CIA ALERT

વાયરલ Archives - Page 51 of 82 - CIA Live

November 4, 2020
CIA_Live_Logo_New2.jpg
3min10220

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

એકના એક સમાચારો આપતા મિડીયાથી વિપરીત સી.આઇ.એ. લાઇવ આપને એવા સમાચાર આપે છે જે ખરેખર આપની જાણમાં હોવા જરૂરી છે. આપને ઉપયોગી સમાચાર, માહિતી કે ઘટનાઓની જાણકારી માટે www.cialive.in સતત જોતા રહો.

બગડી રહી છે સુરતની હવા (વાતાવરણ)ની ગુણવત્તા

હવાની ગુણવત્તાના માપદંડને અંગ્રેજીમાં AQI એર ક્વોલિટી ઇન્ડેક્સ તરીકે ઓળખવામાં આવે છે. જુદા જુદા પેરામિટર્સથી હવા કેટલી પ્રદુષિત થાય છે તે અંગે સતત મોનિટરીંગ કરવામાં આવે છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતની હવાનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. અમારા ધ્યાન પર આ દરમિયાન એ વાત આવી છે કે આજરોજ તા.5મી નવેમ્બર 2020ની સવારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લિંબાયત અને વરાછા ખાતે લગાડવામાં આવેલા એર ક્વોલિટી મેઝર મશીન પર સુરતની હવાનો એર ક્વોલિટી ઇન્ડેક્ષ 372 પ્લસ નોંધાયો હતો. વાતાવરણના પેરામિટર્સમાં આટલો ઉંચો એક્યુઆઇ અત્યંત દુષિત હવાની પ્રતીતિ કરાવે છે.

આજે તા.5મી નવેમ્બરે સુરતમાં નોંધાયેલા એર ક્વોલિટી ઇન્ડેક્ષ

તા.5મી નવેમ્બરે સુરતના વરાછા વિસ્તારમાં નોંધાયેલો એક્યુઆઇ

એવું નથી કે આજે તા.5મી નવેમ્બરે જ આ રીતે હવા પ્રદુષિત નોંધાઇ છે. છેલ્લા ઘણા દિવસોથી અમે મોનિટરિંગ કરી રહ્યા છીએ.

ગઇ તા.3જી નવેમ્બર 2020ના રોજ સુરતમાં એર ક્વોલિટી ઇન્ડેક્ષ 318 જેટલો થઇ ગયો છે. AQI એર ક્વોલિટી ઇન્ડેક્સ 300ની ઉપર પહોંચે તો એ હેઝાર્ડસ ગણાય એટલે કે હવા પ્રદુષિત બની ગઇ હોવાનું તેના પરથી કહી શકાય.

નિષ્ણાંતો કહે છે કે 300 પ્લસ AQI એર ક્વોલિટી ઇન્ડેક્સ પહોંચે એટલે માસ્ક પહેરીને જ જાહેર માર્ગો પર જવું જોઇએ. સુરતમાં AQI એર ક્વોલિટી ઇન્ડેક્સ 318 પહોંચ્યો છે એ બાબત સૂચક છે કે સુરતમાં કોરોનાથી બચવા ઉપરાંત માસ્ક પહેરવાનું બીજું કારણ હવે પ્રદુષિત હવા પણ બની ચૂકી છે.

તા.3 નવેમ્બરે વરાછા અને લિંબાયતમાં AQI એર ક્વોલિટી ઇન્ડેક્સ 318 પર પહોંચી ચૂક્યો છે

માસ્ક પહેરવા માટે બીજું અનિવાર્ય કારણ સુરતની પ્રદુષિત હવા

જે રીતે સુરતમાં અનલૉક બાદ સામાજિક, વ્યાપારીક ગતિવિધિઓ તેજ બની ચૂકી છે એ ઉપરાંત આગામી દિવસોમાં દિવાળીના પર્વને અનુલક્ષીને સુરતનો AQI એર ક્વોલિટી ઇન્ડેક્સ વધુ કથળે તો નવાઇ નહીં.

