SSCનું સુરતનું પરીણામ ન ભૂતો ન ભવિષ્યતી જેવું, 4 આંકડામાં એ-વન ગ્રેડ બોર્ડમાં પહેલી વખત
જયેશ બ્રહ્મભટ્ટ
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે માર્ચ 2019ની ધો.10 એસએસસીની પરીક્ષાનું પરીણામ જાહેર કર્યું છે. ગુજરાત બોર્ડનું ધો.10નું પરીણામ સરેરાશ દર વર્ષે આવે છે તેટલું જ છે પરંતુ, સુરતનું પરીણામ સુરત માટે જ નહીં સમગ્ર ગુજરાત માટે ન ભૂતો ન ભવિષ્યતી જેવું છે.
સુરત જિલ્લાનું પરીણામ 2018માં પણ સમગ્ર રાજ્યમાં પ્રથમ હતું અને 2019માં આ વખતે પણ સુરત જિલ્લાનું પરીણામ સમગ્ર રાજ્યમાં પ્રથમ છે.
સૌથી મહત્વની વાત એ છે કે એ-વન ગ્રેડમાં કેટલા વિદ્યાર્થીઓ આવ્યા. સુરત શહેર જિલ્લામાંથી કુલ 1009 વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ હાંસલ કર્યો છે.
કોઇ એક જિલ્લાની એ વન ગ્રેડની સંખ્યા ચાર આંકડામાં આવી હોય તેવો આ પહેલો બનાવ ગુજરાત બોર્ડના ઇતિહાસમાં બન્યો છે. સુરતે અત્યાર સુધી અનેક વખત રેન્કર્સ આપ્યા છે પરંતુ, આજનું પરીણામ વાસ્તવમાં જ છપ્પર ફાડ પરીણામ છે.
જોઇએ બોર્ડ અને સુરતના પરીણામની સરખામણી
સુરતમાંથી કુલ 82,781 વિદ્યાર્થીઓએ ધો. 10ની પરીક્ષા આપી હતી. જેમાંથી
- એ-વન ગ્રેડ 1,009,
- એ-ટુ ગ્રેડ 5,734,
- બી-વન ગ્રેડ 10,577,
- બી-ટુ ગ્રેડ 16,831,
- સી-વન ગ્રેડ 19,676,
- સી-ટુ ગ્રેડ 11,382,
- ડી-ગ્રેડ 707
ગુજરાતનું પરીણામ
ગ્રેડ 2018 2019
A1 6378 4974
A2 33956 32375
B1 72739 70677
B2 127110 129629
C1 172350 187607
C2 113932 119452
D 6937 6288
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now