CIA ALERT

Uncategorized Archives - Page 7 of 13 - CIA Live

May 18, 2019
shatrughan-sinha_0.jpeg
1min5960

૨૦૧૪ની મોદી લહેર છેલ્લાં પાચ વર્ષમાં અધોગતિ પામીને હવે આપત્તિ બની ગઇ છે અને મહાગઠબંધન વર્તમાન ચૂંટણીમાં એનડીએને બિહારમાંથી હાંકી કાઢશે, એવો દાવો અભિનેતા-કમ-રાજકારણી શત્રુઘ્ન સિંહાએ શુક્રવારે કર્યો હતો.

ઉત્તર પ્રદેશમાં પણ મારી પત્ની પૂનમ સિંહા એસપી-બીએસપીની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે. ત્યાં પણ ભાજપ ભૂંડા હાલે હારવાનો છે, એમ શત્રુઘ્ને દાવો કર્યો હતો. શત્રુઘ્ન સિંહા કૉંગ્રેસની ટિકિટ પર પટના સાહિબ બેઠક પરથી ઉમેદવારી કરી રહ્યા છે. તેમની સામે ભાજપના કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ ઊભા છે. આશરે ત્રણ દાયકાનો સાથ છોડી ગયા મહિને શત્રુઘ્ન સિંહા કૉંગ્રેસમાં જોડાયા હતા. ભાજપે દાવો કર્યો હતો કે મોદી સરકારમાં તેમને પ્રધાન પદ નહીં મળવાથી શત્રુઘ્ન સિંહાએ નારાજ થઇને પક્ષ છોડ્યો હતો. ભાજપના દાવાનો વિરોધ કરતા બિહારી બાબુના હુલામણા નામે જાણીતા શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું હતું કે, ‘ચોરી ઉપરથી સિનાજોરી.’

‘ચાલો એક વખત માની લઇએ કે મને પ્રધાનપદ નહીં મળવાથી હું નારાજ હતો, પરંતુ બે વ્યક્તિની ફોજ (મોદી, અમિત શાહ) મને જણાવી શકશે કે એલ. કે. અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા ધુરંધરો સાથે દુર્વ્યવહાર શા માટે કરવામાં આવ્યો. એક સમયના ભાજપના કટ્ટર સમર્થક અરુણ શૌરી આજે શા માટે તેમના કટ્ટર વિરોધી થઇ ગયા છે. યશવંત સિંહાએ પક્ષ શા માટે છોડ્યો,’ એમ શત્રુઘ્ન સિંહાએ સવાલ કર્યા હતા. ‘હું સાચુ બોલતો હતો. નોટબંધીને કારણે લોકોને ભારે અગવડ પડી હતી અને અર્થતંત્રને પણ ફટકો પડ્યો હતો. જીએસટીના કંગાળ અમલ સામે મેં વિરોધ દર્શાવ્યો હતો. રાફેલ મુદૃે સરકારને મેં તેમનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું હતું,’ એમ સિંહાએ જણાવ્યું હતું.

May 18, 2019
Kamal_Haasan.jpeg
1min6370

હિન્દુ આતંકવાદની ટિપ્પણી કરવાને મામલે વિવાદના કેન્દ્રમાં આવી ગયેલા અભિનેતા-રાજકારણી કમલ હસને શુક્રવારે કહ્યું હતું કે પ્રત્યેક ધર્મના પોતાના અંતિમવાદી છે અને કોઈ પવિત્ર હોવાનો ડોળ કરી શકે એમ નથી.

મક્કલ નિધિ મિયામ-એમએનએમના વડા કમલ હસને કહ્યું હતું કે હું ધરપકડથી નથી ગભરાતો અને ચેતવણી આપી હતી કે એવું કોઈપણ પગલું તણાવ વધારશે. તમિળનાડુના મુખ્ય ચૂંટણી અધિકારી સત્યવ્રત સાહૂએ કહ્યું હતું કે કરુરસ્થિત અરાવાકુરિચી ખાતે હિન્દુ આતંકવાદ અંગેના કમલ હસને કરેલા નિવેદન અંગે જિલ્લા ચૂંટણી અધિકારી પાસે અહેવાલ મગાવવામાં આવ્યો છે. અરાવાકુરિચી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન રવિવારે કરવામાં આવેલું નિવેદન પહેલીવારનું નથી એમ જણાવી કમલ હસને ભારપૂર્વક કહ્યું હતું કે પ્રત્યેક ધર્મનો પોતાનો અંતિમવાદી છે. કરુરસ્થિત અરાવાકુરિચી ખાતે હિન્દુ આતંકવાદ અંગેના કમલ હસને કરેલા નિવેદનને મામલે એફઆઈઆર દાખલ કરવામાં આવ્યા બાદ વચગાળાના જામીનની અરજી કરનાર કમલ હસને કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ મેં આ જ પ્રકારનું નિવેદન કર્યું હતું, પરંતુ મારા આ નિવેદનની હવે એ લોકોએ નોંધ લીધી જે જેમનો આત્મવિશ્ર્વાસ ડગી ગયો છે.