5મી નવેમ્બરે સવારે અમે આ સ્ટોરી રજૂ કરી હતી, બપોરે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ ટ્વીટ કર્યુ

October 29, 2020
kesubhai.jpg
1min5510

ગુજરાતના માજી મુખ્યમંત્રી અને સૌરાષ્ટ્રના ખેડૂત નેતા, ભાજપાના વરિષ્ઠ નેતા તેમજ ગુજરાતમાં ભાજપના પહેલા સીએમ બનવાનું શ્રેય જેના ફાળે છે એ કેશુભાઈ પટેલે આજે તા.29મી ઓક્ટોબર 2020ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. 92 વર્ષની વયે તેમનું નિધન થતાં ભાજપ સમેત સમગ્ર સૌરાષ્ટ્રમાં શોક પ્રસરી ગયો છે. તબિયત નાદુરસ્ત થતાં શ્રી કેશુબાપાને સ્ટર્લિંગ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમના અવસાનની હોસ્પિટલ દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે.

PM Modi

કેશુબાપાના પુત્ર ભરત પટેલના જણાવ્યા અનુસાર, કોરોનામાંથી રિવકર થયા બાદ કેશુભાઈનું સ્વાસ્થ્ય કથળી રહ્યું હતું. તેમને ઓક્સિજન લેવામાં તકલીફ પડી રહી હતી. જેથી તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

CM વિજય રૂપાણીએ કેશુભાઈ પટેલના અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરતા તેમને ગુજરાતમાં જનસંઘથી લઈને ભાજપ સુધી વટવૃક્ષ ઉભું કરનારા અને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન કરનારા સમર્પિત નેતૃત્વકર્તા ગણાવ્યા હતા.

રુપાણીએ જણાવ્યું હતું કે, કેશુભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું હતું, એટલું જ નહિ ખેડૂત પુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોક સેવા કાર્યોથી ભાજપને અપ્રતિમ લોક ચાહના અપાવી. તેમના અવસાનથી આપણને સૌને મોટી ખોટ પડી છે અને આ ખોટ આપણને સદાય સાલશે.

કેશુબાપા જનસંઘના વખતથી ભાજપ સાથે જોડાયેલા હતા. ગુજરાતમાં તેઓ ભાજપના પહેલા મુખ્યમંત્રી પણ હતા. જોકે, 14 માર્ચે સીએમ બનેલા કેશુભાઈને સરકાર સામે બળવો થતાં 21 ઓક્ટોબર 1995માં રાજીનામું આપવું પડ્યું હતું.

1998માં કેશુભાઈ ફરી પૂર્ણ બહુમતી સાથે સીએમ બન્યા હતા. જોકે, આ વખતે પણ તેઓ પોતાની ટર્મ પૂરી નહોતા કરી શક્યા. 26 જાન્યુઆરી 2001ના રોજ રાજ્યમાં આવેલા ગોઝારા ભૂકંપમાં સરકારની કામગીરી સામે અનેક સવાલો ઉભા થતાં આખરે તેમને 6 ઓક્ટોબર 2001ના રોજ રાજીનામું આપવું પડ્યું હતું.

October 24, 2020
Data-Protection-Bill-of-India-2018.jpg
1min5180

ઍમેઝોન, ગૂગલ, પૅટીએમ, ફેસબુકના ઉચ્ચ અધિકારીઓને ડેટા પ્રૉટેક્શન બિલને લગતી જૉઇન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી) સમક્ષ હાજર થવાનો આદેશ અપાયા બાદ ઍમેઝોને ૨૮મી ઑક્ટોબરે હાજર થવાનો ઇનકાર કર્યો હતો.

ગૂગલ અને પૅટીએમના ઉચ્ચ અધિકારીઓને ૨૯મી ઑક્ટોબરે તેમ જ ટ્વિટરના અધિકારીઓને ૨૮મીએ બોલાવાયા છે, જ્યારે ફેસબુકના અધિકારી શુક્રવારે આ સમિતિ સમક્ષ હાજર થયા હતા. ઇ-કૉમર્સ ક્ષેત્રની માતબર કંપની ઍમેઝોને સંયુક્ત સંસદીય સમિતિ સમક્ષ હાજર થવાની ના પાડીને વિશેષાધિકારનો ભંગ કર્યો હોવાનું પૅનલનાં અધ્યક્ષા અને ભાજપનાં સંસદસભ્ય મિનાક્ષી લેખીએ શુક્રવારે કહ્યું હતું.

તેમણે પીટીઆઇને કહ્યું હતું કે ‘ઍમેઝોન વિરુદ્ધ સખત પગલાં ભરવા સરકારને સૂચન થઈ શકે એવું કમિટીનો સર્વાનુમત અભિપ્રાય છે.’

દરમિયાન, ફેસબુકના પૉલિસી-હેડ અંખી દાસ શુક્રવારે ડેટા સિક્યૉરિટીના મુદ્દે કમિટી સમક્ષ હાજર થયા હતા. તેમને પૅનલના મેમ્બરો દ્વારા ડેટા સુરક્ષાના મુદ્દે કેટલાક આકરા અને તપાસમાં કડીરૂપ સાબિત થઈ શકે એવા સવાલો પૂછવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અંખી દાસની લગભગ બે કલાક સુધી પૂછપરછ કરાઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ તેમને એવું પણ પૂછાયું હતું કે તેમની કંપની કેટલો હિસ્સો યુઝર્સના ડેટા પ્રૉટેક્શન માટે ખર્ચ કરે છે અને કેટલો કરવેરો ભરે છે?

મિટિંગ દરમિયાન એક મેમ્બરે ફેસબુકના મુદ્દે સૂચવ્યું હતું કે ‘સોશિયલ મીડિયાની આ માતબર કંપની પોતાના ઍડવર્ટાઇઝરોના વ્યાપારલક્ષી ફાયદા માટે પોતાના વપરાશકારોના ડેટામાંથી અનુમાનો મેળવી ન શકે.

પૅનલે માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટરના ઉચ્ચ અધિકારીઓને ૨૮મી ઑક્ટોબરે બોલાવ્યા છે, જ્યારે ગૂગલ તથા પૅટીએમના અધિકારીઓએ ૨૯મી ઑક્ટોબરે આવવાનું રહેશે.

દરમિયાન, વૉશિંગ્ટનથી મળતા એપીના અહેવાલ મુજબ અમેરિકામાં રિપબ્લિકન સેનેટરોના અંકુશ હેઠળની સેનેટ જ્યુડિશિયરી કમિટીએ ફેસબુક તથા ટ્વિટરના સીઇઓને જીઓપી (ગ્રૅન્ડ ઑલ્ડ પાર્ટી) સમક્ષ આક્ષેપો ખોટા હોવાના પુરાવા આપવા બોલાવ્યા છે.

October 20, 2020
schoolgirlsoldiers.jpg
2min17170

જામનગરના બાલાચડી સ્થિત સૈનિક સ્કુલ છોકરીઓને ધો.6માં પ્રવેશ આપશે : આજ 20/10 થી એપ્લિકેશન શરૂ

જામનગરના બાલાચડીમાં આવેલી સૈનિક સ્કૂલ 2021થી કન્યાઓને પણ એડમિશન : પ્રથમ 10 દિકરીઓને ધો.6માં પ્રવેશથી શરૂઆત

ગુજરાતના જામનગરથી 32 કિમી સ્થિત બાલાચડી ખાતે કાર્યરત ગુજરાતની એક માત્ર સૈનિક સ્કુલમાં આગામી શૈક્ષણિક વર્ષથી કન્યાઓને પ્રવેશ આપવામાં આવશે. ધો.12 પછી આર્મી, નેવી, એરફોર્સમાં ઉચ્ચઅભ્યાસ અને નોકરીની તક માટે નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)ની તૈયારી કરી શકે એ માટે બાલાચડી ખાતે સૈનિક સ્કુલની સ્થાપના કરવામાં આવી હતી. જ્યાં અત્યાર સુધી ફક્ત બોયઝ (છોકરાઓ)ને પ્રવેશ અપાતો હતો. પંરતુ, હવે આગામી વર્ષથી 10 છોકરીઓને પ્રવેશ સાથે કન્યાઓ માટે સૈનિક સ્કુલના દ્વાર ખોલવામાં આવ્યા છે. કન્યાઓ તરફથી કેવો રિસ્પોન્સ મળે છે તેના આધારે ભવિષ્યના વર્ષોમાં કન્યાઓની સંખ્યા વધારવામાં આવશે.

