CIA ALERT
27. April 2024
June 15, 20191min15890

Related Articles



સાયન્સ ક્લાસીસ, ALLEN અને AAKASH બન્ને એક જ રેન્કરનું નામ કેવી રીતે વટાવે છે? જુઓ અહીં

Share On :
Print Friendly, PDF & Email

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાતમાં જ નહીં દેશના મોટા શહેરોમાં ધો.11-12 સાયન્સના વિદ્યાર્થીઓને કોચીંગ આપવાનો દેશવ્યાપી ધંધો કરી રહેલા એલન ALLEN અને આકાશ AAKASH નામના કોચિંગ ક્લાસીસો નવા-નવા વિદ્યાર્થીઓ એટલે કે નવો ધંધો મેળવવા માટે કેવા કેવા પેંતરાઓ અજમાવતા હોય છે એની પ્રતીતિ કરાવવાનો પ્રયાસ અહીં કરાયો છે.

તાજેતરમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડીકલ સાયન્સ (એઇમ્સ)માં એમ.બી.બી.એસ.માં પ્રવેશ માટે લેવામાં આવેલી પ્રવેશ પરીક્ષાનું પરીણામ જાહેર થયું હતું. આ પ્રવેશ પરીક્ષામાં સ્થાનિક ગુજ્જુ વિદ્યાર્થી વિશ્વ વડોદરીયાએ ટોપ રેન્કરમાં સ્થાન હાંસલ કર્યું છે.

akash & allen માટે છબી પરિણામ

રેન્કર્સનું નામ વટાવી ખાવાની મોડસ ઓપરેન્ડી

વિશ્વ વડોદરીયા ટોપ રેન્કર છે અને એ પોતાનો સ્ટુડન્ટ છે એવી જાહેરાતો અને દાવાઓ એલન ALLEN અને આકાશ AAKASH બન્નેએ કરવા માંડી છે. એલન અને આકાશ પૈકી એલન કહે છે કે વિશ્વ વડોદરીયાએ પોતાના ક્લાસરૂમમાં કોચિંગ લીધું છે અને આકાશ કહે છે કે વિશ્વ વડોદરીયાએ ડિસ્ટન્સથી કોચિંગ લીધું છે. આ એક પ્રકારની શાબ્દિક રમતો છે જેની સાથે સામાન્ય વાલીઓ અને વિદ્યાર્થીઓ કે લોકોનો ખબર હોતી નથી. કોઇ વિદ્યાર્થી આકાશ કે એલનના ટેસ્ટ પેપરની ડિમાંડ કરે એટલે તેનું ઓનલાઇન રજિસ્ટ્રેશન થાય બસ એટલે એ સિસ્ટમમાં એન્ટર થઇ જાય અને પછી બન્ને ક્લાસીસ એ વિદ્યાર્થી પોતાનો હોવાનો દાવો કરીને તેની ઇમેજ એન્કેશ કરવા માડે છે. આવી પ્રવૃત્તિ પર સરકારનો કોઇ અંકુશ કે નિયમો નથી એટલે કોચિંગ ક્લાસીસો મનફાવે તેવી છટકબારીઓ શોધીને પોતાનો ધંધો રળવા માટે તેજસ્વી વિદ્યાર્થીઓના નામ એન્કેશ કરવા માંડે છે.

અહીં આકાશ AAKASH કોચિંગ ક્લાસની વેબસાઇટ પર એઇમ્સમાં સેકન્ડ ટોપર વિશ્વ વડોદરીયાનું નામ અને ફોટો છાપીને એવી ભ્રમણા ફેલાવવામાં આવી છે કે આ વિદ્યાર્થીઓ મેળવેલી સિદ્ધિમાં આકાશનો ફાળો છે. અહીં આકાશ AAKASH ક્લાસે એવો પેંતરો રચ્યો છે કે વિશ્વ વડોદરીયાએ ડિસ્ટન્સ લર્નિંગથી આકાશનું કોચિંગ લીધું છે.

સામાન્ય વાલીઓ અને વિદ્યાર્થીઓને એવી ખબર હોતી નથી કે ડિસ્ટન્સ નો અર્થ શું અને ક્લાસરૂમનો અર્થ શું, આકાશ જેવા ધંધાદારી કોચિંગ ક્લાસીસોએ રીતસર રેન્કર સ્ટુડન્ટના નામ વટાવી ખાવાની પ્રવૃતિ બેરોકટોક શરૂ કરી દીધી છે.

અહીં એલન ALLEN ક્લાસીસે પણ ગુજરાત સમેત દેશભરના અખબારોમાં એઇમ્સના ટોપર્સ પોતાના હોવાની મોટી મોટી અખબારી જાહેરાતો છપાવી છે. એલનની જાહેરાતમાં પણ વિશ્વ વડોદરીયાનો ફોટો અને નામ સાથે એલન ક્લાસીસે ક્રેડીટ લેવાની કોશિશ કરી છે. એલન ALLEN ક્લાસીસની જાહેરાતમાં એવું દર્શાવાયું છે કે વિશ્વ વડોદરીયાએ તેના ક્લાસરૂમમાં કોચિંગ લીધું છે.

અહીં એલન ALLEN અને આકાશ AAKASHની આ પ્રવૃત્તિ એટલા માટે રજૂ કરવામાં આવી છે કે આવા ધંધાદારી કોચિંગ ક્લાસીસોની નિયત ફક્ત રૂપિયા રળવાની છે. વિદ્યાર્થીઓ જેટલા વધુ મળશે એટલો ધંધો સારો ચાલશે એટલે તેજસ્વી વિદ્યાર્થીઓ પોતાના હોવાનો દાવો કરીને સમગ્ર ભારતમાં એક પ્રકારની જાળ બિછાવવામાં આવે છે અને આવી જાહેરાતો જોઇને સામાન્ય વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમના રવાડે ચઢી જતા હોય છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :