CIA ALERT

વાયરલ Archives - Page 41 of 83 - CIA Live

June 17, 2021
vaccine-1.jpg
1min446

સરકાર દેશના દરેક નાગરિકને કોરોનાની રસી રુપે સુરક્ષા કવચ પુરુ પાડવા તત્પર છે. આજ કારણ છે કે સરકાર દેશમાં દરેક નાગરિકને કોરોના રસીનું અભિયાન ચલાવી રહી છે.  હવે રસીકરણને સરળ બનાવવા લોકોને સુવિધા મળે તે માટે કોવિન એપ અથવા વેબસાઈટ પરન રજિસ્ટ્રેશનના ફરજિયાતપણાને સમાપ્ત કર્યુ છે.  સરકારના નવા નિયમ મુજબ કોઈ વ્યક્તિ પોતાની નજીકના વેક્સીનેશન સેન્ટર જઈને ઓન સાઈટ રજિસ્ટ્રેશન કરાવી શકે છે  અને રસી લઈ શકે છે.

સરકાર તરફથી જાણકારી આપવામાં આવી છે કે કોરોના રસી દેશના દરેક ખુણા સુધી પહોંચાડવા માટે હેલ્થ વર્કર્સ તથા આશા વર્કર્સ ગ્રામિણ વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં જશે અને લોકોને ઓન સાઈટ રજિસ્ટ્રેશન માટે જાગૃત કરશે. ઉલ્લેખનીય છે કે અનેક લોકો હજું પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન નથી કરાવી શકતા. એજ કારણ છે કે ગ્રામીણ વિસ્તારોમાં કોરોના રસીકરણ અભિયાનની સ્પીડ ઘણી ઓછી છે.

સરકારે 21 જૂનથી ફરી રસીકરણ અભિયાનની કમાન હાથમાં લેવાનો નિર્ણય કર્યો છે.  કેન્દ્રે આશ્વાસન આપ્યુ છે કે આ મહિને 12 કરોડ રસીના ડોઝ ઉપલબ્ધ થશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે 13 જૂન સુધી કોવિનના માધ્યમથી કરવામાં આવેલા 28.36 કરોડ રજિસ્ટ્રેશનમાંથી 16.45 કરોડ (58 ટકા) લાભાર્થીઓએ ઓન સાઈટ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે.

ભારતમાં કોરોનાના રસીકરણ અભિયાનની શરુઆત 16 જાન્યુઆરીથી થઈ હતી. 16 જાન્યુઆરીથી અત્યાર સુધી દેશમાં 26 કરોડથી વધારે લોકોને કોરોના રસીનો બીજો ડોઝ અપાઈ ચૂક્યો છે. આરોગ્ય મંત્રલયના મતે મંગળવારે 18-44 વર્ષની ઉંમરના 13,13, 438 લોકોને રસીનો પહેલો ડોઝ અપાયો છે, જ્યારે 54, 375 લોકોને બીજો ડોઝ લગાવાયો છે.

June 16, 2021
vaccine-1.jpg
1min515

ભારતમાં કોરોનાની રસી લગાવ્યા બાદ પહેલા મોતની સરકારી પુષ્ટિ થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી એક સમિતિના અહેવાલમાં બહાર આવ્યું છે કે વેક્સિન લીધા બાદ 68 વર્ષના એક વૃદ્ધનું મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે દેશમાં રસી લીધા બાદ 488 જણનાં મોત થયા હોવાના અને 26000ને આડઅસર થઈ હોવાના હેવાલ છે.

રસી લીધા બાદ ગંભીર બીમારી થાય કે મૃત્યુ થાય તેને વૈજ્ઞાનિક ભાષામાં એડવર્સ ઈવેન્ટ ફોલોઈંગ ઈમ્યુનાઈઝેશન (એઈએફઆઈ) કહેવાય છે. કેન્દ્રની સમિતિએ રસી લીધા બાદ 31 મૃત્યુની તપાસ કરી હતી અને પછી 68 વર્ષના એક જણનું એક પ્રકારના એલર્જીના રિએક્શન એનાફિલેક્સીસને લીધે મૃત્યુ થયું હોવાને પુષ્ટિ આપી હતી એમ મીડિયા હેવાલોમાં જણાવાયું છે.
એઈએફઆઈના અધ્યક્ષ ડો.એન.કે.અરોડાએ મોતને પુષ્ટિ આપી છે પણ વધુ કંઈ કહેવાનો ઈન્કાર કર્યો છે. જો કે,એવા હેવાલ છે કે રસીને કારણે વધુ ત્રણ મૃત્યુ થયા છે પણ તેને સરકારી સમર્થન મળ્યું નથી. સમિતિએ જે 31 મૃત્યુની તપાસ કરી તે પૈકી 18માં મોતને રસીકરણ સાથે કોઈ સંબંધ નીકળ્યો નહોતો. 16 અને 19 જાન્યુઆરીના જેમનું રસીકરણ થયું એવી વધુ બે વ્યક્તિનું પણ વેક્સિનને કારણે એલર્જીથી મૃત્યુ થયું હોવાનું કહેવાય છે.

દેશમાં 7મી જૂન સુધી 23.7 કરોડ જણને રસી અપાઈ ચૂકી છે અને એક મીડિયા હેવાલ મુજબ 16 જાન્યુઆરીથી 7મી જૂન સુધી રસી લીધા બાદ 488 જણનાં મોત થઈ ચૂક્યા છે તો 26000ને એલર્જી સહિતની આડઅસર થઈ હતી. અલબત્ત રસી લગાવ્યા બાદ આડઅસર અને મૃત્યુની ટકાવારી 0.1 ટકાથી પણ ઓછી છે અને રસીના બે ડોઝ લીધા બાદ કોરોનાથી મૃત્યુની સંભાવના અત્યંત ઘટી જાય છે ત્યારે તમામ નિષ્ણાતો રસી અચૂક લેવાની સલાહ આપે છે.

June 14, 2021
kejri.jpg
1min451

સુરતમાં આમ આદમી પાર્ટીને પાલિકા ચૂંટણીમાં મોટી જીત મળ્યા પછી તે ગુજરાતમાં પોતાનો વ્યાપ વધારી રહી છે અને આગામી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટી કમર કસી રહી છે.

વતીકાલ તારીખ 14 જુનના રોજ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે. તેઓ અમદાવાદમાં આશ્રમ રોડ ખાતે પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. ગુજરાતની આ મુલાકાત પહેલા તેમણે ટ્વીટ કર્યું હતું કે ‘હવે બદલાશે ગુજરાત, કાલે હું ગુજરાત આવી રહ્યો છું. ગુજરાતના બધા ભાઈ-બહેનોને હું મળીશ’.

નોંધનીય છે કે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીને લઈને રાજકીય હલચલ તેજ થઈ છે. ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગાંધીનગરમાં ત્રણ દિવસ રોકાણ બાદ દિલ્હી જવા રવાના થયા છે અને 15મી જુને ભાજપના તમામ ધારાસભ્યોની બેઠક મળવાની છે. એવામાં આવતીકાલ તા. 14મીએ આપના અધ્યક્ષ કેજરીવાલ અમદાવાદ આવી રહ્યા છે. સુરતની સફળતા બાદ હવે આપ ગુજરાત વિધાનસભાની 2022માં યોજાનારી ચૂંટણી જીતવા તૈયારી કરી રહી છે. કેજરીવાલની હાજરીમાં કેટલાક મોટા રાજકીય માથા આમ આદમી પાર્ટીમાં જોડાશે. કેજરીવાલનું બીજું લક્ષ્ય ગુજરાત વિધાનસભા છે. તેથી હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનું ધ્યાન વધુ કેન્દ્રીત કરશે.

June 12, 2021
covaxin-1.jpg
1min439

ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સિનને ઝટકો લાગ્યો છે. અમેરિકાએ આ વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવા ઇનકાર કર્યો છે. કહેવાઇ રહ્યું છે કે, સંપૂર્ણ ડેટા ન હોવાને લીધે આ નિર્ણય લેવાયો છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ તેના અમેરિકી પાર્ટનર ઓક્યૂઝેન ઇંકને સલાહ આપી છે કે, તે ભારતીય વેક્સિનના ઉપયોગની મંજૂરી મેળવવા માટે વધુ ડેટા સાથે બાયોલોજિક્સ લાયસન્સ એપ્લીકેશન્સ (BLA) હેઠળ ફરી અરજી કરે. 

ઓક્યૂઝેનને કહ્યું કે, એફડીએની સલાહ અનુસાર કોવેક્સિન માટે બીએલએ દાખલ કરશે. બીએલએ, એફડીએની વ્યવસ્થા છે, જે હેઠળ દવાઓ અને રસીની મંજૂરી અપાય છે. આવામાં કોવેક્સિનને અમેરિકમાં મંજૂરી મળવામાં થોડો સમય લાગી શકે છે. 

અમેરિકામાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી ન મળવાનો અર્થ એ નથી કે વેક્સિનમાં કોઇ ખામી છે. પરંતુ અમેરિકાની એફડીએ વેક્સિન ટ્રાયલના કેટલાક વધુ પરિણામો જોવા માગે છે. એફડીએ તે જાણવા માગે છે કે, આ વેક્સિન કેટલી સુરક્ષિત અને કારગર છે. ઉલ્લેખનીય છે કે, કોવેક્સિનને WHO દ્વારા પણ હાલ મંજૂરી મળી નથી.

ઓક્યૂઝેનના મુખ્ય કાર્યકારી અધિકારી અને સહ-સંસ્થાપક શંકર મુસુનુરીએ કહ્યું કે, અમે ઇયુએ અરજીને અંતિમ રૂપ આપવાની ખૂબ જ નજીક હતાં, પરંતુ FDAએ અમને બીએલએ દ્વારા અનુરોધ કરવાની સલાહ આપી છે. આનાથી વધુ સમય લાગશે, પરંતુ અમે કોવેક્સિનને અમેરિકામાં લાવવા માટે પ્રતિબદ્ધ છે.

June 10, 2021
mumbai.jpg
1min821
11 Dead After Residential Building Collapses On Another In Mumbai's Malad
Photo dated 10/6/21, Morning after incedent

મુંબઈમાં બુધવારે મોડી રાત્રે એક કરૂણ દુર્ઘટના ઘટી છે. ચાર માળની એક બિલ્ડિંગ ધરાશાયી થતા નવ લોકોના મોત થયા છે. બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશ (બીએમસી)ના જણાવ્યા મુજબ મુંબઈના મલાડ (વેસ્ટ)માં માલવણી વિસ્તારમાં એક રહેણાંક ઈમારત ધરાશાયી થતા 11 લોકોના મોત થયા છે અને આઠથી વધુ લોકો ઘાયલ થયા છે. સ્થાનિકો તેમજ ફાયરની ટીમ દ્વારા રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ છે.

11 dead as residential building collapses in Mumbai, minister blames rain |  Mumbai news - Hindustan Times

આ બિલ્ડિંગ તેની બાજુમાં નિર્માણાધીન બિલ્ડિંગ ઉપર પડતા તેને પણ અસર થઈ હતી. ધારાશાયી થયેલી બિલ્ડિંગમાં રહેતા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ પણ સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. ઈજાગ્રસ્તોને બીડીબીએ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. મુંબઈના ઝોન 11ના પોલીસ કમિશનર વિશાલ ઠાકુરના જણાવ્યા મુજબ મહિલાઓ અને બાળકો સહિત 15 લોકોને બચાવી લેવાયા છે અને તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે. લોકોને બચાવવા ટીમ તૈનાત છે.

આ બિલ્ડિંગ તેની બાજુમાં નિર્માણાધીન બિલ્ડિંગ ઉપર પડતા તેને પણ અસર થઈ હતી. ધારાશાયી થયેલી બિલ્ડિંગમાં રહેતા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ પણ સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. ઈજાગ્રસ્તોને બીડીબીએ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. મુંબઈના ઝોન 11ના પોલીસ કમિશનર વિશાલ ઠાકુરના જણાવ્યા મુજબ મહિલાઓ અને બાળકો સહિત 15 લોકોને બચાવી લેવાયા છે અને તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે. લોકોને બચાવવા ટીમ તૈનાત છે.

મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં ભાર વરસાદ ખાબક્યો છે. જેને પગલે કેટલીક ઈમારતો પ્રભાવિત થઈ છે. મહારાષ્ટ્રના મંત્રી અસલમ શેખે જણાવ્યું કે રાહત અને બચાવ કામગીરી શરૂ છે અને ઈજાગ્રસ્તોને ઝડપથી સારવાર મળે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

એક સ્થાનિકે આ દુર્ઘટના અંગે જણાવ્યું હતું કે, રાત્રે 11 વાગ્યા આસપાસ ઈમારત ધરાશાયી થઈ હતી. બે લોકોએ આ બિલ્ડિંગ ખાલી કરવા જણાવ્યું હતું ત્યારબાદ હું બહાર આવી ગયો હતો. દુર્ઘટના વખતે બિલ્ડિંગમાં 20થી વધુ લોકો હાજર હતા અને કેટલાક બહાર નિકળવામાં સફળ રહ્યા હતા.  

June 9, 2021
sunil_chhetri.jpg
1min400
India captain Sunil Chhetri goes past Lionel Messi's tally of international  goals | Football News - Times of India

ભારતની ફૂટબોલ ટીમના સુકાની સુનીલ છેત્રી આંતરરાષ્ટ્રીય મૅચમાં ૭૪ ગૉલ કરીને આર્જેન્ટીનાના ખેલાડી લિયોનેલ મેસીથી આગળ નીકળી ગયો હતો અને પોર્ટુગલના ક્રિસ્ટીઆનો રોનાલ્ડો (૧૦૩ ગૉલ) પછી સૌથી વધુ ગૉલમાં બીજા ક્રમે પહોંચી ગયો હતો. ૩૬ વર્ષીય સુનીલ છેત્રીએ દોહામાં બંગલાદેશ સામે બે ગૉલ કરીને પોતાની ટીમને વિજયી બનાવી હતી.

‘ફીફા’ વર્લ્ડ કપ, ૨૦૨૨ અને એએફસી ઍશિયન કપ, ૨૦૨૩ની પ્રીલિમીનરી ક્વૉલિફાઇંગ રાઉન્ડ મૅચમાં સુનીલ છેત્રીએ આ સિદ્ધિ મેળવી હતી. ઑલ ઇન્ડિયા ફૂટબૉલ ફેડરેશનના પ્રમુખ પ્રફુલ્લ પટેલે સુનીલ છેત્રી અને તેની ટીમની પ્રશંસા કરી હતી અને શુભેચ્છા પાઠવી હતી.

June 7, 2021
CIA_Live_Logo_New2.jpg
2min1080

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 સાયન્સ પછી વિદ્યાર્થીઓ માટે સારી કોલેજ કે સારા કોર્સમાં પ્રવેશ લેવો એટલે લોઢાના ચણા ચાવવા બરાબર બની રહેતું હોય છે. એટલી બધી એન્ટ્રન્સ એકઝામ, ઇન્ટરવ્યુ, એપ્ટીટ્યુડ ટેસ્ટમાંથી પાર કર્યા પછી સારું કેમ્પસ મળે છે. વિદ્યાર્થીઓ લિટરલી થાકી જતા હોય છે. પરંતુ, હવે હાયર એજ્યુકેશનમાં નવો યુગ શરૂ થયો છે.

ધો.10 પછી સળંગ 6 વર્ષના બી.ટેક. અભ્યાસક્રમમાં 3 વર્ષે ડિપ્લોમા એન્જિનિયરિંગનું સર્ટિફિકેટ અને 6 વર્ષે બેચલર ઓફ ટેક્નોલોજીનું સર્ટિફિકેટ મળશે.

2021થી ધો.10 પછી સીધા જ બી.ટેક. ઇન્ટીગ્રેટેડ અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. મુંબઇની પ્રખ્યાત નરસી મોનજી ઇન્સ્ટીટ્યુટ NMIMS યુનિવર્સિટી તેમજ પૂની પ્રસિદ્ધ એમ.આઇ.ટી. વર્લ્ડ પીસ યુનિવર્સિટી દ્વારા દ્વારા ધો.10 પાસ વિદ્યાર્થીઓ માટે બેચલર ઓફ ટેક્નોલોજીના ઇન્ટીગ્રેટેડ અભ્યાસક્રમ મુંબઇ કેમ્પસ ખાતે શરૂ કરવામાં આવ્યા છે. આ કોર્સમાં ધો.10 પછી સળંગ 6 વર્ષ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે.

મુંબઇ સ્થિત NMIMS યુનિવર્સિટી ખાતે ચાલતા ધો.10 પછી 6 વર્ષ બી.ટેક. કોર્સની વિગતો

B.Tech Integrated (6 year program after 10th std)
Specializations: Mechanical, Computer, Electronics & Telecommunication
Artificial Intelligence, Cyber Security, Automation & Artificial Intelligence, Design, Internet of Things(IoT), Network Security

પૂને સ્થિત MIT વર્લ્ડ પીસ યુનિવર્સિટી ખાતે ચાલતા ધો.10 પછી 6 વર્ષ બી.ટેક. કોર્સની વિગતો

Integrated B.Tech in Civil EngineeringIntegrated

B.Tech in Computer Engineering

Integrated B.Tech in Electronics & Telecommunication Engineering

Integrated B.Tech in Mechanical Engineering

સૌથી મોટો ફાયદો પ્રવેશ પરીક્ષાના માનસિક, શારીરીક, આર્થિક બોજથી છુટકારો

વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો ફાયદો એ છે કે ધો.12 સાયન્સ પછી સારી કોલેજ કે સારા કોર્સમાં પ્રવેશ માટે ધો.11-12 બે વર્ષ સુધી જુદી જુદી પ્રવેશ પરીક્ષાઓની તૈયારી કરવી પડે છે. પર્સનલ ઇન્ટરવ્યુ, ગ્રુપ ડિસ્કશન, એપ્ટીટ્યુડ ટેસ્ટ, કોલેજ વિઝીટ વગેરેથી વિદ્યાર્થીઓ કંટાળી જતા હોય છે. બીજી તરફ ધો.11-12માં સ્કુલ ફી ઉપરાંત કોચિંગ ક્લાસીસની ફી વિદ્યાર્થીઓના વાલીઓ પર વધુ ભારણ નાખે છે. આ તમામ ઉપદ્રવોમાંથી ધો.10 પછીના 6 વર્ષના બી.ટેક. પ્રોગ્રામ્સ છુટકારો અપાવે છે. હાલમાં ભારતની બે ડીમ્ડ પ્રાઇવેટ ટોપ રેન્ક્ડ યુનિવર્સિટીઓ મુંબઇની NMIMS યુનિવર્સિટી તેમજ પૂનાની પૂને સ્થિત MIT વર્લ્ડ પીસ યુનિવર્સિટી ખાતે ધો.10 પછી 6 વર્ષની ઇન્ટીગ્રેટેડ પ્રોગ્રામ્સ શરૂ થયા છે. હવે પછી ગુજરાતની યુનિવર્સિટીઓ પણ આ અભ્યાસક્રમો શરૂ કરશે એમાં બે મત નથી.

June 6, 2021
Twitter_bird_logo_2012.svg_.png
1min404

ટ્વિટર અને કેન્દ્ર સરકાર વચ્ચેનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. કેન્દ્ર સરકારે માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરને અંતિમ ચેતવણી આપી દીધી છે. કેન્દ્ર સરકારે ટ્વિટરને જણાવ્યું છે કે નવા ડિજિટલ નિયમોનું પાલન કરે નહીં તો ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. શનિવારે ટ્વિટર દ્વારા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી વેરિફાઈ બ્લુ ટિક દૂર કરી દેવાયું હતું અને બાદમાં તેને રિસ્ટોર કરાયું હતું.

