CIA ALERT
03. May 2024

‘ટોળાશાહી’ને ઉત્તેજન આપવા માટે મોદી-શાહ જવાબદાર: કૉંગ્રેસ

Share On :
Print Friendly, PDF & Email

કોલકતામાં ભાજપના પ્રમુખ અમિત શાહના રોડ-શો દરમિયાન થયેલી હિંસાને કૉંગ્રેસે બુધવારે વખોડી હતી, પરંતુ એવો આક્ષેપ પણ કર્યો હતો કે દેશમાં ‘ટોળાશાહી’ને ઉત્તેજન આપવા માટે તથા રાજ્યોની સાંસ્કૃતિક ઓળખને નુકસાન પહોંચાડવા બદલ નરેન્દ્ર મોદી-અમિત શાહ જવાબદાર છે.

કૉંગ્રેસના પ્રવક્તા અભિષેક સિંઘવીએ રાષ્ટ્રીય પ્રતીક સમાન અને સમાજ-સુધારક ઈશ્ર્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમાને ખંડિત કરવાના બનાવને વખોડીને આ ઘટનાને ‘શરમજનક’ ગણાવી હતી.સિંઘવીએ આક્ષેપમાં કહ્યું હતું કે ‘ભાજપ-શાસિત દરેક રાજ્યમાં સ્વાયત્ત માળખાને, પ્રાદેશિક આકાંક્ષાઓ પ્રત્યેના સન્માનને, સંસ્કૃતિને, ભાષાને, ખોરાક સંબંધિત આદતોને અને દેશી જનતાની ઓળખને નુકસાન પહોંચ્યું છે. વિનાશ અને વિધ્વંસની નકારાત્મક રાજકીય નીતિએ દેશમાં રાજકીય માહોલ બગાડી નાખ્યો છે. ભાજપ દરેક રાજ્યમાં પોતાની સર્વોપરિતા ઠોકી બેસાડવા ઇચ્છે છે અને એવું કરવા જતાં એ દેશની સ્વાયત્ત રાજ્યવ્યવસ્થાને નબળી પાડી રહ્યો છે.’

સિંઘવીએ જણાવ્યું હતું કે ‘કૉંગ્રેસ-પ્રમુખ રાહુલ ગાંધી પોતે ભારતના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવનાર વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, ઓળખ તથા ભાષાના રક્ષણ માટે કાર્ય કરી રહ્યા છે અને આ જ સૌથી પ્રબળ કારણ છે કે જેના કાજે તેઓ (ગાંધી) ઉત્તર ભારતમાંથી (અમેઠીમાંથી) તથા દક્ષિણ ભારતમાંથી (વાયનાડમાંથી) ચૂંટણી લડી રહ્યા છે કે જેથી ભારતના તમામ ભાગો કૉંગ્રેસ પક્ષના એકસમાન છત્ર તળે એકતા અનુભવે.’

સિંઘવીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ‘મોદી સરકારની ભાગલાવાદની નીતિ પૂરજોશમાં છે. એણે નાગરિકત્વ સુધારા ખરડો રજૂ કર્યો છે જેનો સમગ્ર ઉત્તર-પૂર્વ પ્રાન્તમાં મોટા પાયે વિરોધ થયો છે. જમ્મુ અને કાશ્મીરમાં પણ કેન્દ્ર સરકારે ૮૦,૦૦૦ કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું, પણ માત્ર ૩૧ ટકાનું જ પૅકેજ આપ્યું છે. બિહારમાં પણ એવું જ બન્યું છે. ત્યાં ૧.૨૫ લાખ કરોડ રૂપિયાનું વચન અપાયું હતું, પણ હજી સુધી બિહારમાં કંઈ પહોંચ્યું જ નથી. મોદી સરકારે શિક્ષણ તથા આરોગ્ય ક્ષેત્રની મહત્ત્વની કલ્યાણકારી યોજનાઓ માટે જરૂરી ભંડોળથી રાજ્યોને વંચિત રાખ્યા છે.’

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :