WE Archives - Page 13 of 63 - CIA Live

February 10, 2022
breaking-1280x1035.jpg
1min1355

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા દ્વારા આજે સી.એ. ફાઇનલ્સ પરીક્ષાનું પરીણામ ઘોષિત કરવામાં આવ્યું હતું. પરીણામ જાહેર થતાં જ સુરત શહેરનું નામ સમગ્ર દેશમાં ગૂંજવા માંડ્યું હતું. કેમકે સુરતની રાધિકા બેરીવાલ નામની યુવતિએ સી.એ. ફાઇનલ્સ પરીક્ષામાં સમગ્ર ભારતમાં પહેલા ક્રમે પાસ થવાની સિદ્ધિ હાંસલ કરી છે. સી.એ.ના પરીણામો પર દેશની બેંકોથી લઇને ફાઇનાન્સિયલ ઇન્સ્ટીટ્યુટ્સથી લઇને ફાઇનાન્સ મિનિસ્ટ્રી સુધીના અધિકારીઓની નજર રહેતી હોય છે એવા સમયમાં સી.એ. ઓલ ઇન્ડિયા ફર્સ્ટ તરીકે સુરતની રાધિકાએ મેદાન મારતા આજે સુરત શહેરનું નામ સમગ્ર રાષ્ટ્રીય સ્તરે ગૂંજતું થઇ ગયું છે.

સી.એ. ફાઇનલ્સ ડિસેમ્બર 2021માં લેવાયેલી પરીક્ષામાં ઓલ ઇન્ડિયા ફર્સ્ટ આવેલી રાધિકાની પરિવાર સાથેની એક ફાઇલ તસ્વીર.

સમગ્ર ભારતમાં સી.એ. કોંચિંગ માટે વખણાતા સુરતના જાણિતા રવિ છાવછરીયાએ જણાવ્યું હતું કે સી.એ.ના પરીણામમાં આ વખતે અગાઉના વર્ષના લગભગ દરેક રેકોર્ડ તૂટી ગયા છે. દરેક સબ્જેક્ટ વાઇઝ જોરદાર પરફોર્મન્સ રાધિકા બેરીવાલાએ હાંસલ કર્યું છે. તેમણે કહ્યું કે અગાઉ રાધિકા બેરીવાલા આઇ.પી.સી.સી.ની પરીક્ષામાં પણ સમગ્ર ભારતમાં સેકન્ડ રેંક હાંસલ કરવાની સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

February 3, 2022
cia_multi-1280x1045.jpg
3min758

Jayesh Brahmbhatt 98253 44944

ભારતમાં સિવિલ સર્વિસીઝ, સનદી સેવા અધિકારીઓની જુદી જુદી 26 જેટલી કેડર માટે ભરતી પ્રક્રિયા કરતી સંસ્થા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ બુધવાર, તા.2 ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે 2022ના ચાલુ કેલેન્ડર વર્ષમાં સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા તા.5 જૂને લેવામાં આવશે. કુલ 861 પોસ્ટ માટે આ પરીક્ષા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભારતીય વહીવટી સેવા, ભારતીય વિદેશ સેવા અને ભારતીય પોલીસ સેવા, અન્યો વચ્ચેના અધિકારીઓની પસંદગી માટે સિવિલ સેવાઓની પરીક્ષા વાર્ષિક ત્રણ તબક્કામાં લેવામાં આવે છે – પ્રીલીમ્સ, મુખ્ય અને ઇન્ટરવ્યુ.

પ્રીલીમનરી પરીક્ષા દ્વારા શરૂ કરાયેલી ભરતી પ્રક્રિયાના અંતે કુલ 861 જેટલી સનદી અધિકારીઓની ખાલી પડેલી જગ્યાઓ પર નિમણૂંકો અપાશે. આ પ્રક્રિયામાં વિકલાંગતા કેટેગરી ધરાવતી વ્યક્તિઓ માટે 34 જગ્યાઓ આરક્ષિત કરવામાં આવી છે.

સનદી સેવા અધિકારીઓમાં પણ પુરુષ અને મહિલા ઉમેદવારોની સંખ્યાનું સંતુલન જળવાય રહે તે માટે ખાસ મહિલા ઉમેદવારો આ પરીક્ષા વધુને વધુ સંખ્યામાં આપે તે માટે મહિલા ઉમેદવારોને પ્રોત્સાહિત કરવા માટે તમામને કહેવામાં આવી રહ્યું છે.

કોઇપણ સ્નાતક (ગ્રેજ્યુએટ) ઉમેદવારો www.upsconline.nic.in વેબસાઇટ પર યુપીએસસી પ્રીલીમનરી પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજીઓ મોકલવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી સાંજે 6 વાગ્યા સુધી છે.

1 માર્ચથી 7 માર્ચ સુધી સાંજે 6 વાગ્યા સુધી ઓનલાઈન અરજીઓ પાછી ખેંચી શકાશે.

જે ઉમેદવારો ચાલુ વર્ષે ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષની પરીક્ષા આપવાના છે તેઓ પણ આ પરીક્ષા આપી શકે છે

In English

Civil services preliminary examination 2022 will be held on June 5 to fill 861 posts, the Union Public Service Commission (UPSC) said on Wednesday 2nd February 2022. The civil services examination is conducted annually in three stages — preliminary, main and interview — to select officers of Indian Administrative Service, Indian Foreign Service and Indian Police Service, among others.

The number of vacancies to be filled through the examination is expected to be approximately 861 which include 34 vacancies reserved for persons with benchmark disability category — seven for candidates of blindness and low vision, 11 for deaf and hard of hearing, and eight for locomotor disability.

The final number of vacancies may change after getting the exact number of vacancies from cadre controlling authorities, the UPSC said.

In a notification, it said the civil services preliminary examination will be held on June 5, 2022.
“The government strives to have a workforce which reflects gender balance and women candidates are encouraged to apply,” it said.

Candidates can apply online at www.upsconline.nic.in. The last date for sending online applications is Feb 22 till 6 pm.

Online applications can be withdrawn from March 1 to March 7 till 6 pm.

“No request for withdrawal of candidature will be entertained after the expiry of the specified period by the commission under any circumstances,” the notification said.

January 26, 2022
Flight-Lieutenant-Shivangi-Singh-Rafale-Jet.jpg
1min744

દેશના પ્રથમ મહિલા રાફેલ જેટ પાયલોટ ફ્લાઈટ લેફ્ટિનેન્ટ શિવાંગી સિંહે બુધવારે ગણતંત્ર દિવસના પ્રસંગે ભારતીય વાયુ સેના(IAF)ની ઝાંખીમાં હિસ્સો લીધો હતો. તેઓ ભારતીય વાયુસેનાની ઝાંખીનો હિસ્સો બનનારા બીજા મહિલા ફાઈટર જેટ પાયલોટ છે. ગત વર્ષે ફ્લાઈટ લેફ્ટિનેન્ટ ભાવના કંઠ IAFની ઝાંખીનો હિસ્સો બનનારા પ્રથમ મહિલા ફાઈટર જેટ પાયલોટ બન્યા હતા. શિવાંહી સિંહ બનારસના છે. તેઓ 2017માં IAFમાં સામેલ થયા હતા. રાફેલ ઉડાડવાની પહેલા તેઓ મિગ-21 બાઈસન વિમાન ઉડાડી ચુક્યા છે. 

શિવાંગી સિંહ પંજાબના અંબાલા સ્થિત IAFના ગોલ્ડન એરો સ્ક્વોડ્રનનો હિસ્સો છે. તેઓ ફુલવરિયા વિસ્તારમાં રહેતા કારોબારી કુમારેશ્વર સિંહના દીકરી છે. વિજ્ઞાનમાં સ્નાતક કરતી વખતે જ તેઓ એર એનસીસીમાં જોડાયા હતા. સૌથી પહેલા તેમણે બીએચયુ ખાતે વિમાન ઉડાડવાની ટ્રેઈનિંગ લીધી હતી. તેમના નાના પણ ભારતીય સેનામાં હતા. શિવાંગીને તેમના પાસેથી જ પ્રેરણા મળી હતી અને તેઓ પણ દેશની સેવા કરવા માટે વાયુસેનામાં ભરતી થયા હતા. 

January 26, 2022
sat_test.jpg
1min1303

અમેરીકન કોલેજ એસોસીએશન દ્વારા તાજેતરમાં પુનઃડિઝાઇન કરાયેલી SAT (પરીક્ષા) ટૂંકી હશે એટલું જ નહીં પણ તેનો વ્યાપ વિસ્તાર વધારતા તેમાં વિષયોની વધુ વૈવિધ્યસભર શ્રેણીને આવરી લેવામાં આવ્યા છે. સેટ પરીક્ષામાં હવે સમગ્ર ગણિત વિભાગના પ્રશ્નો એટેન્ડ કરવા માટે પરીક્ષાર્થીઓને પરીક્ષા ખંડમાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવા માટે મંજૂરી આપવામાં આવશે. સેટ પરીક્ષાનું સંચાલન કરતી અમેરીકી કૉલેજ બોર્ડે તા.25 જાન્યુઆરી 2021ના રોજ આ જાહેરાત સાથે એવી પણ જાહેરાત કરી હતી કે તેના (એસ.એ.ટી.) સ્યુટ ઑફ એસેસમેન્ટને ડિજિટલ રીતે ઑફર કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને હવે પાંચની જગ્યાએ સાત તકો આપવામાં આવશે.

SAT એ અમેરીકામાં કૉલેજ પ્રવેશ માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી પ્રમાણભૂત પરીક્ષા છે. વર્તમાન SAT ને ડિજિટલ પ્લેટફોર્મ પર મૂકવા ઉપરાંત – નવી પદ્ધતિ અનુસાર SAT સરળતાથી લઇ શકાય, સેટ પરીક્ષા સરળતાથી આપી શકાય તેવી બનાવવામાં આવી છે. આજની જનરેશનના વિદ્યાર્થીઓ માટે નવી સેટ પરીક્ષા વ્યવસ્થા વધુ સુસંગત હશે. નવી વ્યવસ્થા મુજબ સેટ ટેસ્ટ ટૂંકી હશે. અત્યાર સુધી સેટ પરીક્ષાની અવધી ત્રણ કલાકની હતી પણ હવે નવા ફેરફારો મુજબ સેટ 3 કલાકને બદલે લગભગ 2 જ કલાકમાં પૂરી થઇ જશે.

વિષયોની વધુ વૈવિધ્યસભર શ્રેણીને આવરી લેતા ટૂંકા વાંચન ફકરાઓ હશે અને હવે સમગ્ર ગણિત વિભાગ માટે કેલ્ક્યુલેટરને મંજૂરી આપવામાં આવશે. કૉલેજ બોર્ડ અનુસાર, પરિણામો ઝડપથી જનરેટ થશે, જ્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અઠવાડિયાના બદલે દિવસોમાં સ્કોર પ્રાપ્ત થશે. યુએસ માર્કેટ સાથે સંરેખિત કરીને આખા વર્ષ દરમિયાન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે પાંચને બદલે હવે SAT લેવાની સાત તકો છે.

સમગ્ર બોર્ડમાં પરીક્ષાને વધુ સુલભ બનાવવાનો ઉદ્દેશ્ય છે, કારણ કે વિદ્યાર્થીઓ પાસે સમગ્ર વર્ષ દરમિયાન પરીક્ષા આપવા અને તેઓ હાંસલ કરી શકે તેવો શ્રેષ્ઠ સ્કોર મેળવવા માટે વધુ વિકલ્પો હશે.

SATની નવી પદ્ધતિ અમેરીકામાં 202 માં આંતર રાષ્ટ્રીય સ્તરે 2024 માં લોંચ કરવામાં આવશે. નવી પરીક્ષા પદ્ધતિ મહદઅંશે ડિજિટલ રીતે જ લેવામાં આવશે. કૉલેજ બોર્ડના જણાવ્યા અનુસાર, “વિદ્યાર્થીઓને હવે વર્ચ્યુઅલ લનિંગનો ખાસ્સો અનુભવ છે અને તેની આદત પણ પડી ગઇ છે, ઓનલાઇન લર્નિંગ, ટેસ્ટીંગમાં વિદ્યાર્થીઓને ફાવટ આવી ગઇ હોવાથી હવે પછી સેટનું નવું સ્વરૂપ પણ ડિજિટલ જ કરી દેવાનો નિર્ણય કરાયો છે.

કોરોના પેન્ડેમિક બાદથી વિશ્વભરની શાળાઓમાં શિક્ષણ આપવાની પદ્ધતિ ટેક્નોલોજી પર આધારિત બની ચૂકી છે આથી સેટ ટેસ્ટ ડિજિટલ થવા સાથે વધુ સુરક્ષિત બનશે, કારણ કે દરેક વિદ્યાર્થી એક અનન્ય કસોટી મેળવશે અને જવાબો શેર કરવા વ્યવહારીક રીતે અશક્ય હશે. 80% વિદ્યાર્થીઓએ કસોટી ઓછી તણાવપૂર્ણ હોવાનું જણાયું હતું અને 100% શિક્ષકોએ નવા ફોર્મેટ સાથે સકારાત્મક અનુભવ હોવાનું જણાવ્યું હતું.

January 22, 2022
devdan.jpg
1min854

સિંગાપોરમાં રહેતા ભારતીય મૂળના એક પરિવારનું બે વર્ષ બાળક (બોય) એક ગંભીર પ્રકારની રેર બિમારી, ન્યુરોમસ્ક્યુલર બીમારીથી પીડાય રહ્યો છે, આ બિમારીને લીધે બાળક તેની ચાલવાની ક્ષમતા ગુમાવી બેઠો હતો. સિંગાપોરમાં રહેતા તેના પરિવારે અંદાજે ૨૯ લાખ સિંગાપોર ડૉલર (અંદાજે ૧૬ કરોડ રૂપિયા)ની જીને થેરેપેટિક દવા ટ્રીટમેન્ટ એ બાળકને આપી અને એ પછી બાળક ફરી ચાલતો થઈ શક્યો છે. ભારતીય મૂળના આ બાળકની વિશ્વની અતિખર્ચાળ દવાનો ખર્ચ સિંગાપોરના એક રહેવાસીએ ઉઠાવ્યો હતો, જેણે તેની ખર્ચાળ સારવાર માટે લગભગ ૩૦ લાખ સિંગાપોર ડૉલર્સનું દાન કર્યું હતું. 

વિશ્વની સૌથી મોંઘી ગણાતી મેડીકલ ટ્રીટમેન્ટ લેવાનો વિક્રમ પણ ભારતીય મૂળના સિંગાપોરમાં રહેતા બાળકના નામે રજિસ્ટર્ડ

Devdan Devaraj: ১৬ কোটি টাকার ওষুধে হাঁটার ক্ষমতা ফিরে পেল খুদে!

ભારતીય મૂળના સિવિલ સર્વન્ટ દવે દેવરાજ અને તેમનાં પત્ની શુ વેન દેવરાજનો એકમાત્ર પુત્ર દેવદાન દેવરાજને તેની સારવાર માટે વિશ્વની સૌથી મોંઘી દવા ઝોલેજેનસ્માની જરૂર પડે છે

દેવદાન દેવરાજની મમ્મી શુ વેન દેવરાજે કહ્યું કે ૨૦૨૧માં તેમનો પુત્ર સીધો ઊભો પણ નહોતો રહી શકતો, પરંતુ હવે તે ઊભા રહેવાનું તો ઠીક, એકલો ચાલી પણ શકે છે અને સાઇકલ પણ ચલાવે છે. 

વાસ્તવમાં ઑગસ્ટમાં ક્રાઉડ ફન્ડિંગ દ્વારા દેવદાન દેવરાજની સારવાર માટે ૮.૭ લાખ સિંગાપોર ડૉલર્સ એકઠા કરાયા હતા. સિંગાપોરના લોકોની મદદને કારણે આજે દેવદાન દેવરાજની જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. 
દેવદાન માત્ર એક મહિનાનો હતો ત્યારે તેને સ્પાઇનલ મસ્ક્યુલર અટ્રોફીનું નિદાન થયું હતું. આ મસલ્સની એક એવી સ્થિતિ છે જેમાં સમય જતાં તે વધુ ને વધુ નબળો પડતો જાય છે. 

સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી ધરાવતતાંબાળકો માટે એક વખતની જીન થેરપી ટ્રીટમેન્ટ, ઝોલ્જેન્સમા સાથે તેની સારવાર સપ્ટેમ્બર ૨૦૨૧માં નૅશનલ યુનિવર્સિટી હૉસ્પિટલમાં થઈ હતી. 

January 7, 2022
cia_multi-1280x1045.jpg
3min603

ધો.11-12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે દર વર્ષે લેવાતી કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજનાની ફેલોશીપ પરીક્ષાને કોરોનાના વધી રહેલા કેસોને કારણે મૌકૂફ રાખી દેવામાં આવી છે. આ પરીક્ષા રાષ્ટ્રવ્યાપી સ્તરે આગામી તા.9મી જાન્યુઆરી 2022ના રોજ લેવાનાર હતી. અનેક રાજ્યોમાં વીકએન્ડ કરર્ફ્યુ તેમજ લોકડાઉન જેવા નિયંત્રણો હોવાના કારણે છેલ્લી ઘડીએ કેવીપીવાય પરીક્ષાને મૌકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

http://kvpy.iisc.ac.in/main/ વેબસાઇટ પર આ મુજબની સૂચના જારી કરવામાં આવી છે

Due to the emerging unprecedented surge of COVID-19 cases, and the subsequent restrictions and weekend curfew in many states, the KVPY-Aptitude Test 2021 to be held on 9th January 2022, is postponed in the larger interest of the students. Please check KVPY website regularly for further updates.

IN English

The Kishore Vaigyanik Protsahan Yojana Exam (KVPY Exam) 2022 has been postponed due to rising cases of Covid-19 in several state. As per the latest updates available, the KVPY Exam 2022 has been deferred until further notice owing to rapid rise in Omicron cases throughout the country.

KVPY 2022 exam was scheduled to be conducted on January 9, 2022. A notification available on the official website – kvpy.iisc.ac.in – reads, “Due to the emerging unprecedented surge of COVID-19 cases, and the subsequent restrictions and weekend curfew in many states, the KVPY-Aptitude Test 2021 to be held on 9th January 2022, is postponed in the larger interest of the students. Please check KVPY website regularly for further updates.”

Kishore Vaigyanik Protsahan Yojana (KVPY) is an on-going National Program of Fellowship in Basic Sciences, initiated and funded by the Department of Science and Technology, Government of India, to attract exceptionally highly motivated students for pursuing basic science courses and research career in science.

The objective of the program is to identify students with talent and aptitude for research; help them realize their academic potential; encourage them to take up research careers in Science, and ensure the growth of the best scientific minds for research and development in the country.

The advertisement for the KVPY Fellowship appears in all the national dailies normally on the Technology Day (May 11) and the Second Sunday of July every year.

January 4, 2022
cia_multi-1280x1045.jpg
1min844

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે તા.4 જાન્યુઆરીએ રાજ્યની તમામ માધ્યમિક અને ઉ.મા. શાળાઓમાં આગામી તા.6 અને 7ના રોજ યોજાનારી દ્વિતિય એકમ કસોટીનો બીજો તબક્કો મુલતવી રાખવાની જાહેરાત કરી છે. સરકારી પરીપત્રમાં આ તારીખો 7 અને 8 દર્શાવવામાં આવી છે. શાળાઓમાં હાલ ચાલી રહેલા વેક્સીનેશનના કાર્યક્રમને અસર ન પહોંચે તે માટે પરીક્ષા મુલતવી રાખવામાં આવી હોવાનું કારણમાં જણાવાયું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જણાવ્યું છે કે રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગઇ તા.3થી શરૂ કરીને તા.8મી જાન્યુઆરી સુધી દ્વિતિય એકમ કસોટી લેવાનું આયોજન છે. આ પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં આવી રહ્યા છે. પરંતુ, હાલમાં 15 કે તેથી વધુ વયના વિદ્યાર્થીઓનું વેક્સીનેશન શાળાઓમાં જ હાથ ધરવામાં આવ્યું છે. હાલ કોરોનાની વધી રહેલા કેસો જોતા બાળકોમાં વેક્સીનેશન થાય એ જરૂરી છે અને આ સંજોગોમાં જો શાળાઓમાં પરીક્ષાઓ યોજાશે તો વિદ્યાર્થીઓ પરીક્ષા માટે વેક્સીન નહીં મૂકાવે તેવો ભય હતો. આથી રાજ્ય સરકારના પરીપત્ર અનુસાર તા.7 અને 8 જાન્યુઆરીના રોજ લેવાનારી દ્વિતિય એકમ કસોટીની પરીક્ષાઓને જ મુલતવી રાખી દેવાનું એલાન કરી દીધું છે જેથી કરીને વેક્સીનેશનની કામગીરી ન ખોરવાય. હવે પછી આ પરીક્ષાઓની તારીખોનું એલાન કરવામાં આવશે.