જામનગરના બાલાચડી સ્થિત સૈનિક સ્કુલમાં કન્યાઓ માટેની કુલ બેઠકો પૈકી 67% બેઠકો ગુજરાતની શાળાઓની છોકરીઓ માટે રિઝર્વ રાખવામાં આવશે.

છોકરાઓ અને છોકરીઓએ સૈનિક સ્કુલમાં પ્રવેશ મેળવવા શું કરવું

ગુજરાતના જામનગર અને દેશભરમાં આવેલી 33 સૈનિક સ્કુલોમાં ધો.6 અને ધો9માં પ્રવેશ ફાળવવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા એક પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે જેનું નામ All India Sainik Schools Entrance Examination (AISSEE) 2021 છે. આ પરીક્ષામાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તા.20મી ઓક્ટોબરથી શરૂ થઇ છે. જે 19 નવેમ્બર સુધી ચાલશે.

આાગમી શૈક્ષણિક સત્ર માટેની ઓનલાઈન એડમિશન પ્રક્રિયા આજ તા.20 ઓક્ટોબર 2020થી શરુ થશે અને 19 નવેમ્બર સુધી રહેશે. 10 જાન્યુઆરી, 2021ના રોજ પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે.

ધો.6 અને ધો.9 માં પ્રવેશ માટે 10 જાન્યુઆરી 2021ના રોજ પરીક્ષા લેવાશે

2018માં ભારતના સંરક્ષણ મંત્રાલયે દેશની 33 સૈનિક સ્કૂલોમાંથી કેટલીક સ્કુલોમાં કન્યાઓને પ્રવેશ આપવાનો સૈદ્ધાંતિક નીતિ વિષયક નિર્ણય લેવાયો હતો જેના ભાગરૂપે ગુજરાતના બાલાચડી સ્થિત સૈનિક સ્કુલમાં કન્યાઓના પ્રવેશને મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

સૈનિક સ્કૂલ બાલાચડીના પ્રિન્સિપાલ ગ્રુપ કેપ્ટન રવિન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ‘નિયમ પ્રમાણે, કુલ ખાલી જગ્યાના 10 ટકા અથવા ઓછામાં ઓછા 10, બંનેમાંથી જે વધારે હશે તે છોકરીઓ માટે અનામત રહેશે. અમારે ત્યાં દર વર્ષે 60 જેટલી ખાલી જગ્યા રહે છે તેથી આગામી શૈક્ષણિક વર્ષથી 10 છોકરીઓને એડમિશન આપવામાં આવશે. ગુજરાત માટે 67 ટકા અનામત રહેશે અને SC, ST, OBC માટે અનામત નિયમો મુજબ લાગુ કરવામાં આવશે’.

October 17, 2020
kkr.jpg
1min5450

દિનેશ કાર્તિકે કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર)ની કેપ્ટનશિપ છોવાનો નિર્ણય કરી લીધો છે. તેણે ટીમ મેનેજમેન્ટને પોતાનો નિર્ણય જાહેર કર્યો છે. કાર્તિકે ઈંગ્લેન્ડની લિમિટેડ ઓવરના કેપ્ટન ઈયોન મોર્ગનને કેપ્ટનશિપ સોંપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે શુક્રવારે રમાયેલી મેચમાં મોર્ગને કેકેઆર ટીમનું નેતૃત્વ કર્યું હતું. અત્યાર સુધી કેકેઆરમાં મોર્ગન ઉપસુકાની તરીકે ફરજ બજાવતો હતો.

કેકેઆરના કથળેલા પ્રદર્શનને કારણે દિનેશ કાર્તિકની કેપ્ટનશિપની ભારે ટીકા થઈ રહી છે. કાર્તિકે કેકેઆર મેનેજમેન્ટને જાણ કરી દીધી છે કે તે બેટિંગ પર ધ્યાન આપવા માંગે છે અને ટીમના ઉદ્દેશ માટે વધુ યોગદાન આપવા તે ટીમનું નેતૃત્વ ઈયોન મોર્ગનને સોંપવા માંગે છે.

October 16, 2020
shahid.jpeg
1min5590

કોરોના લૉકડાઉન દરમિયાન જે વસ્તુમાં તેજી આવી છે, એ છે દેશના ઓટીટી પ્લેટફોર્મના યુઝર્સ. સિનેમાઘરો બંધ થવાથી ઓટીટી પ્લેટફોર્મ્સને ચાંદી જ થઇ ગઇ. અને એટલે જ જે કલાકારો પોતાને વૅબસીરિઝ થી દૂર રાખી રહ્યા હતા એ બધા હવે વૅબસીરિઝ અને ડિજિટલ પ્લેટફોર્મ તરફ વળવા માંડ્યા છે. એમ જાણવા મળ્યું છે કે ટૂંક સમયમાં શાહિદ કપૂર પણ એક વૅબસીરિઝમાં નજરે પડશે.

આ વૅબસીરિઝ શાહિદનો ડિજિટલ ડૅબ્યુ હશે. આ એક થ્રિલર સીરિઝ છે, જેની વાર્તા સાંભળીને જ શાહિદે હા કહી દીધી. આ સીરિઝને રાજ નિદિમોરુ અને કૃષ્ણા ડીકેની જોડી ડિરેક્ટ કરશે. બંનેની જોડીએ સીરિઝ ‘ધ ફેમિલી મેન’થી લોકપ્રિયતા હાંસલ કરી છે.

‘ધ ફેમિલી મેન’ની સફળતા પછી આ ડિરેક્ટરની જોડીને ઘણી ડિજિટલ ચેનલોએ વૅબસીરિઝ બનાવવાની ઓફર આપી હતી. હવે બંનેએ એક મોટા પ્લેટફોર્મ સાથે હાથ મેળવ્યો છે. ડિરેક્ટરની આ જોડીએ એક પ્રોજેક્ટ માટે હા પાડી છે. આ એક થ્રિલર વૅબ સીરીઝ છે, જેમાં હિન્દી ફિલ્મનો બધો જ મસાલો હશે.

બંને ડિરેક્ટરે આ સીરિઝ માટે શાહિદ સાથે વાત કરી અને શાહિદને પણ સ્ક્રિપ્ટ પસંદ આવી અને એણે હા પાડી દીધી. આ વૅબસીરિઝથી શાહિદ ડૅબ્યુ કરશે. જોકે, આ વૅબસીરિઝનું શૂટિંગ ક્યારે શરૂ થશે એ અંગે હાલમાં કંઇ કહેવું મુશ્કેલ છે. શાહિદે તેની ફિલ્મ ‘જર્સી’નું શૂટિંગ પૂરું કરશે અને પછી આ વૅબસીરિઝનું શૂટિંગ ચાલુ કરી દેશે.

શાહિદ કપૂરની પહેલા મનોજ બાજપાઇ, ઇમરાન હાશમી, પંકજ ત્રિપાઠી, નવાઝુદ્દીન સિદ્દીકી, અભિષેક બચ્ચન જેવા નામી કલાકારો વૅબસીરિઝમાં કામ કરી ચૂક્યા છે.

તાજેતરના ખબર મુજબ કોરોના લૉકડાઉનને કારણે ફિલ્મ ‘જર્સી’ના સર્જકો પર થયેલી અસરને ધ્યાનમાં લઇને શાહિદ કપૂરે વિશાળ દિલ રાખી પોતાની ફીસ ૩૩ કરોડ રૂપિયાથી ઘટાડી ૨૫ કરોડ રૂપિયા કરી નાખી છે. હાલમાં શાહિદ ‘જર્સી’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ સાલ ૨૦૧૯માં આવેલી તેલુગુ ફિલ્મ ‘જર્સી’ની રીમેક છે.

