CIA ALERT

કિડઝિસ્તાન Archives - Page 11 of 12 - CIA Live

November 26, 2018
School-kids-with-heavy-bags.jpg
1min20580

વર્ષોથી નહીં દાયકાઓથી ભારતમાં ભાર વિનાનું ભણતર કરવાની વાત ચાલે છે પણ હજુ સુધી તેનો અમલ થયો નથી, બલ્કે બાળકોના, ભૂલકાઓના દફતરનું ભારણ એટલું વધી ગયું છે કે ધો.1થી 3ના બાળકોને તો નાનપણમાં જ કમરના દુખાવાની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પણ હવે સંભવ છે કે ભાર વિનાના ભણતરની અપેક્ષા સાકાર થાય તેમ છે. www.cialive.in સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન પછી કેન્દ્રના માનવ સંશાધન વિકાસ મંત્રાલયે દફતરનું ભારણ પ્રાથમિકના ધોરણ વાર કેટલું હોવું જોઇએ તેનું માપ દર્શાવતો પરિપત્ર દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના શિક્ષણ ખાતા જોગ જારી કર્યો છે www.cialive.in અને તેનો કડકાઇથી અમલ કરાવવાની સૂચના આપી છે.

માનવ સંસાધન મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને આ ગાઇડલાઈન જાહેર કરી છે. તે હેઠળ ધોરણ પ્રમાણે સ્કૂલબેગના વજનને પણ નક્કી કરવામાં આવ્યું છે. પત્રમાં સૂચના આપવામાં આવી છે કે આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં આવવો જોઇએ.

  • પરિપત્રમાં જણાવાયું છે કે

  • ધો.1-2માં દફતરનું વજન દોઢ કિલોગ્રામથી www.cialive.in વધે નહીં
  • ધો.3-5માં દફતરનું વજન 2 કિલો 300 ગ્રામથી વધવું જોઇએ www.cialive.in નહીં.
  • ધો.6-7માં દફતરનું www.cialive.in વજન 4 કિલોગ્રામથી વધવું જોઇએ નહીં.
  • ધો.8-9માં દફતરનું વજન 4.6 કિલોગ્રામથી વધવું જોઇએ નહીં
  • ધો.10માં દફતરનું www.cialive.in વજન 5 કિલોગ્રામથી વધવું જોઇએ નહીં.
  • બીજી કઇ કઇ સૂચનાઓ છે સરક્યુલરમાં

  • ધો.1-2ના વિદ્યાર્થીઓને શાળાઓએ હોમવર્ક આપવું જ નહીં
  • પાંચમાં ધોરણ સુધી ભાષા અને ગણિત સિવાય www.cialive.in અન્ય વિષયો શાળાઓ દ્વારા આપવાના રહેશે નહીં.
  • શાળાઓએ એક્સટ્રા વર્ક માટેની બુક્સ, નોટબુક્સ કે અન્ય સાહિત્ય મંગાવવાનો આગ્રહ રાખવાનો નથી

કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલયે 5 ઓક્ટોબર, 2018ના રોજ આ આદેશ જાહેર કર્યો હતો. રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને આ આદેશને તાત્કાલિક અસરથી લાગુ કરવાનું કહેવામાં આવ્યું છે. www.cialive.in હવે આ સંબંધે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો તરફથી શિક્ષણ વિભાગ અને સ્કૂલોને સર્ક્યુલર જાહેર કરવામાં આવી રહ્યા છે. જોકે, હજુ સુધી ગુજરાતમાં આ અંગે સહેજ પણ ચળવળ દેખાતી નથી. અમને જે સરક્યુલર મળ્યો છે એ કેન્દ્ર શાસિત પ્રદેશના નામનો છે. પણ આવો જ પરિપત્ર ગુજરાતમાં પણ આપવામાં આવ્યો છે પણ ગુજરાત સરકાર તેને પ્રાયોરિટીમાં લેતી ન હોવાનું હાલ તુરત જણાય રહ્યું છે.

October 23, 2018
firecrackers.jpg
2min13330

Jayesh Brahmbhatt 98253 44944

દિવાળીના તહેવારોના ઉપલક્ષમાં આજે સુપ્રીમ કોર્ટે ગ્રીન ક્રેકર્સ એટલે કે લૉ કાર્બન અને ઓછું પ્રદૂષણ ફેલાવતા ફટાકડાનું ઉત્પાદન, વેચાણ અને ફોડવાની બાબત પર કોઇપણ પ્રકારની રોક લગાડવાનો ઇન્કાર કરી દીધો છે.

સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ આજે ભારતમાં દિવાળીના તહેવારો કે અન્ય પ્રસંગોએ ફટાકડાનું ઉત્પાદન કરવા, વેચાણ કરવા કે ફોડવા પર પ્રતિબંધ (બ્લેંકેટ બેન) મૂકવાની દરખાસ્ત ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ધોરણસરના ફટાકડાનું ઉત્પાદન કરી શકાશે, નિર્ધારિત સમયે તેને ફોડી પણ શકાશે. ફટાકડાનું વેચાણ ચોક્કસ માર્કેટમાંથી જ કરી શકાશે, લારીઓ કે ફૂટપાથ પર બિલકુલ પણ ફટાકડા વેચી શકાશે નહીં. સુપ્રીમ કોર્ટે એ પણ નિશ્ચિત કર્યું છે કે જો કોઇ પોલીસ મથક વિસ્તારમાં નિર્ધારિત ધારાધોરણોનો ભંગ કરતા ફટાકડાનું વેચાણ થતું ઝડપાશે, અગર તો નિર્ધારિત સમય ઉપરાંત ફટાકડા ફૂટતાં જોવા મળશે તો જે તે પોલીસ મથકની જવાબદારી નિશ્ચિત કરીને શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.

  • ફટાકડા અંગે આજરોજ તા.23મી ઓક્ટોબર 2018ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા મહત્વના આદેશો આ મુજબ છે.
  • દિવાળીના તહેવારોમાં રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન ફટકડા ફોડી શકાશે.
  • નવા વર્ષ ક્રિસમસ સેલિબ્રેશનના દિવસોમાં રાત્રે 11.45 કલાકથી 00.30 કલાક સુધી ફટાકડા ફોડી શકાશે.
  • ઓનલાઇન શોપિંગ સાઇટ્સ કે જેઓ આડેધડ રીતે ફટાકડાઓનું વેચાણ કરી રહી છે તેમણે પદ્ધતિસર કેવી રીતે ફટાકડા વેચી શકાશે, નીતિ નિયમોની જાળવણી કેવી રીતે થશે એ અંગે સુપ્રીમ કોર્ટને જણાવવું પડશે એ પછી તેમને મંજૂરી મળશે એ સંદર્ભનો આદેશ પણ અપાયો છે.
  • લારીઓ કે ફૂટપાથ પર કોઇપણ સંજોગોમાં ફટાકડાનું વેચાણ કરવાની મંજૂરી આપી શકાય નહીં.
  • નિર્ધારિત ડેસીબલની મર્યાદામાં અવાજ કરતા હોય તેવા ફટાકડા વેચવાની જ ફટાકડા બજારમાં મંજૂરી આપી શકાશે.

Ahead of Diwali, the SC permitted the sale and manufacture of “green” crackers which have low emission across the country.

  • The apex court fixed 8 pm to 10 pm time period for bursting of firecrackers on Diwali.
  • For New Year and Christmas celebrations, bursting of firecrackers will be allowed between 11:45 pm to 12:30 am.
  • However, it restrained e-commerce websites like Flipkart and Amazon from selling firecrackers.
  • It said e-commerce websites will be hauled up for contempt of court if they don’t adhere to the direction.
  • The SC also said that selling of ‘larries’ or series firecrackers will not be allowed in the country.
  • Only the firecrackers with permissible decibel sound limits will be allowed to be sold in the market.
  • The top court asked the Centre to encourage community cracker bursting during Diwali and other festivals in Delhi-NCR.
  • It also directed all the states to explore the feasibility of community cracker bursting during festivals.
  • Station house officers of police station concerned will be held liable if banned firecrackers are sold in their areas.
October 18, 2018
ravan.jpg
1min6980
  • રાવણ બનાવવા માટેના વાંસ, કાગળ અને ફટાકડાના ભાવમાં લગભગ 25 ટકા સુધી વધારો
  • ફટાકડાના ભાવમાં તોતિંગ વધારો
  • મટિરિયલ પર જીએસટીની ચૂકવણી

દશેરા પર્વે મનોરંજન માટે ખાસ કરીને બાળકોના મનોરંજન માટે રાવણદહનનો કાર્યક્રમો યોજાય છે. પણ આ વખતે રાવણને પણ જીએસટી અને મોંઘવારી એવા નડ્યા કે વિરાટ કદના રાવણને વામન કદના કરી દેવા પડ્યા છે. બજારમાં દશેરાએ રાવણ દહન માટેના રાવણો તૈયાર કરી આપનારાઓએ રાવણોના ભાવમાં 35 ટકા જેટલો જંગી વધારો કર્યો હોવાથી આ વખતે ગુજરાતના અનેક શહેરોમાં રાવણોના કદ પાછલા વર્ષોની તુલનામાં નાના થઇ ગયા છે.

રાવણોને પણ ગુજરાતમાં આ વર્ષે મોંઘવારી અસર કરી રહી છે. ગુજરાતમાં દશેરાના દિવસે રાવણદહન માટે તૈયાર કરી આપવામાં આવતા રાવણનાં પૂતળાં મોંઘવારીને કારણે ઓછાં વેચાયાં છે તો જ્યાં રાવણદહન થાય છે ત્યાં રાવણનાં નાના કદના પૂતળાંના ઓર્ડર અપાયા હોવાનું જાણવા મળે છે.
દક્ષિણ ગુજરાતનાં અલગ-અલગ શહેરોમાં વાપી, અમદાવાદ અને મુંબઇથી દર વર્ષે રાવણ તૈયાર કરીને મોકલવામાં આવે છે અને એ માટે ખાસ ઉત્તર પ્રદેશથી કારીગરો એક મહિના પહેલાંથી રાવણ દહન સ્થળે ડેરા તંબુ તાણીને રાવણનાં પૂતળાં બનાવે છે.

સુરતમાં રહીને રાવણદહન માટે રાવણ તૈયાર કરી આપતા અબ્બાસ અલી કહે છે કે 25થી 50 ફૂટ જેટલાં ઊંચાં રાવણનાં પૂતળાંનો અૉર્ડર  અત્યાર સુધી મળતા હતા. આ વર્ષે ભાવતાલની વાતચીતમાં જ ઓર્ડર પર 30 ટકા કાપ આવી ગયો છે. જીએસટી અને રાવણ માટે ઉપયોગી મટીરીયલ અને ફટાકડાના ભાવ વધારાને કારણે રાવણના ભાવ 35 ટકા જેટલા વધાર્યા છે. આમ આ વર્ષે રાવણ દહન કરનારાઓએ પોતાનું બજેટ વધાર્યું નથી એટલે આ વર્ષે દશેરામાં મોંઘવારીને કારણે રાવણની માગણી ઓછી થઈ ગઈ છે.

રાવણ બનાવવા માટેના વાંસ, કાગળ અને ફટાકડાના ભાવમાં લગભગ 28 ટકા વધારો થયો છે રાવણ દહન કરાવનારા આયોજકોએ ભાવ વધારાને પગલે ઓછા ફટાકડા નાખવાનું કહેવા ઉપરાંત નાના કદના તૈયાર કરાવ્યા છે.

 

October 16, 2018
lil-1280x859.jpg
1min5750

લર્ન એન્ડ ગ્રો અને ઈથીઆકી દ્વારા  બે દિવસીય “લીલહુડ” કાર્નિવલનું આયોજન

નાનાથી માંડી મોટાઓ માટે મૌન મસ્તીની સાથે કંઈક નવું શીખવાનો મળ્યો અવસર

સુરત :રમતગમત અને મૌજ મસ્તી સૌ કોઈને પસંદ હોય છે અને જો રમતગમતની સાથે જ કંઈક નવું શીખવાનું મળે તો આનાથી શ્રેષ્ઠ શું હોઈ શકે. ત્યારે આવાજ ઉદ્દેશ સાથે લર્ન એન્ડ ગ્રો અને ઈથીઆકી દ્વારા સુરતના આંગણે બે દિવસીય ‘લીલહુડ’ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. સિટીપ્લસ ગ્રાઉન્ડ પર આયોજીત કાર્નિવલમાં વિવિધ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મિસ્ટ્રી રૂમ, સ્ટોરીટેલિંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, ડ્રામા એન્ડ સ્પીચ, સેલ્ફ ડિફેન્સ, ટ્રેજર હંટ, ટ્રાવેલ ધ વર્લ્ડ, લાઈવ સાઈઝ ગેમ, પપેટ શો,માઈન્ડ્સ ગેમ, ક્રોસફિટ, લેક્ચર્સ, પેરેટિંગ ટીપ્સ, રોબોટિક્સ, વિવિધ કોમ્પીટીશન, એરોમૉડેલિંગ, સ્નેક એવરનેસ, મ્યુઝિક, ડાન્સ, પેઈન્ટીંગ વગેરે સામેલ હતા. આ એક્ટિવિટી એવી હતી કે નાના બાળકોથી માંડીને મોટાઓ પણ ભાગ લઇને મૌજ અને મસ્તીની સાથે કંઈક નવું શીખી હતી.

-x-x-x-x-

October 11, 2018
w1.jpg
1min7090

સુરત, ઓક્ટોબર, 2018 – વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ તાજેતરમાં સ્ટ્રીંગ પેઇન્ટિંગ દ્વારા સુંદર કલર્સના માધ્યમથી અદ્ભુત અને આકર્ષક પેટર્ન તૈયાર કરી હતી. આ નાના કલાકારોની સુંદર કલા અને કાળજીપૂર્વક તૈયાર કરાયેલી પેટર્નથી તેઓ ભવિષ્યમાં સુંદર ડિઝાઇન તૈયાર કરીને વિશ્વ સમક્ષ પોતાની વિશિષ્ટ ઓળખ પ્રાપ્ત કરશે તેવી અપેક્ષા છે.

સ્ટ્રીંગ પેઇન્ટિંગ વર્ષો જૂની કલા છે અને આ કલાના માધ્યમ તરીકે સ્ટ્રીંગ, થ્રેડ, વાયર અથવા ફાઇબરનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટ્રીંગ પેઇન્ટિંગ કલાના માધ્યમથી વિદ્યાર્થીઓ પોતાની જટિલ કામગીરી સાથે રચનાત્મકતાને ખુબજ સારી રીતે પ્રદર્શિત કરી શકે છે અને તેમને નવીન કલા શીખવા માટે પ્રોત્સાહન પણ મળી રહે છે.

જે બાળકો પેન્સિલ અને કલર્સનો ઉપયોગ કરીને ઇમેજ બનાવવા માટે સ્કેચિંગ, ડ્રોઇંગ અને પેઇન્ટિંગ કરી શકતાં ન હોય તેમની રચનાત્મકતાને બહાર લાવવામાં આ પ્રવૃત્તિ ખુબજ ઉપયોગી નિવડે છે. આ કલા ખુબજ સરળ છે અને તેમાં માત્ર થ્રેડ, પેપર અને વિવિધ પેઇન્ટ્સ દ્વારા અનોખી ડિઝાઇન અને પેટર્ન તૈયાર કરી શકાય છે. રચનાત્મકતાની સાથે તેનું વાણિજ્યિક મૂલ્ય પણ ખુબજ સારું છે.

-x-x-x-

September 26, 2018
missing-kids.jpg
1min7510

દિલ્હીમાંથી ગુમ થતાં દરેક 10 બાળકોમાંથી છની ભાળ મળતી ન હોવાની વાત બે સ્વયંસેવી સંસ્થાએ જાહેર કરેલા રિપોર્ટમાં જણાવાઇ હતી. અલાયન્સ ફોર પીપલ્સ રાઇટ (એપીઆર) અને ચાઇલ્ડ રાઇટ્સ ઍન્ડ યુ (ક્રાઇ) નામના એનજીઓએ એનસીઆરબી ડેટા અને પોલીસે આપેલા આરટીઆઇ અરજીઓના જવાબને આધારે બનાવેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે દિલ્હીમાંથી ગુમ થયેલાં 63 ટકા બાળકો શોધાયાં નહોતાં અને આ સામે આખા દેશની શોધાયા ન હોય એવા બાળકોની ટકાવારી 30 ટકા છે.

‘દિલ્હીમાંથી 2018માં ગુમ થયેલાં બાળકો’ના મથાળા હેઠળ તા.26મી સપ્ટેમ્બર 2018ના રોજ જાહેર કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે પાછલા પાંચ વર્ષ દરમિયાન દિલ્હીમાંથી 26,761 જેટલાં બાળકો ગુમ થયાં હતાં અને એમાંથી ફક્ત 9,727 બાળકો જ શોધી કઢાયાં હતાં. જોકે, દિલ્હી પોલીસના ડેટા પ્રમાણે 2015માં રોજ 22 બાળકો ગુમ થતાં હતાં, પણ 2017માં એ ઘટીને રોજ ગુમ થનાર બાળકોની સંખ્યા 18 થઇ છે.

આરટીઆઇ અરજીના જવાબમાં રાજ્યકક્ષાના મહિલા અને બાળ વિકાસ પ્રધાન ક્રિશ્ર્ના રાજે જણાવ્યું હતું કે 1લી જાન્યુઆરી, 2012થી 20 માર્ચ, 2017 વચ્ચે 2,42,938 બાળકો ગુમ થયા હોવાની ફરિયાદ દાખલ કરાઇ હતી અને એમાંથી 1,70,173 બાળકો જ શોધી શકાયાં હતાં.

રિપોર્ટમાં જણાવાયું હતું કે દિલ્હીમાં ગુમ થતાં બાળકોની સંખ્યામાં ઘટાડો થયો હતો, પણ એમને શોધવાની બાબતમાં દિલ્હી સાવ ઊણું ઊતર્યું છે અને પ્રશાસને આ બાબતની ગંભીરતાથી નોંધ લેવી જોઇએ.

બાળકો ગુમ થતા અટકાવવા માટે એપીઆર અને ક્રાઇએ કમ્યુનિટી વિજિલન્સની પ્રણાલી શરૂ કરી હતી. એમાં જણાવાયું હતું કે કઇ રીતે દરેક સમાજના લોકોને એમના વિસ્તારમાં બાળકો પર નજર રાખવાનું તથા બાળકો માટે શક્યત: ઊભા થનાર ખતરા પર ધ્યાન રાખવાનું કામ સોંપાવું જોઇએ.

ક્રાઇના રિજનલ ડિરેક્ટર સોહા મિત્રાએ જણાવ્યું હતું કે ગુમ થયેલાં બાળકોને શોધવાનું કામ મુખ્ય રીતે પોલીસનું જ છે, પણ સંયુક્ત બાળ સુરક્ષા યોજના એવું સૂચન કરે છે કે સામાજિક સ્તરે જ બાળકોને ગુમ થતા રોકવા માટે પ્રયત્ન થવા જોઇએ.

