CIA ALERT

વાયરલ Archives - Page 54 of 82 - CIA Live

August 20, 2020
corona-gujarat.jpg
1min4470

૨૪ કલાકમાં ૬૩ હજારથી વધુ ટેસ્ટ, ૧૧૪૫ નવા કેસ, ૧૭ મૃત્યુ, ૧૧૨૦ ડિસ્ચાર્જ

ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિતોને શોધી કાઢવા માટે અત્યાર સુધીના સૌથી વિક્રમી ટેસ્ટ છેલ્લા ચોવીસ કલાકમાં કરવામાં આવ્યા છે. એક જ દિવસમાં ૬૩,૦૮૭ ટેસ્ટ રાજ્યભરમાં કરવામાં આવ્યા એમાંથી ૧૧૪૫ નવા પોઝિટિવ કેસ મળી આવ્યા છે બીજી તરફ આઇસીએમઆરની ગાઇડલાઇન્સ પ્રમાણે ૧૧૨૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. જોકે, સારવાર હેઠળના વધુ ૧૭ દર્દીઓના હોસ્પિટલમાં મૃત્યુ થયા હોવાનું સરકારે જાહેર કર્યું છે.

છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધારે ૨૩૮ કેસ સુરતમાં નોંધાયા છે એમાં મહાનગરના ૧૬૬ કેસનો સમાવેશ થાય છે. શહેરના ત્રણ મળી કુલ સાત દર્દીઓના મૃત્યુ થયા છે. આ જ રીતે અમદાવાદ શહેરમાંથી નવા ૧૪૬ કેસ નોંધાયા છે અને ચાર દર્દીના મૃત્યુ થયા છે. અલબત્ત, ગ્રામ્ય વિસ્તારમાંથી નવા ૧૭ કેસ ઉમેરાયા છે. વડોદરા શહેરમાંથી નવા ૯૩ કેસ અને જિલ્લામાંથી ૨૨ મળી ૧૧૫ કેસ નોંધાયા છે. ગાંધીનગર મહાનગરમાંથી નવા ૧૦ અને ગ્રામ્યમાંથી ૧૭ કેસ મળી કુલ ૨૭ કેસ નોંધાયા છે. ગ્રામ્યમાં એક દર્દીનું કોવિડના કારણે મૃત્યુ થયું છે.

રાજકોટ મહાનગરમાંથી નવા ૬૨ કેસ નોંધાયા છે જ્યારે ત્રણ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાંથી નવા ૩૪ કેસ મળ્યા છે. સૌરાષ્ટ્રના અન્ય મહાનગર જામનગરમાંથી સતત રોજેરોજ નવા કેસ વધી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૫૯ કેસ નોંધાયા છે જ્યારે જિલ્લાના જામખંભાળીયા, ધ્રોળ, લાલપુર જેવા વિસ્તારમાંથી નવા ૬ કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાંથી ૩૫ કેસ અને એક દર્દીના મૃત્યુની પુષ્ટી સરકારે કરી છે. જિલ્લામાંથી નવા ૨૫ કેસ પણ નોંધાયા છે. જૂનાગઢમાંથી કુલ વીસ કેસ નોંધાયા છે એમાં મહાનગરના ૧૧ કેસનો સમાવેશ થાય છે.

રાજ્યના અન્ય જિલ્લાઓમાં જોઇએ તો સૌથી વધારે કેસ પંચમહાલ જિલ્લામાંથી નોંધાયા છે. પંચમહાલના હાલોલ, કાલોલ, ગોધરા સહિતના તાલુકા ટાઉન અને ગ્રામ્ય વિસ્તારોમાંથી નવા ૪૪ કેસ મળી આવ્યા છે. આ જ રીતે રાજકોટ સાથે નજીકનો નાતો ધરાવતા અને સિરામિક સહિતની ઔદ્યોગિક પ્રવૃત્તિના હબ ગણાતા મોરબીમાંથી નવા ૩૪ કેસ મળ્યા છે. કચ્છ જિલ્લાના મુન્દ્રા, ભૂજ, અબડાસા, અંજારમાંથી નવા ૩૦ કેસ આવ્યા છે.

અમરેલીમાં લાઠી, લીલીયા, ધારી સહિતના વિસ્તારોમાંથી નવા ૨૭ કેસ, ભરૂચમાં ભરૂચ શહેર ઉપરાંત વાગરા, અંકેલશ્વર, ઝગડિયા જેવા ઔદ્યોગિક વિસ્તારોના કારણે કેસ સતત વધી રહ્યા છે અહીં વધુ ૨૨ કેસ નોંધાયા છે. મહેસાણામાં કડી, વિજાપુર, બેચરાજી, વીસનગર અને ઊંઝા સંક્રમિત થયા છે એમાંથી નવા ૨૦ કેસ નોંધાયા છે. બનાસકાંઠમાં પાલનપુર, ડીસા, ધાનેરા જેવા વિસ્તારોમાંથી વધુ ૧૯ કેસ અને પાટણમાંથી ૧૮ નવા કેસ નોંધાયા છે. પાટણમાં એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

