
ગત માર્ચ 2020માં કોરોના પેન્ડેમિક અને લૉકડાઉનની સ્થિતિને કારણે સુરતથી પોતાના વતન ઓરીસ્સા પરત ફરેલા કામદારોને હવે ઝડપભેર સુરત પરત લાવવામાં નહીં આવે તો ઉદ્યોગોને પારાવાર નુકસાન થાય તેમ છે. આવી સ્થિતિમાં ઓરિસ્સાથી કામદારો ઝડપભેર પરત ફરે તે માટે ટ્રેન વ્યવહાર જરૂરી હોવાથી સુરતના સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ વિવિધ યુનિયનોએ સુરત-નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલની મધ્યસ્થી સાથે કેન્દ્ર સરકારને રજૂઆતો કરી હતી. આ રજૂઆતો ફળદાયી રહી છે અને કેન્દ્ર સરકારે ઓરીસ્સાથી સુરત ત્રણ સ્પેશયલ ટ્રેન કામદારો માટે જ શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આથી ચેમ્બર ઓફ કોમર્સ સમેત સુરતના જુદાજુદા એસોસીએશનોએ કેન્દ્ર સરકાર, વડાપ્રધાન શ્રી મોદી, પેટ્રોલિયમ મંત્રી શ્રી ધર્મેન્દ્રપ્રધાન, રેલવે મંત્રી શ્રી પિયુષ ગોયલ તેમજ નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલનો આભાર માંગતુ નિવેદન પ્રગટ કર્યું છે.
આટલા એસોસીએશનોએ કેન્દ્રનો આભાર વ્યક્ત કર્યો
- સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, શ્રી દિનેશ નાવડીયા
- ફિયાસ્વી, સુરતના ચેરમેન શ્રી ભરતભાઇ ગાંધી
- ક્રેડાઇ સુરતના પ્રમુખ શ્રી રવજીભાઇ પટેલ
- સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસો.ના પ્રમુખ શ્રી જીતુભાઇ વખારીયા
- પાંડેસરા વિવર્સ કો.ઓ. સોસા.ના પ્રમુખ શ્રી આશિષભાઇ ગુજરાતી
- વેડરોડ આર્ટ-સિલ્ક સ્મોલ સ્કેલ કો.ઓ. ફેડરેશનના પ્રમુખ શ્રી દિવેશ પટેલ
- સચીન નોટીફાઇડ એરીયા ઓથોરિટીના ચેરમેન શ્રી મહેન્દ્રભાઇ રામોલિયા,
- પ્રવાસી ઉડીયા પરિવારના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઇ રાઉત
- માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીઝ વેલફેર એસોસીએશનના પ્રમુખ શ્રી જવાહરભાઇ ગોંડલિયા
- સૌરાષ્ટ્ર ટેક્ષટાઇલ ટ્રેડર્સ એસોસીએશનના પ્રમુખ શ્રી હિંમતભાઇ ભાટીયા
- સુરત એમ્બ્રોઇડરી એસોસીએશનના પ્રમુખ શ્રીસંદીપભાઇ દુગ્ગલ



















