CIA ALERT

WE Archives - Page 14 of 63 - CIA Live

December 2, 2021
placement-2021.jpg
1min364

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોરોના વૈશ્વિક રોગચાળાના અને મંદીના માહોલ પછી ભારતના પ્રીમિયર IIT કેમ્પસમાં કરોડોથી વધુ રકમના જોબ પેકેજો મળ્યા છે. ડોમેસ્ટીક જોબ માર્કેટમાં આઇ.આઇ.ટી.ના ગ્રેજ્યુએટ્સને વાર્ષિક રૂ.1.8 કરોડ તેમજ ઇન્ટરનેશનલ જોબ માર્કેટમાં આઇ.આઇ.ટી.ના પાસઆઉટ ઉમેદવારને રૂ.2 કરોડના પે પેકેજ મળતા, આઇઆઇટીની પ્લેશમેન્ટ ઇનિંગની શરૂઆત ધમાકેદાર રીતે થઇ છે.

આઇ.આઇ.ટી. જોબ પ્લેશમેન્ટની સિઝનના આજે પહેલા જ શરૂઆતના દિવસે, ઘણા IITiansને કરોડો રૂપિયા પ્લસ પેકેજની ક્લબમાં પ્રવેશ મળ્યો છે, કારણ કે આ વર્ષે પ્લેશમેન્ટમાં મળેલું આઇઆઇટીના ઉમેદવારોને સર્વોચ્ચ સ્થાનિક (ડોમેસ્ટિક ઇન્ડીયા પ્લેશ) પેકેજ રૂ. 1.8 કરોડના પગારની નોકરી ઓફર થઇ છે જે આઇઆઇટીમાં અત્યાર સુધીની, સર્વકાલીન હાઇએસ્ટ ઓફર છે. એવી જ રીતે આઇ.આઇ.ટી.ના કેન્ડીડેટ્સને આંતરરાષ્ટ્રીય કંપની તરફથી થયેલી ગાર ઓફરની રકમ રૂ. 2 કરોડ વાર્ષિકને પાર કરી ગઈ છે.

વૈશ્વિક ટ્રાન્સપોર્ટેશન કંપની ઉબરે IIT-બોમ્બે અને મદ્રાસ સમેતની 5 આઇઆઇટી કેમ્પસમાંથી પાસઆઉટ એક-એક વિદ્યાર્થીને રૂ.2.05 કરોડ (અથવા $274,000)ના પેકેજમાં પસંદ કર્યા છે, જ્યારે IIT-રુરકીના એક વિદ્યાર્થીને રૂ. 2.15 કરોડ ($287,550) અને ત્રણની આંતરરાષ્ટ્રીય ઓફર મળી હતી. અન્યને રૂ. 1.30 કરોડથી રૂ. 1.8 કરોડની સ્થાનિક ઓફર મળી હતી.

IIT બેંગ્લોર  ખાતે પ્રથમ સ્લોટમાં, ઉબેર પછીની સૌથી વધુ ઓફર ક્લાઉડ ડેટા મેનેજમેન્ટ કંપની રૂબ્રિક તરફથી આવી હતી, જેમાં રૂ. 90.6 લાખ (અથવા $121,000) પેકેજ હતું. કેટલીક કંપનીઓ તરફથી પુષ્ટિની રાહ જોવાઈ રહી છે.

ઇન્ડીયા લોકલ ડોમેસ્ટિક માર્કેટમાંથી ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ફર્મ મિલેનિયમે પ્રથમ સ્લોટમાં રૂ. 62 લાખના પેકેજ માટે વિદ્યાર્થીઓને પસંદ કર્યા હતા, જ્યારે વર્લ્ડ ક્વોન્ટે રૂ. 52.7 લાખ અને બ્લેકસ્ટોને રૂ. 46.6 લાખ ઓફર કર્યા હતા.

Google, Microsoft, Qualcomm, Boston Consulting Group (BCG), Airbus અને Bain & Company દ્વારા સૌથી વધુ સંખ્યામાં ડોમેસ્ટિક ઑફર્સ કરવામાં આવી હતી. IT/સોફ્ટવેર, કોર એન્જિનિયરિંગ અને કન્સલ્ટિંગ એ પ્રથમ સ્લોટમાં સંસ્થા પાસેથી ભાડે લેવા માટે અગ્રણી ક્ષેત્રો હતા.

IIT-મદ્રાસમાં પ્રથમ દિવસે 11 જેટલી આંતરરાષ્ટ્રીય ઑફરો કરવામાં આવી હતી, એમ IIT મદ્રાસના સલાહકાર (તાલીમ અને પ્લેસમેન્ટ) પ્રોફેસર સીએસ શંકર રામે જણાવ્યું હતું.

સંસ્થાએ પ્લેસમેન્ટના પ્રથમ સત્રમાં 407 ઓફરો રેકોર્ડ કરી હતી, જે અત્યાર સુધીની શ્રેષ્ઠ છે, જેમાં 231 PPOનો સમાવેશ થાય છે.

કુલ મળીને, 11 વિદ્યાર્થીઓએ રૂ. 1 કરોડને વટાવી ગયેલી ઓફરો પ્રાપ્ત કરી હતી અને તેમાંથી 10 વિદ્યાર્થીઓને સ્થાનિક ઓફર મળી હતી અને 13 વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય ઓફર માટે સાઇન અપ કર્યું હતું, જેમાંથી 12 વિદ્યાર્થીઓએ જાપાન અને સિંગાપોરમાં નોકરી કરવા માટે રૂ. 1 કરોડથી ઓછા પેકેજની પસંદગી કરી હતી.

November 30, 2021
mbbs.jpg
1min467

મેડિકલ-ડેન્ટલના પ્રવેશ માટે રજિસ્ટ્રેશન બાદ ૨૪૨૨૮ વિદ્યાર્થીઓએ વેરિફેકશન કરાવ્યુઃ

ધો.૧૨ સાયન્સ પછીના યુજી મેડિલ-ડેન્ટલ અને આયુર્વેદ-હોમિયોપેથી પ્રવેશ માટે રજિસ્ટ્રેશન બાદ આજે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે.આ વર્ષે પ્રથમવાર મેડિકલ પ્રવેશ માટે વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. ૧૧ હજાર યુવકો સામે ૧૩ હજાર યુવતીઓ પ્રવેશની લાઈનમાં છે.

રાજ્ય સરકારની મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે.ગઈકાલે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.જેમાં ૨૫૩૧૫ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું.રજિસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવુ ફરજીયાત હોય વેરિફિકેશન કરાવનારા વિદ્યાર્થીઓ જ ફાઈનલ મેરિટમાં સમાવિષ્ટ થઈ શકે છે.આજે રાજ્યના નક્કી કરાયેલા ૩૨ હેલ્પ સેન્ટરો પર ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો છેલ્લો દિવસ હતો.કુલ ૨૪૨૨૮ વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યુ છે.

મહત્વનું છે કે પ્રથમવાર મેડિકલ-ડેન્ટલ પ્રવેશ માટે વિદ્યાર્થિનીઓની સંખ્યા વિદ્યાર્થીઓ કરતા ઘણી વધી છે.આ વર્ષે પ્રવેશ માટેની લાઈનમાં ઉભેલા કુલ વિદ્યાર્થીઓમાં ૧૧૧૦૦ યુવકો છે અને જેની સામે યુવતીઓ ૧૩૧૧૮ છે.આમ યુવકો કરતા યુવતીઓ ૨ હજાર જેટલી વધારે છે.પ્રથમવાર મેડિકલ પ્રવેશ માટે વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓ સંખ્યા ઘણી વધારે જોવા મળી છે. નર્સિંગમાં મોટા ભાગે વિદ્યાર્થિનીઓ વધુ પ્રવેશ લેતી હોય છે ત્યારે હવે આ ટ્રેન્ડ મેડિકલ-ડેન્ટલમાં પણ જોવા મળશે તેવુ લાગી રહ્યુ છે. જો કે નીટ આપનારા સ્ટુડન્સમાં વિદ્યાર્થિનીઓ વધુ છે અને પરિણામ પણ તેઓનું વધુ આવ્યુ છે.

November 4, 2021
sukanya-samriddhi-yojana.jpg
1min409

વુમન એમ્પાવરન્મેન્ટનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ બન્યું છે સુરત જિલ્લામાં આવેલા વાંકલનું ધાણાવડ ગામ. આ નાનકડા ગામે દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એવું કામ કર્યું છે જેમાંથી સમગ્ર દેશને પ્રેરણા મળી શકે છે. ટીપે ટીપે સરોવર ભરાઇ એ રીતે વાંકલના ભાણાવડ ગામમાં 92 ટકા જેટલી દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને તથા તેમના પરિવારોને સ્મોલ સેવિંગ્સ કરાવવામાં આવી રહ્યું છે અને સમગ્ર સુરતમાં 1800થી વધુ ગામડાઓમાં ધાણાવડ ગામે સૌથી વધુ દિકરીઓના સેવિંગ્સ કરાવીને ઇતિહાસ સર્જતા પોસ્ટ વિભાગે આ ગામને સુકન્યા ગામ ઘોષિત કરીને બહુમાનિત કર્યું છે.

ઉમરપાડા તાલુકાનુ ઘાણાવડ ગામમાં પોસ્ટ માસ્તર અને સરપંચ ના પ્રયાસથી સુકન્યા સમૃદ્ધિ યોજનાની વિશિષ્ટ કામગીરી થતા ગામ સુકન્યા ગામ જાહેર કરાયું છે. કેન્દ્ર સરકારનાં પોસ્ટ વિભાગ તરફથી બાલિકાઓ માટે સુકન્યા સમૃધ્ધિ યોજના અમલમાં છે. જેમાં બાલિકાઓનાં પોસ્ટમાં ખાતા ખોલી બચત કરવાની થાય છે.

સરકાર તરફથી ભવિષ્યમાં કન્યાઓને નાણાંકીય તકલીફ ન પડે તેની જોગવાઈ આ યોજનામાં કરેલ છે. ગ્રામ્ય લેવલે વાલીઓને સમજાવી બચત કરાવવાનુ ખૂબ મુશ્કેલ કામ છે. આવા કઠીન કાર્ય માટે ઘાણાવડ બ્રાંચ પોસ્ટ ઓફિસનાં પોસ્ટ માસ્તર મનજીભાઈ આટીયાભાઈ વસાવાએ ઘરે ઘરે ફરી બાલિકાઓનાં ખાતા ખોલવાની સુંદર કામગીરી કરી હતી. જેની કદર રૂપે સરકાર દ્વારા આ ગામ ને સંપૂર્ણ સુકન્યા ગ્રામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

સુરત ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાની શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ઘાણાવડ ગામનાં સરપંચ અને પોસ્ટ માસ્ટર મનજીભાઇ આટિયાભાઇ વસાવાને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગામને પ્રતિષ્ઠા અપાવવા બદલ ગ્રામજનો એ પોસ્ટ માસ્ટર ને અભિનંદન પાઠવ્યા છે.

ધરમસિંહભાઈ વસાવા, ઘાણાવડ ગ્રામ પંચાયત, સરપંચ

ઘાણાવડમાં કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના નો 100 ટકા લક્ષ્યાંક પૂર્ણ કરવાની નેમ સાથે અમે પોસ્ટ વિભાગ સાથે હાલમાં કામ કરી રહ્યા છે અમારા ગામની પોસ્ટ ઓફિસના કાર્યક્ષેત્ર ના ગામો દિવતણ લીંબરવાણ. કાટનવાળી વગેરે ગામોમાં અમે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ વધુમાં વધુ પોસ્ટમાં ખાતા ખુલે તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે.

November 1, 2021
cia_multi-1280x1045.jpg
1min808

સુરતના અઠવાલાઇન્સ સ્થિત સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી માટે આ એક ગર્વની ક્ષણ છે જેમાં SCET ના કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓ અને માર્ગદર્શકની ટીમને 10મી કોમ્પ્યુટર સોસાયટી ઓફ ઈન્ડિયા – ઇનએપ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ પ્રોજેક્ટ એવોર્ડ્સ 2021 માં “પ્રથમ પુરસ્કાર” એનાયત કરવામાં આવ્યો છે.

ઇનએપ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ પ્રોજેક્ટ એવોર્ડ્સ 2021ની સ્થાપના નવીન સોફ્ટવેર એપ્લિકેશનો વિકસાવવામાં અસાધારણ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓને ઓળખવા અને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે.કરવામાં આવી હતી. આ એવોર્ડની પસંદગી પ્રક્રિયા 6 મહિનાની લાંબી પ્રક્રિયા હતી જેમાં વિશ્વભરના 2000 થી વધુ પ્રતિસ્પર્ધીઓ દ્વારા સબમિટ કરાયેલા 600+ પ્રોજેક્ટ્સમાંથી શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં એલિમિનેશનના 3 રાઉન્ડ હતા જે થકી ક્વોલિફાઇ થઇને પ્રથમ પુરસ્કાર મેળવવું એ કોમ્પ્યુટર ઇન્જીન્યરીંગ ડિપાર્ટમેન્ટ- સ્કેટ ના વિદ્યાર્થીઓની મોટી સિદ્ધિ છે.

શરૂઆતમાં સ્પર્ધા કરતી 600+ ટીમોમાંથી, પસંદગીના 2 રાઉન્ડ હતા. 20મી ઓક્ટોબર 2021ના રોજ રાજભવન, ત્રિવેન્દ્રમ ખાતે આયોજિત એવોર્ડ સમારોહમાં અંતિમ રાઉન્ડના પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી અને કેરળના માનનીય રાજ્યપાલ શ્રી આરિફ મોહમ્મદ ખાને વિજેતાઓને ઈનામો એનાયત કર્યા હતા.

SCET ના કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થી ટીમના સભ્યો છે:

  • નિનાદ અંકલેસરિયા,
  • ધ્યેય નિકલવાલા,
  • યશવી માલુ,
  • ઉર્મિ પાઠક અને
  • જીનલ પટેલ.

આ વિદ્યાર્થીઓને SCET ખાતે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગના ડો. નિરાલી નાણાવટી અને સુશ્રી પ્રીતિ શ્રીનિવાસન (IIT મંડીમાં માસ્ટર્સ રિસર્ચ સ્કોલર) દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સુપરસ્કેન સુરત સાથે સંકળાયેલા રેડિયોલોજિસ્ટ એવા ડૉ. નિપુન જિંદલ દ્વારા અભ્યાસ હેતુ માટે MRI ડેટા પ્રદાન કરવામાં આવ્યો હતો.

SCET ના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ આ પ્રથમ પુરસ્કાર વિજેતા પ્રોજેક્ટનું નામ- “મેડિકલ ઇમેજ ટ્રાન્સલેશન” છે. આ પ્રોજેક્ટમાં MRI ઇમેજને એક પ્રકારની ઇમેજમાંથી બીજી પ્રકારની ઇમેજમાં અનુવાદિત કરવા માટે ડીપ લર્નિંગ ફ્રેમવર્કનો ઉપયોગ કરાય છે.

આ પ્રોજેક્ટ નો ફાયદો છે કે – આનાથી રેડિયોલોજિસ્ટના  સંસાધનો અને સમય બચશે , દર્દીઓ માટે ખર્ચ ઓછો થશે , રેડિએશનની શરીર પરની અસર ઘટાડવામાં મદદ મળશે. આ પ્રોજેક્ટ ના કારણે -એમઆરઆઈ સ્કેનનો સમય ઓછો થશે અને જેથી ખર્ચો પણ ઓછો થશે, તદુપરાંત થોડા રીસોર્સીસ-સમયમાં – વધુ એમઆરઆઈ પરીક્ષણ  થઇ શકશે. આ પ્રોજેક્ટ બાળકો માટે પણ ખુબ જ ફાયદાકારક રહેશે કારણ કે તે તેમના એમઆરઆઈ માટે જરૂરી રેડિએશન નો સમય ઘટાડશે.

October 30, 2021
cia_multi-1280x1045.jpg
1min570

Jayesh Brahmbhatt 98253 44944

ભારતની પ્રતિષ્ઠિત ગણાતી દિલ્હી યુનિવર્સિટીના કોમર્સ બેઝ અભ્યાસક્રમો માટે લેવાયેલી નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટના જાહેર થયેલા પરીણામમાં સુરતનો વિદ્યાર્થી ક્રિશિવ રાહુલ અગ્રવાલે ઓલ ઇન્ડીયા ફર્સ્ટ રેન્ક મેળવીને સુરતનું નામ ફરી વખત શિક્ષણમાં રાષ્ટ્રીય સ્તરે ગૂંજતુ કરી દીધું છે.

દેશની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી દિલ્હી યુનિવર્સિટી પોતાના અભ્યાસક્રમો માટે અલગથી પ્રવેશ પરીક્ષા લે છે અને તેનું ઓલ ઇન્ડિયા મેરીટ તૈયાર કરે છે તેમાં સુરતનો વિદ્યાર્થી Krishiv Rahul Agarwal ઓલ ઇન્ડીયા સ્તરે પહેલા ક્રમે આવ્યો. CiA Live News Portal

મળતી માહિતી મુજબ દિલ્હી યુનિવર્સિટી દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહ પછીના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે દિલ્હી યુનિવર્સિટી જોઇન્ટ એડમિશન ટેસ્ટ રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવે છે. આ પરીક્ષાનું મેરીટથી મેનેજમેન્ટ સ્ટડીઝ, બિઝનેસ મેનેજમેન્ટ, બીબીએ ફાઇનાન્સ, બી.એ. ઓનર્સ વગેરે જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ ફાળવવામાં આવે છે. સુરત સમેત સમગ્ર દેશમાંથી અંદાજે સાડાચાર લાખ જેટલા વિદ્યાર્થીઓએ ડીયુ-જેટ (દિલ્હી યુનિવર્સિટી જોઇન્ટ એડમિશન ટેસ્ટ) પરીક્ષા આપી હતી. જેનું પરીણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું.

