ રસ્તો બાળકોને ચોક્કસ હેતુ માટેના ભથ્થા આપવાનો છે. ત્યાર પછી બાળકોને નિર્ણય કરવા દો.

ખરીદીમાં પ્રોયોરિટી
બાળકો સમજી શકશે કે રૂપિયા મર્યાદિત હોય અને એક કરતા વધુ ચીજો ખરીદવી હોય ત્યારે કઇ ચીજને પ્રાથમિકતા આપવી અને કોની ખરીદી ટાળવી. તેઓ આવા નિર્ણયો સાથે સંકળાયેલી લાગણીઓને પણ સમજી શકશે. તેઓ કદાચ ગરીબ બાળકને કંઇ આપવા પ્રેરાય, મિત્રો સાથે ખર્ચની વહેંચણી કરવી હોય ત્યારે સમાનતા જાળવે, બિનજરૂરી ખરીદી થઈ જાય તો તેના વિશે ખેદ અનુભવે વગેરે શક્ય છે. નાણાં પ્રત્યે તેના વલણથી આ અનુભવો ઘડાશે.
April 18, 2019
nathenan.jpg
1min15490

સોશ્યલ મિડીયા પર રચ્યા-પચ્યા રહેતા આજના યુવાનોને સોશ્યલ મિડીયા અને ઇન્ટરનેટનો સદુપયોગ કેવી રીતે કરવો તેનું સૌથી શ્રેષ્ઠ જીવંત ઉદાહરણ જો કોઇ હોય તો થાઇલેન્ડમાં રહેતી 12 વર્ષની નેથાનન નામની દિકરી છે. નેથાનન યુ ટ્યુબ પર વિડીયો જોઇને મેક-અપ કરવાનું શીખી, આજે વિશ્વની સૌથી નાની વયે એક્સપર્ટ મેકઅપ આર્ટિસ્ટ બની ચૂકી છે

12 year old makeup artist buys herself a BMW

12 વર્ષની વયજૂથની છોકરીઓ મોબાઈલ, રમકડાં, એક્ટીવા, ટેબ્લેટ વગેરે અપાવવા માટે માબાપ પાસે હઠાગ્રહ કરતા હોય છે પણ થાઈલેન્ડની નેથાનન નામની એક કિશોરીએ 12 વર્ષની ઉંમરે પોતાની કમાણીથી એક બીએમડબલ્યુ લક્ઝુરિયસ કાર ખરીદી છે.

12 વર્ષની Natthananએ પોતાને જ BMW Sedan ગિફ્ટ કરી છે, ગઇ તા.9મી એપ્રિલના રોજ નેથાનનનો જન્મ દિવસ હતો અને  પોતાના જન્મદિવસે નેથાનને પોતાને જ બીએમડલબ્યુ જેવી લક્ઝરીયસ કાર ગીફ્ટ કરી છે.

નેથેનન ફક્ત થાઇલેન્ડમાં જ નહીં બલ્કે વિશ્વભરમાં સૌથી નાની ઉંમરની એક જાણીતી મેકઅપ આર્ટિસ્ટ છે. થાઈલેન્ડના ચેંટાબુરીમાં રહેતી નેથાનન ‘લંડન ફેશન વીક – 2018’માં પણ ભાગ લઈ ચૂકી છે.

રિપોર્ટ અનુસાર નેથેનન ‘લંડન ફેશન વીક’માં મેકઅપ કરનારી સૌથી ઓછી ઉંમરની મેકઅપ આર્ટિસ્ટ છે.

નેથેનને 9 એપ્રિલના દિવસે પોતાના ફેસબુક પેજ પર કાર ખરીદી હોવાની વાત શેર કરી. તે લખે છે, ‘મને જન્મદિવસ મુબારક. હું આજે 12 વર્ષની થઈ ગઈ છું. તમારા પ્રેમ અને સપોર્ટ માટે આભાર. મારા તરફથી પણ બધાને અભિનંદન.’ જણાઈ કે, નેથેનનને ફેસબુક પર 9 લાખથી વધુ લોકો ફોલો કરે છે.