October 14, 2020
CM_vs_Gov.jpg
1min5090

મહારાષ્ટ્રમાં મંદિર ખોલવાને લઈને રાજકારણ ગરમાયું છે. ભાજપ કાર્યકર્તાએ સિદ્ધિ વિનાયક મંદિર સામે પ્રદર્શન બાદ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ પણ બંધ પડેલા ધર્મસ્થળોને ખોલવાને લઈને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો. જેના ઉપર ઉદ્ધવે જવાબ આપતા કહ્યું હતું કે, જે રીતે એકદમથી લોકડાઉન લાદવું યોગ્ય નહોતું તેમ પૂરી રીતે સમાપ્ત કરવું પણ ઠીક નથી. બીજી તરફ શિવસેના સાંસદ સંજય રાઉતે પણ રાજ્યપાલ ઉપર નિશાન તાક્યું હતું. આ દરમિયાન એનસીપી પ્રમુખ શરદ પવારે પીએમ મોદીને પત્ર લખીને’ રાજ્યપાલની અસંયમિત ભાષા ઉપર સવાલ ઉઠાવ્યો હતો.

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ સીએમ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને રાજ્યમાં કોરોના વાયરસના કારણે બંધ પડેલા ધર્મસ્થળોને ફરીથી ખોલવા ઉપર વિચાર કરવા કહ્યું હતું. સાથે રાજ્યપાલે કટાક્ષ કરતા પૂછ્યું હતું કે, શું ઉદ્ધવને ઈશ્વર તરફથી ચેતવણી મળી છે કે ધર્મસ્થળોને બીજી વખત શરૂ કરવાનો નિર્ણય ટાળવામાં આવે કે પછી તેઓ સેક્યુલર થઈ ગયા છે ?
કોશ્યારીએ કહ્યું હતું કે, દુર્ભાગ્ય છે કે એલાનના ચાર મહિના બાદ પણ ફરી એક વખત પૂજા સ્થળો ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. સરકારે એક તરફ બાર, રેસ્ટોરાં અને સમુદ્રી કિનારા ખોલી નાખ્યા છે તો બીજી તરફ દેવી દેવતા લોકડાઉનમાં રહેવા મજબુર છે.

રાજ્યપાલને જવાબ આપતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, પૂરી રીતે લોકડાઉન સમાપ્ત કરવું યોગ્ય નહી રહે. પોતાને સેક્યુલર કહેવા ઉપર પલટવાર કરતા ઠાકરેએ કહ્યું હતું કે, તેઓ હિન્દૂત્વનું અનુસરણ કરે છે અને તેમના હિન્દુત્વને સત્યાપનની જરૂર નથી. આ મામલે સંજય રાઉતે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકાર સંવિધાનમાં બતાવવામાં આવેલા ધર્મનિરપેક્ષતા શબ્દના વાસ્તવિક અર્થને ધ્યાનમાં લઈને ગંભીર છે. સરકાર’ કોરોનાની સ્થિતિ ધ્યાને લઈને જ નિર્ણય કરે છે. તેવામાં રાજ્યપાલનો પત્ર સાબિત કરે છે કે તેઓ ભારતના સંવિધાનનું પાલન કરવા માટે તૈયાર નથી.

October 12, 2020
mumbai.jpeg
1min5140

મુંબઇમાં ઇલેક્ટ્રીસિટી સપ્લાયનો ઇજારો ધરાવતી કંપની, બેસ્ટ ઇલેક્ટ્રિસિટીએ એક ટ્વીટમાં કહ્યું હતું કે, ટાટા ઇનકમિંગની વીજળી સપ્લાઈ અવરોધાવાને કારણે વીજળી શહેરને નથી મળી રહી

ગ્રીડ ફેલ થવાને કારણે મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં સપ્તાહના પ્રથમ દિવસ સોમવાર, તા.12મી ઓક્ટોબરે સવારથી જ ઇલેક્ટ્રીસિટી સપ્લાય ઠપ થઈ ગયો છે. એરપોર્ટ પર ફ્લાઇટ શિડ્યુલ નોર્મલ છે પરંતુ, ટ્રેન વ્યવહારને ખાસ્સી અસર પહોંચી છે.