સૌના આશ્ચર્ય વચ્ચે ડીયુ-જેટ પરીક્ષામાં સુરતનો વિદ્યાર્થી ક્રિશીવ રાહુલ અગ્રવાલને ઓલ ઇન્ડીયા ફર્સ્ટ મેરીટ રેન્ક એલોટ થતાં સમગ્ર ભારતનું ધ્યાન સુરત પર કેન્દ્રીત થયું હતું. ક્રિશીવ રાહુલ અગ્રવાલ સુરતની દિલ્હી પબ્લિક સ્કુલમાંથી ધો.12 કોમર્સ પાસ કર્યું છે. અગાઉ સુરત કે ગુજરાતમાંથી કોઇ પણ વિદ્યાર્થીએ દિલ્હી યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત મનાતી ડીયુ-જેટ પરીક્ષામાં આ પ્રકારનો દેખાવ કર્યો નથી. સુરતમાંથી તો સૌથી પહેલી વખત કોઇ વિદ્યાર્થીએ દિલ્હી યુનિવર્સિટીમાં ઓલ ઇન્ડીયા ફર્સ્ટ રેન્ક મેળવ્યો હોય તેવી આજે પહેલી ઘટના બની છે.

First time a Surat student Tops Delhi University Joint Admission Test

Krishiv Rahul Agrawal an Alumni of Delhi Public School Surat batch 2020-21 has secured All India Rank 1 (AIR 1) 1 in Delhi University Joint Admission Test f( DU- JAT 2021). DU-JAT is  a national level entrance exam conducted every year for admission to courses like BMS, BBE, BBA (FIA) courses and BA (Hons) in Business Economics programmes. 

October 24, 2021
karva.jpg
1min981
करवा चौथ के दिन नहीं भूलकर भी न करें ये 8 काम

 કરવા ચૌથ, ગૌર પૂજાનું વ્રત આજે રવિવારે રાખવામાં આવી રહ્યું છે. આ વર્ષે કરવા ચૌથ પર 5 વર્ષ પછી એવો શુભ યોગ બની રહ્યો છે કે કરવા ચૌથની પૂજા રોહિણી નક્ષત્રમાં કરવામાં આવશે.

કરવા ચૌથ, ગૌર પૂજાનું વ્રત આજે રવિવારે રાખવામાં આવી રહ્યું છે. આ વર્ષે કરવા ચૌથ પર 5 વર્ષ પછી એવો શુભ યોગ બની રહ્યો છે કે કરવા ચૌથની પૂજા રોહિણી નક્ષત્રમાં કરવામાં આવશે.

આ સિવાયે રવિવારે આ વ્રત હોવાથી સૂર્યદેવનો શુભ પ્રભાવ પણ આ વ્રત પર પડશે. આ નક્ષત્રને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે વ્રત કરનારી દરેક સૌભાગ્યવતી મહિલાઓ નિર્જળા વ્રત રાખશે અને રાતે ચંદ્ર દર્શન કર્યા પછી વ્રત ખોલશે.

મહિલાઓ રાખશે નિર્જળા વ્રત
માતા પાર્વતી, ભગવાન શિવ, કાર્તિકેય અને ગણેશ સહિત શિવ પરિવારનું પૂજન કરી મહિલાઓ માતા પાર્વતી પાસે અખંડ સૌભાગ્યની કામના કરે છે. સાથે જ વ્રત દરમિયાન કરવામાં જળ ભરીને કથા પણ સંભળશે. મહિલાઓ સવારે સૂર્યોદયથી ચંદ્રોદય સુધી નિર્જળા વ્રત રાખે છે અને ચંદ્ર દર્શન પછી વ્રત ખોલે છે. આજે ચંદ્રોદય કેટલા વાગ્યે થશે, સૌથી વધારે રાહ તેની જ જોવામાં આવે છે.

મુંબઇમાં ચંદ્રોદયનો સમય
મુંબઇમાં ચંદ્રોદય 8.45 વાગ્યે થવાની શક્યતા છે. જો કે, ચંદ્રદર્શન 10-15 મિનિટના અંતરાળમાં થઈ શકે છે.

કરવાચૌથના શુભ મુહૂર્ત
કૃષ્ણ  પક્ષની ચતુર્થી તિથિનો પ્રારંભ- રવિવારે સવારે 3 કલાક 1 મિનિટે
ચતુર્થી તિથિ સમાપ્ત- સોમવાર સવારે 5 કલાક 43 મિનિટે.

કરવાચૌથ પૂજન મુહૂર્ત
અમૃત મુહૂર્ત – 10.40થી 12.05 સુધી
શુભ મુહૂર્ત – 1.29થી 2.54 સુધી શિવ પરિવારનું પૂજન
સાંજે-  શુભ મુહૂર્ત- 5.43થી 7.18 સુધી કરવા ચૌથ કથા પૂજન
અમૃત મુહૂર્ત- 7.18થી 8.54 સુધી ઇંદ્ર ઇંદ્રાણી, ચંદ્ર પૂજન

October 22, 2021
KN_chavda-copy.jpg
1min1277

ગુજરાત રાજ્યની 31 સરકારી યુનિવર્સિટીઓ હવે અધિકારમંડળોની મિટીંગો યોજીને નેશનલ એજ્યુકેશન પોલિસીના અમલ માટે ઠરાવો કરાવશે, આ પ્રોસિજર વીર નર્મદ યુનિવર્સિટીએ પૂર્ણ કરી દીધી છે અને તેનો અમલ પણ શરૂ કરી દેવાયો છે. આમ વીર નર્મદ યુનિ.ની એડવાન્સ કામગીરીનો એડવાન્ટેજ વિદ્યાર્થીઓને મળવાનો શરૂ થઇ ગયો છે

વીર નર્મદ યુનિવર્સિટીનો રેફરન્સ સરકાર કક્ષાએ સકારાત્મક લેવાયો છે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં dated 21/10/21 ગાંધીનગર ખાતે મળેલી રાજ્યની 32 સ્ટેટ યુનિવર્સિટીઓના કુલપતિઓની બેઠકમાં દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટીની એ બાબતે તમામે નોંધ લીધી કે નેશનલ એજ્યુકેશન પોલિસીના અમલ માટેની તમામ પૂર્વતૈયારીઓ જેમાં જેતે અધિકારમંડળોમાં ઠરાવો કરાવવાથી લઇને તેનો અમલ કરવા બાબતની તમામ પ્રોસિઝર પૂર્ણ કરનાર રાજ્યની જો કોઇ યુનિવર્સિટી હોય તો એ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી છે.

રાજ્ય સરકારે આજે એન.ઇ.પી.ના અમલ માટે જે લેસન સોંપ્યુ છે તે પૈકી 80 ટકા લેસન વીર નર્મદ યુનિવર્સિટીએ પૂર્ણ કરી દીધું છે.ગુજરાતમાં ચાલુ વર્ષથી નેશનલ એજ્યુકેશન પોલિસીનો અમલ જોરશોરથી શરૂ થઇ શકે તે માટે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી જીતુ વાગાણી અને શિક્ષણ રાજ્યમંત્રી ડો.ડિંડોરની ઉપસ્થિતિમાં રાજ્યની 32 સરકારી યુનિવર્સિટીઓના કુલપતિઓની એક મિટીંગ ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ આ મિટીંગનો ઉદ્દેશ યુનિવર્સિટીઓને નેશનલ એજ્યુકેશન પોલિસી (એન.ઇ.પી.)ના અમલ માટે શોર્ટ ટર્મ, મિડીયમ ટર્મ અને લોંગ ટર્મના કયા કયા કામો કરવા તે અંગેની જાણકારી આપવાનો અને યુનિવર્સિટીઓએ કરેલી કામગીરીનો રિપોર્ટ લેવાનો આશય હતો.સમગ્ર રાજ્યમાં વીર નર્મદ યુનિવર્સિટી એકમાત્ર છે જેણે નેશનલ એજ્યુકેશન પોલિસીના અમલ માટે એડવાન્સમાં તમામ કામગીરીઓ પૂર્ણ કરી દીધી છે. એ બાબતની નોંધ મિટીંગમાં લેવામાં આવી કે વીર નર્મદ યુનિવર્સિટીએ એન.ઇ.પી.ના અમલીકરણ માટે સર્વોચ્ચ અધિકારમંડળ ખાસ સેનેટની અસાધારણ સભા યોજી હતી અને તેમાં ઠરાવો પાસ કરાવ્યા હતા. જેની ફળશ્રુતિ રૂપે સરકારે જે કામગીરી સોંપી છે તેનો અમલ વીર નર્મદ યુનિવર્સિટીએ એડવાન્સમાં કરાવી દીધો છે.

વીર નર્મદ યુનિ.એ આ કામગીરી શરૂ પણ કરી દીધી

  • ડિગ્રી કોર્સમાં મલ્ટી લેવલ એક્ઝિટ પોલિસ-
  • દરેક અભ્યાસક્રમમાં ક્રેડિટ ટ્રાન્સફર પોલિસી-
  • કોઇપણ અભ્યાસક્રમમાં મલ્ટી લેવલ એન્ટ્રી-
  • 4 વર્ષના ઓનર્સ ગ્રેજ્યુએશન કોર્સનો અમલ-
  • એકેડેમિક બેંક ઓફ ક્રેડિટનો અમલ શરૂ-
  • ઓન ડિમાંડ એકઝામ પોલીસી-
  • મલ્ટિ ડિસીપ્લિનરી સર્ટિફિકેશન અને ડિપ્લોમા-
  • મલ્ટિ ડિસીપ્લિનરી રેગ્યુલેટરી ઓથોરિટી-
  • ડ્યુઅલ ડિગ્રી, ડ્યુઅલ સર્ટિફિકેશન ફેસેલિટી-
  • ઓનલાઇન કોર્સ ડેવલપમેન્ટ સ્ટુડીયો

દરેકના સહયોગથી NEPનો અમલ શક્ય

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક પૂર્ણ કર્યા બાદ વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું કે આજે વીર નર્મદ યુનિવર્સિટી નેશનલ એજ્યુકેશન પોલિસીના અમલ કરી શકી છે તેનું કારણ યુનિવર્સિટીના અધ્યાપકો, આચાર્યો, વિવિધ અધિકારમંડળોના સભ્યો, સેનેટ, સિન્ડીકેટ, યુનિવર્સિટીના અધિકારીઓ, કર્મચારીઓ વગેરેએ ભારે મહેનત કરીને તમામ ઠરાવોનું ડ્રાફિટ્ંગથી લઇને તેમાં સુધારા વધારાઓ કરીને આખરે સેનેટની ખાસ સભામાં પસાર કરાવ્યા ત્યારે આજે વીર નર્મદ યુનિવર્સિટી શ્રેય લઇ શકી છે કે એન.ઇ.પી.નો અમલ શરૂ કરી દેનાર રાજ્યની એક માત્ર યુનિવર્સિટી બની છે વીર નર્મદ યુનિવર્સિટી.  

October 21, 2021
upsc1.jpg
1min337

આર્થિક રીતે નબળા અને પછાત વર્ગના સરકારી નોકરી ઇચ્છતા લોકો માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)એ ટૉલ ફ્રી હૅલ્પલાઇન શરૂ કરી છે.

હૅલ્પલાઇનનો નંબર ૧૮૦૦૧૧૮૭૧૧

દેશના બ્યુરોક્રેટ્સ, ડિપ્લોમેટ્સ અને પોલીસ અધિકારીઓ અને અન્ય પદો માટે યુપીએસસી દ્વારા સિવિલ સર્વિસ માટેની તથા અન્ય સરકારી અધિકારીઓની નિમણૂક માટે પરીક્ષાઓ લેવામાં આવે છે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ હૅલ્પલાઇન સપ્તાહના બધા જ દિવસો દરમિયાન ઑફિસ અવર્સ દરમિયાન કાર્યરત રહેશે. ભારતને સ્વાતંત્ર્ય મળ્યાના ૭૫મા વર્ષની ઉજવણી નિમિત્તે સરકાર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરી રહી છે અને આ હૅલ્પલાઇન ઉજવણીના ભાગરૂપે શરૂ કરવામાં આવી છે. આ હૅલ્પલાઇનનો નંબર ૧૮૦૦૧૧૮૭૧૧ છે.

October 19, 2021
cia_edu-1280x925.jpg
1min709

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતમાં આવેલી બેચલર ઓફ આર્કિટેક્ચર અભ્યાસક્રમ ચલાવતી 2 કોલેજોને પ્રવેશાર્થીઓ સંપૂર્ણ પણે રિજેક્ટ કરી દીધી છે ત્યાં સુધી કે એકેય વિદ્યાર્થી સુરતની આ બે કોલેજોમાં પ્રવેશ લેવા તૈયાર નથી.

ભગવાન મહાવીર આર્કિટેક્ચર કોલેજમાં પ્રવેશ માટે એક પણ વિદ્યાર્થીએ પસંદગી આપી નહીં, 100 ટકા સીટો ખાલી

ગુજરાત સરકારે બેચલર ઓફ આર્કિટેક્ચર અભ્યાસક્રમમાં પ્રવેશ કાર્યવાહી કરવા માટે રચેલી એડમિશન કમિટીએ પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા બાદ ખાલી પડેલી બેઠકોનું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં (1) સુરતની પ્રાઇવેટ યુનિવર્સિટી, ભગવાન મહાવીર યુનિવર્સિટી હસ્તકની ભગવાન મહાવીર કોલેજ ઓફ આર્કિટેક્ચરમાં ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટેની સ્ટેટ ક્વોટાની કુલ 90 સીટો પ્રવેશ માટે મૂકવામાં આવી હતી. આ કોલેજમાં પ્રવેશ માટે ગુજરાત કે ગુજરાતની અધર બોર્ડની સ્કુલોના એક પણ વિદ્યાર્થીએ ચોઇશ ફિલિંગ કર્યું ન હતું. પરીણામે ભગવાન મહાવીર કોલેજ ઓફ આર્કિટેક્ચરની સો એ સો ટકા 90માંથી 90 સીટો ખાલી પડી રહી છે.

વેસુની વિદ્યામંદિર આર્કિટેક્ચર કોલેજમાં પણ તમામ બેઠકો ખાલી, એકપણ વિદ્યાર્થી પ્રવેશ માટે રાજી નથી

એવી જ રીતે સુરતના વેસુ વિસ્તારમાં આવેલી વિદ્યામંદિર કોલેજ ઓફ આર્કિટેક્ચર સાથે પણ આવું જ બન્યું છે. આ કોલેજ પહેલા ફક્ત કન્યાઓ માટે જ શરૂ કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ નહીં મળતા પછી તેને સામાન્ય કોલેજ બનાવી દેવામાં આવી એ પછી પણ કોઇ પ્રવેશાર્થી આ કોલેજમાં પ્રવેશ લેવા માટે રાજી નથી. હાલ ચાલી રહેલી બી.આર્ક.ની પ્રવેશ પ્રક્રિયામાં પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પછી વિદ્યામંદિર કોલેજ ઓફ આર્કિટેક્ચરની બધી જ બેઠકો ખાલી પડી છે. વિદ્યામંદિર કોલેજ ઓફ આર્કિટેક્ચરમાં ગુજરાત બોર્ડ માટે કુલ 22 સીટો અને અધર બોર્ડ માટે 1 સીટો એસીપીસીમાં મૂકવામાં આવી હતી. જેમાં એક પણ પ્રવેશાર્થીએ ચોઇશ ફિલિંગ કર્યું ન હતું.

ગુજરાતમાં બી.આર્ક.માં પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા બાદ ખાલી પડેલી બેઠકોની માહિતી

સુરતમાં બિલાડીની ટોપની જેમ પ્રાઇવેટ યુનિવર્સિટીઓની હાટડીઓ શરૂ થઇ ગઇ છે ત્યારે કોલેજોની પસંદગી ખૂબ વિચારણા કર્યા બાદ જ કરવી

October 15, 2021
cbse.jpg
1min444

સીબીએસઇના ૧૦મા અને ૧૨મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓની પહેલા સત્રની ઓફલાઇન પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં યોજવામાં આવશે એવી બૉર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. પરીક્ષાનું ટાઇમ ટેબલ ૧૮ ઑક્ટોબરે જાહેર કરવામાં આવશે. 

સીબીએસઇ બોર્ડે વધુમાં જણાવ્યું હતું કે આ પરીક્ષાઓ ઑબ્જેક્ટિવ ટાઇપની હશે અને તેનો સમયગાળો ૯૦ મિનિટનો રહેશે. શિયાળાનો સમય ધ્યાનમાં રાખતા પરીક્ષાઓ સવારે ૧૦.૩૦ને બદલે ૧૧.૩૦થી શરૂ  થશે. 

‘પ્રથમ સત્રની પરીક્ષા બાદ જાહેર કરવામાં આવશે. કોઇ પણ વિધાર્થીને પાસ, કમ્પાર્ટમેન્ટ કે એસેન્શિયલ રીપિટ કેટેગરીમાં મૂકવામાં નહીં આવે. 

ફાઇનલ પરિણામ પ્રથમ અને દ્વિતિય સત્રના અંતે જાહેર કરાશે તેમ સીબીએસઇ એક્ઝામ કંટ્રોલર સન્યામ ભારદ્વાજે જણાવ્યું હતું. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે બીજા સત્રની પરીક્ષા માર્ચ-એપ્રિલ, ૨૦૨૨ દરમ્યાન લેવામાં આવશે. એ ઑબ્જેક્ટિવ કે સબ્જેક્ટિવ પ્રકારની હશે કે કેમ એ તે સમયની કોવિડ-૧૯ની પરિસ્થિતિ પર આધાર રાખશે.