સમર્થન ગ્રુપની આવકારદાયી પહેલ : સૂરતના ભૂલકાઓ શાળામાં નિયમિત અંતરાલે પાણી પીશે
સૂરતની 50 શાળાઓ અને 50,000 વિદ્યાર્થીઓથી સમર્થન ગ્રુપનું વોટર બ્રેક અભિયાન 1લી ડિસેમ્બરથી શરૂ થશે, ગુજરાતની કોઇપણ પ્રાથમિક શાળા સરળતાથી વોટર બ્રેક અભિયાનમાં જોડાઇ શકે
સૂરત શહેર જિલ્લાની શાળાઓ ખાસ કરીને પ્રાથમિક શાળાોના બાળકો વોટર બ્રેક અભિયાન અન્વયે સ્કુલ સમયગાળામાં નિયમિત રીતે પાણી પીએ એ માટે સૂરતના જાણીતા આંખના સર્જન ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ, ઉધના વિસ્તારના ખ્યાતિ પ્રાપ્ત તબીબ અને યુનિવર્સિટીના સિન્ડીકેટ મેમ્બર ડો. કશ્યપ ખરચીયા, અમરોલી કોલેજના આચાર્યશ્રી ડો. કે.એન. ચાવડા, ડો. વિપુલ ચૌધરી સમેત અન્ય આગેવાનોએ જણાવ્યું હતું કે સકારાત્મક સામાજિક હિતના જતન, સંર્વધન માટે કાર્ય કરતા સૂરતના એન.જી.ઓ. સમર્થન ગ્રુપ દ્વારા પ્રાથમિક શાળાઓના ભૂલકાઓના વિશાળ સ્વાસ્થય હિતમાં વોટર બ્રેક અભિયાનના સ્વરૂપમાં એક રાજ્યવ્યાપી ઝુંબેશ તા.1લી ડિસેમ્બર 2019થી શરૂ કરવામાં આવી રહી છે.
આપ સૌ જાણો જ છો કે માનવીય શરીરની રચનામાં પાણીનું ભારણ 60 ટકાથી વધુ હોવું જોઇએ, હવા પછી માનવીય શરીર માટે સૌથી અનિવાર્ય પરીબળ પાણી જ છે. આપ એ પણ જાણો છે કે નાના બાળકોમાં નિયમિત રીતે પાણી પીવા બાબતે એકયા બીજા કારણોસર ઉદાશીનતા જોવા મળે છે. મોટા ભાગની માતાઓની ફરીયાદ હોય છે કે બાળક શાળાએ જાય ત્યારે વોટરબેગ-વોટર બોટલમાં પાણી ભરીને લઇ તો જાય છે પણ શાળામાં ખૂબ ઓછું પાણી પીતા હોય છે અને મોટા ભાગે પાણી ભરેલી વોટરબેગ-વોટર બોટલ એઝ ઇટ ઇઝ પરત આવે છે. પ્રાથમિક શાળાના બાળકોના શારીરીક ઘડતર માટે પાણી ખૂબ ઉપયોગી કમ્પોનન્ટ છે અને ગુજરાતના બાળકો ખાસ કરીને પ્રાથમિક શાળાના બાળકો નિયમિત અંતરાલે પાણી પીતા થાય એ ખૂબ જરૂરી છે. અને એ માટે જ સૂરતના સમર્થન ગ્રુપ દ્વારા ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં વોટરબ્રેક અભિયાન હાથ ધર્યું છે.
બાળકો વિશાળ સ્વાસ્થય હિતમાં પ્રાથમિક શાળાઓને વોટર બ્રેક અભિયાનમાં જોડાવા સૂરતના સમર્થન ગ્રુપની અપીલ
સમર્થન ગ્રુપ દ્વારા વોટર બ્રેક અભિયાન માટે એક્સપર્ટ ડોક્ટર્સની પેનલનું ગાઇડન્સ લેવાયું
પાણી માનવ જીવનની સાથે બાળકો
માટે કેટલું જરૂરી છે અને વોટર બ્રેક બાળકો માટે કેટલું અનિવાર્ય છે એ વિષયે
મેડીકલ સેન્સ મેળવવા માટે સમર્થન ગ્રુપ દ્વારા એક્સપર્ટ ડોક્ટર્સની એક પેનલ
બનાવીને તેમની પાસેથી સેન્સ ઇમ્પોર્ટન્સ ઓફ વોટર વિષયે સેન્સ મેળવાયો છે.