mumbai power cut no electricity across mumbai due to grid failure adani power latest news updates

સમગ્ર મુંબઈમાં પ્રત્યેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઇ જતા ભારે અફરાતફરી મચી ગઇ છે. મુંબઇ ઉપરાંત થાણેમાં પણ પાવર કટનો મેજર પ્રોબ્લેમ ઉપસ્થિત થયો છે. ક્યાં સુધીમાં વીજળી આવશે તેના વિશે હાલમાં કંઈ ચોક્કસ કહેવામાં નથી આવી રહ્યું. આ મામલે બેસ્ટ ઇલેક્ટ્રિસિટીએ એક ટ્વીટમાં કહ્યું હતું કે, ટાટા ઇનકમિંગની વીજળી સપ્લાઈ અવરોધાવાને કારણે વીજળી શહેરને નથી મળી રહી.

ઇલેક્ટ્રીસિટી સપ્લાય ખોરવાય જવાને કારણે મહારાષ્ટ્રના ત્રણ જિલ્લા મુંબઈ, નવી મુંબઈ અને થાણેમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થઇ ચૂક્યું છે. કચેરીઓમાં કામકાજ થંભી ગયા છે.

અચાનક વીજળી જવાથી મુંબઈમાં અફરાતફરીની સ્થિતિ ઉભી થઈ છે. જાણકારી અનુસાર મુંબઈના ટ્રાફિક સિગ્નલ કામ નથી કરી રહ્યા. લોકલ રેલ્વે સેવાના તમામ સિગ્નલ પણ બંધ પડ્યા છે. જે ટ્રેન જ્યાં હતી ત્યાં જ ઉભી છે. પ્રવાસીઓને યોગ્ય જાણકારી ન મળવાને કારણે પરેશાન થઈ રહ્યા છે. પાવર બેકઅપ વગરની હોસ્પિટલમાં પણ સ્થિતિ ચિંતાજનક થઈ ગઈ છે.

ઠાણે નજીક કલવાથી પડધે સુધી પાવર સપ્લાઈમાં થયેલ મલ્ટિપલ ટ્રીપિંગને કારણે મુંબઈ મેટ્રોપોલિટન રીઝનમાં વીજળી નથી. 380 મેગાવોટ પાવર અવરોધાઈ છે. વીજળી પૂરી રીતે આવતા હજુ બેથી અઢી કલાક સુધીનો સમય લાગી શકે છે.

October 12, 2020
beaches-1280x720.jpg
5min9250

Jayesh Brahmbhatt 98253 44944

ભારતના આઠ જુદા જુદા બીચીસ (દરિયા કિનારાઓ)ને આંતર રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત ગણાતા બ્લ્યુ ફ્લેગ સર્ટિફિકેશન આપવામાં આવ્યા છે. આ બીચ સહેલગાહ માટેના તમામ ધારાધોરણો તેમજ પર્યાવરણની દ્રષ્ટીએ શ્રેષ્ઠ પરિસ્થિતિ ધરાવી રહ્યા છે. ભારતના આ આઠ બીચને એટલા માટે ઇન્ટરનેશનલ સર્ટિફિકેશનથી નવાજવામાં આવ્યા છે કેમકે અહીં ક્લીન (સ્વચ્છતા), ગ્રીન (પર્યાવરણ) અને સેફ્ટી (સલામતિ)ના ધારાધોરણો અપટુ ડેટ છે.

વાંચો શું છે બ્લ્યુ ફ્લેગ સર્ટિફિકેશન

The ‘Blue Flag‘ is a certification that can be obtained by a beach, marina, or sustainable boating tourism operator, and serves as an eco-label.

