


શહેરમાં અષાઢી બીજને દિવસે એટલે કે, આગામી તા. 4થી જુલાઈએ નીકળનારી 142મી રથયાત્રાને હવે ગણતરીના જ દિવસ બાકી છે ત્યારે શહેર પોલીસ પણ રથયાત્રાના માહોલમાં આવી પ્રિ-એકશન પ્લાન પોલીસે ઘડી કાઢ્યો હતો.
રથયાત્રાના રૂટ પર પોલીસે કોમ્બિંગ, પેટ્રોલિંગની સાથે સંવેદનશીલ વિસ્તાર ગણાતા એવા દરિયાપુર, કાલુપુર ફ્રુટ માર્કેટ અને દિલ્લી દરવાજા ખાતે વધુ સીસીટીવી કેમેરા લગાવી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તેમજ શહેરના રૂટપર ફલેગ માર્ચ યોજી આખરી ઓપ આપ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરની ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને અગાઉથી જ પોલીસ એકશનમાં આવી જતી હોય છે. જૂના પોલીસ અધિકારીઓ કે જેમણે રથયાત્રાનો બંદોબસ્ત કર્યો હોય તેવા અધિકારીઓનું લિસ્ટ પણ તૈયાર કરી દેવાતું હોય છે. અને સાથે થોડા દિવસો પહેલા જ કોમ્બિંગ, પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે.
પોલીસે દરિયાપુર, કાલુપુર ફ્રુટ માર્કેટ અને દિલ્લી દરવાજા ખાતે વધુ સીસીટીવી કેમેરા લગાવી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલીંગ અને કોમ્બિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
મહત્વનું છે કે આ વખતે પોલીસ સુરક્ષા માટે સૌથી વધુ ડ્રોનનો ઉપયોગ કરશે. શહેરના દરિયાપુર, શાહપુર અને દિલ્લી દરવાજા તે સંવેદનશીલ વિસ્તારમાંના એક ગણાય છે. જેને લઇને પહેલા તો આ વિસ્તારમાં 100થી વધુ કેમેરા લગાવવામાં આવ્યા હતા. આ કેમેરા હાઇ રિઝોલ્યુશનવાળા મુવેબલ સીસીટીવી કેમેરા છે. આ તમામ કેમેરાનું મોનિટરીંગ ત્રણ જગ્યાએ થશે.
આજે વિશ્વ યોગ દિવસ, 21 જૂને દિવસ ઉગ્યો ત્યારથી સમગ્ર વિશ્વમાંથી યોગ દિવસની ઉજવણીના જ સમાચારો ટ્રેન્ડમાં જોવા મળ્યા હતા.
વિશ્વને યોગ દિવસની ભેંટ આપનારા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે યોગ દિનની રાષ્ટ્રીય ઉજવણીના ભાગરૂપે રાંચીના પ્રભાત તારા મેદાન પર યોજાયેલા યોગાસન કાર્યક્રમમાં એક પાર્ટીસિપેટ તરીકે યોગાસન કરીને વિશ્વને યોગ અંગે ગાઇડન્સ આપ્યું હતું.
ગુજરાતમાં અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં લોકોએ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોગ કરીને વિશ્વ યોગ દિનની ઉજવણી કરી હતી.
એવી જ રીતે યોગ ગુરુ ગણાતા બાબા રામદેવની વેશભૂષામાં આવેલા તેમ સ્કેટિંગ શૂઝ સાથે યોગ કરનારા બાળકોએ આકર્ષણ જમાવ્યું હતું.
બોગસ ઈનવોઈસ રજૂ કરી જીએસટી રિફંડ માગનારા 5106 નિકાસકારોની સરકારે યાદી તૈયાર કરી છે અને તેમને રિફંડ આપવા અગાઉ વેરિફિકેશન કરવામાં આવશે તેવું સરકારે ગુરુવારે કહ્યું હતું. આ પ્રકારના રિફંડની રકમ 1000 કરોડ રૂપિયાથી પણ વધુ હોવાનું સ્ત્રોતોએ જણાવ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડિરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)એ એક નિવેદનમાં કહ્યું છે કે વાસ્તવિક નિકાસકારોના રિફંડના દાવા સમયસર ચૂકવી દેવામાં આવશે. સીબીઆઈસીએ એક નિવેદનમાં કહ્યું કે, કુલ 1.42 લાખ નિકાસકારોમાંથી ફક્ત 5106 ‘જોખમી’ નિકાસકારો હોવાની જાણ થઈ છે, જે નિકાસકારોની કુલ સંખ્યાના ફક્ત 3.5 ટકા છે. આવા જોખમી નિકાસકારોની નિકાસ ચાલુ રાખવામાં આવશે, પણ તેમના ઈનપુટ ટેક્સ ક્રેડિટની ચકાસણી કર્યા પછી ચુકવણી કરવામાં આવશે.
‘જોખમી’ ગણાતા નિકાસકારોએ મેળવેલી ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી)ની ચકાસણી કરવા સીબીઆઈસીએ કસ્ટમ્સ એન્ડ જીએસટીની ટીમને નિર્દેશ આપ્યા હતા.
આવા નિકાસકારોએ ભૂતકાળમાં મેળવેલા આઈજીએસટી (ઈન્ટિગ્રેટેડ જીએસટી) રિફંડની માહિતી સંબંધિત ચીફ કમિશનર ઓફ સેન્ટ્રલ ટેક્સને આપવા અને ‘જોખમી નિકાસકારો’ની ઓળખ કરવા સીબીઆઈસીએ સોમવારે ડિરેકટર જનરલ (સિસ્ટમ્સ)ને નિર્દેશ આપ્યા હતા. આવા જોખમી નિકાસકારો માટે ‘એલર્ટ’ દાખલ કરવા અને તેમના એક્સપોર્ટ ક્ધસાઈનમેન્ટની ફરજિયાત 100 ટકા (સંપૂર્ણ) તપાસ કરવા રિસ્ક મેનેજમેન્ટ સેન્ટર ફોર કસ્ટમ્સ (આરએમસીસી)ને નિર્દેશ આપવામાં આવ્યા હતા. સીબીઆઈસીના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, ‘ઘણા કિસ્સામાં એવું જોવા મળ્યું છે કે શિપિંગ બિલમાં જાહેર કરેલી ‘ફ્રેઈટ ઓન બોર્ડ’ (એફઓબી) વેલ્યૂ અને જીએસટી રિટર્નમાં દર્શાવેલી ટેક્સેબલ વેલ્યૂમાં મોટું અંતર હોય છે.’
જે કિસ્સાઓમાં કોઈ ગેરરીતિ કરવામાં નહીં આવી હોય અને ‘જીએસટી લૉ’ અનુસાર નિકાસકારે આઈટીસી મેળવી હોય તેવા કિસ્સાઓમાં ‘પોર્ટ ઓફ એક્સપોર્ટ’ના સંબંધિત કસ્ટમ ઓફિસર આઈજીએસટી રિફંડ પ્રક્રિયા શરૂ કરી શકશે તેવું સીબીઆઈસીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે.
જે કિસ્સામાં ગેરરીતિ થઈ હોય તેવા કિસ્સાઓમાં કસ્ટમ ઓફિસરે રિફંડ આપવાની પ્રક્રિયા શરૂ નહીં કરવી તેવા નિર્દેશ આપવામાં આવ્યા છે.
જયેશ બ્રહ્મભટ્ટ
મોદી સરકારે સમગ્ર દેશમાં ઉજળીયાતો (બિન અનામત કેટેગરી)માં શિક્ષણ અને રોજગારમાં આખા દેશમાં 10 ટકા રિઝર્વેશન આપવાના કરેલા ઠરાવની પહેલી અસર ગુજરાતના ડિગ્રી એન્જિનિયરિંગ પ્રવેશ કાર્યવાહી પર જોવા મળી છે. ગુજરાતમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન ડિગ્રી ઇજનેરી કોલેજોમાં હાલ પ્રવેશ કાર્યવાહી ચાલી રહી છે અને તેના ભાગરૂપે આજે મોક રાઉન્ડનું એડમિશન લિસ્ટ જાહેર કરાયું હતું.

ગુજરાતના ડિગ્રી એન્જિનિયરિંગ એડમિશન પ્રક્રિયામાં ઉજળીયાતો માટે 10 ટકા રિઝર્વેશન સુપરહીટ પુરવાર થયું છે અને ડિમાન્ડવાળી કોલેજોમાં ઓપન કેટેગરીમાં જે પ્રવેશ અટક્યા હતા અથવા જે લેવલ પર પાછલા વર્ષોમાં ઓપન કેટેગરીમાં પ્રવેશ અટકતા હતા તેનાથી નોંધપાત્ર કહી શકાય એટલા ઓછા મેરીટે પણ ઉજળીયાત વર્ગના વિદ્યાર્થીઓને 10 ટકા રિઝર્વેશન સીટ પર પ્રવેશ મળ્યા છે.
દાખલા તરીકે ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજોમાં ગાંધીનગર ખાતે આવેલી પી.ડી.પી.યુ. (પંડીત દિન દયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટી) ખ્તાયનામ કહેવાય અને આઇ.આઇ.ટી. કે એન.આઇ.ટી.ને સમકક્ષ કહેવાય છે. આ કોલેજમાં મિકેનિકલ બ્રાન્ચમાં ઓપન કેટેગરીમાં પહેલો પ્રવેશ 1281 મેરીટ રેન્કથી શરૂ થયો અને અંતિમ પ્રવેશ 4901 રેન્ક પર અટક્યો હતો. હવે ઉજળીયાતો માટેની જ ઇડબલ્યુએસ કેટેગરીમાં પહેલો પ્રવેશ 5282 રેન્કથી શરૂ થયો અને અંતિમ પ્રવેશ 6098 રેન્ક પર અપાયો. આમ ઉજળીયાતો માટે જ્યાં 5200 રેન્ક પર પ્રવેશ અટકી જતા હતા ત્યાં છેક 6100 રેન્ક સુધી ઉજળીયાતોને પ્રવેશ મળી શક્યા હતા.
ડિગ્રી એન્જિનિયરિંગ ઉપરાંત મેડીકલમાં તો ઇડબલ્યુએસ કેટેગરી માટે ખાસ નવી બેઠકો વધારવામાં આવી રહી છે. આ સિવાયની બ્રાન્ચ કે અભ્યાસક્રમોમાં પણ ઓપન કેટેગરી (બિન અનામત) વર્ગને 10 ટકા રિઝર્વેશનથી ફાયદા પુરવાર થઇ રહ્યા છે.
આ પ્રકારે ડિગ્રી ઇજનેરીની દરેક કોલેજમાં ઉજળીયાતોને અનામત આપવા માટે ઉભી કરાયેલી ઇડબલ્યુએસ કેટેગરીથી બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને ખાસ્સો ફાયદો જોવા મળ્યો છે.

ગુજરાતભરમાં વરસાદી માહોલ છવાયો છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્ર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ગીર પંથકમાં ભારે વરસાદના કારણે નદી-નાળાઓમાં પૂર આવ્યા છે. અમદાવાદમાં કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ છે.
દક્ષિણના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે. પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૭ તાલુકાઓમાં ૧૨થી ૬૮ મી.મી. જ્યારે ૧૦૪ તાલુકાઓમાં ૧૧થી ૧મી.મી સુધીનો વરસાદ નોંધાયો છે.
ઉત્તર ગુજરાતના મહેસાણા અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં નોંધાપાત્ર વરસાદ નોંધાયો હતો. મહેસાણા જિલ્લામાં એકથી ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. અમદાવાદ જિલ્લાના વિરમગામ, માંડલ, નળકાંઠા સહિતના અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. આ ઉપરાંત દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ વરસાદ નોંધાયો છે. રાજકોટમાં બપોરે એક કલાકમાં જ એક ઇંચથી વધારે વસસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.
સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે. જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, અમરેલી સહતિના જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. ઊના અને ગીરમાં છેલ્લા ૧૨ કલાકમાં ગાજવીજ સાથે ધોધમાર ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. દીવ અને ગીરગઢડામાં બેથી અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. ગીરગઢડાના થોરડી ગામ નજીક શાંગાવાડી નદીમાં પૂર આવતા લોકો જોવા ઊમટ્યા હતા. ગીર જંગલમાં વધુ વરસાદ હોવાથી નદીઓમાં પૂર આવ્યા છે. અમરેલીના રાજુલા પંથક અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. રાજુલાના જૂની માડરડી, કોટડીમાં, જાફરાબાદના લાર, પીછડીમાં વરસાદ પડ્યો હતો.
ઉત્તર ગુજરાતમાં વહેલી સવારથી બનાસકાંઠા, સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ શરૂ થયો હતો. બનાસકાંઠાના પાલનપુર, થરાદ, વાવ, ધાનેરામાં, સાબરકાંઠાના તલોદ, ખેડબ્રહ્મા, હિંમતનગર, પોશીનામાં, પાટણમાં વરસાદ પડ્યો હતો.
દક્ષિણ ગુજરાતમાં પણ સુરતમાં જોરદાર વરસાદ શરૂ થયો હતો જેને પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. આ ઉપરાંત વલસાડ અને નવસારી સહિતના જિલ્લાઓમાં મેઘરાજાએ મહેર કરી હતી.
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે પોતાના લાવલશ્કર સાથે રામજન્મભૂમિ અયોધ્યા પહોંચ્યા છે. તેમની સાથે તેમની પાર્ટીના 18 સાંસદોએ પણ અહીં રામલલાના દર્શન કર્યા હતા. પાર્ટીના મુખિયાની સાથે રામલલાના દર્શન કરવા માટે શિવસેનાના 10 સાંસદો પહેલા જ અયોધ્યા પહોંચી ગયા હતા.
શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે પત્ની અને દીકરો આદીત્ય સાથે અયોધ્યા પહોંચ્યા છે અને તેમણે રામમંદિર બનાવવા માટે શિવસેના ઝુંબેશ ચલાવશે એ વાત દોહરાવી હતી.

શિવસેનાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે જ્યારે પહેલી વાર ઉદ્ધવ ઠાકરે અયોધ્યા આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે અમારા માટે અયોધ્યા અને રામલલા રાજનીતિનો વિષય નથી. આ આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે. અમારો સંબંધ અયોધ્યા છે. રામના નામ પર અમે ક્યારેય વોટ નહીં માંગ્યો પરંતુ ચૂંટણી બાદ શિવસેનાના તમામ વિજયી સાંસદોની સાથે દર્શન કરવા અયોધ્યા આવીશ.
શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતનું માનવું છે કે લોકો અયોધ્યામાં રામ મંદિર જોવા માંગે છે. મંદિર બનવાથી દેશમાં સુખ-સમૃદ્ધિનો નવો અધ્યાય લખવામાં આવશે. સાથે તેઓ મોદી લહેર માટે રામલલાનો ધન્યવાદ કર્યો છે. તેમણે કહ્યું કે ભાજપ સાથે સંબંધો સુધરી રહ્યા છે, અમે તેમની સાથે જ છે.
જયેશ બ્રહ્મભટ્ટ
ગુજરાતમાં જ નહીં દેશના મોટા શહેરોમાં ધો.11-12 સાયન્સના વિદ્યાર્થીઓને કોચીંગ આપવાનો દેશવ્યાપી ધંધો કરી રહેલા એલન ALLEN અને આકાશ AAKASH નામના કોચિંગ ક્લાસીસો નવા-નવા વિદ્યાર્થીઓ એટલે કે નવો ધંધો મેળવવા માટે કેવા કેવા પેંતરાઓ અજમાવતા હોય છે એની પ્રતીતિ કરાવવાનો પ્રયાસ અહીં કરાયો છે.
તાજેતરમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડીકલ સાયન્સ (એઇમ્સ)માં એમ.બી.બી.એસ.માં પ્રવેશ માટે લેવામાં આવેલી પ્રવેશ પરીક્ષાનું પરીણામ જાહેર થયું હતું. આ પ્રવેશ પરીક્ષામાં સ્થાનિક ગુજ્જુ વિદ્યાર્થી વિશ્વ વડોદરીયાએ ટોપ રેન્કરમાં સ્થાન હાંસલ કર્યું છે.

