CIA ALERT
03. May 2024
December 12, 20191min3790

Related Articles



SGCCI આયોજિત સ્પાર્કલ સૂરતના ઝવેરાત ઉદ્યોગને વેગ આપશે : વર્ષ 2020 માટેના ઝવેરાતના કરોડોના ઓર્ડર સ્પાર્કલમાં અપાશે

Share On :
Print Friendly, PDF & Email

સૂરતમાં શુક્રથી સોમ ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત હીરા-ઝવેરાતનું રાષ્ટ્રીય સ્તરનું સ્પાર્કલ 2019 પ્રદર્શન

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) દ્વારા આગામી તા.13થી 16 ડિસેમ્બર, શુક્રવારથી સોમવાર સુધી સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે હીરા ઝવેરાતના રાષ્ટ્રીય સ્તરના પ્રદર્શન SPARKLE 2019 સ્પાર્કલનું આયોજન કરવામાં આવ્યું છે. 2020ના વર્ષમાં કારોબાર કરવા માટે સૂરત સમેત ભારતના ખ્યાતનામ ઝવેરીઓ, ઝવેરાત શોરૂમ્સના સંચાલકો જ્વેલરી મેન્યુફેક્ચરર્સને પોતાના ઓર્ડરો નોંધાવશે. સ્પાર્કલ 2019માં ઝવેરાતનું ઉત્પાદન કરતા એક એકથી ચઢીયાતા મેન્યુફેક્ચરર્સ ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ કન્વેન્શન સેન્ટરની એક છત નીચે ચાર દિવસ સુધી સાથે રહીને કારોબાર કરશે.

સ્પાર્કલ પ્રદર્શન અંગે માહિતી આપવા માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCU) ના પ્રમુખ શ્રી કેતનભાઇ દેસાઇ, ઉપપ્રમુખ શ્રી દિનેશભાઇ નાવડીયા, એકઝીબિશન કમિટીના ચેરમેન શ્રી દેવેશભાઇ પટેલ, જ્વેલરી મેન્યુફેક્ચરીંગ એસોસીએશનના પ્રમુખ અને સ્પાર્કલના કન્વીનર શ્રી જયંતિભાઇ સમેત અન્ય આગેવાનોએ માહિતી આપતા જણાવ્યું હતું કે ફુલ સિક્યુરિટી કવર, સ્ટોલ ડિઝાઇનિંગમાં ફેરફાર અને ગ્રીન થીમ પર હીરા ઝવેરાતના રાષ્ટ્રીય સ્તરના પ્રદર્શન સ્પાર્કલનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્પાર્કલમાં છેલ્લા બે વર્ષથી બી ટુ બી એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ પેટર્ન પર આયોજન કરવામાં આવે છે. આ વખતે સ્પાર્કલમાં દિલ્હીના 6, જયપુરના 5, મુંબઇના 19 તેમજ સૂરતના 75 અને અમેરીકાથી એક મળીને ઝવેરાત મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલા મેન્યુફેક્ચરર્સ પોતાની પ્રોડક્ટસનું ડિસપ્લે કરશે. કુલ 125 સ્ટોલ્સ અને 1434 સ્કવેયર મીટર કાર્પેટ એરીયામાં પ્રદર્શન યોજાશે.

સ્પાર્કલમાં આ વખતે શું શું નવું

  • એક્ઝીબિટર્સને લોકલ ટ્રાન્સપોર્ટેશન અને હોટેલ સ્ટે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCU) આયોજકો તરફથી આપવામાં આવી રહ્યો છે.
  • ગ્રીન થીમ પર આયોજિત કરવામાં આવ્યું છે સ્પાર્કલ 2019. પર્યાવરણનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે સ્પાર્કલમાં
  • એક્ઝીબિશન દરમિયાન ચોરી-તસ્કરીની ઘટના ન બને તેની ખાસ તકેદારી રાખીને ડ્યુઅલ એંગલથી એક્ઝિબિશન એરીયાના ખૂણેખૂણાને સીસી કેમેરાથી કવર કરવામાં આવ્યા છે.
  • ફોટો આઇડી વેરીફીકેશન વગર કોઇપણ સ્પાર્કલમાં એન્ટ્રી લઇ શકશે નહીં
  • એક્ઝીબિટર્સ ઇચ્છશે એ વ્યક્તિને જ તેમના સ્ટોલની અંદર બિઝનેશ ટોક માટે આમંત્રિત કરી શકાશે. અન્યથા મુલાકાતીઓએ બહારથી જ ડિસ્પ્લે થયેલી જ્વેલરી નિહાળીને આગળ વધવું પડશે.
  • જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના નેશનલ ચેરમેન શ્રી પ્રમોદ અગરવાલ સ્પાર્કલ 2019નું ઉદઘાટન કરશે
  • બોત્સવાના દેશના ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સેન્ટરના ડિરેક્ટર જનરલ સુશ્રી ગેમ્મા બેગાબોલાવે ગેસ્ટ ઓફ ઓનર તરીકે સ્પાર્કલના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે.
  • દેશભરમાંથી સ્પાર્કલમાં ઝવેરાત શો રૂમ્સના સંચાલકો આવશે અને તેમના ઓર્ડર મેન્યુફેક્ચરર્સને પ્લેશ કરશે
  • આ વખતે જ્વેલરી મશીનરી ઉત્પાદક એવા અમેરિકાથી એક એક્ઝિબિટર્સ સ્પાર્કલમાં ભાગ લઈ રહ્યા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :