- બીસીસીઆઇની ઓફિશ્યલ વેબસાઇટ પર સુરતના ક્રિકેટ ગ્રાઉન્ડસ ચમક્યા
- સૈયદ મુસ્તાકઅલી ટી ટ્વેન્ટીની કુલ 21 મેચો સુરતમાં રમાશે
- 14 મેચ લાલભાઇ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડીયમ ખાતે
- 4 મેચ સીબી પટેલ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે
- 3 મેચ પીઠાવાલા સ્પોર્ટસ કલબ ખાતે
- 21મી ફેબ્રુઆરીથી 3જી માર્ચ 2019 સુધી સુરતમાં 21 મેચો રમાશે
બોર્ડ ફોર ક્રિકેટ કન્ટ્રોલ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) દ્વારા આયોજિત સૈયદ મુસ્તાકઅલી ટી ટ્વેન્ટી સિરીઝની કુલ 7 ટીમ્સના સ્લોટ સુરતના ત્રણ જુદા જુદા ક્રિકેટ ગ્રાઉન્ડસને ફાળવવામાં આવ્યા છે. આગામી તા.21મી ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યાથી શરૂ થઇ રહેલી મુસ્કાત સૈયદઅલી ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સુરતના ક્રિકેટ ગ્રાઉન્ડસ પર ગુજરાત, રણજી ચેમ્પિયન વિદર્ભ, તમિળનાડુ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, બિહાર અને મેઘાલયની સિનિયર પ્લેયર્સની ટીમો રમશે. આ 7 ટીમમાં અનેક ભારતીય સ્ટાર ક્રિકેટર્સ, ભૂતકાળમાં આઇ.પી.એલ. ગજાવી ચૂકેલા અનેક ક્રિકેટર્સ પણ સુરતના ગ્રાઉન્ડસ પર રમતા જોવા મળશે.
સુરત આવી રહેલા સ્ટાર ક્રિકેટર્સમાં અશ્વિન, (દિનેશ કાર્તિકે પરમિશન માગી રમવા માટે), ખલીલ ફાસ્ટ બોલર (રાજસ્થાન), અક્ષર પટેલ, પાર્થિવ પટેલ વગેેરે ક્રિકેટર્સને જોવાનો મોકો મળશે.
સુરતના ઇતિહાસમાં પહેલી વખત ઘટના આકાર પામી રહી છે કે એક સાથે 7-7 રાજ્યોની સિનિયર ક્રિકેટ ટીમ એક સાથે રમવા માટે આવી છે. સૈયદ મુસ્તાકઅલી ટી ટ્વેન્ટી ક્રિકેટની મેચો સુરતમાં લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ઉપરાંત સી.કે. પીઠાવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ તેમજ સી.બી. પટેલ સ્ટેડીયમ ખાતે ફાળવવામાં આવી છે. પહેલી મેચ ગુજરાત અને મેઘાલય વચ્ચે તા.21મીએ સવારે 10 કલાકે યોજાશે.
સુરતના ક્રિકેટ પ્રેમીઓ ક્રિકેટ મેચો જોઇ શકે તે માટે બિલકુલ ફ્રી એન્ટ્રી
સુરતના ત્રણેય ગ્રાઉન્ડસ પર સૈયદ મુસ્તાકઅલી ક્રિકેટની મેચો માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અનેક ટીમોમાં ભારતીય ક્રિકેટના અનેક સિતારાઓ સુરત આવી રહ્યા હોઇ તેમની સાથે બીસીસીઆઇના પણ અનેક અધિકારીઓ સુરત આવી રહ્યા છે. સુરતવાસીઓ માટે ખાસ કરીને ક્રિકેટપ્રેમી સુરતીઓ માટે આ એક અદભૂત નજારો હશે. ક્રિકેટ સ્ટાર સુરતના ગ્રાઉન્ડસ પર રમતા જોવાનું દ્રશ્ય અવિસ્મરણીય બની રહેશે.


