May 16, 2019
congress.jpg
1min6580

કોલકતામાં ભાજપના પ્રમુખ અમિત શાહના રોડ-શો દરમિયાન થયેલી હિંસાને કૉંગ્રેસે બુધવારે વખોડી હતી, પરંતુ એવો આક્ષેપ પણ કર્યો હતો કે દેશમાં ‘ટોળાશાહી’ને ઉત્તેજન આપવા માટે તથા રાજ્યોની સાંસ્કૃતિક ઓળખને નુકસાન પહોંચાડવા બદલ નરેન્દ્ર મોદી-અમિત શાહ જવાબદાર છે.

કૉંગ્રેસના પ્રવક્તા અભિષેક સિંઘવીએ રાષ્ટ્રીય પ્રતીક સમાન અને સમાજ-સુધારક ઈશ્ર્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમાને ખંડિત કરવાના બનાવને વખોડીને આ ઘટનાને ‘શરમજનક’ ગણાવી હતી.સિંઘવીએ આક્ષેપમાં કહ્યું હતું કે ‘ભાજપ-શાસિત દરેક રાજ્યમાં સ્વાયત્ત માળખાને, પ્રાદેશિક આકાંક્ષાઓ પ્રત્યેના સન્માનને, સંસ્કૃતિને, ભાષાને, ખોરાક સંબંધિત આદતોને અને દેશી જનતાની ઓળખને નુકસાન પહોંચ્યું છે. વિનાશ અને વિધ્વંસની નકારાત્મક રાજકીય નીતિએ દેશમાં રાજકીય માહોલ બગાડી નાખ્યો છે. ભાજપ દરેક રાજ્યમાં પોતાની સર્વોપરિતા ઠોકી બેસાડવા ઇચ્છે છે અને એવું કરવા જતાં એ દેશની સ્વાયત્ત રાજ્યવ્યવસ્થાને નબળી પાડી રહ્યો છે.’

સિંઘવીએ જણાવ્યું હતું કે ‘કૉંગ્રેસ-પ્રમુખ રાહુલ ગાંધી પોતે ભારતના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવનાર વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, ઓળખ તથા ભાષાના રક્ષણ માટે કાર્ય કરી રહ્યા છે અને આ જ સૌથી પ્રબળ કારણ છે કે જેના કાજે તેઓ (ગાંધી) ઉત્તર ભારતમાંથી (અમેઠીમાંથી) તથા દક્ષિણ ભારતમાંથી (વાયનાડમાંથી) ચૂંટણી લડી રહ્યા છે કે જેથી ભારતના તમામ ભાગો કૉંગ્રેસ પક્ષના એકસમાન છત્ર તળે એકતા અનુભવે.’

સિંઘવીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ‘મોદી સરકારની ભાગલાવાદની નીતિ પૂરજોશમાં છે. એણે નાગરિકત્વ સુધારા ખરડો રજૂ કર્યો છે જેનો સમગ્ર ઉત્તર-પૂર્વ પ્રાન્તમાં મોટા પાયે વિરોધ થયો છે. જમ્મુ અને કાશ્મીરમાં પણ કેન્દ્ર સરકારે ૮૦,૦૦૦ કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું, પણ માત્ર ૩૧ ટકાનું જ પૅકેજ આપ્યું છે. બિહારમાં પણ એવું જ બન્યું છે. ત્યાં ૧.૨૫ લાખ કરોડ રૂપિયાનું વચન અપાયું હતું, પણ હજી સુધી બિહારમાં કંઈ પહોંચ્યું જ નથી. મોદી સરકારે શિક્ષણ તથા આરોગ્ય ક્ષેત્રની મહત્ત્વની કલ્યાણકારી યોજનાઓ માટે જરૂરી ભંડોળથી રાજ્યોને વંચિત રાખ્યા છે.’

May 15, 2019
Amit-Shah-Rally-Kolkata-DH-1557844028.jpg
1min6160

શહેરમાં મંગળવારે ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના પ્રમુખ અમિત શાહના રોડ શો દરમિયાન ભાજપના ટેકેદારો અને વિદ્યાર્થી કાર્યકરોની ડાબેરી અને તૃણમૂલ કૉંગ્રેસ છાત્ર પરિષદના કાર્યકરોની સાથે અથડામણ થઇ હતી. ઇશ્ર્વરચંદ્ર વિદ્યાસાગરના પૂતળાને તોડી પડાયું હતું, સામસામો પથ્થરમારો કરાયો હતો અને સાઇકલો તેમ જ મૉટરબાઇક્સ સળગાવાઇ હતી.

અમિત શાહે આક્ષેપ કર્યો હતો કે તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકરોએ મારા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. (પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન) મમતા બેનરજીએ હિંસા ભડકાવવાની કોશિશ કરી હતી, પરંતુ હું સલામત છું.

શાહે આક્ષેપ કર્યો હતો કે હિંસા ફાટી નીકળી ત્યારે પોલીસ મૂક પ્રેક્ષક બનીને જોયા કરતી હતી. પોલીસ મને ગેરમાર્ગે લઇ ગઇ હતી અને જ્યાં ખૂબ જ વાહનવ્યવહાર હતો તે રસ્તે મારા કાફલાને વાળવામાં આવ્યો હતો.

શહેરના મધ્યમાં આવેલા એસ્પ્લેનેડથી અંદાજે ૩.૫ કિલોમીટરના અંતરે આવેલા બિધાન સરાની અને કૉલેજ સ્ટ્રીટ થઇને અમિત શાહનો કાફલો ઉત્તર કોલકાતામાં આવેલા સ્વામી વિવેકાનંદના નિવાસસ્થાને જતો હતો ત્યારે તેના પર પથ્થરમારો શરૂ થતાં હિંસા વણસી હતી. કલકત્તા યુનિવર્સિટી કેમ્પસની બહાર કૉલેજ સ્ટ્રીટ ખાતે ડાબેરીઓ અને તૃણમૂલ કૉંગ્રેસ છાત્ર પરિષદના વિદ્યાર્થીઓએ અમિત શાહની વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કર્યો ત્યારે અથડામણ થઇ હતી.

ડાબેરીઓ અને તૃણમૂલ કૉંગ્રેસ છાત્ર પરિષદના વિદ્યાર્થીઓએ ‘અમિત શાહ પાછા જાઓ’ લખાયેલા પૉસ્ટર અને કાળા વાવટા દેખાડ્યા હતા. પોલીસે વધુ હિંસા ફેલાતી રોકી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિદ્યાસાગર કૉલેજ અને યુનિવર્સિટી હૉસ્ટેલની બહાર અથડામણ થઇ હતી. અગાઉ, ડાબેરીઓ અને તૃણમૂલ કૉંગ્રેસ છાત્ર પરિષદના વિદ્યાર્થીઓએ અમિત શાહના કાફલા પર પથ્થરમારો કર્યો હતો.

ભાજપના ટેકેદારોએ આ હૉસ્ટેલના દરવાજા બંધ કરી દીધા હતા અને બહાર ઊભી રખાયેલી સાઇકલો અને મૉટરબાઇક્સ સળગાવી હતી. તેઓએ આ ઇમારત પર પથ્થરમારો કર્યો હતો.

અધિકારીએ જણાવ્યું હતું કે આ કૉલેજનું નામ જેના પરથી પડ્યું છે એ ઇશ્ર્વરચંદ્ર વિદ્યાસાગરના હૉસ્ટેલની ઇમારતની બહાર રખાયેલા પૂતળાને ભાજપના ટેકેદારોએ આ અથડામણ દરમિયાન તોડી નાખ્યું હતું. પોલીસના મોટા કાફલાએ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.