રાજ્યના આણંદ, ગીર સોમનાથ, વલસાડ જિલ્લામાંથી ૧૩-૧૩ કેસ, બોટાદ અને નવસારામંથી ૧૧, પોરબંદરમાંથી ૧૦, નર્મદામાંથી ૯, સાબરકાંઠામાંથી ૭ કેસ નવા નોંધાયા છે. ખેડા, સુરેન્દ્રનગર, તાપીમાંથી ૬-૬ કેસ, મહીસાગરમાંથી ૫, અરવલ્લીમાંથી ૪, દ્વારકા ૩, છોટાઉદેપુર તથા અન્ય રાજ્યના એક એક કેસ નોંધાયા છે.

આમ, રાજ્યમાં ૧૪,૭૮,૬૨૯ ટેસ્ટ સાથે કુલ કેસનો આંક વધીને ૮૨,૦૮૭ સુધી પહોંચ્યો છે જ્યારે નવા ૧૧૨૦ ડિસ્ચાર્જ સાથે કુલ આંક ૬૪૮૩૦ થયો છે આને પગલે રાજ્યનો રિવકરી રેટ ૭૮.૯૮ ટકા થયો છે. અલબત્ત, કુલ મૃત્યુ આંક પણ ૨૮૩૯ સુધી પહોંચ્યો છે. જે સરેરાશ ચાર ટકા કરતાં નીચો છે. આમ, હાલ રાજ્યમાં એક્ટિવ કેસનો આંક ૧૪૪૧૫ થયો છે એમાંથી ૮૧ દર્દી વેન્ટીલેટર ઉપર છે અને બાકીના ૧૪૩૩૭ સ્ટેબલ છે.

August 15, 2020
dhoni_cia3-1280x960.jpg
2min9950

ધોની સુરતની કાજુકતરીનો દિવાનો હતો, કાજુકતરી ભલે આખા દેશમાં મળતી હોય

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

મહેન્દ્રસિંહ ધોનીએ 15 ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ આંતર રાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધી. સમાચાર વિશ્વભરમાં એટલા વાઇરલ થયા કે સોશ્યલ મિડીયામાં જ્યાં જુઓ ત્યાં, ટ્વીટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ બધી જગ્યાએ ધોની જ ધોની જોવા મળ્યો હતો.

સી.આઇ.એ લાઇવ સુરત બેઝ ડિજીટલ મિડીયા છે. ગુજરાતી વ્યૂઅર્સ, વાચકો માટે અમે ધોની અને સુરતના કેટલાક સંભારણા રજૂ કરી રહ્યા છે.

ડુમસના ભાવિક (B.K.) પટેલ સાથે ધોનીની દિલોજાન દોસ્તી

સુરતના ભાવિક પટેલ (બી.કે.) સાથે ધોનીને એટલી ગાઢ દોસ્તી છે કે 2011ની વર્લ્ડ કપ ક્રિકેટની ફાઇનલ મેચની બે વીવીઆઇપી ટિકીટ આઇ.સી.સી.એ કેપ્ટન હોવાના નાતે મહેન્દ્રસિંહ ધોનીને આપી હતી. ધોનીએ આ બે ટિકીટ પૈકી એક તેની પત્નીને આપી હતી જ્યારે બીજી ટિકીટ સુરતના ડુમસમાં રહેતા અંગત મિત્ર ભાવિક બી.કે. પટેલને આપી હતી.

સુરત ડુમસના ભાવિક (B.K.) પટેલ અને મહેન્દ્રસિંહ ધોનીની યારી બયાં કરતી તસ્વીર www.cialive.in

સુરતના ડુમસમાં રહેતા અને ક્રિકેટના જબરદસ્ત ચાહક ભાવિક (બી.કે.) પટેલ અને મહેન્દ્રસિંહ ધોની વચ્ચે ગજબની દોસ્તી છે. ભાવિક પટેલ અને ધોનીના ફોટા જોઇએ તો એમ જ લાગે કે બન્ને બાળપણના મિત્રો છે.

ધોનીની રિટાયરમેન્ટની ઘોષણા પછી સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીત કરતા ડુમસના ભાવિક (B.K.) પટેલે જણાવ્યું કે ધોની સુરતમાં બે વખત આવી ચૂક્યા છે. એક વખત સુરતની એક જાણિતી હોટેલના ઉદઘાટન માટે આવ્યા હતા. ભાવિક પટેલે કહ્યું કે ડુમસ રોડ પર ધોનીએ કાર સેલ્ફ ડ્રાઇવ કરી અને અમે મારા ઘરે પહોંચ્યા હતા. ધોનીએ ભાવિક પટેલને કહ્યું હતું કે કોઇ ટેલેન્ટેડ ક્રિકેટર હોય અને તકલીફમાં હોય તો તેને ખાસ જણાવશો જેથી તેને હેલ્પ કરી શકાય.

ભાવિક પટેલે કહ્યું કે જ્યારે ધોનીને મળવા જતો ત્યારે ખાસ કંઇને કંઇ લઇ જતો. ધોની થોડો ફૂડી પણ છે. એક વખત તેણે મારા ઘરે બનાવેલા થેપલા અને કેરીનો છુંદો (મુરબ્બો) ખાધો હતો અને પછી ધોની માટે સુરતી થેપલા અને કેરીનો મુરબ્બો ફેવરીટ બની ગયા છે. કોરોનાકાળ દરમિયાન લૉકડાઉન પછી પણ ભાવિક પટેલે સુરતથી ખાસ ધોની માટે મુરબ્બો મોકલી આપ્યો હતો.

ધોની સુરતમાં એક હોટેલના ઉદઘાટનમાં આવ્યો હતો ત્યારે ડુમસના ભાવિક બી.કે. પટેલના ઘરે ડુમસ કાર સેલ્ફ ડ્રાઇવ કરીને ગયો હતો એ વેળાની તસ્વીર www.cialive.in

કાજુકતરી આખા દેશમાં મળે પણ ધોનીને સુરતની જ બહુ ભાવે

ભાવિક પટેલે કહ્યું કે એક વખત તેને મળવા ગયો ત્યારે કાજુકતરીનું બોક્સ લઇને ગયો હતો. બધા મિત્રો વચ્ચે તેણે પેકેટ ખોલીને એક પીસ ખાધો. તેને કાજૂકતરી એટલી ભાવી ગઇ કે પછી હું જ્યારે તેને મળવા જાઉ ત્યારે મારા તેના માટે ખાસ કાજુકતરી લઇ જવી પડે. કાજુ કતરી આમ તો આખા દેશમાં મળે પરંતુ, તેને સુરતનો ટેસ્ટ ભાવી ગયો છે.

August 11, 2020
corona-gujarat.jpg
1min6360

ભારતમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની ભાળ મળ્યા પછી ગુજરાતે માર્ચ મહિનાના આરંભથી ચેપગ્રસ્ત શંકાસ્પદોને શોધવા માટે શરૂ કરેલા ટેસ્ટનો આંક તા.10મી ઓગસ્ટ 2020ના રોજ ૧૦ લાખને પાર થયો છે.

ગુજરાતના પડોશી રાજ્યોએ આ આંક દોઢ મહિના પહેલા પાર કરી દીધો છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૨૯,૬૦૪ ટેસ્ટ કરાયા અને એમાંથી વધુ ૧૦૫૬ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા. આ સાથે કુલ ટેસ્ટનો આંક ૧૦,૧૭,૨૩૪ થયો છે જ્યારે કેસનો આંક ૭૨૧૨૦ સુધી પહોંચ્યો છે.

કોરોનાની સારવાર લઇને અત્યાર સુધીમાં નવા ૧૧૩૮ દર્દીઓ મળી કુલ ૫૫૨૭૬ ડિસ્ચાર્જ થયા છે એના પગલે રાજ્યનો રિવકરી રેટ ૭૬.૬૪ ટકા થયો છે. અલબત્ત, વધુ ૨૦ દર્દીઓના સારવાર દરમિયાન પાછલા ચોવીસ કલાકમાં મૃત્યુ થયા છે એનો કુલ આંક પણ ૨૬૭૪ સુધી પહોંચ્યો છે જે ૩.૯૬ ટકા સાથે સમગ્ર દેશમાં સૌથી વધારે છે.

તા.10મી ઓગસ્ટનો રિપોર્ટ

10મી ઓગસ્ટના ચોવીસ કલાકમાં સૌથી વધારે કેસ સુરતમાંથી નોંધાયા છે મહાનગરમાંથી ૧૭૬ અને ગ્રામ્યમાંથી નવા ૬૦ કેસ ઉમેરાતા કુલ ૨૩૬ કેસ થયા છે જ્યારે ૪-૪ દર્દીઓના મૃત્યુ પણ નોંધાયા છે. અમદાવાદમાં ૧૩૩ કેસ અને ગ્રામ્યમાંથી ૧૧ નવા કેસ મળી કુલ ૧૪૪ કેસ નોંધાયા છે જ્યારે વધુ ચાર દર્દીના કોવિડ સંક્રમણને લીધે મૃત્યુ થયાં છે. વડોદરા મહાનગરમાંથી નવા ૯૩ કેસ અને ગ્રામ્યમાંથી વધુ પંદર કેસ મળી ૧૦૮ કેસ થયા છે. મહાનગરના બે દર્દીઓના મૃત્યુ થયાનું સરકારે જાહેર કર્યું છે. ગાંધીનગર મહાનગરમાંથી નવા ૮ અને ગ્રામ્યમાંથી ૧૮ કેસ નવા ઉમેરાયા છે.

સૌરાષ્ટ્રના મહાનગરો અને એના જિલ્લામાં જોઇએ તો સૌથી વધુ રાજકોટમાંથી ૬૧ કેસ અને ગ્રામ્યમાંથી ૩૫ કેસ મળી કુલ ૯૬ કેસ થવા જાય છે. ગ્રામ્યના એક દર્દીનું મૃત્યુ થયું છે. આ જ રીત ભાવનગર શહેરમાંથી નવા ૩૦ દર્દી નોંધાયા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે. ગ્રામ્યમાંથી વધુ ૧૮ કેસ ઉમેરાયા છે. જામનગર શહેરમાંથી નવા ૩૦ કેસ અને ગ્રામ્યમાંથી એક જ કેસ ઉમેરાયો છે. જૂનાગઢ શહેરમાંથી ૨ અને ગ્રામ્યમાંથી ૧૬ મળી ૧૮ કેસ નવા નોંધાયા છે.

સૌરાષ્ટ્રમાં અન્ય જિલ્લાઓમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાંથી ૪૨ કેસ વધુ ઉમેરાયા છે એટલું જ નહીં એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. ગીર સોમનાથમાંથી નવા ૨૯ કેસ, મોરબી અને પોરબંદરમાંથી નવા ૨૫-૨૫ કેસ નોંધાયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી વધુ ૨૦ કેસ, દેવભૂમિ દ્વારકામાંથી ૫ અને બોટાદમાંથી ૩ નવા કેસ નોંધાયા છે. પોરબંદરના એક દર્દીનું કોવિડના લીધે મૃત્યુ થયું છે. કચ્છ જિલ્લામાંથી સતત નવા કેસ આવી રહ્યા છે અહીં વધુ ૩૨ કેસ ઉમેરાયા છે.

ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ મહેસાણા જિલ્લામાંથી ૧૯ કેસ નોંધાયા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે. પડોશી પાટણ જિલ્લામાંથી વધુ ૧૩, બનાસકાંઠા અને સાબરકાંઠામાંથી ૮-૮ કેસ, અરવલ્લીમાંથી એક જ કેસ નવો ઉમેરાયો છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાંથી ભરૂચ ૨૦, પંચમહાલ અને વલસાડમાંથી ૧૮-૧૮, ખેડા ૧૫, દાહોદ ૧૪, નર્મદા ૧૧, મહીસાગર અને નવસારીમાંથી ૯, છોટાઉદેપુર ૨, તાપી ૧ કેસ નોંધાયો છે.

આમ, હાલ રાજ્યમાં ૧૪૧૭૦ એક્ટિવ કેસ છે એમાંથી ૭૬ વેન્ટીલેટર ઉપર છે અને બાકીના ૧૪૦૯૪ સ્ટેબલ છે

August 6, 2020
shrey.jpg
1min5570

અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં તા.5મી ઓગસ્ટની મોડીરાત્રે ભીષણ સર્જાયેલી આગહોનારતમાં 8 દર્દીઓના મૃત્યુ થયાની કરુણ ઘટનાએ સમગ્ર ગુજરાતના હચમચાવી મૂક્યું છે.

રાત્રે સાડા ત્રણ વાગ્યે આ આગની ઘટના બની હતી, જે બાદ દર્દીઓ કે સ્ટાફ કશું સમજી શકે તે પહેલા આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું હતું. આગની ઘટના લગભગ 3.05 વાગ્યે હોસ્પિટલના ચોથા માળે બની હતી. માનવામાં આવે છે કે વેન્ટિલેટરની ઈલેક્ટ્રિક સિસ્ટમમાં શોર્ટ સર્કિટ બાદ આગ લાગી હતી. હોસ્પિટલમાં ફરજ બજાવતા એક સ્ટાફ જ્યારે દર્દીનું રુટિન ચેકઅપ માટે ગયા હતા ત્યારે તેમની PPE કિટ પણ આગની ચપેટમાં આવી ગઈ હતી અને તેઓ ICUમાંથી બહાર દોડીને પોતાનો જીવ બચાવવામાં સફળ થયા હતા. પોલીસે આ સ્ટાફનું સ્ટેટમેન્ટ લીધું છે. આ ઘટના બાદ ફાયર વિભાગની ટીમ 3.19 વાગ્યે ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, ટીમને આગ પર કાબૂ મેળવવા માટે અમુક કલાકોનો સમય લાગ્યો હતો. આગના કારણે રૂમની અંદર થયેલા ધૂમાડાના કારણે દર્દીઓનું ગૂંગળાઈ જવાથી મૃત્યું થયું હોવાનું માનવામાં આવે છે. ફાયર વિભાગની ટીમમાંથી કેટલાક લોકોએ જણાવ્યું કે તેમના જીવનમાં તેમણે આટલી ભયંકર આગ પહેલા નથી જોઈ.

આ ઘટના બાદ તાત્કાલિક 35થી 40 જેટલા દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢીને SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગમાં મૃત્યુ પામેલા દર્દીઓમાં 5 પુરુષો અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઘટનાની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

હોસ્પિટલમાં લાગેલી આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. બનાવની જાણ થતાં ડેપ્યુટી કમિશનર સહિત અન્ય અધિકારીઓ તાબડતોબ ઘટના સ્થળ પર દોડી ગયા હતા. મળતી વિગતો મુજબ આ ઘટનામાં બે દર્દીઓ એટલા ગંભીર રીતે દાઝી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે. આગની ઘટના કઈ રીતે લાગી આ માટે કોણ જવાબદાર છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદની આ શ્રેય હોસ્પિટલને કોવિડ-19 હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી. શ્રેય હોસ્પિટલમાં ચોથામાળે આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગ હોનારતમાં ઘાયલ થયેલા તથા અન્ય દર્દીઓને સારવાર માટે SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

August 5, 2020
unmasking.jpeg
1min5010

ગુજરાતમાં કોરોના બેકાબૂ બન્યો છે. કોરોનાના કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું છે. હાઈકોર્ટમાં કોરોના વાયરસ મુદ્દે કરવામાં આવેલી અરજી મુદ્દે કોર્ટે માસ્ક ન પહેરનારા લોકો ઉપર દંડની રકમ વધારવાની ટકોર’કરી છે.

હાઈકોર્ટે માસ્કના દંડ મામલે ટકોર કરી છે કે, 200 કે 500 રૂપિયા લોકોને બહુ નડશે નહીં. સરકાર કે કોર્પોરેશનને માસ્ક ન પહેરનારા લોકોને પ્રથમવાર 1000 રૂપિયા અને ત્યારબાદ તેમાં વધારો કરીને 5000 રૂપિયા સુધીનો દંડ વસુલવો જોઈએ.’હાઈકોર્ટ કહ્યું કે, કોરોનાને ફેલાતો રોકવાનું કામ કોઈ એક માણસનું નથી પણ આપણા તમામની ફરજ છે.

આ ઉપરાંત રાજસ્થાન હોસ્પિટલની બેદરકારીથી દર્દીના મોતના મામલે તંત્રની કામગીરીથી હાઈકોર્ટ અસંતુષ્ટ હોવાનું જણાવ્યું હતું. 77 લાખ રૂપિયાનો દંડ કર્યો પણ આજ સુધી રકમ કેમ રિકવર’ થઈ નથી તે અંગે પણ કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો. સરકાર આ અત્યંત કમનસીબ ઘટના અંગેની ગંભીરતાને ધ્યાને લઈને રિપોર્ટ આપે તેમ પણ કોર્ટે જણાવ્યું હતું.

August 3, 2020
ram_mandir02.jpg
1min5490

अयोध्या में राम मंदिर के लिए होने वाले भूमि पूजन कार्यक्रम की शुरुआत आज से हो गई है. आज गणपति पूजन है. वहीं, भूमि पूजन की तैयारियां जोर शोर से चल रही हैं. सीएम योगी आदित्यनाथ आज भूमि पूजन की तैयारियों का जायजा लेने अयोध्या जाएंगे. भूमि पूजन से जुड़ी पल-पल की अपडेट्स

3 August अयोध्या में राम मंदिर भूमि पूजन का कार्यक्रम आज से शुरू हो गया है. फिलहाल भूमि पूजन वाली जगह पर भगवान श्री गणेश का पूजन किया जा रहा है. ये पूजन दोपहर एक बजे तक चलेगा.

અયોધ્યામાં રામમંદિરના ભવ્ય ભૂમિપૂજન સમારોહનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સમગ્ર અયોધ્યાએ જાણે નવા વાઘા સજ્યા છે. સમારોહમાં લગભગ 200 આમંત્રિત સામેલ થશે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલું પીળા રંગનું આમંત્રણ કાર્ડ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિપૂજન કરશે પણ આ સમારોહ સંપૂર્ણપણે ધાર્મિક હશે અને વડાપ્રધાન કોઈ સરકારી એલાન કરશે નહીં એમ સૂત્રો કહે છે.

યોધ્યામાં દિવાળી જેવો માહોલ છે. ભક્તો માટે એક લાખ લાડુ તૈયાર કરાયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભૂમિપૂજન કાર્યક્રમ સંપૂર્ણપણે ધાર્મિક હશે. આ કાર્યક્રમ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે યોજ્યો છે અને વડાપ્રધાનને આમંત્રિત કર્યા છે. આમ, મોદી ભૂમિપૂજન સધી જ ખુદને સીમિત રાખશે.

મોદી અયોધ્યા પહોંચીને સૌથી પહેલાં હનુમાનગઢીમાં દર્શન-પૂજન કરશે. એસપીજીની ટીમ અને પ્રશાસનિક અધિકારીઓ અગાઉથી હનુમાનગઢી પહોંચી ગયા છે અને સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરી છે. ભૂમિપૂજન કાર્યક્રમની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ભગવાન શ્રી રામ માટે ખાસ પોશાક પણ તૈયાર કરાયો છે. રામદલ સેવા ટ્રસ્ટના અધ્યક્ષ પંડિત કલ્કિરામ નવા પોશાક સીવડાવી લાવ્યા છે.

July 28, 2020
Coronavirus-death.jpg
1min5930

વિશ્વના આંગળીના વેઢે પણ ગણવા ન પડે તેટલા કોરોનાપીડિત દેશોમાં સ્થાન પામી ચૂકેલાં ભારતમાં તા.27મી જુલાઇના ચોવીસ કલાક દરમિયાન અમેરિકા અને બ્રાઝિલથી પણ વધુ મૃત્યુ થયાં હતાં.

તા.27મી જુલાઇને સોમવારના દિવસ દરમિયાન અમેરિકામાં 445 અને બ્રાઝિલમાં 556 સામે ભારતમાં 708 મોત થયાં હતાં. આમ, ભારતમાં કોરોનાથી જીવ ખોનાર સંક્રમિતોની સંખ્યા 32,771 પર પહોંચી ગઇ છે.

છેલ્લા 24 કલાકમાં વિક્રમી 49,931 નવા કેસ સામે આવતાં દર્દીઓનો આંક 14,46,000થી ઉપર પહોંચી ગયો છે. દેશમાં કુલ 4,85,114 સંક્રમિતોનો ઇલાજ ચાલી રહ્યો છે.’

ભારતમાં સોમવારે સતત પાંચમા દિવસે 45 હજારથી વધુ નવા કેસ સામે આવતાં આરોગ્ય તંત્રની ચિંતા વધી છે. છેલ્લા 24 કલાકમાં 32 હજાર જેટલા દર્દી વાયરસમુક્ત થતાં કુલ 9,17,567 દર્દી સાજા થઇ ચૂક્યા છે એ ધ્યાને લેતાં રિક્વરી રેટ અર્થાત્ દર્દીઓ સાજા થવાનો દર પણ વધીને 63.92 ટકા થઇ ગયો છે.

ભારતીય તબીબ સંશોધન પરિષદ (આઇસીએમઆર)ના જણાવ્યાનુસાર દેશમાં કુલ 1,68,06,803 દર્દીના નમૂનાના પરીક્ષણ થઇ ચૂક્યાં છે. દરમ્યાન, કેન્દ્ર સરકારે સોમવારે જણાવ્યું હતું કે, ભારતમાં કોવિડ-19થી મૃત્યુ થવાના દરમાં ધીમે ધીમે ઘટાડો આવી રહ્યો છે. અત્યારે મૃત્યુદર માત્ર 2.28 ટકા છે.

દેશમાં સૌથી વધુ કોરોનાગ્રસ્ત’ રાજ્ય મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કુલ 3,75,799 કેસ સામે આવી ચૂક્યા છે. ત્યારબાદ તામિલનાડુમાં 2,13,723 અને દિલ્હીમાં 1,30,606 કેસ નોંધાઇ ચૂકયા છે, તો આંધ્રપ્રદેશમાં 96,298 અને કર્ણાટકમાં 96,141 સંક્રમિતો સામે આવી ચૂક્યા છે.
મહારાષ્ટ્ર પોલીસને પરેશાન કરતા કોરોના વાયરસથી સોમવારે વધુ 101 પોલીસકર્મી સંક્રમિત થયા હતા. આમ, કુલ 8584 પોલીસ જવાન સંક્રમિત થઇ ચૂક્યા છે.

July 27, 2020
corona_india.jpg
1min4750

દેશમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 48661 નવા કોરોના મામલા સામે આવ્યા હતા અને 705 લોકોનાં મોત થયાં હતાં. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ મામલાનો આંકડો 13,85,522 થયો છે જ્યારે મૃતકોનો આંક પણ વધીને 32,063 થયો છે. જ્યારે કોવિડ19ઈન્ડિયા વેબસાઈટ અનુસાર દેશમાં 24 કલાકમાં નવા કેસનો આંક પહેલી વખત 50,000ને પાર પહોંચી ગયો હતો. જેના પરિણામે રવિવારે આ લખાય છે ત્યાં સુધીમાં કોરોનાના કુલ કેસ 1426753એ પહોંચ્યા હતા તેમજ 9.12 લાખ લોકો રિકવર થયા હતા અને 32698 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

આ અગાઉ સ્વાસ્થ્ય મંત્રાલયે જારી કરેલા આંકડાઓ અનુસાર 8,85,577 લોકો કોવિડ-19ને મ્હાત આપવામાં સફળ રહ્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસ 4,67,882 રહ્યા છે.
દેશમાં એક તરફ જ્યાં કોરોનાના મામલા સતત વધી રહ્યા છે ત્યારે સરકાર અનુસાર ભારત સતત પોતાની ટેસ્ટિંગ ક્ષમતા વધારી રહ્યું છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (આઈસીએમઆર) અનુસાર ગઈકાલ સુધી કોરોના વાયરસ માટે કુલ 1,62,91,331 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 24 કલાકમાં કરાયેલા ટેસ્ટિંગની સંખ્યા 4,42,263 હતી.. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતે છેલ્લા એક સપ્તાહમાં પ્રતિદિવસ 3.50 લાખ પરીક્ષણ કર્યાં છે.

મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વધુમાં વધુ ટેસ્ટિંગ, ટેસ્ટ, ટ્રેક એન્ડ ટ્રીટની રણનીતિ બનાવવાની સલાહ આપી છે. જેનાથી આરંભના દિવસોમાં પોઝિટિવ’ મામલાઓની સંખ્યા વધી શકે છે,’ પરંતુ અંતમાં મામલાઓમાં ઘટાડો જોવા મળશે. કેન્દ્રએ દિલ્હીમાં આ લક્ષ્ય હાસલ કર્યું છે.

વીતેલા 24 કલાકમાં જ 705 લોકોનાં મોત થયાં તેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 257, તામિલનાડુમાં 89, કર્ણાટકમાં 72, આંધ્રપ્રદેશમાં 52, પશ્ચિમ બંગાળમાં 42, ઉત્તર પ્રદેશમાં 39, દિલ્હીમાં 29, ગુજરાતમાં 22, બિહારમાં 14, ઝારખંડમાં 12, રાજસ્થાનમાં 11 અને ઓરિસ્સામાં 10 મોતનો સમાવેશ થાય છે. આ સિવાય પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં 9-9, મધ્યપ્રદેશમાં 8, હરિયાણામાં 7, કેરળમાં 5, ગોવામાં 4, છત્તીસગઢ, પોંડીચેરી, ઉત્તરાખંડ અને નાગાલેન્ડમાં 3-3 જ્યારે આસામ અને લદ્દાખમાં 1-1 દર્દી કોરોનાનો ભોગ બન્યા હતા. દેશની રાજધાની નવી દિલ્હીમાં કોવિડ-19ના 1,142 નવા મામલા સામે આવ્યા બાદ અત્યાર સુધી 1.29 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. દિલ્હીમાં કોવિડ-19ને કારણે મૃત્યુઆંક 3806 થયો છે. તામિલનાડુમાં 24 કલાકમાં 6988 નવા મામલા સામે આવ્યા બાદ આ મહામારીથી સંક્રમિતોનો કુલ આંક 2,06,737 થયો હતો. મૃત્યુઆંક પણ વધીને 3409 થયો છે.

કોરોના કેસ: શહેરોને પાછળ રાખી દેતાં ગામડાં
અમદાવાદ, તા.26: ગુજરાતમાં સતત છઠ્ઠા દિવસે કોરોના વાયરસના 1 હજારથી વધુ કેસ નોંધાયા છે. સાથે સાથે ગુજરાતમાં’ પ્રથમવાર છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સર્વોચ્ચ 1110 કેસ નોંધાવા પામ્યા છે. સાથે ગુજરાતમાં કોરોના કેસનો કુલ આંક’ 56 હજાર નજીક અર્થાત’ 55822 થયો છે. હાલની સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ 46 વ્યક્તિને કોરોના સંક્રમણ થઇ રહ્યું છે.

આજે પ્રથમ વાર શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસો વધુ નોંધાવા પામ્યા છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 1110 કેસમાંથી 533 શહેરોમાં અને 577 ગ્રામ્ય વિસ્તારમાં નોંધાવા પામ્યા છે.

ગુજરાતમાં અત્યાર સુધીના સર્વોચ્ચ કોરોના દર્દીઓ વેન્ટિલેટર પર નોંધાયા છે. હાલ 13031′ એકિટવ કેસ છે. જેમાં 85 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકનાં વધુ 21 સાથે કોરોનાથી કુલ મરણાંક 1326 થયો છે.

24 કલાક દરમિયાન નોંધાયેલા 1110 કેસમાંથી સુરત 299 સાથે’ સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક 11672 થયો છે. એ જ રીતે અમદાવાદ શહેરમાં 152 અને ગ્રામ્યમાં 11 નવા કેસ’ મળીને કુલ 163 કેસ સામે આવ્યા છે.’ જેને લઇને અમદાવાદમાં કુલ કેસનો આંક 25771 થયો છે. જ્યારે વડોદરામાં 92, રાજકોટમાં 72,’ બનાસકાંઠા 35, દાહોદ 30, ગાંધીનગર 29, નર્મદામાં 26, પાટણ અને છોટાઉદેપુર 22-22, કચ્છમાં 20, ભરૂચમાં 19, મહેસાણા, પંચમહાલ અને નવસારીમાં 18-18, વલસાડમાં 15, સાબરકાંઠામાં 14, આણંદમાં 11, ખેડા-9, તાપી-9, ડાંગ-6, અરવલ્લી અને મહીસાગરમાં 3-3 કેસ નોંધાવા પામ્યા છે. નોંધનીય બાબત છે કે આજે ગુજરાતમાં 33 જિલ્લામાં કોરોના કેસ નોંધાયા છે.