રેન્કર્સનું નામ વટાવી ખાવાની મોડસ ઓપરેન્ડી
વિશ્વ વડોદરીયા ટોપ રેન્કર છે અને એ પોતાનો સ્ટુડન્ટ છે એવી જાહેરાતો અને દાવાઓ એલન ALLEN અને આકાશ AAKASH બન્નેએ કરવા માંડી છે. એલન અને આકાશ પૈકી એલન કહે છે કે વિશ્વ વડોદરીયાએ પોતાના ક્લાસરૂમમાં કોચિંગ લીધું છે અને આકાશ કહે છે કે વિશ્વ વડોદરીયાએ ડિસ્ટન્સથી કોચિંગ લીધું છે. આ એક પ્રકારની શાબ્દિક રમતો છે જેની સાથે સામાન્ય વાલીઓ અને વિદ્યાર્થીઓ કે લોકોનો ખબર હોતી નથી. કોઇ વિદ્યાર્થી આકાશ કે એલનના ટેસ્ટ પેપરની ડિમાંડ કરે એટલે તેનું ઓનલાઇન રજિસ્ટ્રેશન થાય બસ એટલે એ સિસ્ટમમાં એન્ટર થઇ જાય અને પછી બન્ને ક્લાસીસ એ વિદ્યાર્થી પોતાનો હોવાનો દાવો કરીને તેની ઇમેજ એન્કેશ કરવા માડે છે. આવી પ્રવૃત્તિ પર સરકારનો કોઇ અંકુશ કે નિયમો નથી એટલે કોચિંગ ક્લાસીસો મનફાવે તેવી છટકબારીઓ શોધીને પોતાનો ધંધો રળવા માટે તેજસ્વી વિદ્યાર્થીઓના નામ એન્કેશ કરવા માંડે છે.
અહીં આકાશ AAKASH કોચિંગ ક્લાસની વેબસાઇટ પર એઇમ્સમાં સેકન્ડ ટોપર વિશ્વ વડોદરીયાનું નામ અને ફોટો છાપીને એવી ભ્રમણા ફેલાવવામાં આવી છે કે આ વિદ્યાર્થીઓ મેળવેલી સિદ્ધિમાં આકાશનો ફાળો છે. અહીં આકાશ AAKASH ક્લાસે એવો પેંતરો રચ્યો છે કે વિશ્વ વડોદરીયાએ ડિસ્ટન્સ લર્નિંગથી આકાશનું કોચિંગ લીધું છે.
સામાન્ય વાલીઓ અને વિદ્યાર્થીઓને એવી ખબર હોતી નથી કે ડિસ્ટન્સ નો અર્થ શું અને ક્લાસરૂમનો અર્થ શું, આકાશ જેવા ધંધાદારી કોચિંગ ક્લાસીસોએ રીતસર રેન્કર સ્ટુડન્ટના નામ વટાવી ખાવાની પ્રવૃતિ બેરોકટોક શરૂ કરી દીધી છે.

અહીં એલન ALLEN ક્લાસીસે પણ ગુજરાત સમેત દેશભરના અખબારોમાં એઇમ્સના ટોપર્સ પોતાના હોવાની મોટી મોટી અખબારી જાહેરાતો છપાવી છે. એલનની જાહેરાતમાં પણ વિશ્વ વડોદરીયાનો ફોટો અને નામ સાથે એલન ક્લાસીસે ક્રેડીટ લેવાની કોશિશ કરી છે. એલન ALLEN ક્લાસીસની જાહેરાતમાં એવું દર્શાવાયું છે કે વિશ્વ વડોદરીયાએ તેના ક્લાસરૂમમાં કોચિંગ લીધું છે.

અહીં એલન ALLEN અને આકાશ AAKASHની આ પ્રવૃત્તિ એટલા માટે રજૂ કરવામાં આવી છે કે આવા ધંધાદારી કોચિંગ ક્લાસીસોની નિયત ફક્ત રૂપિયા રળવાની છે. વિદ્યાર્થીઓ જેટલા વધુ મળશે એટલો ધંધો સારો ચાલશે એટલે તેજસ્વી વિદ્યાર્થીઓ પોતાના હોવાનો દાવો કરીને સમગ્ર ભારતમાં એક પ્રકારની જાળ બિછાવવામાં આવે છે અને આવી જાહેરાતો જોઇને સામાન્ય વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમના રવાડે ચઢી જતા હોય છે.
પ.બંગાળમાં સાથી ડૉક્ટર પર કરવામાં આવેલા હુમલાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ડૉક્ટરો પરત્વે એકતા દર્શાવવા ઈન્ડિયન મૅડિકલ અસોસિયેશન (આઈએમએ)એ શુક્રવારે ત્રણ દિવસનું રાષ્ટ્રવ્યાપી વિરોધપ્રદર્શન આરંભ્યું હતું અને બિનજરૂરી આરોગ્ય સેવા પાછી ખેંચી લઈ 17મી જૂને હડતાળની હાકલ કરી છે.
હૉસ્પિટલોમાં આરોગ્ય સેવાનું કામ કરતા કર્મચારીઓ વિરુદ્ધ કરવામાં આવતી હિંસા પર લગામ તાણવા કાયદો ઘડી કાઢવાની પણ આઈએમએએ નવેસરથી માગણી કરી છે અને તેમાં નિયમોનો ભંગ કરનારને ઓછામાં ઓછી સાત વર્ષની જેલની સજા કરવાની જોગવાઈ હોવી જોઈએ એમ જણાવ્યું છે.
ડૉક્ટરો પર અવારનવાર કરવામાં આવતા હિંસક હુમલાઓની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને આઈએમએએ કાળી પટ્ટી પહેરી, ધરણા કરી, શાંતિપૂર્ણ રીતે સરઘસ કાઢી આજે અને આવતીકાલે પણ દેશભરમાં વિરોધપ્રદર્શન ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે અને તમામ અસોસિયેશનોને તેમાં સહભાગી થવાની વિનંતી કરી છે.
કોલકાતાસ્થિત એનઆરએસ કૉલેજ ખાતે ટોળાં દ્વારા ડૉ. મુખરજી પર કરવામાં આવેલા હિંસક હુમલાની ઘટનાને આઈએમએએ વખોડી કાઢી હતી અને ઘટનાને મામલે રાજ્ય સરકાર તરફથી દૃષ્ટાંતરૂપ કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરી હતી.
પ.બંગાળના તમામ રેસિડન્ટ ડૉક્ટરોની યોગ્ય માગણીઓ કોઈપણ પ્રકારની શરત વિના સ્વીકારવામાં આવવી જોઈએ, એમ આઈએમએના સેક્રેટરી જનરલ આર. વી. અશોકને કહ્યું હતું.

કોલકાતાના ડૉક્ટરોની હડતાળને ટેકો જાહેર કરવા અને તેમના પરત્વે એકતા વ્યક્ત કરવા મુંબઈના 2800 સહિત મહારાષ્ટ્રના 4500 કરતા પણ વધુ ડૉક્ટરોએ પણ એક દિવસની હડતાળ પાડી હતી. હૈદરાબાદ અને તેલંગણામાં જૂનિયર ડૉક્ટરોએ વિરોધપ્રદર્શન કર્યું હતું.
જયપુરમાં એસએમએસ સરકારી હૉસ્પિટલમાં ડૉક્ટરોએ કાળીપટ્ટી અને હૅલ્મેટ પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજસ્થાનના ડૉક્ટરોએ પણ પ્રતીકાત્મક હડતાળમાં ભાગ લીધો હતો.
રાયપુરમાં અંદાજે 400 જેટલા ડૉક્ટરોએ રાજ્યની સૌથી મોટા ડૉ. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ હૉસ્પિટલમાં સવારે 8:00 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી હૉસ્પિટલના પરિસરમાં વિરોધપ્રદર્શન કર્યું હતું.
અનેક ડૉક્ટરો એક દિવસની હડતાળ પર ઊતરી જતા પણજીસ્થિત ગોવા મૅડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલ સહિતની રાજ્યની હૉસ્પિટલોની સેવા આંશિક રીતે ખોરવાઈ ગઈ હતી. ચંડીગઢમાં 1200 તો કોઈમ્બતુરમાં 100 ડૉક્ટરોએ ધરણા કર્યા હતા તો મહિલા ડૉક્ટરો પણ આ વિરોધપ્રદર્શનમાં જોડાઈ હતી.
દરમિયાન, દેશભરના ડૉક્ટરોના આ પગલાંની સીધી અસર દર્દીઓ પર પડી હતી. હજારો દર્દીઓની સારવાર રખડી પડી હતી. દર્દીઓનો આર્તનાદ અસહ્ય હતો. જીવ બચાવનારાઓ જ જીવ લેવા બેઠા છે એવું દર્દીઓના સગાંઓ બોલી રહ્યા હતા. ડૉક્ટરોએ પેશન્ટોને રીતસર વૅન્ટીલેટર પર રાખ્યા છે. દર્દીઓનું દર્દ કોણ સમજશે? એવો આક્રોશ જોવા મળ્યો હતો.