પોલીસ તંત્રમાં કેટલી હદે સડો પેસી ગયો છે તેનો વધુ એક દાખલો તિલંગાણામાં
બન્યો છે. ગઇ તા.15મી ઓગસ્ટ 2019ના રોજ સ્વતંત્રતા પર્વે પોલીસ જવાનોને બહુમાનિત
કરવામાં આવે છે. આવા જ એક કાર્યક્રમમાં તેલંગાણામાં સ્વતંત્રતા દિવસ પર પોતાના
જિલ્લામાં ‘બેસ્ટ કોન્સ્ટેબલ’નો પલ્લે તિરુપથી રેડ્ડી નામના કોન્સ્ટેબલને
એક જાહેર કાર્યક્રમમાં એનાયત કર્યો હતો.
હજુ તો એવોર્ડ મળ્યાના માંડ ચોવીસ કલાક થયા હશે ને આ જ કોન્સ્ટેબલ મહાશય પલ્લે
તિરુપથી રેડ્ડી લાંચ લેતા રંગે હાથ પકડાઇ જવા પામ્યા હતા. એન્ટી કરપ્શન બ્યૂરોએ
શુક્રવારે પી. તિરુપતિ રેડ્ડીને તેલંગાણાના મહેબૂબનગર જિલ્લામાં એક રેતીના વેપારી
પાસેથી 17,000 રૂપિયા લાંચમાં લેતા પકડી લીધો હતો.
આ પોલીસ કોન્સ્ટેબલ કથિત રૂપે રેતીના વિપારીને તેનું ટ્રેક્ટર જપ્ત કરવાની ધમકી આપી રહ્યો હતો. અને પૈસા ન આપવા પર તેને ખોટા આરોપમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. આ બાદ વેપારીએ ACBમાં ફરિયાદ કરી અને જાળ પાથરીને કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથ પકડી લીધો.
ACBએ કોન્સ્ટેબલની ધરપકડ કરી અને તેને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કર્યો હતો.
15મી ઓગસ્ટ 2019ના રોજ બેસ્ટ પોલીસ કોન્સ્ટેબલનો એવોર્ડ મળ્યો
એક પાંચ વર્ષનું બાળક બ્લડ કેન્સર(લ્યુકેમિયા)નો ભોગ બને છે. તેની સારવાર ચાલે છે અને આઠમાં વર્ષે તો છેક રશિયા જઇ ટેબલટેનિસ રમીને દેશ માટે ગોલ્ડ મેડલ લઇ આવે એ ખરેખર આઠમી અજાયબીથી વિશેષ બીજું શું હોઇ શકે, ભલા?
જી હા, વાત છે પશ્ર્ચિમ બંગાળમાં જન્મેલા અરોણ્યાતેષ ગાંગુલીની. ૨૦૧૬માં પાંચ વર્ષની ઉંમરે અરોણ્યાતેષને લ્યુકેમિયા થયું છે તેવું નિદાન થયું. આ લોહીના કેન્સરને નાથવા તેણે મુંબઇની ટાટા મેમોરિયલ હૉસ્પિટલમાં અગિયાર મહિના સુધી રહેવું પડ્યું. આટલી નાની ઉમરમાં કેમોથેરપીના અનેક રાઉન્ડ સહન કર્યા, કેટલીયે દવા-ગોળીઓના કોર્સ કર્યા ત્યારે ૨૦૧૮ના ડિસેમ્બરમાં તેને ડૉક્ટરો દ્વારા કેન્સરમુક્ત જાહેર કરવામાં આવ્યો. જોકે તેણે રેગ્યુલર તપાસ અને સારવાર તો લેતા જ રહેવી પડશે જેથી કરીને આ બીમારી પાછી દેખા ન દે.
એક વાત તો નક્કી છે કે માણસ પાસેથી ભગવાન કંઇક છીનવતો હોય છે તો તેને કંઇક આપતો પણ હોય છે. કોઇ અંધજનને ભગવાને ભલે આંખો ન આપી હોય પણ કંઠ સારો આપ્યો હોય છે. તેઓ સારુ ગાઇ શકતા હોય છે. અરોણ્યાતેષને ભલે કેન્સર જેવી બીમારી આપી પણ સાથે સાથે તે એક નહીં પણ અનેક રમતગમતો સારી રીતે રમી શકે એવી ટેલન્ટ પણ આપી છે. ટાટા હોસ્પિટલના આ લાંબા વસવાટ દરમ્યાન અહીંના ડૉક્ટરો અને સ્ટાફને અરોણ્યાતેષમાં સ્પોર્ટ્સ પ્રત્યે જે લગાવ અને પ્રેમ હતો તેની ખબર પડી. હવે રશિયામાં બે રશિયન કલાકારો ચુલ્પન ખામાટોવા અને ડીના કોર્ઝુને એક ગીફ્ટ ઓફ લાઇફ નામનું એવું ફાઉન્ડેશન ઊભું કર્યું છે જે દર વર્ષે દુનિયાભરના કેન્સર પીડિત બાળકો માટે સ્પર્ધાઓનું આયોજન કરે છે. વર્ષ ૨૦૧૦થી આ સ્પર્ધાઓ દર વર્ષે જુલાઇ મહિનામાં નિયમિતપણે યોજાય છે. વર્લ્ડ ચિલ્ડ્રન્સ વિનર્સ ગેમ તરીકે ઓળખાતી આ સ્પર્ધામાં મુખ્યત્વે દોડવાની, તરવાની , રાઇફલ શૂટિંગની, ચેસ, ટેબલ ટેનિસ અને ફૂટબોલની સ્પર્ધાઓ યોજાતી હોય છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે દર વર્ષે ટાટા હૉસ્પિટલ તેને ત્યાં સારવાર લેતા પ્રતિભાશાળી કેન્સરપીડિત બાળકોને રશિયાના મોસ્કો શહેરમાં મોકલતી હોય છે. અ હોસ્પિટલના પીડિયાટ્રીક ડિપાર્ટમેન્ટે આપેલી માહિતી પ્રમાણે અરોણ્યાતેષમાં ઉપરોકત છ એ છ રમતગમતો સારી રીતે રમી શકવાની આવડત છે.
જુલાઇ,૨૦૧૯ ના પ્રથમ સપ્તાહ દરમ્યાન ટાટા હોસ્પિટલે આવા દસ કેન્સર પીડિત બાળકોને સ્પર્ધામાં ભાગ લેવા માટે રશિયા મોકલ્યા હતાં. આ દસ બાળકોમાંથી એક માત્ર અરોણ્યાતેષ જ એવો હતો જે સૌથી નાની ઉમરનો અને એક માત્ર બંગાળનો વતની હતો. બાકીના નવ જણા મુંબઇના હતાં. અન્ય દેશોમાંથી પણ ઘણા કેન્સર પીડિત બાળકો અહીં આવ્યા હતા. અરોણ્યાતેષે ઉપરોકત છયે સ્પર્ધામાં ભાગ લીધો હતો, પરંતુ ટેબલટેનિસમાં તો પ્રથમ સ્થાન પર આવીને ભારત માટે સુવર્ણચંદ્રક હાંસલ કર્યો હતો. જોકે, કરૂણતા એ વાતની છે કે અરોણ્યાતેષ દેશ માટે ભલે સુવર્ણ ચંદ્રક લાવ્યો, પરંતુ કેન્સરની સારવાર માટે તેની માતાએ સોનાના દાગીના પણ વેચી દેવા પડ્યા હતાં. નસીબજોગે તેમને પાછળથી ખાનગી મદદ મળી ગઇ. ડિસેમ્બર ૨૦૧૮માં જ્યારે અરોણ્યાતેષ કેન્સરના ભયાનક મુખમાંથી સાજો થઇને બહાર આવ્યો ત્યારે પરગજુ લોકોએ સારવારનો ખર્ચો ચૂકવી દઇ અરોણ્યાતેષના માબાપ માથેથી ભાર હળવો કરી દીધો હતો.
આ નાનકડો દદીર્ર ખરેખર ગોલ્ડ મેડલ માટે લાયક હતો. તેણે મહેનત પણ સખત કરી હતી. તેણે જે દિવસોમાં આ બધી રમતગમતોમાં ભાગ લેવા માટે તાલીમ લીધી, તે સમયનું ટાઇમ ટેબલ જુઓ તો સમજાઇ જાય કે તેણે કેટલો પુરુષાર્થ કર્યો હશે.