સોશ્યલ મિડીયાનો સદુપયોગ કર્યો નેથાનને

12 વર્ષની ઉંમરે વિદ્યાર્થિનીઓ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ પર બિનજરૂરી ચેટિંગમાં પોતાનો સમય, શક્તિ, મગજ બગાડતી હોય જોવા મળે છે, જ્યારે થાઇલેન્ડની નેથાનને ઇન્ટરનેટ અને સોશ્યલ મિડીયાનો સદુપરયોગ કર્યો છે.

તે યૂટ્યૂબના વિડીયોની મદદથી મેકઅપ કરતા શીખી છે. તેણે 7 વર્ષની ઉંમરથી સોશિયલ મીડિયા પર પોતાના મેકઅપ ટ્યૂટોરિયલ મૂકવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ તે લોકોની નજરમાં આવતી રહી અને ફેમસ બની ગઈ. જોકે, પ્રૉફેશનલ મેકઅપ આર્ટિસ્ટ બનવા માટે તેણે પ્રોફેશનલ મેકઅપ કોર્સિસ પણ કર્યા છે.

April 16, 2019
diamond1.jpg
1min10550

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ (IDI) ડાયમંડ, જેમ એન્ડ જવેલરી ક્ષેત્રમાં પ્રશિક્ષણ આપતી સંસ્થા

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ, સુરત એક સંક્ષિપ્ત વિવરણ અને જેમ એન્ડ જવેલરી ઇન્ડસ્ટ્રીઝમાં ભાગીદારી

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ શું છે?

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત અને જેમ અને જવેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલનો પ્રોજેક્ટ છે. આ સંસ્થાની સ્થાપના ૧૩મી મે ૧૯૭૮ નાં રોજ તે સમય નાં કેન્દ્રીય વાણિજ્ય  મંત્રી સ્વ. શ્રી મોહન ધારિયાનાં શુભ હસ્તે થઇ હતી. આઈ.ડી.આઈ. બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એકટ ૧૯૫૦ અને સોસાયટી રજીસ્ટ્રેશન એકટ ૧૮૬૦ હેઠળ રજીસ્ટર થયેલ સંસ્થા છે.

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટનો મુખ્ય હેતુ હીરા, ઝવેરાત અને કલરસ્ટોનનાં ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઝમાં પ્રોફેશનલીઝમ લાવવાનો છે.તદુપરાંત આ ક્ષેત્ર સાથે સંકળાયેલ કારીગરોમાં ઉચ્ચ પ્રકારની કાર્યકુશળતા વિકસાવવાનો છે. દુનિયાભરમાં જેમ એન્ડ જ્વેલરી ટ્રેડમાં થતા ટેકનોલોજીકલ ફેરફારોસાથે તાલમેલ સાધી ભારતીય જેમ એન્ડ જ્વેલરી ટ્રેડને તેનાથી માહિતગાર કરવાનો સંસ્થાનો અન્ય હેતુ છે. આમ પરોક્ષ રીતે સંસ્થાનો મુખ્ય હેતુ દેશ માંથી જેમ એન્ડ જ્વેલરીની નિકાસમાં વધારો કરવાના સાથે આ ક્ષેત્રમાં રોજગારીનું સર્જન કરવાનો છે.

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટની પ્રવૃતિઓ

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટની મુખ્ય પ્રવતિઓમાં જેમ એન્ડ જવેલરી ટ્રેડને અનુરૂપ તાલીમ કાર્યકમો ચલાવવા, રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ અને કન્સલટન્સી સર્વિસ આપવી.

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટમાં કયા પ્રકારના અભ્યાસક્રમો ચાલી રહ્યા છે?