આ યોજના પ્રમાણે પ્રશાસન અને સમાજે સાથે મળીને બાળકો ગુમ થતા રોકવા માટે પ્રયત્ન કરવા જોઇએ. બાળકોની આસપાસ સુરક્ષાચક્ર રચવાની જવાબદારી સરકાર અને સમાજ બંનેની છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે સૌથી વધુ ગુમ થનાર બાળકો 12-18 વર્ષની વયના હોય છે અને એમાંય છોકરા કરતાં છોકરીઓની સંખ્યા વધુ હોય છે. આ પાછળ બાળમજૂરી, દેહવિક્રય, બળજબરીથી લગ્ન કરાવવા, ઘરકામ કરાવવું અને ભીખ મગાવવી જેવી બાબતો માટે એમનો ઉપયોગ થતો હોય છે.

પોલીસ વિભાગનું વલણ આ મામલે એકદમ નિરસ રહ્યું છે. દિલ્હીમાં ગુમ થઇ રહેલા બાળકોને શોધવા માટે પોલીસ વિભાગે કોઇ યોજના નથી બનાવી કે એમની પાસે આ સમસ્યાનો ઉકેલ લાવવાનો કોઇ ઉત્તર પણ નથી.

પોલીસ પેટ્રોલિંગ વધારવી, જાહેર સ્થળોએ ગુમ થયેલ બાળકોની માહિતીની જાહેરાત, એમના વિશે નોટિસ ફરતી કરવી, હોર્ડિંગ અને બેનર લગાડવા, સીસીટીવી કૅમેરા લગાવવા અને એવા અનેક ઉપાયોનો ઉપયોગ હજુ અનેક સ્થળે નથી કરવામાં આવતો.

દિલ્હીમાં 11 જિલ્લા બાળ સુરક્ષા યુનિટ બનાવાઇ છે, પણ સંયુક્ત બાળ સુરક્ષા યોજના પ્રમાણે આ યુનિટોએ બાળકો માટે સુરક્ષાચક્ર બનાવવા સમાજ સાથે સંપર્ક નથી જોડયો.

આ સિવાય ગુમ થયેલાં બાળકોને શોધવા માટે પોલીસ વિભાગ પાસે માણસોની પણ અછત છે. પોલીસો પર કામનું એટલું બધું દબાણ છે અને તેઓ અન્ય ફરજમાં એવા પરોવાયેલા છે કે બાળકો ગુમ થવાને મામલે તેઓ ખાસ સંવેદનશીલતાથી ધ્યાન નથી આપી શકતા.

August 22, 2018
maulin.jpg
1min7660

સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, સુરતના વર્તમાન પ્રમુખ શ્રી હેતલ રુમેન્દ્ર મહેતાના પુત્ર મૌલિન કે જેમણે હાલમાં એસ.એસ.સી.ની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી હતી તેઓ હવે રોટરી ઇન્ટરનેશનલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ અન્વયે અમેરિકાના ઓહિયોના કોલંબસ ખાતે સ્ટડી કરવા માટે સિલેક્ટ થયા છે અને તેઓ હવે ધો.11નો સ્ટડી 11 મહિના માટે અમેરિકા ભણશે. મૌલિન મહેતા આજરોજ તા.22મી ઓગસ્ટ 2018ના રોજ સુરતથી અમેરિકા ખાતે તેમની 11 મહિનાની ટ્રીપ માટે રવાના થયા છે.

મોલિન હેતલ મહેતા એક સારા રોલબોલ પ્લેયર પણ છે અને રોટરી સ્ટુડન્ટ એક્ટિવિટીઝમાં તેઓ સક્રિય રહીને રચનાત્મક પ્રવૃતિ કરી રહ્યા છે. તેઓ ભારતના લાખો વિદ્યાર્થીઓમાંથી અમેરિકાના ઓહિયો ખાતે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એક્સચેન્જ માટે સિલેક્ટ થયા છે. બહું જૂજ વિદ્યાર્થીઓ આ પ્રકારની સિદ્ધિ મેળવી શકતા હોય છે. રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ 3060-6690 અન્વયે તેમની પસંદગી કરવામાં આવી છે.