અરોણ્યાતેષે સ્પર્ધા શરૂ થઇ એના બે મહિના પહેલાં પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે તેનો દિવસ રોજ સવારે સાડા પાંચે ઊગી જતો હતો. નિત્ય ક્રમ પતાવીને સવારે ૬ થી ૭.૩૦ દરમ્યાન દોડવાની તાલીમ માટે ટ્રેક પર જવાનું અને સાથે ફૂટબોલની પ્રેક્ટિસ કરવાની. ત્યાર બાદ તરવાની તાલીમ અને તેના પછી ચેસ તેમ જ ટેબલટેનિસની પ્રેક્ટિસ કરવાની. બાકી રહી ગયુ રાઇફલ શૂટિંગ. હવે શૂટિંંગની પ્રેક્ટિસ માટે તો સાંજનો સમય જ બચતો હતો, અને એ માટે પણ એણે ઘરથી દૂર દૂરના વિસ્તાર સુધી લાંબા થવું પડતું હતું તેમ તેની મમ્મી કાવેરી ગાંગુલી જણાવે છે. આટલું ઓછું હોય તેમ વચ્ચે વચ્ચે હૉસ્પિટલ જઇને શરીરનું રેગ્યુલર ચેકઅપ તો કરાવવું જ પડતું હતું. જોકે, તેના અદમ્ય ઉત્સાહની વાત કરીએ તો ૪થી ૭ જુલાઇ સુધી મોસ્કોમાં યોજાયેલી આ સ્પર્ધામાં તેની સાથે ગયેલી માતા કાવેરી કહે છે કે તેને આ સ્પર્ધાઓમાં ભાગ લેવાનો એટલો આનંદ હતો કે એ ભૂલી જ ગયો હતો કે પોતે બીમાર છે. એ કોઇ પણ રમત ગમત શીખવા માટે તૈયાર હોય છે અને તેના માટે તેને દૂર દૂર જવું પડે તોય થાકતો કે કંટાળતો નથી.
અરોણ્યાતેષ પાસે આ દરેક રમતો રમવાની કુશળતા હતી એમ તો તેના દરેક કોચ પણ કહે છે. રાઇફલ શૂટિંંગના કોચ પંકજ પોદાર તો કહે છે કે અરોણ્યાતેષ ખરેખર પ્રતિભાથી ભરપૂર બાળક છે. તાલીમના બીજા જ દિવસે તેણે ધાર્યું નિશાન પાર પાડીને બતાવ્યું હતું. તે ખરેખર કુદરતી બક્ષિસ ધરાવે છે. આટલી નાની ઉંમરે તેનામાં જે શાંત મન અને એકાગ્રતા જોવા મળે છે એ ખરેખર આશ્ર્ચર્યજનક છે.
ઉલ્ લેખનીય છે કે આ કોચ તેની પાસેથી એક રૂપિયો પણ ફી લેતા નથી, ઉલટાનું અરોણ્યાતેષ જે સંસ્થામાં આ તાલીમ લઇ રહ્યો છે એ લોકો કોઇ એવા સ્પોન્સરરની શોધમાં છે જે અરોણ્યાતેષની તાલીમ આગળ જતા પણ ચાલુ રખાવે. માત્ર પોદાર જ નહીં, અરોણ્યાતેષને જેણે ટેબલટેનિસની તાલીમ આપી એ સૌમેન મુખરજી હોય કે ચેસ શીખવ્યું એ શરદ વઝે હોય કે પછી તરવાની પ્રેક્ટિસ કરાવતા કોયેલ નિયોગી હોય. બધા જ તેની પ્રતિભા અને ઊર્જાના બેમોઢે વખાણ કરે છે. દરેક જણ તેની લડાયક વૃત્તિ પર આફરીન છે.
વાત તો સાચી છે. કોઇ વ્યક્તિ એક કે બહુ બહુ તો બે રમતમાં પ્રભુત્વ ધરાવતી હોય, પરંતુ અડઘો ડઝન જેટલી રમતોમાં સારો દેખાવ કરવો, દરેક રમતની તાલીમ માટે પૂરતો સમય આપવો અને તે પણ કેન્સરના જોખમમાં થી હમણા બહાર આવી હોય તેવી બાળ વય ધરાવતી વ્યક્તિ આ બધુ એકાગ્રતાપૂર્વક કરી શકે, ગોલ્ડ મેડલ પણ લાવી શકે એ સાનંદાશ્ર્ચર્ય છે.