આ સંસ્થામાં ડાયમંડ, જ્વેલરી અને કલર જેમ સ્ટોનનાં ક્ષેત્રમાં ગ્રેજ્યુએટ ડીપ્લોમાં ઈન જ્વેલરી પ્રોફેશનલ, પ્રોફેશનલ ડીપ્લોમાં – ડાયમંડ ગ્રેડીંગ, ડાયમંડ મેન્યુફેક્ચરિંગ, જ્વેલરી ડીઝાઈન, જ્વેલરી મેન્યુફેકચરીંગ, જેમોલોજી, જેવા કારકિર્દી લક્ષી સંપૂર્ણ અભ્યાકમો ચલાવવામાં આવે છે. જે વર્ષમાં એપ્રિલે, જુન, ઓગસ્ટ અને ડીસેમ્બર માં શરૂ થાય છે.

શોર્ટ ટર્મ અભ્યાસક્રમો

ડીપ્લોમાં અભ્યાસક્રમ સિવાય અનેક ટુંકા ગાળાના સર્ટિફિકેટ લેવલનાં અભ્યાસક્રમોં પણ આ સંસ્થામાં ચલાવવામાં આવે છે, જેમાં  પ્રોફેશનલ અને ફાઉન્ડેશન લેવલ નાં સર્ટિફિકેટ અભ્યાસક્રમો દર મહિનાના પહેલા સોમવારનાં દિવસે શરૂ થાય છે. જેમાં ડાયમંડ ક્ષેત્રમાં ડાયમંડ ગ્રેડીંગ, એડવાન્સ ડાયમંડ ગ્રેડીંગ, ડાયમંડ સોર્ટીંગ, કોમ્પુટરાઈઝડ ડાયમંડ પ્લાનીંગ, ડાયમંડ પોલિશિંગ, ગેલક્ષી ડાયમંડ પ્લાનીંગ, ગેલક્ષી QC, લેસર ડાયમંડ પ્રોસેસિંગ (4P), ડાયમંડ વેલ્યુએશન, ડાયમંડ આઇડેન્ટિફીકેશન, અને જ્વેલરીનાં ક્ષેત્રમાં જ્વેલરી ડીઝાઈન (મેન્યુઅલ), CAD જ્વેલરી ડીઝાઈન, જ્વેલરી ડીઝાઈન (MATRIX), જ્વેલરી ડીઝાઈન (CORAL), CAM જ્વેલરી મેન્યુફેકચરીંગ, ગોલ્ડ એસેયીંગ, જવેલરી કાસ્ટિંગ, જવેલરી મેકિંગ અને સ્ટોન સેટીંગ જેવા અભ્યાકમો ચલાવવામાં આવે છે.

ધંધાદારીઓને પણ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ સવલતો પૂરી પાડે છે

IDI સંસ્થા, જેમ એન્ડ જ્વેલરી ટ્રેડને વિવિધ સવલતો પૂરી પાડે છે. જેમાં ડાયમંડ જ્વેલરી ગ્રેડીંગ રિપોર્ટ, ડાયમંડ ગ્રેડીંગ રિપોર્ટ (4C), લેબગ્રોન ડાયમંડ ટેસ્ટીંગ રિપોર્ટ, સિન્થેટિક ડાયમંડ ટેસ્ટીંગ રિપોર્ટ, સ્ટાર અને મેલે સાઈઝ ડાયમંડ ગ્રેડિંગ રિપોર્ટ, લૂઝ અને સ્ટડેડ જેમ સ્ટોન ટેસ્ટીંગ રિપોર્ટ, ગોલ્ડ ટેસ્ટીંગ રિપોર્ટ જેવી અનેક સુવિધાઓ તદ્દન નજીવા ભાવે આઈ.ડી.આઈ. ખાતે ઉપલબ્ધ છે.