(જેની કોપી આ સાથે સામેલ છે) સમર્થન ગ્રુપની વોટર બ્રેક ડોક્ટર્સ પેનલમાં
ડો.ફાગુન શાહ (પિડીયાટ્રીક નેફ્રોલોજીસ્ટ) ડો. કનકસિંહ સૂરમા (સિનિયર
પિડીયાટ્રીશ્યન) અને ડો. ધનેશ વૈદ્ય (સિનિયર નેફ્રોલોજીસ્ટ)નો સમાવેશ થાય છે.
કેવી રીતે કામ કરશે વોટર બ્રેક અભિયાન?
શાળાઓમાં વોટર બ્રેક અભિયાન
શરૂ કરાવવું સાવ સરળ છે. બાળકોને દર બે તાસને અંતે ત્રીજો તાસ શરૂ થાય ત્યારે જે
તે વિષય શિક્ષક વર્ગખંડમાં પહોંચે એટલે પહેલું કામ વિદ્યાર્થીઓને પાણી પીવાનું યાદ
દેવડાવશે અને બાળકોને 30થી 45 સેકન્ડનો સમય પાણી પીવા માટે આપશે. એ પછી
શિક્ષક અભ્યાસ કાર્યનો આરંભ કરશે. બસ આ પ્રકારે શાળામાં બાળક સાડાચાર-પાંચ
કલાકમાં ઓછામાં ઓછું 500થી 750 મિ.લિ.
પાણી ઇન્ટેક કરી શકશે જે તેમના સ્વાસ્થય માટે ખૂબ જ લાભપ્રદ બની રહેશે.
સૂરતની 50 શાળાઓ અને 50,000 વિદ્યાર્થીઓ સાથે શરૂ થઇ રહ્યું છે વોટર બ્રેક અભિયાન
સમર્થન ગ્રુપ દ્વારા વોટર
બ્રેક અભિયાનના અમલ માટે જુદી જુદી શાળાઓના મેનેજમેન્ટ, આચાર્યો સાથે વાતચીત
કરવામાં આવી હતી અને તેમાંથી સમગ્ર સૂરત શહેર-જિલ્લા વિસ્તાર મળીને કુલ 50થી વધુ શાળાઓના 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે તા.1લી ડિસેમ્બર 2019થી વોટર બ્રેક અભિયાનનો આરંભ થઇ
રહ્યો છે.
કોઇપણ શાળા સરળતાથી વોટર બ્રેક અભિયાન શરૂ કરી શકે
વોટર બ્રેક અભિયાન એ સમર્થન
ગ્રુપની પહેલ છે અને કોઇપણ પ્રાથમિક શાળા આ અભિયાનમાં સરળતાથી જોડાઇ શકે. શાળાઓ
સમર્થન ગ્રુપની સાથે જોડાઇને પણ વોટર બ્રેક અભિયાનમાં જોડાઇ શકે. અને નહીં જોડાઇને
પણ પોતાના બાળકોને વોટર બ્રેકનો સમય આપીને શાળાકીય સમય દરમિયાન બાળકોને પાણી
પીવડાવવાનું યાદ દેવડાવે તો બાળકોના સ્વાસ્થય હિતમાં એ સૌથી પૂણ્યશાળી કાર્ય
બનશે.
સમર્થન ગ્રુપના વોટર બ્રેક અભિયાનમાં જોડાવા માટે સંપર્ક નં. 94295 07197
વોટર બ્રેક અભિયાનને કેવી રીતે રાજ્યવ્યાપી બનાવાશે
1. સૂરતમાં નગર પ્રાથમિક
શિક્ષમ સમિતિ, જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ
ખાનગી પ્રાથમિક શાળા સંચાલક મંડળ એસોસીએશન્સ વગેરેને વોટર બ્રેક અભિયાન શરૂ કરવા
રજૂઆત કરાશે.
2. રાજ્યના શિક્ષણમંત્રી
શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા તેમજ અન્ય સરકારી ઉચ્ચાધિકારીઓથી લઇને સ્થાનિક
જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સુધીના અધિકારીઓને વોટર બ્રેક અભિયાનથી માહિતગાર કરીને
તેમનું સમર્થન મેળવવા પ્રયાસ કરવામાં આવશે.
3. રાજ્યના દરેક જિલ્લામાં સમર્થન ગ્રુપ દ્વારા વોટર બ્રેક અભિયાન માટે વોલ્યુન્ટીયર્સ,
એન.જી.ઓ. સાથે જોડાણ કરાશે
4. સોશ્યલ મિડીયા પર #waterbreak #Samarthanwaterbreak #WBA #waterbreakabhiyan થી ડ્રાઇવ ચલાવીને સમગ્ર દેશ-દુનિયામાં વોટર બ્રેક અભિયાનનો વ્યાપ વિસ્તાર વધારવામાં આવશે.
અભિયાનમાં જોડાવા માટે અહીં ક્લીક કરો