કોલકતાના જ એક સૌરવ નામના ગાંગુલીએ ક્રિકેટમાં નામ રોશન કરીને ભારતનું નામ ઉજાળ્યું છે, હવે અરોણ્યાતેષ નામનો આ ગાંગુલી અડધો ડઝન રમતમાં પ્રભુત્વ ધરાવે છે તે આગળ જતા ભારતનુ નામ ઉજાળશે તેમાં કોઇ બેમત નથી. એક સાથે આટલી બધી રમતો શીખવી. તેમાં ભાગ લેવો અને ઉપલા ક્રમે પણ રહેવું ,આવો ઓલરાઉન્ડર બાળ દર્દી ભારતમાં બીજો કોઇ શોધ્યો જડે ખરો?
પશ્ર્ચિમ બંગાળના હુગલી જિલ્લાના સેરામપુરનો રહેવાસી અરોણ્યાતેષ ખરેખર આઠમી અજાયબી જેવો નથી લાગતો?
લોકસભા ચૂંટણીમાં મળેલા પ્રચંડ વિજયના પગલે વિપક્ષોમાં મતભેદ વધ્યા છે. મોટાભાગના પક્ષોમાં પરસ્પર દોષારોપણ વધ્યું છે. જ્યારે કેટલાક પક્ષના નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. એનડીએ સિવાયના પક્ષોના કાર્યકરોમાં હતાશાના વાદળો છવાયા છે. મંગળવારે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને અજિતસિંહના રાષ્ટ્રીય લોકદળનું ‘મહાગઠબંધન’ તૂટ્યું હતું. યુપીમાં થનારી આગામી પેટાચૂંટણીમાં ત્રણે પક્ષે જુદા જુદા લડવાનો નિર્ણય જાહેર કર્યો છે. કર્ણાટકમાં જનતા દળ (એસ) અને કૉંગ્રેસના જોડાણમાં તિરાડ ક્રમશ: પહોળી થઈ રહી છે. જનતા દળ (એસ)ના કર્ણાટક એકમના પ્રમુખ એ. એચ. વિશ્ર્વનાથે કૉંગ્રેસ-જેડી (એસ) વચ્ચેના મતભેદનું કારણ આગળ ધરી પક્ષ છોડ્યો છે. કર્ણાટકમાં જેડી (એસ) અને કૉંગ્રેસના સંખ્યાબંધ નેતા ભાજપમાં જોડાવા તૈયાર છે તેવું જાણવા મળે છે.
ભાજપને મળેલી જ્વલંત સફળતાને પગલે પશ્ર્ચિમ બંગાળમાં બે વિધાનસભ્ય સહિત તૃણમૂલ કૉંગ્રેસના કેટલાક નેતા હજારો કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે. વડા પ્રધાન મોદીએ પશ્ર્ચિમ બંગાળમાં ચૂંટણીપ્રચાર સભામાં કહ્યું હતું કે તૃણમૂલ કૉંગ્રેસના 40 વિધાનસભ્યો ભાજપના સંપર્કમાં છે. રાજસ્થાનના કૉંગ્રેસ એકમમાં મુખ્ય પ્રધાન ગેહલોત પોતાના પુત્રની હાર માટે સચીન પાયલટનો જવાબ માગી રહ્યા છે. જ્યારે એક વિધાનસભ્યે ગેહલોતને હરાવી પાયલટને મુખ્ય પ્રધાન બનાવવાનું જાહેરમાં સમર્થન કર્યું છે. રાજસ્થાન સરકાર અપક્ષો અને બસપાના સમર્થનથી ચાલી રહી છે.
ગુજરાતમાં કૉંગ્રેસના કેટલાક વિધાનસભ્યો ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે. હરિયાણામાં તાજેતરમાં મળેલી સંકલન સમિતિની બેઠકમાં જાહેરમાં એકબીજા સામે કેટલાક નેતાઓએ દોષારોપણ કર્યું હતું. મહારાષ્ટ્ર કૉંગ્રેસમાં વરિષ્ઠ નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલે રાજીનામું આપ્યું છે અને ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે તેવી ચર્ચા ચાલી રહી છે.
જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સે કૉંગ્રેસ સાથેના જોડાણનો અંત કર્યો છે. તેવા અહેવાલ મળી રહ્યા છે. હરિયાણામાં બીએસપીએ રાજકુમાર સૈનીના પક્ષ સાથેનું જોડાણ રદ કર્યું છે.
ગુજરાતમાંથી અમિત શાહ સહિત કુલ 3 નો સમાવેશ: માંડવિયા, રૂપાલા રાજ્યમંત્રી
પ્રધાનમંડળમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગરની હાઇપ્રોફાઇલ તેમજ વીવીઆઇપી બેઠક પર જંગી લીડ સાથે જીતેલા અમિત શાહ સહિત પૂર્વ પ્રધાન મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાનો સમાવેશ થાય છે. જ્યારે 2014ના નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળના સભ્ય જશવંતસિંહ ભાભોરને પડતા મુકવામાં આવ્યા છે.’ રૂપાલા અને માંડવિયાને રિપીટ કરાયા અને એ કારણે કોઇ નવા ચહેરાનો સમાવેશ થયો નથી. આ બન્ને સૌરાષ્ટ્રના નેતા છે.
2014ના મોદી પ્રધાનમંડળમાં ગુજરાતમાંથી છ પ્રધાનોનો સમાવેશ કરાયો હતો. જેમાં રાજ્યસભાના સાસંદ અરૂણ જેટલી અને સ્મૃતિ ઇરાની, પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા, હરીભાઇ ચૌધરી અને જશવંતસિંહ ભાભોરનો સમાવેશ થયો હતો જ્યારે હરીભાઇ ચૌધરી સામે સીબીઆઇ દ્વારા કથિત ભ્રષ્ટાચારના મામલે આક્ષેપ થતા તેઓ પાસેથી રાજીનામું લઇ લેવામાં આવ્યું હતું.
2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપે 26 એ 26 બેઠક પર વિજય પ્રાપ્ત કર્યો હતો ત્યારબાદ આજે મોદી પ્રધાનમંડળમાં કોને સ્થાન મળશે તેની ચર્ચાએ રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો. જેમાં નવસારીના સી.આર. પાટીલ, બનાસકાંઠાની બેઠક’ પર પ્રથમવાર ચૂંટાયેલા પરબત પટેલનો સમાવેશની ચર્ચા ચાલતી રહી હતી પરંતુ આ ચર્ચાને આખરી સ્વરૂપ ન મળી શક્યું અને પ્રધાનમંડળ કાર્યાલય તરફથી માત્ર બે જ સાસંદોને ફોન કરીને પ્રધાન પદના શપથ લેવા માટે આમંત્રિત કરાયા હતા.
મુકુલ રોયના પુત્ર શુભ્રાંશુ સહિત તૃણમૂલના નેતાઓ કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાયા : 50 કાઉન્સિલર પણ સામેલ
લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં 18 બેઠક જીતીને સફળતા હાંસિલ કરનાર ભાજપે તૃણમૂલ કોંગ્રેસને વધુ એક ઝટકો આપ્યો છે.’ મુકુલ રોયના પુત્ર શુભ્રાંશુ રોય સહિત ત્રણ ધારાસભ્ય અને લગભગ પ0 નગરસેવક ભાજપમાં સામેલ થયા છે.
ભાજપના મહામંત્રી કૈલાસ વિજયવર્ગીય અને મુકુલ રોયની હાજરીમાં બીજપુરથી તૃલમૂલના ધારાસભ્ય અને લોકસભા ચૂંટણીના પરિણામો બાદ પક્ષવિરોધી પ્રવૃત્તિઓ બદલ તૃણમૂલે સસ્પેન્ડ કરેલા શુભ્રાંશુ રોય, તૃણમૂલના જ ધારાસભ્ય તુષારકાંતિ ભટ્ટાચાર્ય અને સીપીઆઈ(એમ)ના દેબેન્દ્ર રોય અનેક કાઉન્સિલરો સાથે કેસરિયા પક્ષમાં જોડાયા હતા.
ભાજપમાં સામેલ થયેલા કાઉન્સિલરો 24 પરગણા જિલ્લાના કંચરાપારા,હલિશહર અને નૈહાતી નગરપાલિકાના છે. હવે ભાટપારા નગરપાલિકા પર ભાજપનો કબ્જો થઈ જશે. આજે તૃણમૂલ કોંગ્રેસના અનેક નગરસેવકો દિલ્હી પહોંચ્યા હતા. કાઉન્સિલરોએ જણાવ્યું હતું કે અમે મમતા બેનર્જીથી નારાજ નથી પણ બંગાળમાં ભાજપની હાલની જીતથી પ્રભાવિત થઈને પક્ષમાં સામેલ થઈ રહ્યા છીએ. લોકો ભાજપને પસંદ કરી રહ્યા છે.
મુકુલ રોય છેલ્લા કેટલાક સમયથી ભાજપમાં છે અને તૃણમૂલને તોડવાનું કામ કરી રહ્યા છે. અગાઉ તેઓ તૃણમૂલ કોંગ્રેસમાં હતા ત્યારે અન્ય પક્ષના નેતાઓને તૃણમૂલમાં ખેંચવાનું કામ કરતા હતા હવે ભાજપમાં રહીને એવું કામ કરી રહ્યા છે. વર્તમાન તૃણમૂલ સાંસદ અનુપમ હાજરા અને સૈમિત્ર ખાનને પણ તેમણે ભાજપમાં સામેલ કર્યા હતા.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૨ સામાન્ય પ્રવાહ (કોમર્સ) નું પરિણામ તા. ૨૫ મે, શનિવારના રોજ જાહેર કરવામાં આવશે. બોર્ડની જાહેરાત અનુસાર www.gseb.org વેબસાઈટ પર સવારે ૮ વાગે પરિણામ જાહેર કરવામાં આવશે પરંતુ, બોર્ડની વેબસાઇટ પરથી સાડા છ વાગ્યાની આસપાસ રીઝલ્ટ મળવાનું શરૂ થઇ જાય છે એવું ભૂતકાળના પરીણામો પરથી અનુભવાયું છે.
. આ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાંથી ૫.૩૩ લાખ વિદ્યાર્થી નોંધાયા હતા. શનિવારે સવારે વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયા બાદ બપોર સુધીમાં શાળાઓ પર ધો.૧૨ની માર્કશીટ પણ મોકલી દેવાશે.
શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ સામાન્ય પ્રવાહ સાથે વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષા ૭ માર્ચથી ૨૩ માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. આ પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી ૫,૩૩,૬૨૬ વિદ્યાર્થી નોંધાયા હતા. જેમાં ૩.૫૯ લાખ નિયમિત વિદ્યાર્થી અને ૯૫ હજાર કરતા વધુ રિપીટર વિદ્યાર્થી હતા. આ ઉપરાંત ખાનગી નિયમિત અને રિપીટર મળીને પણ ૭૧ હજાર કરતા વધુ વિદ્યાર્થી નોંધાયા હતા. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં મોટાભાગના પેપરો સરળ રહેતા વિદ્યાર્થીએ સારા પરિણામની આશા વ્યક્ત કરી હતી.
દરમિયાન પરિણામને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ થઈ જતા હવે બોર્ડ દ્વારા ૨૫ મેના રોજ સવારે ૮ વાગ્યે બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ જાહેર કરવામાં આવશે. પરિણામ જાહેર થયા બાદ ધો.૧૨ની માર્કશીટનું વિતરણ જિલ્લાના વિતરણ સ્થળોએ સવારના ૧૧ વાગ્યાથી બપોરના ૪ વાગ્યા સુધી કરવામાં આવશે. અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્યમાં માર્કશીટનું વિતરણ બપોરે ૩થી સાંજે ૬ દરમિયાન સુધી કરાશે.
૨૦૧૮માં ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૪.૭૬ લાખ વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા. ૨૦૧૮માં ધો.૧૨ સામાન્ય પ્રવાહનું એકંદરે ૫૫.૫૫ ટકા પરિણામ આવ્યું હતું. જોકે, આ વખતે પરિણામ ૫૫ ટકા આસપાસ જ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગત વર્ષે ૧૦૦ ટકા પરિણામ લાવનારી શાળાઓની સંખ્યા ૨૦૬ હતી. જોકે, તેમાં ઘટાડો થાય તેમ પણ સૂત્રોએ જણાવ્યું હતું. આમ, ધો.૧૨ સામાન્ય પ્રવાહના પરિણામ સાથે જ બોર્ડના તમામ પરિણામો જાહેર થઈ જશે. બોર્ડ દ્વારા આ વખતે ત્રણેય પરિણામો વહેલા જાહેર કરવામાં આવ્યા છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ગત વર્ષે ૩૧ મેના રોજ પરિણામ જાહેર કરાયું હતું. જોકે, આ વખતે પરિણામ એક સપ્તાહ વહેલું જાહેર થઈ રહ્યું છે.
હિમાચલ પ્રદેશના મંડીમાં યોજાયેલી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં હાજરી નહીં આપનારા ભાજપના વિધાનસભ્ય સામે પક્ષ ટૂંક સમયમાં પગલાં ભરશે. લોકસભા ચૂંટણીપ્રચાર દરમિયાન મોદીએ ૧૦ મેના દિવસે મંડીના પડડલ મેદાનમાં સ્થાનિક સાંસદ રામસ્વરૂપ શર્માના સમર્થનમાં એક રેલીને સંબોધન કર્યું હતું. અનિલ શર્મા નામના સ્થાનિક વિધાનસભ્ય રેલીમાં હાજર રહ્યા ન હતા. તેમના પુત્ર આશ્રય શર્માને કૉંગ્રેસ પક્ષે આ જ મતવિસ્તારમાં ટિકિટ આપી હતી. હિમાચલ પ્રદેશ ભાજપના પ્રમુખ સતપાલસિંહ સત્તીએ કહ્યું કે પાર્ટી હાઈકમાન્ડ સાથે ચર્ચા કર્યા પછી અનિલ શર્મા સામે પગલાં ભરવામાં આવશે. કૉંગ્રેસે આશ્રય શર્માને ટિકિટ આપી હતી તે પછી અનિલ શર્માએ ઊર્જા પ્રધાન તરીકે રાજીનામું આપ્યું હતું. તેમણે ભાજપને કહ્યું હતું કે તે ન તો ભાજપ માટે કે ન તો તેમના પુત્ર માટે પ્રચાર કરશે.
પ્રદેશ પ્રમુખ સત્તીએ કહ્યું હતું કે અનિલ શર્માને રાજ્યની કારોબારીમાંથી હટાવવા અમારી શિસ્ત સમિતિ ટૂંક સમયમાં નિર્ણય કરશે.
મારી આસપાસ જે પોલીસવાળા છે તે ભાજપને રિપોર્ટ કરે છે : મુખ્યમંત્રી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના અંગત સુરક્ષા અધિકારી (પી.એસ.ઓ.)થી જ જીવનું જોખમ હોવાનો સનસનીખેજ દાવો કર્યો છે. કેજરીવાલે જણાવ્યું હતું કે, મારી આસપાસ જે પોલીસવાળા છે તે તમામ ભાજપને રિપોર્ટ કરે છે અને બની શકે કે ભાજપ ઈન્દિરા ગાંધીની જેમ જ પી.એસ.ઓ. થકી જ મારી હત્યા કરાવી નાખે.
જરીવાલે અગાઉ 2016માં પણ પોતાની હત્યાની આશંકા દર્શાવી હતી. તેમણે એ વખતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારી હત્યા કરાવી શકે છે. હવે તેમણે પોતાની સુરક્ષામાં લાગેલા જવાનો જ પોતાને ખતમ કરી નાખશે એવી ભીતિ વ્યક્ત કરી છે. કેજરીવાલના દાવાને આમ આદમી પાર્ટીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે પણ સમર્થન આપ્યું છે. ભારદ્વાજે કહ્યું હતું કે, દિલ્હીના મુખ્યમંત્રી બન્યા બાદ તેમના પર પોલીસની હાજરીમાં જ છવાર હુમલા થઈ ચૂક્યા છે. આવી ઘટનાઓ બાદ પણ’ આ મામલે કોઈ કાર્યવાહી થઈ નથી.
મોરબીની ટંકારા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને હાલમાં કોંગ્રેસની ટિકીટ પરથી લોકસભા ચૂંટણી લડેલા લલિત કથગરાના પુત્ર વિશાલનું એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં કલકત્તામાં મોત થયુ હોવાના અહેવાલોએ ગુજરાતભરમાં સન્નાટો મચાવી મૂક્યો હતો.