હયાત કર્મચારીઓ માટે ખાસ સ્કીલ અપગ્રેડેશન સ્કીમ કૌશલ્યમ 

જેમ અને જવેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલનાં “કૌશલ્યમ“ પ્રોગ્રામમાં ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ નોલેજ પાર્ટનર તરીકે જેમ અને જ્વેલરી ક્ષેત્રમાં કાર્યરત રત્નકલાકારો, જવેલર્સ/ ટ્રેડ સાથે સંલગ્ન પ્રોફશનલને સ્કીલ અપગ્રેડેશન કરવા માટે ગુજરાતભરમાં તાલીમ આપે છે.

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ દ્વારા જેમ અને જ્વેલરી ક્ષેત્રમાં કાર્યરત પ્રોફશનલ, જેના પાસે અનુભવ હોવા છતાં કોઈપણ પ્રકારના પ્રમાણપત્ર નથી હોતા, એના માટે સંસ્થા એક દિવસીય પ્રેકટીકલ પરીક્ષા લઇ, ટ્રેડ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે. આ પ્રકારનું ટ્રેડ સર્ટિફિકેટ ફક્ત પોલીશ્ડ ડાયમંડ ગ્રેડીંગ, રફ ડાયમંડ સોર્ટીંગ, કોમ્પુટરાઈઝડ ડાયમંડ પ્લાનીંગ, ડાયમંડ પોલિશિંગ જેવા પ્રોગ્રામ માટે આપવામાં આવે છે.

10 જૂન 2019થી નવો બેચ શરૂ થશે

જ્વેલરી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા વિધાર્થીઓ માટે સંસ્થા દ્વારા ૩ વર્ષ (૬ સેમેસ્ટર) નો હાયર ડીપ્લોમાં ઇન જ્વેલરી ડીઝાઈન અને મેન્યુફેકચરીંગ અભ્યાસક્રમ છેલ્લા ૧૯ વર્ષ થી સતત ચલાવવામાં આવે છે. જેની ફોર્મ ભરવાની પ્રક્રિયા આરંભ થઇ ચુકી છે. આ કોર્ષમાં એડમીશન ધોરણ ૧૨મું પાસ કર્યા પછી લઇ શકાય છે. આ અભ્યાસક્રમનો ૧૯મો બેચ ૧૦મી જુન, ૨૦૧૯ થી શરૂ થશે, આ કુલ ૬ સેમેસ્ટરનો કોર્ષ છે, જેમાં ૫ સેમેસ્ટર વિધાર્થીઓ આઈ.ડી.આઈ. માં અભ્યાસ કરવાના રહેશે અને ૬ઠું સેમેસ્ટરમાં  વિધાર્થીઓ ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્ટર્નશીપ તરીકે પ્રેકટીકલ જ્ઞાન મેળવવાનું રહશે.

ત્રણ વર્ષના અભ્યાસક્રમમાં સામેલ બાબતો

કુલ ૩ વર્ષ નાં અભ્યાસક્રમ દરમ્યાન જ્વેલરી ડીઝાઈન (મેન્યુઅલ અને કોમ્પ્યુટર), કેડ-કેમ, જવેલરી કાસ્ટિંગ, મેટલ ફેબ્રીકેશન, મેટલર્જી, ગોલ્ડ એસેયીંગ, રીફાઇનીંગ, સ્ટોન સેટીંગ, ડાયમંડ ગ્રેડીંગ, જેમોલોજી વગેરે જેવા અનેક વિષયો તથા ડાયમંડ, જ્વેલરી અને જેમ સ્ટોનનાં ક્ષેત્રનું સંપૂર્ણ ઊંડાણપૂર્વક જ્ઞાન આ કોર્ષમાં આવરી લેવામાં આવે છે.

અભ્યાસક્રમ કરનારને કેવા પ્રકારની જોબ વર્ક મળી શકે?