ગુજરાતમાં વિતેલા 24 કલાક દરમિયાન 21 કોરોના દર્દીઓને કોરોના ભરખી ગયો છે. જેમાં સૌથી વધુ સુરતમાં 12, અમદાવાદમાં 3, વડોદરામાં 2 મૃત્યુ નોંધાવા પામ્યા છે. જુલાઇ માસમાં આજના નવા 12 મોત સાથે સુરતમાં મોતનો આંક 200 થયો છે. જ્યારે અમદાવાદમાં નવા 3 મોત સાથે જુલાઇ માસમાં 134 થયો છે. વડોદરામાં 3 નવા મોત સાથે જુલાઇ માસમાં 20 મૃત્યુ નોંધાયા છે.

July 24, 2020
amitabh-bachchan-denies-covid-19-negative-1280x718.jpeg
1min5150

બોલિવૂડના શહેનશાહ તરીકે પ્રખ્યાત એવા અમિતાભ બચ્ચન, તેમના પુત્ર અભિષેક બચ્ચન, પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન અને પૌત્રી આરાધ્યા બચ્ચન કોરોના વાયરસની અડફેટે આવી ચૂક્યા છે. બચ્ચન પરિવારના આ ચારેય સભ્યો અત્યારે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ દરમિયાન તાજેતરમાં જ એવી વાત વહેતી થઈ હતી કે બીગ બીનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જેને તેઓએ ખોટી ગણાવી છે.

તાજેતરમાં જ સોશિયલ મીડિયા અને તમામ ન્યૂઝ ચેનલ્સ પર આવી રહ્યું હતું કે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને ટૂંક સમયમાં જ સમયમાં જ રજા આપવામાં આવશે. અમિતાભે ટ્વીટ કરીને આ વાતને ખોટી ગણાવી છે. તેમણે એક ન્યૂઝ ચેનલના ન્યૂઝને શેર કરીને લખ્યું કે આ એકદમ ખોટા, ગેરજવાબદાર અને પાયાવિહોણા સમાચાર છે !!

July 23, 2020
serum_punawala.jpg
1min5430

જથ્થાની દૃષ્ટિએ વિશ્ર્વમાં સૌથી વધુ રસીનું ઉત્પાદન કરતી કંપની સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા (એસઆઈઆઈ)ને આશા છે કે તે આ વર્ષના ઑક્ટોબર-નવેમ્બર સુધીમાં કોરોનાની રસી વિકસાવી લેશે, એમ કંપનીના સીઈઓ પુનાવાલાએ બુધવારે કહ્યું હતું.

યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડ દ્વારા વિકસાવવામાં આવેલી પ્રાયોગિક કોવિડ-૧૯ રસી કૅન્ડિડેટનું ઉત્પાદન કરવા સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાએ બાયોફાર્માસ્યૂટિકલ કંપની ઍસ્ટ્રાઝેનેકા સાથે ભાગીદારી કરી છે.

કંપનીએ સ્વતંત્ર રીતે વિકસાવેલી ન્યુમોકોક્કલ રસીનાં ઉત્પાદન માટે ડીસીજીઆઈએ મંજૂરી આપી દીધી છે.

વીડિયો કૉન્ફરન્સ મારફતે ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક સાથે કરેલી વાતચીતમાં પુનાવાલાએ કહ્યું હતું કે આ વર્ષના ઑક્ટોબર-નવેમ્બર સુધીમાં કોરોનાની રસી વિકસાવી લેવાની અમને આશા છે.

ટ્રાયલનો હવે પછીનો તબક્કો ઑગસ્ટના મધ્યમ શરૂ થાય એવી શક્યતા હોવાનું તેમણે કહ્યું હતું.

ટ્રાયલને પ્રથમ તબક્કામાં ઑક્સફર્ડ યુનિવર્સિટીની રસીએ આશાસ્પદ પરિણામો આપ્યાં હોવાનું તેમણે કહ્યું હતું.

એક વખત રસી તૈયાર થઈ જાય અને તેનેે મંજૂરી મળી જાય ત્યાર બાદ રાજ્ય સરકાર અને એસઆઈઆઈએ જોડાણ આગળ વધારવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

કોરોનાની રસી વિકસાવવા માટે એસઆઈઆઈએ ઑકસફર્ડ યુનિવર્સટી સાથે કરેલી ભાગીદારી અંગે પટનાયકે આનંદ વ્યક્ત કર્યો હતો અને તાજેતરમાં જ કોરોનાની રસી અંગે પ્રગટ થયેલા આશાસ્પદ પરિણામો અંગે તેમણે પુનાવાલાને અભિનંદન આપ્યાં હતાં.

દરમિયાન, ભારત દ્વારા સ્વતંત્ર રીતે વિકસાવવામાં આવેલી કોરોનાની રસીના માનવ પર ક્લિનિકલ ટ્રાયલ માટેની સ્ક્રિનિંગ પ્રક્રિયા ભુવનેશ્ર્વરસ્થિત ઈન્સ્ટિટ્યૂટ ખાતે આરંભી દેવામાં આવી છે.

આઈસીએમઆર દ્વારા પસંદ કરવામાં આવેલા ૧૨ કેન્દ્રમાંથી એક કેન્દ્ર ખાતે આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.