The beaches that have been awarded the Blue Flag are

  • Shivrajpur (Gujarat),
  • Ghoghla (Diu),
  • Kasarkod and Padubidri (Karnataka),
  • Kappad (Kerala),
  • Rushikonda (Andhra Pradesh),
  • Golden (Odisha) and
  • Radhanagar (Andaman & Nicobar Islands)
  • Radhanagar (A&N Islands)

PM મોદી સાહેબે પણ કર્યું ટ્વીટ, 8 દરિયા કિનારાને બ્લ્યુ ફ્લેગ સર્ટિફિકેટ મળવું પ્રતિષ્ઠાસભર

India becomes the first country to be awarded coveted international #BlueFlag certification for 8 of its beaches in one attempt.

ગુજરાતના દ્વારકાનો શિવરાજપુર બીચ

Image

દિવનો ઘોઘલા બીચ

Ghoghla Beach, , India: View Images, Timing and Reviews | Tripoto

કર્ણાટકનો કસરકોડ બીચ

Sirsi Attractions: Kasarkod Beach

કપ્પડ બીચ, કેરેલા

Kappad Beach in Calicut- Photos and When to Go

રુષિકોંડા બીચ, આંધ્રપ્રદેશ

Rushikonda Beach Vizag (Location, Activities, Night Life, Images, Facts &  Things to do) - Vizag Tourism 2020

પદુબિદ્રી બીચ, કર્ણાટક

Padubidri beach bags Blue Flag certification | Deccan Herald

ગોલ્ડન બીચ, ઓરિસ્સા

Golden Beach of Odisha - Golden Beach of Odisha, Holidays to Odisha

રાધાનગર બીચ, આંદામાન નિકોબાર

Radhanagar Beach, (Havelock Island) | Things to Do, Hotels, Photos
October 12, 2020
gujrat-012.jpg
1min5050

ગુજરાત રાજ્યમાં કુલ ૭૭ જાહેર સાહસો છે, જે પૈકી ૧૧ જાહેર સાહસો માત્ર ઉર્જાક્ષેત્રમાં કાર્યરત છે. જયારે બાકીના જાહેર સાહસો અન્ય ક્ષેત્રમાં પ્રવૃતમય છે.

કેગના રિપોર્ટમાં જાહેર થયુ છેકે, ૧૫ જાહેર સાહસોએ રૂ.૨૫૬૯.૮૪ કરોડની ખોટ કરી છે, જયારે ૪૪ જાહેર સાહસોએ ૨૪૮૭.૨૮ કરોડનો નફો કર્યો છે.

ગુજરાતમાં કાર્યરત ૭૭ જાહેર સાહસોમાં રૂ.૧૪૨૮૮૦.૭૯ કરોડનુુ રોકાણ છે. આ જાહેર સાહસાનીે અંદાજીત સહાય રૂ.૮૧૫૦,૭૯ કરોડ અને રૂ.૯૯૫૩.૮૩ કરોડ હતી.

કેગના રિપોર્ટમાં ટિપ્પણી થઇ છેકે, આ કુલ જાહેર સાહસો પૈકી ૧૫ જાહેર ઉપક્રમોએ રૂ.૨૫૬૯.૬૪ કરોડની ખોટ કરી હતી જયારે ૧૫ જાહેર સાહસો રૂ.૨૫૬૯.૮૪ કરોડની ખોટમાં રહ્યાં હતાં. કાર્યરત ૬૧ જાહેર ઉપક્રમો પૈકી ૩૯ જાહેર ઉપક્રમોએ તો પાછલા નાણાંકીય હિસાબો રજૂ કર્યા ન હતાં. આ જાહેર ઉપક્રમોના એકથી માંડીના ચાર વર્ષ સુધીના નાણાંકીય હિસાબો બાકી રહ્યાં હતાં.

કેગના અહેવાલમાં એવી ય નોંધ કરાઇ હતી કે, ૫૭ જાહેર ઉપક્રમોમાંથી ૪૭ ઉપક્રમોએ ઓડિટ કરેલા હિસાબો રજૂ કર્યા હતાં. બાકીના ૨૧ ઉપક્રમોએ હિસાબી ધોરણોનુુંય પાલન કર્યુ નહોતું. આમ, ગુજરાતના જાહેરસાહસોની ય આર્થિક સ્થિતિ ડામાડોળ બની રહી છે.