May 15, 2019
modi.jpg
1min5560

પોતે મિલકત ભેગી કરી હોય અથવા વિદેશી બૅંકમાં નાણાં મૂક્યાં હોય તેવું સાબિત કરી બતાવવા વડા પ્રધાન મોદીએ વિપક્ષોને પડકાર ફેંક્યો હતો. પૂર્વી ઉત્તર પ્રદેશના બલિયામાં એક ચૂંટણી પ્રચારસભાને સંબોધતા મોદીએ કહ્યું હતું કે “મહામિલાવટીઓને હું પડકાર ફેંકું છું, મારી પાસે કોઈ બેનામી મિલકત અથવા ફાર્મહાઉસ, શોપિંગ કોમ્પ્લેક્સ હોય અથવા વિદેશી બૅંકોમાં નાણું મૂક્યું હોય અથવા વિદેશમાં મિલકત લીધી હોય તો સાબિત કરી બતાવે. તેમણે કહ્યું કે તેમણે ધનવાન બનવાની ઈચ્છા રાખી નથી અથવા ગરીબોનું નાણું લૂંટવાનું પાપ કર્યું નથી. “અમે ગરીબોનું કલ્યાણ, માતૃભૂમિનું ગૌરવ અને સુરક્ષાને ટોચની પ્રાથમિકતા આપીએ છે. આ જ કારણથી પાકિસ્તાનની અને તેમના ત્રાસવાદીઓની હેકડી (ઘમંડ) હવે જોવા નથી મળતી. પાકિસ્તાનમાં ખુલ્લેઆમ શસ્ત્રો લઈને ફરતા ત્રાસવાદીઓ ભૂગર્ભમાં છુપાઈ ગયા છે અને મોદીને હટાવવા પ્રાર્થના કરી રહ્યા છે. કોઈવાર તેઓ જંગલમાં, કોઈવાર આકાશમાં, કોઈવાર સાગરમાં તાકી રહ્યા છે. તેઓ બેચેન થઈ ગયા છે અને તેમની ઊંઘ ઊડી ગઈ છે. આ દેશના બહાદુર સૈનિકોને મેં છૂટ્ટો દોર આપ્યો હતો. આથી પહેલા સર્જિકલ સ્ટ્રાઈક થઈ અને પછી એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. ત્રાસવાદ સામેની લડત આપણે સરહદને પાર લઈ ગયા છીએ

બહુજન સમાજ પક્ષ અને સમાજવાદી પક્ષને લક્ષ્ય બનાવતા તેમણે કહ્યું હતું કે, “આ મહામિલાવટી લોકોએ તમને કેવી રીતે છેતર્યા છે, કેટલું લૂંટ્યા છે, તમને બરાબર ખબર છે. જાતિના રાજકારણના નામમાં તેમણે સગાંઓ માટે બંગલા, મહેલો બનાવ્યા છે. બેનામી મિલકત ખરીદી છે… જે પક્ષો એકબીજા સામે લડતા હતા તેઓ ‘મહામિલાવટ’ જોડાણ કરવા લાચાર થયા છે.

તેમણે કહ્યું કે “હું માતાઓ, બહેનો, પુત્રીઓના સન્માન માટે મેદાનમાં છું. હું ગરીબોનો આત્મવિશ્ર્વાસ વધારવા ઊભો છું. સમાજના છેવાડાના માનવીને સુખી કરવા હું પ્રયત્નશીલ છું.

હું ઘણી ચૂંટણી લડ્યો છું અને અન્યોને પણ લડાવી છે, પણ કોઈ દિવસ મારી જાતિ પર આધાર નથી રાખ્યો. મેં ગરીબી અને પછાતપણું શું છે તેનો જાતઅનુભવ કર્યો છે. મારી ગરીબી દૂર કરવા માટે હું નથી આવ્યો, હું તમારે માટે જીવું છું. તમારે માટે હું પરિશ્રમ કરું છું અને મને ખાતરી છે કે આ પરિસ્થિતિમાં સંપૂર્ણ બદલાવ લાવવામાં આપણે સફળ થઈશું, તેવું તેમણે કહ્યું હતું.

તેમણે સ્થાનિક પરિબળને ધ્યાનમાં લઈ કહ્યું હતું કે જે રીતે બલિયાએ વિદેશી શાસન સામે લડત આપી હતી તે રીતે મોદી ગરીબી સામે લડત આપી રહ્યો છે.

May 15, 2019
mani_ayier.jpg
1min5810

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘નીચ’ કહેનારા કૉંગ્રેસના નેતા મણિશંકર ઐયરે લખેલા એક લેખમાં પોતાના આ નિવેદનને યોગ્ય ગણાવ્યું હતું.

તેમણે મોદીને દેશના સૌથી વધુ ‘ગંદા મોઢાવાળા’ (ગાળાગાળી કરનારા) વડા પ્રધાન પણ ગણાવ્યા હતા.

‘રાઇઝિંગ કાશ્મીર’ અને ‘ધ પ્રિન્ટ’માં પ્રસિદ્ધ થયેલા આ અહેવાલોની ભારતીય જનતા પક્ષ (ભાજપ)એ આકરી ટીકા કરી હતી.

ભારતીય જનતા પક્ષે મણિશંકર ઐયરને ‘નિંદા કરનારા વડા’ અને કૉંગ્રેસ પક્ષને ‘ઘમંડી’ ગણાવ્યા હતા.

મણિશંકર ઐયરે લખેલા અહેવાલમાં મોદીની અનેક મુદ્દે ટીકા કરી હતી અને સવાલ કર્યો હતો કે મેં તેમના (મોદી) માટે 2017ની સાતમી ડિસેમ્બરે જે કંઇ કહ્યું હતું તે યાદ છે?

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને નરેન્દ્ર મોદીને 2017માં ‘નીચ માણસ’ કહ્યા હતા અને તેને કારણે તેમને કૉંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા હતા.

મણિશંકર ઐયરે જણાવ્યું હતું કે મોદીને દેશની જનતા જ 23મી મેએ સત્તા પરથી દૂર કરશે. દેશના ‘ખરાબ મોઢાવાળા’ વડા પ્રધાનનો એ દિવસે યોગ્ય અંત આવશે.

ભારતીય જનતા પક્ષે જણાવ્યું હતું કે ઐયર મોદીજીને ‘રાષ્ટ્રવિરોધી’ કહે છે. દેશના લોકો વડા પ્રધાનની ‘દેશભક્તિ’ જાણે છે. ઐયર રાજકીય વંશવેલાની ‘પરિવાર-ભક્તિ’ અને ગુલામી માટે જાણીતા છે. ગંદું બોલનારા બધા લોકો ગાંધી પરિવારના વિશ્ર્વાસુ હોવાની વાતથી આશ્ર્ચર્ય નથી થતું.

ભાજપના આઇટી વિભાગના વડા અમિત માલવિયાએ કૉંગ્રેસના નેતા સૅમ પિત્રોડા દ્વારા શીખવિરોધી રમખાણના સંબંધમાં કરાયેલા ‘હુઆ તો હુઆ’ના નિવેદનની આકરી ટીકા કરી હતી. (એજન્સી)

આ મણિશંકરના વ્યક્તિગત વિચાર છે: કૉંગ્રેસ

નવી દિલ્હી: કૉંગ્રેસે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મણિશંકર ઐયરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘નીચ’ કહેતા ફરી કરેલી ટિપ્પણીથી મંગળવારે પોતાને અલગ કરતા જણાવ્યું હતું કે મણિશંકર ઐયરના આ વ્યક્તિગત વિચાર છે.

કૉંગ્રેસના પ્રવક્તા જયવીર શેરગીલે જણાવ્યું હતું કે મોદીજીને ભૂતપૂર્વ વડા પ્રધાન અને યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધી અંગે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ શરમ આવવી જોઇએ.

શેરગીલે જણાવ્યું હતું કે વડા પ્રધાને આવી ગંદી ભાષા વાપરવા બદલ દેશની માફી માગવી જોઇએ.

અગાઉ, મોદીએ રાજીવ ગાંધીને ‘ભ્રષ્ટાચારી નંબર વન’ કહ્યા હતા.

May 14, 2019
kejri.jpg
1min5440

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પંજાબમાં આમ આદમી પાર્ટી (આપ)ના પ્રચાર અભિયાનની શરૂઆત કરી હતી જો કે તેમને પહેલા જ દિવસે સ્થાનિક દેખાવકારોએ કાળા ઝંડા દેખાડીને આપ નેતાનો વિરોધ કર્યો હતો.
કેજરીવાલ આપના ઉમેદવાર ભગવંત માનના પ્રચાર માટે ગયા હતા. રાજ્યને માદક પદાર્થોના નામે બદનામ કરવા માટે દેખાવકારોએ કેજરીવાલ વિરુદ્ધ નારા લગાવ્યા હતા.
પ્રદર્શનકર્તા ગુરિંદરસિંહે કહ્યું કે કેજરીવાલે પૂર્વમંત્રી બિક્રમસિંહ મજિઠિયા માદક પદાર્થના કારોબારમાં સંડોવાયા હોવાનો આરોપ લગાવ્યો હતો, પાછળથી તેમણે માફી પણ માગી હતી. જો કે હકીકતમાં કેજરીવાલે પંજાબના લોકો પાસે વારંવાર જૂઠ બોલવા માટે માફી માગવી જોઈતી હતી.
May 13, 2019
Narendra_Modi_PTI_0.jpeg
1min12080

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પક્ષ (ભાજપ) દ્વારા પોતાના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં અને રાજ્યોમાં રચાયેલી યુતિ સરકારની તાજેતરમાં વાત કરતા વિપક્ષો એવું અર્થઘટન કરી રહ્યા છે કે મોદીને લોકસભાની હાલની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને કેન્દ્રમાં સરકાર રચવા માટે સ્પષ્ટ બહુમતી મળવાની શંકા છે અને તેથી તેઓ યુતિ સરકારની વાત કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણીને લગતા અનેક જનમતમાં ભાજપને સ્પષ્ટ બહુમતીમાં થોડી બેઠક ખૂટવાની અને ભાજપ પોતાના સાથી પક્ષોની મદદથી કેન્દ્રમાં એનડીએની સરકાર બનાવે એવી આગાહી કરાઇ હતી.

અગાઉ, ભાજપને લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં બહુમતી માટે જરૂરી ૨૭૨ બેઠક કરતાં દસ બેઠક વધુ એટલે કે ૨૮૨ બેઠક મળી હતી.

ભારતીય જનતા પક્ષના ગુજરાત એકમે શનિવારે વડા પ્રધાનને ટાંકીને ટ્વીટ કર્યું હતું કે મોદીજી ભૂતકાળમાં ભાજપના નેતૃત્વ હેઠળ કેન્દ્ર અને રાજ્યોમાં રચાયેલી યુતિ સરકારની અને તેના સફળ વહીવટની વાત કરી હતી.

ભાજપના ગુજરાત એકમે મોદીને એમ કહેતા ટાંક્યા હતા કે ભાજપ યુતિ સરકાર સારી રીતે ચલાવવાની કળા જાણે છે. મેં વિવિધ રાજ્યમાં ભાજપના સાથી પક્ષોની સાથે મળીને કામ કર્યું છે. વાજપેયીજીએ પણ પોતાના શાસનકાળમાં યુતિ સરકાર શ્રેષ્ઠ રીતે ચલાવી હતી.

મોદીજીના આવા નિવેદનનું વિપક્ષો એવું અર્થઘટન કરી રહ્યા છે કે ભાજપ ઓછી બેઠકો મળવાનો સંકેત મળતા હતાશ થઇ ગયો છે અને ચૂંટણીના અંતિમ તબક્કામાં પૂરા જોશથી પ્રચાર કરી રહ્યો છે.

ભાજપ પણ પોતાના બધા સાથી પક્ષો હાલમાં એકત્ર હોવાનો દેખાવ કરી રહ્યો છે.

મોદીજી વારાણસીમાં ઉમેદવારીપત્ર ભરવા ગયા ત્યારે તેમની સાથે ભાજપના મોટા ભાગના સાથી પક્ષોના નેતાઓ હતા.

વિપક્ષના નેતાઓ એવી અફવા ફેલાવી રહ્યા છે કે ભાજપને કેન્દ્રમાં સત્તા પર આવવા માટે જરૂરી બેઠકો મળવાની શંકા હોવાથી હતાશ થઇ ગયો છે.

May 12, 2019
modihai.jpg
1min9030

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું કે હું દેશના બધા ‘ગરીબો’ની જાતિનો છું.

કૉંગ્રેસના નેતા સામ પિત્રોડાએ 1984ના શીખવિરોધી રમખાણ અંગે ‘હુઆ તો હુઆ’ કહેતા કરેલા નિવેદનની મોદીએ અહીં ચૂંટણીસભામાં ટીકા કરી હતી.

