વાયરલ Archives - Page 61 of 83 - CIA Live

June 19, 2020
corona-gujarat.jpg
1min8150

ગુજરાતમાં કોરોના વાઈસરનો પોઝિટિવ દરદીઓના કુલ કેસ ૨૫ હજારને પાર થઇ ચૂક્યા છે. જ્યારે કુલ ૧,૫૬૧ના મોત નોંધાયા હતા. ચાર દિવસથી રોજ ૫૦૦થી વધુ કેસ નોંધાઇ રહ્યાં છે.

રાજ્યમાં બુધવારની સાંજ સુધીના છેલ્લા ૨૪ કલાકમાં નવા ૫૨૦ કેસ નોંધાયા છે અને ૨૭ દર્દીના મૃત્યુ થયા હતા. જ્યારે ૩૪૮ દર્દીને રજા આપવામાં આવી છે. બુધવારની સાંજ સુધીના જિલ્લા દીઠ આંકડા જોઇએ તો, અમદાવાદમાં ૧૭,૬૨૯ કેસ અને ૧૨૫૩ મોત, સુરતમાં ૨૭૭૯ કેસ અને ૧૦૬ના મોત, વડોદરામાં ૧૬૮૨ કેસ અને ૪૭મોત, ગાંધીનગર ૫૨૦ કેસ અને ૨૨ના મોત, ભાવનગરમાં ૧૭૪ કેસ અને ૧૩ના મોત, બનાસકાંઠામાં ૧૫૬ કેસ અને ૮ના મોત, આણંદમાં ૧૩૫ કેસ અને ૧૩ના મોત, અરવલ્લીમાં ૧૫૨ કેસ અને ૧૪ના મોત, રાજકોટમાં ૧૭૧ કેસ પાંચના મોત, મહેસાણામાં ૧૯૩ કેસ અને નવના મોત, પંચમહાલ ૧૩૧ કેસ અને ૧૫ના મોત સહિત રાજ્યના તમામ જિલ્લામાં કુલ ૨૫,૧૪૮ કેસ અને ૧૫૬૧ મોત થઇ ચૂક્યાં છે.

June 19, 2020
narmada.jpg
1min6820

નર્મદા બંધની જળ સપાટી ૧૨૭.૪૬ મીટરની ઉપર પહોંચી ગઇ છે અને લાઇવ સ્ટોરેજ ૨૭૦૦ એમસીએમની આસપાસ છે. ગુજરાતના ભાગે જે હિસ્સો આવે એ હિસ્સા પ્રમાણે મધ્ય પ્રદેશ ડેમમાંથી અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે. જેનો સંગ્રહ સરદાર સરોવર ડેમમાં થઇ રહ્યો છે. તેની મુખ્ય નહેર દ્વારા લગભગ ૮,૬૦૦ ક્યુસેક પાણી ગુજરાતના અલગ અલગ પ્રદેશમાં પહોંચાડવામાં આવી રહ્યું છે.

સરદાર સરોવર નર્મદા નિગમના ડાયેરક્ટર પી.સી. વ્યાસે જણાવ્યું હતું કે, મુખ્ય નહેરમાંથી સૌરાષ્ટ્ર કેનાલ દ્વારા સૌરાષ્ટ્રની સૌની યોજના દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે તેમ જ નર્મદા મુખ્ય નહેરમાંથી ઉદવહન કરીને ઉત્તર ગુજરાતમાં આવેલા નાના નાના જળાશયો, તળાવો વગેરે ભરવામાં આવી રહ્યા છે.

સરદાર સરોવર નર્મદા ડેમના કાર્યપાલક ઇજનેર અશોક ગજ્જરે જણાવ્યું હતું કે, નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલા ઇન્દિરા સાગર ડેમ અને ઓમકારેશ્વર ડેમના પાવર હાઉસમાથી હાલમાં પાણી આવી રહ્યું છે.

આ ઉપરાંત ચોમાસાની શરૂઆત થઈ ગયેલ હોઈ નર્મદા બેઝિનના કેચમેન્ટ એરીયામાં વરસાદ પડતો હોવાથી પાણીનો આવરો હાલમાં ૪૦ હજાર ક્યૂસેક જેટલો નોંધાઇ રહ્યો છે તેની સામે હાલમાં પાવર હાઉસમાં વીજળી ઉત્પન્ન કર્યા પછી ૩૩ હજાર ક્યૂસેક પાણીનો ફ્લો ભરુચ તરફ વહી રહ્યો છે.

નર્મદા ડેમમાં પાણીનો ગ્રોસ સ્ટોરેજ ૬,૩૫૦ મિલિયન ક્યૂબીક જેટલો નોધાયેલ છે.

સરદાર સરોવર ડેમની કુલ પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા ૯,૪૬૦ મિલિયન ક્યૂબીક મીટર છે.

June 18, 2020
election_voting.jpg
1min4850

રાજ્યમાં આવતીકાલે 19 June 2020 રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ અને કોંગ્રેસ બંને માટે ખૂબ જ અગત્યની એવી આ ચૂંટણીને લઇને ભારતના બે મોટા રાજકીય પક્ષો અને પ્રતિસ્પર્ધી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના સભ્યો અને મતદારોને કેવી રીતે વોટિંગ કરવું એ અંગે ગંભીરતાથી માહિતગાર કરવામાં આવી રહ્યા છે. બન્ને પક્ષો ભૂતકાળમાં પોતાના જ સભ્યોએ કરેલી ભૂલોને કારણે મત ગુમાવી ચૂક્યા છે.

કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો 2017ની જેમ ક્રોસ વોટિંગ કરી શકે છે. જ્યારે ભાજપ માટે ચિંતાનું કારણ પોતાના ધારાસભ્યો 2017ની જેમ વોટિંગ દરમિયાન કોઈ ભૂલ કરી બેસશે તો તેમનો મત ગેરકાયદે ઠરશે.

મહત્વનું છે કે 2017માં યોજાયેલ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના 8 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરી પાર્ટીના મેન્ડેટને નકારી દીધો હતો અને ભાજપના ઉમેદવાર તરફી મતદાન કર્યું હતું. જ્યારે ભાજપના એક ધારાસભ્યે મતદાન સમયે પાળવામાં આવતા નિયમોમાં ભૂલ કરવાથી તેમનો મત ગેરકાયદે કરવામાં આવ્યો હતો. જેના કારણે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલ ખૂબ જ પાતળી સરસાઈથી વિજેતા બન્યા હતા.

June 18, 2020
corona-gujarat.jpg
1min5160

ગુજરાતમાં કોરોના મહામારીના સાડા ત્રણ મહિને સંક્રમિત લોકોને શોધવા માટે થતાં આરટીપીસીઆર ટેસ્ટનો આંક વિતેલા ચોવીસ કલાકમાં ૫૮૦૧ ઉમેરાતાં ત્રણ લાખને પાર થઇ ૩,૦૩,૬૭૧ સુધી પહોંચી છે. એમાંથી ૩૪૮ દર્દીઓ કોરોનાને મ્હાત આપીને ડિસ્ચાર્જ થતાં કુલ ૧૭૪૩૮ દર્દીઓ અત્યાર સુધીમાં રિવકર થયાં છે. જેની સરેરાશ ૬૯ ટકા થાય છે. જોકે, ૧૫૬૧ દર્દીના સારવાર દરમિયાન મૃત્યું થયા છે.

છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૫૨૦ દર્દી સાથે કુલ એક્ટિવ કેસનો આંક વધીને ૬૧૪૯ થયો છે એમાં ૬૯ દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે અને ૬૦૮૦ સ્ટેબલ છે. રાજ્યમાં માર્ચ ૧૯મીએ પહેલી વખત કોરોનાના પોઝિટિવ દર્દી મળી આવ્યા હતા, એ પહેલાં ટેસ્ટ શરૂ કરાયા હતા. ૨૫ માર્ચે પહેલું મૃત્યું સુરતમાં નોંધાયું હતું.

બુધવારે સાંજે પાંચ વાગે પૂરાં થતાં ચોવીસ કલાકમાં અમદાવાદમાં વધુ ૩૩૦ કેસ ઉમેરાયા છે અને ૨૨ દર્દીઓના મૃત્યું થયા છે જેમાં ગ્રામ્ય વિસ્તારના ૨૫ કેસ અને ૨ દર્દીના મૃત્યુનો સમાવેશ થાય છે. આ જ રીતે સંક્રમિત દક્ષિણ ગુજરાતના સુરતમાં નવા ૬૫ કેસ નોંધાયા છે, પરંતુ મૃત્યુનો સીલસીલો આજે થંભ્યો છે બીજી તરફ વડોદરામાં ડેથ ઓડિટ બાદ બે દર્દીના કોરોનાથી મૃત્યુની જાહેરાત આરોગ્ય વિભાગે કરી છે. વડોદરા શહેર અને જિલ્લામાં મળીને નવા ૪૪ દર્દીઓ પોઝિટિવ મળ્યા છે.

એમાં પાદરાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. અમદાવાદમાં ધોળકા અને વડોદરામાં પાદરા હોટ સ્પોટ બની ચૂક્યા છે. સુરતમાં લિંબાયત સૌથી સંક્રમિત વિસ્તાર છે.

રાજ્યના અન્ય જિલ્લાઓમાં સૌથી વધારે કેસ ગાંધીનગર મહાનગર અને જિલ્લામાંથી ૧૬ મળ્યા છે. ભરૂચમાં ફરીથી કેસનો સીલસીલો શરૂ થતાં નવા ૭ કેસ, જામનગરમાં ૬, જૂનાગઢમાં ૫, ભાવનગર, રાજકોટ અને આણંદમાં ૩-૩, બનાસકંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલીમાં ૨-૨, મહીસાગર, સાબરકાંઠા, બોટાદ, નવસારી, નર્મદા, મોરબીમાં ૧-૧ કેસ તેમજ અન્ય રાજ્યના એક સાથે ૪ કેસ નોંધાયા છે. આ જિલ્લાઓમાં કેસની સાથે આણંદ, ભરૂચ અને ગાંધીનગરમાં એક એક દર્દીના સારવાર દરમિયાન મૃત્યું થયા છે.

June 16, 2020
pangong.jpg
1min6340

છેલ્લા ચાળીસ વર્ષમાં બનેલી પહેલી ઘટનામાં તા.16મી જુન 2020ના રોજ ચીને ભારતની લદાખ્ સરહદે ડખો ઉભો કરતા થયેલી અથડામણમાં ભારતના એક સૈન્ય અધિકારી સમેત કુલ ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા છે. ભારત ચીન સરહદે ઉભા થયેલા ટેન્શનને દૂર કરવા બન્ને પક્ષોએ તાબડતોબ વાટાઘાટો કરી હોવાનું જાણવા મળે છે.

તા.15મી જુનને સોમવારે રાતથી જ લદાખ ખાતે ચીની સૈનિકોએ ડખો ઉભો કરવાના પેંતરા શરૂ કરી દીધા હતા. ચીન તરફથી લદાખ બોર્ડર પર હિંસા ઉભી કરવામાં આવી હતી. જેના જવાબમાં ભારતે પ્રતિકાર કરવાની કોશિશ કરતા થયેલી અથડામણમાં ભારતીય સેનાના એક અધિકારી અને બે જવાનના મોત નિપજ્યા હોવાના અહેવાલોએ ભારતમાં રોષ વ્યાપ્ત કરી દીધો હતો.

LAC બોર્ડર પર છેલ્લે ફાયરિંગ 1967માં થયું હતું, જેમાં બંને દેશોને નુકસાન થયું હતું.

June 16, 2020
Panipuri-ban-1.jpg
1min6150

કોરોના કોણ કોણ ફેલાવી રહ્યું છે એ નામાવલિમાં હવે પાણીપુરીવાળા પણ આવી ગયા છે. અનલૉક-1ના અમલ સાથે જ ખાણીપીણી વેચતી સંસ્થાઓ ફરી શરૂ થતાં લોકો જીભના ચટાકા પુરા કરવા માટે બહારનું ખાતા થઇ ગયા છે. એમાં પણ પાણીપુરી કે ગોલગપ્પેના ચાહકો રીતસર તૂટી જ પડ્યા છે.

પણ પાણીપુરી ખાનારાઓ માટે સેડ ન્યુઝ એ છે કે હવે પાણીપુરીના વિક્રેતાઓ સોશ્યલ ડિસ્ટન્સિંગ નહીં જાળવતા હોઇ, તેઓ પણ સુપરસ્પ્રેડરની શ્રેણીમાં આવી ગયા છે અને કાનપુર પ્રશાસને તો પાણીપુરીની લારીઓ પર પ્રતિબંધ લગાડી દીધો છે.

કોરોના વાયરસ ફેલાવાના ભયથી ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશને કાનપુરમાં પાણીપુરીના વેચાણ બેન લગાડી દીધો છે.

દેશભરમાં પાણીપુરી એ ગોલગપ્પા, બતાશા અને પુચકા જેવા અલગ-અલગ નામની ઓળખાય છે. અનલોક-1 જાહેર થતા પાણીપુરીનું વેચાણ ફરીથી શરૂ થયું હતું. પરંતુ પાણીપુરીની લારી પર સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવને કારણે કોરોના ઝડપથી ફેલાઈ શકે છે તેવા ભયથી જિલ્લા પ્રશાસને મંગળવારે પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ મૂકયો હતો.

ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ડૉ. બ્રહ્મદેવ રામ તિવારીએ જણાવ્યું કે, ‘એવા ઈનપુટ હતા કે અનલોક-1માં છૂટછાટ મળ્યા બાદ વિક્રેતાઓ દ્વારા સરકારની જાહેર ગાઈડલાઈન્સનું છડે ચોક ઉલ્લંઘન કરવામાં આવી રહ્યાનું જોયા બાદ અમારે તેના પર બેન લગાડી દેવો પડ્યો છે. ખાસ કરીને પાણીપુરીના સ્ટોલમાં ધારાધોરણોનું પાલન ન થતા હોવાનું પણ જણાય રહ્યું હતું.

પાણીપુરીના વેન્ડર્સે માસ્ક, ગ્લોવ્ઝ અને યોગ્ય સ્વચ્છતાનું પાલન કરવું જોઈતું હતું તેવું કઈંજ દેખાયું નહોતું. રાજ્યમાં પહેલાથી જ કેસો વધી રહ્યા હોવાથી સંક્રમણને વધુ ફેલાતા અટકાવવા માટે શહેરમાં પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

June 16, 2020
corona-gujarat.jpg
1min5240

ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૪૩૪૪ ટેસ્ટ થકી નવા ૫૧૪ પોઝિટિવ દર્દીઓ શોધી શકાયા છે એ સાથે રાજ્યનો આંક ૨૪૦૦૦ને પાર થઇ ૨૪૦૧૪ સુધી પહોંચ્યો છે. ૧૩ જૂને ૫૧૭ના વિક્રમી આંક પછીના આ બીજા સૌથી વધારે કેસ છે. ૨૭ દિવસમાં રાજ્યમાં નવા ૧૨૦૦૦ કેસ ઉમેરાયા છે. જ્યારે સોમવારે સાંજે પ વાગે પૂરાં થતાં ચોવીસ કલાકમાં વધુ ૨૮ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થતાં કુલ આંક ૧૫૦૦ને પાર થઇ ૧૫૦૬ સુધી પહોંચ્યો છે.

અમદાવાદમાં વધુ ૩૨૭ કેસ ઉમેરાતાં કુલ કેસનો આંક ૧૬૯૮૭ એટલે કે ૧૭૦૦૦ની નજીક પહોચી ગયો છે. આ જ સમયગાળામાં ગ્રામ્યમાં ૩ સહિત કુલ ૨૩ દર્દીઓએ કોરોના સંક્રમણ સામે હારી જતાં મૃત્યુ પામ્યા છે એના પગલે મૃત્યુ આંક ૧૨૦૦ને પાર થઇ ૧૨૧૦ સુધી પહોંચી ગયો છે.

અમદાવાદની જેમ સુરતમાં પણ નવા કેસ અને મૃત્યુનો સીલસીલો હજીયે યથાવત રહ્યો છે નવા ૬૪ કેસ ઉમેરાયા છે સાથોસાથ વધુ ૪ દર્દીઓએ જાન ગુમાવતા કુલ મૃત્યુ આંક ૧૦૦ને પાર થઇ ૧૦૪ થયો છે. અરવલ્લી જિલ્લામાં વધુ એક મૃત્યુ નોંધાયું છે. આ પરિસ્થિતિ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૩૩૯ દર્દી ડિસ્ચાર્જ થતાં કુલ રિકવરી આંક ૧૬૬૭૨ સુધી પહોંચ્યો છે.

સોમવારે રાજ્યના અન્ય જિલ્લાઓ, નગરોમાં સંક્રમણની સ્થિતિ ઉપર નજર કરીએ તો સુરત પછી વડોદરામાં વધુ ૪૪ પોઝિટિવ દર્દીઓ મળ્યા છે. ગાંધીનગરમાં વધુ ૧૫, જામનગર અને ભરૂચમાં એકાએક ફરીથી કેસ વધ્યા છે. આ બન્ને જગાએ નવ નવ કેસ ઉમેરાયા છે તો રાજકોટમાં એક સાથે ૮, પંચમહાલમાં ૭, સાબરકાંઠા અને જૂનાગઢમાં ૪-૪, પાટણ અને સુરેન્દ્રનગરમાં ૩-૩, મહેસાણા, અરવલ્લી, વલસાડમાં ૨-૨, બનાસકાંઠા, આણંદ, કચ્છ, ખેડા, બોટાદ, નવસારી, નર્મદા અને અમરેલીમાં એક એક કેસ તેમજ અન્ય રાજ્યના ૩ નવા કેસ ઉમેરાયા છે.

June 16, 2020
coronavirus.jpg
1min4910

સતત છેલ્લા ત્રણ દિવસથી દેશમાં 24 કલાકમાં નોંધાતા કોરોના સંક્રમિતોની સંખ્યા 11,000ના આંકડાને પાર કરી જાય છ. સોમવાર સવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 11,502 નવા કેસ નોંધાયા છે અને 325 દર્દીઓ કોરોનાનો ભોગ બન્યા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના 3,32,424 કન્ફર્મ કેસ નોંધાયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં કોરોનાના હવે 1,53,106 એક્ટિવ કેસ છે. કોરોના વાયરસથી અત્યાર સુધી દેશભરમાં 9,520 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે બીજી તરફ 1,69,797 લોકો સાજા પણ થઈ ગયા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 3,390 કેસ નોંધાયા હતા અને 120 લોકોનું મૃત્યુ થયું હતું. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1,07,958 કેસ છે. જેમાંથી 53,030 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 50,978 લોકો સારવાર બાદ સાજા થયા છે અને 3,950 લોકો મૃત્યુ પામ્યા છે.

