સુરતીઓની દુનિયા Archives - Page 37 of 79 - CIA Live

September 23, 2020
CIA_Live_Logo_New2.jpg
1min4730

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

પેન્ડેમિકમાં પણ SGCCI ની પ્રવૃત્તિઓને ને ધમધમતી કરી દેનાર દિનેશ નાવડીયાને રોકવા વિરોધીઓ છેલ્લી પાયરીએ બેઠા છે. SGCCIની ઐતિહાસિક પરંપરા છે કે વાઇસ પ્રેસિડેન્ટ બિનહરીફ પ્રેસિડેન્ટ બને છે, પરંતુ, હાલના વાઇસ પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયાને રોકવા માટે SGCCI ના ઇતિહાસમાં પહેલી વખત પ્રસિડેન્ટ ઇલેકશન કરાવવાના પ્રયાસો કરાયા એમાં નિષ્ફળ ગયા બાદ હવે ચેમ્બર પ્રેસિડેન્ટ પદે એક મહિનાની રજા મૂકીને ગ્રેસફુલ એક્ઝીટ કરી જનાર કેતન દેસાઇને ફરીથી SGCCI પ્રેસિડેન્ટની ખુરશી પર બેસી ગયા છે. માની શકાય કે SGCCIમાં હવે નૈતિક્તાની અપેક્ષા રાખી શકાય નહીં પરંતુ, કોઇ વ્યક્તિ પાસે ઇન્ટ્રીમ પ્રેસિડેન્ટ તરીકે કામગીરી શરૂ કરાવ્યા બાદ તેમને ખસેડવા પાછળનો આશય શું હોઇ શકે. હવે જ્યારે દિનેશ નાવડીયા સામે કોઇ ઉમેદવાર જ રહ્યા નથી ત્યારે કેતન દેસાઇ પ્રમુખ પદે હાજર થઇને ભેરવાય ગયા છે.

વિરોધીઓનો પ્લાન તો એવો હતો કે ઇન્ટ્રીમ પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયા સામે તમામ પરંપરાઓ તોડીને કોઇપણ વ્યક્તિને ચૂંટણી લડાવવામાં આવે, ચૂંટણી થાય તો આચારસંહિતાના નામે દિનેશ નાવડીયાને ઇન્ટ્રીમ પ્રેસિડેન્ટ તરીકે કામ કરતા રોકી શકાય, પણ દિલ કે અરમાં આંસુઓ મેં બહે ગયે

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં વર્તમાન પ્રમુખ કેતન દેસાઇની મુદત ગત જુન 2020ના પહેલા સપ્તાહમાં પૂરી થઈ ચૂકી છે, આમ છતાં તેઓ કોવીડ-19 પેન્ડેમિકની અસાધારણ પરિસ્થિતિ હોવાના બહાને તેમના હોદ્દા પર યથાવત્ રહ્યા હતા.

નિયમાનુસાર નવા વર્ષના હોદ્દેદારોનું ઇલેકશન સમયસર નહીં થતાં તેનો સીધો ફાયદો કેતન દેસાઇ અને તેમના જૂથે મેળવીને ચેમ્બર પ્રેસિડેન્ટ તરીકે કામગીરી ધરાર ચાલુ રાખી હતી. અહીં એ વાત નોંધવી જોઇએ કે નૈતિક્તા જો આધાર બને તો પ્રેસિડેન્ટ 6 જુન 2020 બાદ ચેર પરથી ઉતરી જ જાય પણ અહીં નૈતિક્તાની અપેક્ષા રાખી શકાય તેમ નથી.

દરમિયાન SGCCIના વાઇસ પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયાને ઇન્ટ્રીમ પ્રેસિડેન્ટ તરીકે કાર્ય શરૂ કરવા અને કેતન દેસાઇને ગ્રેસફુલ એક્ઝીટનું મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડીંગ કરીને મામલો આગળ ધપાવવામાં આવ્યો હતો.

મોટા પાયે શ્રમિકો સુરત પરત ફરી રહ્યા છે, હીરા-ટેક્સટાઇલ ઉદ્યોગ વેગ પકડી રહ્યો છે, આ તમામ પ્રોસિજર દિનેશ નાવડીયાની લિડરશીપને આભારી

22મી જુનથી દિનેશ નાવડીયાએ SGCCIના ઇન્ટ્રીમ પ્રેસિડેન્ટ તરીકે કામગીરી શરૂ કરી અને ડે-વનથી જ તેમણે પેન્ડેમિક સ્થિતિમાં ઉદ્યોગ, વ્યવસાયો માટે અનેક પ્રકારની કામગીરી શરૂ કરી. સંખ્યાબંધ વેબિનાર્સનું આયોજન થયું. દિનેશ નાવડીયાએ હીરા, ટેક્સટાઇલ, કેમિકલ, બાંધકામ વગેરે તમામ ઉદ્યોગોને સ્પર્શતા પ્રશ્નો ઉકેલવા માટે આક્રમક પ્રેઝન્ટેશન કર્યા અને અનેક મુદ્દાઓને નિકાલ કર્યો. સૌથી અગત્યની કાર્યવાહીમાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં ફરી લેબર પાછા મળે એ માટે યુપી., બિહાર, ઓરિસ્સાથી સુરત માટે ખાસ શ્રમિક ટ્રેનો શરુ કરાવી. સુરત પરત આવતા લેબરને કોરોનાથી બચવા માટેનું માર્ગદર્શન, માસ્ક, સેનિટાઇઝેશન, ટેસ્ટીંગ વગેરે પ્રક્રિયાઓ માટે સહાયભૂત થવા માટે SGCCIની ટીમ અનેક દિવસોથી અભિયાન ચલાવી રહી છે.