મોદીએ જણાવ્યું હતું કે અગાઉની યુતિ સરકારે ગુપ્તચર એજન્સીઓને નબળી કરી હતી, પરંતુ અટલ બિહારી વાજપેયીની સરકારે આ એજન્સીઓને ફરી મજબૂત બનાવી હતી. આજના દિવસે 21 વર્ષ પહેલાં પોખરણ ખાતે અણુબૉમ્બનું પરીક્ષણ કરાયું હતું.

તેમણે વિપક્ષો દ્વારા પોતાની (મોદીની) જાતિ અંગે પુછાતા સવાલોના જવાબમાં જણાવ્યું હતું કે વિપક્ષના નેતાઓ હવે મારી જાતિ અંગે શંકા વ્યક્ત કરવા લાગ્યા છે. હું વિપક્ષના નેતાઓને સ્પષ્ટ શબ્દોમાં કહેવા માગું છું કે દેશના ગરીબોની જે જાતિ છે એ જ જાતિ મોદીની છે.

વડા પ્રધાને જણાવ્યું હતું કે દેશમાં જ્યારે પણ ‘મહામિલાવટ’ સરકાર આવી છે, ત્યારે રાષ્ટ્રીય સલામતી સામે જોખમ ઊભું થયું છે.

મોદીએ જણાવ્યું હતું કે મનમોહન સિંહની નબળી સરકાર ‘રિમૉટ ક્ધટ્રૉલ’થી ચાલતી હતી અને તેને લીધે દેશ બદનામ થયો હતો.

તેમણે જણાવ્યું હતું કે અમારી સરકારે પાકિસ્તાનમાંના બાલાકોટમાંની ત્રાસવાદીઓની છાવણીઓ પર હુમલા કરવાની હિંમત કરી હતી.

મોદીએ જણાવ્યું હતું કે પોખરણમાં 1998માં આજના દિવસે અણુબૉમ્બનું પરીક્ષણ કરાયું હતું. હું આ કાર્ય માટે મહેનત કરનારા વિજ્ઞાનીઓ અને અન્ય લોકોને સલામ કરું છું.

May 12, 2019
modi_rahul_matterphoto.jpg
1min5020

કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ શનિવારે આક્ષેપ કર્યો હતો કે ભારતીય જનતા પક્ષ (ભાજપ), રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી મારા પરિવારને ધિક્કારે છે, પરંતુ હું તેમના પ્રત્યે આવી લાગણી નથી રાખતો. તેમણે જણાવ્યું હતું કે મોદી અવારનવાર મારી, મારા પિતા રાજીવ ગાંધી, દાદી ઇંદિરા ગાંધી અને પરદાદા જવાહરલાલ નહેરુની ટીકા કરે છે, પરંતુ મેં તેમને ઝપ્પી આપી હતી (ગળે મળ્યો હતો).

અગાઉ, મોદીએ જાહેરસભામાં જણાવ્યું હતું કે ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને તેમના ‘ચમચાઓ’ મિસ્ટર ક્લિન ગણાવતા હતા, પરંતુ તેમનું જીવન ‘ભ્રષ્ટાચાર નંબર વન’ તરીકે પૂરું થયું હતું. મોદીએ એવો આક્ષેપ પણ મૂક્યો હતો કે રાજીવ ગાંધી અને તેમના પરિવારે આઇએનએસ વિરાટનો દુરુપયોગ ‘અંગત ટેક્સી’ તરીકે કર્યો હતો અને તેના પર દસ દિવસ રજા માણી હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ભાજપ, આરએસએસ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી મારા પરિવારને ધિક્કારે છે. મોદીજી મારા પર શાબ્દિકપ્રહારો કરે છે. તેઓ મારા પિતા, મારા દાદી (ઇંદિરા ગાંધી) અને મારા પરદાદા (જવાહરલાલ નહેરુ) અંગે દ્વેષભાવભર્યું વલણ ધરાવે છે. મોદીજી ગુસ્સામાં ગમેતેમ બોલતા હોવા છતાં હું તેમની પાસે જઇને તેમને ઝપ્પી આપું છું.

તેમણે જણાવ્યું હતું કે મોદીજી, તમે વડા પ્રધાન છો. તમારે દ્વેષભાવ ભૂલીને પ્રેમથી કામ કરવું જોઇએ. તેનાથી તમને લાભ થશે. મને મોદી પ્રત્યે દ્વેષભાવ નથી.