રોટરી ઇન્ટરનેશનલ યુથ એક્સચેન્જ એક એવો પ્રોગ્રામ છે કે જે વિશ્વભરના દેશોના વિદ્યાર્થીઓને એવું પ્લેટફોર્મ અને એક્સપોઝર આપે છે કે વિદ્યાર્થીઓ એક બીજાના દેશમાં જઇને ત્યાંની એજ્યુકેશન સિસ્ટમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, ફેસ્ટિવલ, લાઇફસ્ટાઇલ અને અન્ય અધતન રીતરસમોથી વાકેફ થઇ શકે છે.

Traveling today to Columbus, Ohio, USA as a Rotary International Youth Exchange Student till July -2019 from RI dist. 3060 to 6690

August 15, 2018
dps1.jpg
1min16470

સુરતઃ ડીપીએસએસએમયુએન એક અકલ્પનીય વારસો છે કે જે તેના 10માં સફળ વર્ષમાં આગળ વધી રહ્યો છે. આ ખુબ પ્રખ્યાત કાર્યક્રમ 10 અને 11 ઓગષ્ટ,2018ના રોજ દિલ્હી પબ્લિક સ્કૂલ ખાતે આયોજીત કરવામાં આવ્યો હતો. આ ભવ્ય સમારોહનું ઉદ્ઘાટન ડીપીએસ-એસએમયુએનના પૂર્વ સેક્રેટરિયેટ સભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.આ કોન્ફરન્સને ડીપીએસ-એસએમયુએન 2018ના સેક્રેટરી જનરલ શિવી ખન્ના દ્વારા ખુલ્લી મુકવામાં આવી હતી.

 

 

 

એક્ઝેક્યુટિવ બોર્ડનો પરિચય અને ગૌરવવંતી ફ્લેગ માર્ચના માધ્યમથી રાષ્ટ્રીય ધ્વજ તથા દેશના ઇતિહાસના દર્શન કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓ હતી. 11મી ઓગસ્ટે વૈશ્વિક સ્તર પર પ્રાસંગિક મુદ્દાઓ પર ચર્ચા કરનારા પ્રતિનિધિયો સાથે સમ્મેલનની શરૂઆત થઇ હતી.ચર્ચા અને કૂટનીતિના માધ્યમથી તેઓએ આજે વિશ્વ જેનો સામનો કરી રહ્યું છે તેવા કેટલાંક પડકારોનું સમાધાન મેળવ્યું. તમામ મ્યુનર્સના પ્રયત્નો અને તે જે સૌથી વધુ સક્ષમ હતા તેને વિદાય સમારંભ દરમિયાન સ્વીકારવામાં આવ્યા. ડીપીએસએસએમયુએનના પૂર્વ સેક્રેટરિયેટ સભ્યોએ વિવિધ કેટેગરીમાં વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્રો આપ્યા હતા.

ડેપ્યુટી સેક્રેટરી જનરલ 2018 વેદાંશ અગ્રવાલે કાર્યક્રમ દરમિયાન શીખેલા મૂલ્યોને ચોક્કસ પણે જીવનમાં ઉપયોગ કરવામાં આવશે અને દુનિયાને રહેલા માટેનું શ્રેષ્ઠ સ્થાન બનાવવામાં ઉપયોગ કરવામાં આવશે તેવી આશા અને સંદેશ સાથે કોન્ફરંશની પુર્ણાહુતિ કરી હતી.

