જયેશ બ્રહ્મભટ્ટ
તા.24મી મે 2019ના રોજ સુરતના વરાછા વિસ્તારમાં સરથાણા નજીક તક્ષશિલા આર્કેડમાં સર્જાયેલી અત્યંત કરુણ આગ હોનારતમાં કમનીસબે જીંદગી હારી ગયેલા 5 વિદ્યાર્થીઓ આજે ધો.12 કોમર્સની પરીક્ષામાં પાસ જાહેર થયા છે.
આશાદીપ સ્કુલની ત્રણ કમનસીબ વિદ્યાર્થિનીઓ પરીણામના આગલા દિવસે જ ફાની દુનિયા છોડી ગઇ
ત્રણ વિદ્યાર્થીઓ નાના વરાછાની આશાદીપ સ્કુલના હતા. અત્યંત હ્રદયદ્વાવક સ્વરે આશાદીપ સ્કુલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેશભાઇ રામાણીએ જણાવ્યું હતું કે અમને એટલો રંજ છે કે અમારા વહાલસોયા વિદ્યાર્થીઓને ગુમાવ્યા છે અને આજે તેમની માર્કશીટ જોઇને આંસુ અટકવાનું નામ લેતા નથી.
જે ત્રણ કમનસીબ વિદ્યાર્થીઓએ આગ હોનારતમાં જીંદગી હારી ગયા એ ત્રણેય વિદ્યાર્થિનીઓ છે. જેમાં
- હસ્તી રિતેશભાઇ સુરાણી કે જે 60.42 ટકા સાથે પાસ થઇ છે.
- યશ્વી દિનેશભાઇ કોઠીયા કે જે 59.71 ટકા સાથે પાસ થઇ છે.
- નાનસી વરસાણી કે જે 53.42 ટકા સાથે પાસ થઇ છે.
- આ ત્રણેય વિદ્યાર્થિનીઓના પરિવારજનોના હૈયાફાટ રુદન પાષાણ હ્રદય પીગળાવી નાંખે એવું છે.
મૌની ઇન્ટરનેશનલનો કમનસીબ રુદ્ર પોતાનું જ પરીણામ ન જોઇ શક્યો
મોટા વરાછા ખાતે આવેલી મૌની ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરતા રુદ્ર ઇશ્વરભાઇ ડોંડા ધો.12 કોમર્સની પરીક્ષા આપી હતી. ગઇકાલે આગ હોનારતમાં કમનસીબે તેમણે જીંદગી ખોઇ, પરંતુ, આજે જ્યારે ધો.12 કોમર્સનું પરીણામ આવ્યું ત્યારે તેમનું પરીણામ 96 પર્સન્ટાઇલ માર્ક સાથે પાસ થયા છે.
એસ્પાયર સ્કુલની કૃતિ પરીણામની રાહ જોવા પણ ઉભી ન રહી
આ ઉપરાંત એસ્પાયર સ્કુલમાં ધો.12 આર્ટસમાં અભ્યાસ કરીને બોર્ડની પરીક્ષા આપનાર દયાળા કૃતિ નિલેષભાઇનું પરીણામ આજે આવ્યું હતું. તેણી બી ગ્રેડમાં પાસ થઇ હતી. પરંતુ, આજે પરિણામ આવે એ પહેલા જ ગઇકાલે આગ હોનારતમાં કમનસીબ કૃતિનું મોત નિપજ્યું હતું.
આ ઉપરાંત સાયન્સમાં પાસ થયેલા વિદ્યાર્થીઓના પણ ગઇકાલની આગ હોનારતમાં મૃત્યું થયા હતા. જેમાં
- સંઘાણી મીત (આશાદીપ વિદ્યાલય) (હાલ ધો.12 સાયન્સમાં અભ્યાસ)
- કાતરોડીયા નિસર્ગ પરેશભાઇ (આશાદીપ વિદ્યાલય) (ધો.12 સાયન્સ પાસ)
- અંશ મનસુખભાઇ ઠુમ્મર (મૌની ઇન્ટરનેશનલ સ્કુલ) ધો.12 સાયન્સમાં અભ્યાસ ચાલુ