ગુજરાત રાજ્યમાં રવિવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, 24 કલાકમાં કોરોનાના વધુ 511 કેસ નોંધાયા હતા અને 29 દર્દીઓના મોત થયા હતા. 442 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. હાલ રાજ્યમાં કુલ સંક્રમિત સંખ્યા 23,590 અને મૃત્યુઆંક 1478 પર પહોંચ્યો છે.

June 16, 2020
petrol-diesel-1.jpg
1min5210

પેટ્રોલ, ડીઝલના ભાવમાં સતત નવમા દિવસે દર વધારો થયો હતો. સોમવારે પેટ્રોલના દરમાં ૪૮ પૈસાનો અને ડીઝલના દરમાં ૨૩ પૈસાનો વધારો થયો હતો. ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલના ભાવમાં રૂા. ૨નો વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલના દર પ્રતિ લિટરે રૂ. ૭૫.૭૮થી વધીને રૂ. ૭૬.૨૬ થયા હતા, જ્યારે ડીઝલના દર પ્રતિ લિટરે રૂ. ૭૪.૦૩થી વધીને રૂ. ૭૪.૨૬ થયા હતા, એમ સ્ટેટ ઓઇલ માર્કેટિંગ કંપનીના પ્રાઇસ નોટિફિકેશનમાં જણાવાયું હતું.

સંપૂર્ણ દેશમાં આ વધારો લાગુ થયો છે અને દરેક રાજ્યમાં સ્થાનિક સેલ્સ ટેક્સ અથવા વેટને આધારે તેના દર અલગ અલગ હશે. સાતમી જૂનથી ઓઇલ કંપનીઓએ દરમાં સુધારો કરવાનું શરૂ કર્યા બાદ સતત નવમા દિવસે પેટ્રોલ-ડીઝલના દરમાં વધારો થયો હતો.

નવ દિવસમાં પેટ્રોલના દરમાં પ્રતિ લિટરે રૂ. પાંચ અને ડીઝલના દરમાં પ્રતિ લિટરે રૂ. ૪.૮૭નો વધારો થયો હતો.

વધારાનું ભંડોળ ભેગુ કરવા માટે સરકારે પેટ્રોલ-ડીઝલની એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો કર્યા બાદ માર્ચના મધ્યમાં દરને ફ્રીઝ કરવામાં આવ્યા હતા.

June 16, 2020
rupani-1280x789.jpg
1min5100

ગુજરાતમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવશે એવી સોશિયલ મીડિયામાં અને લોકોમાં જે વાતો ચાલે છે તે માત્ર એક અફવા જ છે. રાજ્ય સરકાર લોકડાઉન ફરીથી લાગુ કરવાની બાબતે કોઈ પણ વિચારણા કરતી નથી એવું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

મુખ્ય પ્રધાન રાજ્યના નાગરિકોને આવી ખોટી અફવાઓથી ગેરમાર્ગે ના દોરવાઈ જવાની અપીલ કરતા એમ પણ કહ્યું છે કે તા. ૧ જૂનથી અનલોક થવાને કારણે રાજ્યમાં જન જીવન પૂર્વવત્ થવા માંડ્યું છે. ઉદ્યોગધંધા રોજગાર અને આર્થિક વાણિજ્યિક ગતિવિધિઓ પણ હવે ધબકતી થવા માંડી છે ત્યારે લોકડાઉન ફરી લાગુ કરવા અંગે રાજ્ય સરકારની કોઈ જ વિચારણા નથી.

તેમણે એવું પણ જણાવ્યું હતું કે, કોરોના સાથે કોરોના સામે જીવન જીવવાની સાથે રોજ બરોજની ગતિવિધિઓ હવે સામાન્ય થઈ છે ત્યારે ફરીથી લોકડાઉન આવશે તેવી ખોટી અફવાઓથી લોકો ગેરમાર્ગે ન દોરાય તે પણ જરૂરી છે.