આ ઉપરાંત ટ્વિટરે આજે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સહિત ત્રણ મોટા નેતાઓના ટ્વિટર એકાઉન્ટને અનવેરિફાઈડ કર્યા હતા. કન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના ગ્રુપ કો-ઓર્ડિનેટર રાકેશ માહેશ્વરી દ્વારા 5 જૂનના ટ્વિટરને લખેલા પત્રમાં ન તો ડિજિટલ નિયમો લાગુ કરવા અંગે સ્પષ્ટિકરણ છે ન તો તેને અમલમાં લાવવામાં આવ્યા છે.

કેન્દ્રીય મંત્રાલયે નવા ડિજિટલ નિયમો પર 26 મે 2021 અને 28 મે 2021ના લખેલા પત્રના પરિપ્રેક્ષ્યમાં લખ્યું છે કે ટ્વિટરે આજદિન સુધી કમ્પ્લાયન્સ ઓફિસર, ફરિયાદ નિવારણ અધિકારી તેમજ નોડલ અધિકારીની વિગતો આપી નથી. ટ્વિટરનું એડ્રેસ પણ એક લો ફર્મનું છે જે નિયમ મુજબ નથી.

June 5, 2021
vaccine-1.jpg
1min455

ઑલ ઈન્ડિયા ઈનસ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS)એ તાજેતરમાં કરેલા એક સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, ચાલુ વર્ષના એપ્રિલ-મે મહિનામાં વૅક્સિન લીધા બાદ કોરોના સંક્રમિત થયેલા વ્યક્તિઓનું મૃત્યુ નથી થયું. એટલે કે, વૅક્સિનનો બીજો ડોઝ લીધો હોય તેવા વ્યક્તિઓ કોરોના સંક્રમિત થાય છે પણ મૃત્યુ નથી પામતા.

આ અભ્યાસ અનુસાર, દિલ્હીના કોરોના સંક્રમિત દર્દીઓમાં જીનોમ સિક્વન્સીંગ, ઓવરલેપિંગ અને મિરરિંગ પદ્ધતિની મદદથી વેક્સિનના બ્રેકથ્રૂ ઈન્ફેક્શનની તપાસ કરવામાં આવી હતી, જેમાં B.1.617.2, B.1.1.7 વેરિયન્ટ મોટાભાગના કેસમાં જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રસીના બન્ને ડોઝ લીધા પછી જો કોઈ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થાય તો તેને બ્રેક થ્રૂ ઈન્ફેક્શન કહેવામાં આવે છે.

બ્રેકથ્રૂ ઈન્ફેક્શનના ઘણાં કેસ નોંધાયા હતા, પરંતુ આ દર્દીઓના લક્ષણો સાધારણ હતા. બીમારીની સારવાર દરમિયાન પણ દર્દીની સ્થિતિ ખરાબ નથી થતી અને પાછલા તારણોની સરખામણી વર્તમાન અભ્યાસ સાથે કરવામાં આવે તો રસી લીધેલા કોરોના સંક્રમિત દર્દીઓમાં મૃત્યુદર પણ શૂન્ય જોવા મળ્યો હતો. એઈમ્સ દ્વારા કુલ 63 બ્રેકથ્રૂ ઈન્ફેક્શનના કેસનો જીનો સિક્વન્સિંગની મદદથી અભ્યાસ કરવામાં આવ્યો. તેમાંથી 36 દર્દીઓ રસીનો ડોઝ લઈ ચુક્યા હતા જ્યારે 27થી ઓછા દર્દીઓએ એક જ ડોઝ લીધો હતો. 10 દર્દીઓએ કોવી-શીલ્ડ લીધી હતી જ્યારે 53 દર્દીઓએ કોવેક્સિન લીધી હતી. આમાંથી એક પણ દર્દીનું મૃત્યુ નથી થયું.