લલિત કથગરાનો પુત્ર વિશાલ પરિવાર સાથે પશ્ચિમ બંગાળ ફરવા ગયા હતા ત્યારે તેમની વોલ્વો બસનો એક ટ્રક સાથે ભયાનક અક્સ્માત થયો હતો. અકસ્માતમાં વિશાલનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું
વિશાલ કગથરા તેમના ભાઈ રવિ સાથે દિવ્યાંગ બાળકોને લઈને પશ્રિમ બંગાળના પ્રવાસે ગયા હતા. કોલકાતામાં ફ્લાઈટ ચૂકતા કલકત્તાથી બસમાં આવી રહ્યા હતા ત્યારે ટ્રેક પૂરઝડપે ટક્કર મારતા વિશાલને ઘટના સ્થળે બ્રેન હેમરેજ થતા ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યુ હતું
વિશાલની મોતની સાથે કગથરા પરિવારમાં દુ:ખની લાગણી પ્રસરી ગઈ હતી. લલિત કગથરાના પુત્રના સમાચાર મળતા મુખ્યપ્રધાને શોક વ્યક્ત કર્યો હતો. સ્થાનિક પ્રશાસનો વિશાલની મોતના સમાચાર આપ્યા હતા. પોસ્ટમોર્ટમ પછી વિશાલનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો
૨૦૧૪ની મોદી લહેર છેલ્લાં પાચ વર્ષમાં અધોગતિ પામીને હવે આપત્તિ બની ગઇ છે અને મહાગઠબંધન વર્તમાન ચૂંટણીમાં એનડીએને બિહારમાંથી હાંકી કાઢશે, એવો દાવો અભિનેતા-કમ-રાજકારણી શત્રુઘ્ન સિંહાએ શુક્રવારે કર્યો હતો.
ઉત્તર પ્રદેશમાં પણ મારી પત્ની પૂનમ સિંહા એસપી-બીએસપીની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે. ત્યાં પણ ભાજપ ભૂંડા હાલે હારવાનો છે, એમ શત્રુઘ્ને દાવો કર્યો હતો. શત્રુઘ્ન સિંહા કૉંગ્રેસની ટિકિટ પર પટના સાહિબ બેઠક પરથી ઉમેદવારી કરી રહ્યા છે. તેમની સામે ભાજપના કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ ઊભા છે. આશરે ત્રણ દાયકાનો સાથ છોડી ગયા મહિને શત્રુઘ્ન સિંહા કૉંગ્રેસમાં જોડાયા હતા. ભાજપે દાવો કર્યો હતો કે મોદી સરકારમાં તેમને પ્રધાન પદ નહીં મળવાથી શત્રુઘ્ન સિંહાએ નારાજ થઇને પક્ષ છોડ્યો હતો. ભાજપના દાવાનો વિરોધ કરતા બિહારી બાબુના હુલામણા નામે જાણીતા શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું હતું કે, ‘ચોરી ઉપરથી સિનાજોરી.’
‘ચાલો એક વખત માની લઇએ કે મને પ્રધાનપદ નહીં મળવાથી હું નારાજ હતો, પરંતુ બે વ્યક્તિની ફોજ (મોદી, અમિત શાહ) મને જણાવી શકશે કે એલ. કે. અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા ધુરંધરો સાથે દુર્વ્યવહાર શા માટે કરવામાં આવ્યો. એક સમયના ભાજપના કટ્ટર સમર્થક અરુણ શૌરી આજે શા માટે તેમના કટ્ટર વિરોધી થઇ ગયા છે. યશવંત સિંહાએ પક્ષ શા માટે છોડ્યો,’ એમ શત્રુઘ્ન સિંહાએ સવાલ કર્યા હતા. ‘હું સાચુ બોલતો હતો. નોટબંધીને કારણે લોકોને ભારે અગવડ પડી હતી અને અર્થતંત્રને પણ ફટકો પડ્યો હતો. જીએસટીના કંગાળ અમલ સામે મેં વિરોધ દર્શાવ્યો હતો. રાફેલ મુદૃે સરકારને મેં તેમનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું હતું,’ એમ સિંહાએ જણાવ્યું હતું.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.