-x-x-x-x-

August 13, 2018
i8.jpg
1min8580

પસંદ થયેલ બાળકોનેઇન્ટરનેશનલ રનવે શોમાં જાણીતા બ્રાન્ડ્સ અને ડિઝાઇનર્સ માટે રેમ્પવોકની તક મળશે

સુરત:ઇન્ડિયા કિડ્સ ફેશન વીક સીઝન 6માટે સુરત ખાતે સફળતાપૂર્વક ઓડિશન યોજાયું હતું. એ.ડી.એફ. ઇન્સ્ટિટ્યૂટખાતે યોજાયેલ ઓડિશનમાં 150જેટલા બાળકોએ ભાગ લીધો હતો. જે તમામને ગુજરાતના પહેલા મહિલા ફેશન કોરિયોગ્રાફર તેમજ ઇન્ટરનેશનલ બ્યુટી પેઝેન્ટ માટેના ટ્રેઇનર અને ગ્રૂમર મંજુલા અને રિકી દ્વારા ટ્રેઇન કરાયા હતા. આ ઓડિશનમાં જૂરી તરીકે કિરણ પાજવાની અને પુનીત ઉપસ્થિત રહ્યા હતા.

ઓડિશનના અંતિમ રાઉન્ડ બાદ પસંદ થયેલા બાળકોને ઇન્ટરનેશનલ રનવે શોમાં જાણીતી બ્રાન્ડ્સ અને ડિઝાઇનર્સ માટે રેમ્પવોક કરવાની તક મળશે. આગામી 15મી ઓગસ્ટના રોજ અમદાવાદ ખાતે ઓડિશનયોજાશે. જેમાં જૂરી તરીકે મંજુલા અને રિકી ઉપસ્થિત રહેશેજેઓએ આજ સુધી 500 થી વધુ બાળકોને ટ્રેઇન કર્યા છે.

 

-x-x-x-x-

August 10, 2018
isha3.jpg
1min11990

ભારત જ નહીં વિશ્વભરમાં દરેક ઘરમાં માબાપને એક જ ફરીયાદ હોય છે કે ભણતા સંતાનો ગેડ્જેટ્સમાં કલાકો વેડફી નાંખે છે. મોબાઇલ, ટેબ્લેટ, આઇપોડ વગેરેને કારણે કુછંદે પણ ચઢી જતા હોય છે. ભાગ્યે જ કોઇ સંતાન રચનાત્મક કાર્ય કરીને નાની ઉંમરમાં મોટું કામ કરે છે. અમદાવાદની એક કિશોરીએ આવું જ રચનાત્મક કામ કરીને સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાના તરફ કેન્દ્રીત કર્યું છે.

અમદાવાદમાં રહેતી ૧૨ વર્ષની ઈશા મજીઠિયાએ રામાયણના સુંદરકાંડ પર આધારિત ૩૫ ચિત્રોની એક શ્રેણી તૈયાર કરીને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે.

સુંદરકાંડના પાંચમા અધ્યાયમાં ૩૫ તસવીરોની મદદથી સુંદરકાંડની ચોપાઈઓ દર્શાવવામાં આવી છે. આ ચિત્રોમાં કાગળ પર ઍક્રેલિક, ક્રેયોન અને ચારકોલ દ્વારા ચિત્રણ થયું છે. તસવીરોના માધ્યમથી કોઈ શાસ્રનું નિરુપણ થાય એવી પહેલવહેલી ચિત્રકારી આ છે. ઈશા જ્યારે માત્ર ૬ વર્ષની હતી ત્યારથી તેણે આ વિષય પર કામ શરૂ કરેલું.

આ ચિત્રોની શ્રેણીનું અમદાવાદમાં પ્રદર્શન પણ થયેલું અને એ વખથે એક પુસ્તક પણ પ્રકાશિત થયું હતું. ઈશાની મમ્મી પ્રિયાનું કહેવું છે કે બાળકો આપણા પ્રાચીન અને પવિત્ર ગંથોના પ્રચાર અને સંરક્ષણમાં જોડાય એ આ પુસ્તક અને ચિત્રો બનાવવાનો ઉદ્દેશ છે. પુસ્તકમાં સુંદરકાંડના મૂળ પાઠનો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં અનુવાદ પણ કરવામાં આવ્યો છે. આ કામ માટે તાજેતરમાં ઈશાનું નામ ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં નોંધવામાં આવ્યું છે.

isha2

isha

અમદાવાદની ઈશા મજીઠિયાએ ચિત્રો થકી સુંદરકાંડ સાર્થક કર્યું