January 1, 2022
vaccine-1.jpg
1min605

આજથી દેશભરમાં 15થી 18 વર્ષના બાળકોના વેક્સિનેશન માટે કોવિન પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. વેક્સીન માટે આજથી 15થી 18 વર્ષની વયના કિશોરો પણ એલિજિબલ ગણવાનું શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આ વયજૂથના બાળકોને કોવાક્સીન વેક્સીન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

15-18 વયજૂથના કોરોના રસીકરણની નોંધણી આજથી શરૂ, 3 જાન્યુઆરીથી ઉપલબ્ધ થશે રસી

સરકારની માર્ગદર્શિકા અનુસાર, આ વય જૂથના લોકો 1 જાન્યુઆરીથી તેમના ID કાર્ડનો ઉપયોગ કરીને CoWin એપ્લિકેશન પર સ્લોટ બુક કરી શકે છે. કોવિન પ્લેટફોર્મના વડા ડો. શર્માએ અગાઉ કહ્યું હતું કે આધાર અને અન્ય રાષ્ટ્રીય ઓળખ કાર્ડ સિવાય, બાળકો નોંધણી માટે તેમના ધોરણ 10ના આઈડી કાર્ડનો પણ ઉપયોગ કરી શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બર 2021ના રોજ તેમના સંબોધન દ્વારા જાહેરાત કરી હતી કે 3 જાન્યુઆરી, 2022થી 15 થી 18 વર્ષની વયજૂથના બાળકોને કોવિડ-19ની રસી આપવામાં આવશે.

December 18, 2021
tapasya-parihar.jpg
1min898

મધ્ય પ્રદેશના નરસિંહપુર જિલ્લાના જોબા ગામ ખાતે એક મહિલા આઈએએસ (IAS) ઓફિસર અને આઈએફએસ (IFS) અધિકારીના લગ્ન થયા તે ખૂબ જ ચર્ચામાં છે. આઈએએસ તપસ્યા પરિહારે યુપીએસસીની પરીક્ષામાં 23મી રેન્ક મેળવી હતી. તેમણે આઈએફએસ અધિકારી ગર્વિત ગંગવાર સાથે લગ્ન કર્યા હતા. તપસ્યાના લગ્ન એટલા માટે ચર્ચામાં છે કારણ કે, તેમણે કન્યાદાન કરાવવાની ના પાડી દીધી હતી. તપસ્યાએ પોતાના પિતાને કહ્યું હતું કે, હું દાનની વસ્તુ નથી, તમારી દીકરી છું. તેમણે લગ્નમાં કન્યાદાનના રિવાજનું પાલન નહોતું કર્યું. ગુરૂવારે જોબા ગામ ખાતે રિસેપ્શન યોજાયું હતું જેમાં બંને પક્ષના સંબંધીઓ અને પરિચિતો સામેલ થયા હતા. 

હિંદુ સંસ્કૃતિમાં કન્યાદાનનું વિશેષ મહત્વ છે પરંતુ નરસિંહપુર જિલ્લા ખાતે જન્મેલી તપસ્યા પરિહારે તમામ બંધનો તોડીને પોતાના લગ્નમાં કન્યાદાનની વિધિ ન થવા દીધી. આઈએએસ અધિકારી તપસ્યાના કહેવા પ્રમાણે બાળપણથી જ તેમના મનમાં સમાજની આ વિચારધારાને લઈ લાગતું હતું કે, કોઈ કઈ રીતે મારૂ કન્યાદાન કરી શકે, તે પણ મારી ઈચ્છા વગર. ધીમે ધીમે મેં મારા પરિવારજનો સાથે આ વાતની ચર્ચા કરી અને મારા પરિવારજનો પણ માની ગયા. ત્યાર બાદ વર પક્ષને પણ આ માટે રાજી કરવામાં આવ્યો અને કન્યાદાન વગર જ લગ્ન થઈ ગયા. 

December 17, 2021
kagzi.jpeg
1min570

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ દ્વારા ગુરૂવાર, તા. ૧૬ ડિસેમ્બર, ર૦ર૧ના રોજ સાંજે ૪:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘ડાયટ ટુ ફાઇટ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ’વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાયટિશન અમાનત કાગઝી દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકોને રોજિંદા જીવનશૈલીને તેમજ આરોગ્યને યોગ્ય રીતે જાળવી રાખવા માટે કયા પ્રકારનો આહાર લેવો જોઇએ ? તે દિશામાં મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

ખાણીપીણીની કુટેવોને કારણે લોકોનું આરોગ્ય જોખમાય છે અને તેને કારણે જે વિવિધ સમસ્યાઓ ઉભી થાય છે તે બધી સમસ્યાનું નિરાકરણ રસોડું જ છે : ડાયટિશન અમાનત કાગઝી

ડાયટિશન અમાનત કાગઝીએ જણાવ્યું હતું કે, હાલના વ્યસ્ત જીવનમાં ખાણીપીણીની જુદી–જુદી કુટેવોને કારણે લોકોનું આરોગ્ય જોખમાય છે અને તેને કારણે જે વિવિધ સમસ્યાઓ ઉભી થાય છે તે બધી સમસ્યાનું નિરાકરણ રસોડું જ છે. લોકો બહારનું ખાવાનું ટાળે અને માત્ર ઘરના રસોડામાં બનેલી આરોગ્યપ્રદ ચીજવસ્તુઓ આરોગે તો મોટાભાગના લોકોને આરોગ્યની વિવિધ સમસ્યાઓમાંથી છુટકારો મળી જાય તેમ છે. બિનઆરોગ્યપ્રદ ચીજવસ્તુઓના સેવનથી બ્લડપ્રેશર, ડાયાબિટીસ, પેટની બિમારી, કેન્સર અને હૃદયની બિમારીઓનો સામનો કરવો પડે છે. આથી કિચનમાં પણ સંતુલિત આહાર બનાવવામાં ગૃહિણીઓએ કઇ – કઇ કાળજી રાખવી જોઇએ તેના વિશે તેમણે વિસ્તૃત માહિતી આપી હતી.

તેમણે ફૂડ પ્લાનિંગ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દિવસ દરમ્યાન વ્યકિતની ભોજન પચાવવાની પાચનશકિત વધારે સક્રીય હોય છે, જે સાંજ બાદ ઘટતી જાય છે. આથી સવારે આઠ કલાકે પેટ ભરીને નાસ્તો લેવો જોઇએ. ત્યારબાદ સવારે સાડા દસ કલાકે ખાવાની ઇચ્છા થાય તો આરોગ્યપ્રદ વસ્તુઓ ખાઇ શકાય છે અને બપોરે એક કલાક સુધીમાં બપોરનું ભોજન લઇ લેવું જોઇએ. ત્યારબાદ સાંજે ચાર કલાકે નાસ્તો લઇ શકાય અને રાત્રે આઠ કલાકે હલકું ભોજન લેવું જોઇએ. રેડીમેડ ફૂડ પેકેટ્‌સ ખરીદતી વખતે પણ શું કાળજી રાખવી જોઇએ ? તેની વિસ્તૃત ચર્ચા તેમણે કરી હતી.

ઉપરોકત સેમિનારમાં ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. ચેમ્બરની લેડીઝ વીંગના ચેરપર્સન રમા નાવડીયાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ડો. અમિ યાજ્ઞિકે સેમિનારનું સંચાલન કર્યુ હતું. જ્યારે વિમેન આંત્રપ્રિન્યોર સેલના એડવાઇઝર સ્વાતી શેઠવાલાએ વકતાનો પરિચય આપ્યો હતો. અંતે લેડીઝ વીંગના કો–ચેરપર્સન જ્યોત્સના ગુજરાતીએ સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યુ હતું.