AIIMSએ કરેલ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિને રસી લીધા બાદ કોરોનાનું સંક્રમણ થાય તો તેને સફળ સંક્રમણ માનવામાં આવે છે. ઈન્ડિયા ટૂડેના સમાચાર પ્રમાણે, AIIMSના અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, અધિક સંક્રમણના ફેલાવા છતાં વૅક્સિન લેનાર વ્યક્તિમાંથી કોઈપણનું બીમારીથી મૃત્યુ થયું નથી. ૬૩ ટકા સફળ સંક્રમણમમાંથી ૩૬ દર્દીઓને બંન્ને ડૉઝ આપવામાં આવ્યા છે. જ્યારે ૨૭ લોકોને વૅક્સિનનો એક ડોઝ આપવામાં આવ્યો હતો. ૧૦ દર્દીઓને કોવિશીલ્ડનો ડોઝ લીધો હતો જ્યારે ૫૩ લોકોને કોવૅક્સિન આપવામાં આવી હતી.

June 5, 2021
petrol-diesel-1.jpg
1min675

દેશના 13પ જિલ્લામાં પેટ્રોલનો ભાવ લિટરના રૂ.100ને કૂદાવી ગયો છે. ડીઝલના ભાવ પણ સદી નોંધાવવાની મક્કમ ગતિએ આગળ વધી રહ્યા છે.

ચાલુ કેલેન્ડર વર્ષમાં ઇંધણના ભાવોમાં 42 વખત વધારો થયો અને 4 વખત ઘટાડો થયો

સાભાર બિઝનેસ ટુડે

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ નાગરિકોને દઝાડી રહ્યા છે. પ રાજ્યની ચૂંટણી વખતે ડામ દેવાનું મોકૂફ રખાયું હતું અને હવે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાનો દૌર શરૂ થયો છે. વધુ એક વધારા સાથે અગાઉના તમામ રેકોર્ડ તૂટી ગયા છે.’

બે દિવસના વિરામ બાદ 4 જૂને પેટ્રોલમાં લિટરે ર6-ર7 પૈસા અને ડિઝલમાં ર6 થી 30 પૈસાનો વધારો કરાયો છે. દિલ્હીમાં શુક્રવારે પેટ્રોલ રૂ.94.76 પ્રતિ લિટર, મુંબઈમાં 100.98, કોલકત્તામાં 94.76, ચેન્નાઈમાં 96.ર3ના ભાવે વેંચાયું હતું. કોલકત્તામાં ડિઝલનો ભાવ રૂ.88.પ1 અને ચેન્નાઈમાં રૂ.90.38ને આંબી ગયો હતો.

કટકે કટકે અપાઈ રહેલો ભાવ વધારાનો ડામ અસહ્ય બની ગયો છે. વર્ષ ર0ર1માં અત્યાર સુધીમાં પેટ્રોલમાં લિટરે રૂ.11.0પ વધી ચૂકયા છે. 1 જાન્યુઆરીએ પેટ્રોલનો ભાવ 83.71 હતો જે આજે 94.76 થયો છે. તે જ રીતે ચાલુ વર્ષ ડિઝલ લિટરે રૂ.11.79 મોંઘુ થઈ ચૂકયુ છે. 1 જાન્યુઆરીએ દિલ્હીમાં ડિઝલનો ભાવ 73.87 હતો જે આજે 8પ.66 છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં દેશમાં સૌથી મોંઘુ રૂ.10પ.80 ના ભાવે પેટ્રોલ વેંચાઈ રહ્યું છે. જે રીતે ભાવ વધી રહ્યા છે તે જોતા ડિઝલ પણ ટૂંક સમયમાં 100ની સપાટીએ પહોંચી જાય તેવી સંભાવના છે. મુંબઈમાં પેટ્રોલ 101 ની નજીક અને ડિઝલ 93ની નજીકના ભાવે વેંચાઈ રહ્યું છે.’