ઉપરોક્ત અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિધાર્થીઓને ડાયમંડ, જેમ જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝમાં જ્વેલરી ડીઝાઈનર, CAD ડીઝાઈનર, સુપરવાઈઝર, પ્રોડક્શન મેનેજર, QC ઇન્ચાર્જ, તથા ખ્યાતનામ લેબોરેટરીમાં ડાયમંડ ગ્રેડર તથા જેમોલોજીસ્ટ તરીકે ઉજ્વળ કારકિર્દી બનાવી શકે છે. ડાયમંડ, જેમ જ્વેલરી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટેનો આ એક સંપુર્ણ કોર્ષ છે.

સંસ્થા દ્વારા કોર્ષ પૂર્ણ કર્યા બાદ પ્લેસમેન્ટની સુવિધા આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આ કોર્ષ પૂર્ણ કરનાર વિધાર્થીઓ નામાંકિત કંપનીઓ જેવી કે  ટાઈટન, લક્ષ્મી જ્વેલરી, કિસના, જવેલ ગોલ્ડી, એનસાઈન, જેવી કંપની તથા IGI, GIA, IIDGR, GTL-જયપુર જેવી અનેક લેબોરેટરી માં નિમણૂંક પામી આજે ઉચ્ચપદો પર કાર્યરત છે

:: વધુ જાણકારી માટે સંપર્ક કરો ::

:: કતારગામ કેમ્પસ ::

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ, કતારગામ જી.આઈ.ડી.સી.,

સુમુલ ડેરી રોડ, સુરત-૩૯૫૦૦૮,

ટેલિફોન : ૦૨૬૧-૨૪૦૭૮૪૭ / ૪૮, મો. ૯૮૭૯૧૬૨૨૨૮

:: વેસુ કેમ્પસ ::

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટ – સીટી સેન્ટર, સોમેશ્વરા એન્કલેવ સોસાયટી પાછળ,
ઉધના મગદલ્લા રોડ, સુરત-૩૯૫૦૦૭

ટેલિફોન : ૦૨૬૧-૨૨૧૫૫૧૧ / ૬૬, મો. ૯૪૨૬૧૨૪૮૭૯

ઈમેલ : admission@diamondinstitute.net

web : www.diamondinstitute.net

*-*-*-*-*-*-

April 8, 2019
aru.jpg
1min14960

કરણ જોહરનું ધર્મા પ્રોડકશન દિવ્યાંગ પર્વતારોહી અરૂણિમા સિંહા પર બાયોપિક ફિલ્મ બનાવી રહયું છે. રિપોર્ટ અનુસાર અરૂણિમા સિંહાના પાત્ર માટે આલિયા ભટ્ટ પર પસંદગી ઉતારવામાં આવી છે. આ ફિલ્મને નિતેશ તિવારી નહીં, પણ મસાન ફેમ ડાયરેકટર નિરજ ઘેવન ડિરેકટ કરશે. આલિયાએ પુષ્ટિ કરી છે કે મારી નિરજ સાથે બેઠક થઇ છે.

હું આ ફિલ્મ માટે રોમાંચિત છું. આ એક જીવનને પ્રોત્સાહિત કરતી કહાની છે. જેને દર્શકો સુધી પહોંચાડવી જરૂરી છે. અમને આશા છે કે અરૂણિમા સિંહાની બાયોપિક ફિલ્મનું શુટીંગ આ વર્ષના અંતમાં શરૂ કરી દેશું. આલિયા ભટ્ટ હાલ બોલિવૂડની નંબર વન હિરોઇન છે.
તેની નવી ફિલ્મ કલંક 17 એપ્રિલે રીલિઝ થવાની છે.’ તે પિતા મહેશ ભટ્ટની ફિલ્મ સડક-2 પણ કરી રહી છે. આ ઉપરાંત જમૌલીની આરઆરઆરમાં પણ આલિયા છે. સંજય લીલા ભણશાલીની નવી ફિલ્મ ઇન્શાઅલ્લાહમાં તે સલમાન ઓપોઝિટ
સાઇન થઇ છે.