એક મહિનામાં દિનેશ નાવડીયા અને તેમની ટીમે જે કામગીરી કરી એના વિશે એક આખું પુસ્તક લખી શકાય. પરંતુ, અહીં મુદ્દો એ છે કે SGCCIમાં દિનેશ નાવડીયા અને બી.એસ. અગ્રવાલ જેવા મહારથીઓને રોકવા માટે તેમના વિરોધીઓ છેલ્લી કક્ષાએ ઉતર્યા છે.

એક મહિનાની રજા બાદ કેતન દેસાઇ ફરી SGCCI પ્રેસિડેન્ટ તરીકે હાજર થાય એ બાબત ઘણી સૂચક અને ટીકાપાત્ર બની છે. નૈતિક્તાની તો અપેક્ષા રખાતી નથી પરંતુ, સમજવા જેવી વાત છે કે દિનેશ નાવડીયાએ જે કામ ઉપાડ્યું છે એના પર દેખિતી રીતે બ્રેક લાગવાની છે. 4 ઓક્ટોબરે SGCCI વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણી યોજાવાની છે અને એ પણ વાત નિશ્ચિત બની ચૂકી છે કે દિનેશ નાવડીયા સામે પ્રેસિડેન્ટ પદ માટે કોઇ ઉમેદવાર રહ્યો નથી. આમ છતાં, કેતન દેસાઇએ કયા કારણોસર રજા પરથી પરત આવીને SGCCI પ્રેસિડેન્ટની ખુરશીમાં બેસી ગયા એ પાછળના કારણોની વ્યાપક ચર્ચાઓ SGCCIમાં ચાલી જ રહી છે.

September 23, 2020
md.jpg
1min5750

અંદાજે એક કરોડ રૂપિયાના પ્રતિબંધિત MD ડ્રગ્સ સાથે ડુમસ વિસ્તારમાંથી એક યુવાનને સુરત ક્રાઈમ બ્રાન્ચે તા.22 સપ્ટેમ્બર 2020ના રોજ ઝડપી પાડ્યો હતો. આ યુવાન ડ્રગ્સની ડિલિવરી કરે તે પહેલાં જ તેને ઝબ્બે કરવામાં આવતા શહેરના ડ્રગ્સ માફિયાઓમાં સોંપો પડી ગયો છે. કહેવાય છે કે સુરતના ચોક્કસ વિસ્તારના યંગસ્ટાર્સમાં ડ્રગ્સનું ચલણ ખૂબ વધી રહ્યું છે, રાંદેરના અમુક વિસ્તારોમાં લોકડાઉન દરમિયાન પણ અમૂક ડ્રગ્સનું વેચાણ ચાલુ હતું અને તે પણ પોલીસની રહેમનજર હેઠળ.

Symbolic photo

સુરતના નવા નિયુક્ત પોલીસ કમિશનર અજયકુમાર તોમારે પોતાના ખાતાથી લઈને શહેરના ડ્રગ્સ માફિયા અને પેડલરો સામે જંગ છેડ્યો છે. પોલીસ દ્વારા ઘણા દિવસથી સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે અને તેમાં છેલ્લા દિવસોમાં પોલીસને સફળતા પણ મળી રહી છે. પોલીસ દ્વારા બે-ત્રણ દિવસોમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો . હાલમાં જ ઉધના ખાતેથી ખટોદારા પોલીસે રૂપિયા એક  લાખની કિંમતના ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો હતો. જ્યારે આજરોજ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જે યુવાનને ઝડપી પાડવામાં આવ્યો તેની કિંમત અંદાજે એક કરોડ માંડવામાં આવી છે. આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને કોને પહોંચાડવાનું તેના સોર્સની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. એમડી ડ્રગ્સ તમારા દિમાગની ક્ષમતાને વધારી દે છે તમે હવામાં ઊડી રહ્યાં હોય તેવું ફિલ કરાવે છે પરંતુ તમારામાં દિમાગને એ એક કાલ્પનિક ડરની સ્થિતિમાં મોકલી આપે છે. તમને ગભરામણ અને ચિંતા સતાવે છે, એકવાર તેની લત લાગે પછી તેને છોડવાનું મુશ્કેલ બની જાય છે. મોટાભાગની પાર્ટીઓમાં અને સ્થાનિક યુવાનો આ ડ્રગ્સ પાછળ પોતાનું મૂલ્યવાન જીવન બરબાદ કરી રહ્યાં છે અને માત્ર ગુજરાતમાં જ નહિં પરંતુ હાલ સમગ્ર ભારતમાં ડ્રગ્સ માફિયાઓ અને તેમની સાથે સંકળાયેલા સત્તાધીશોની સામે સરકાર દ્વારા અન્ડરગ્રાઉન્ડ લેવલેથી એક મુહિમ ઉપાડવામાં આવી છે.

September 22, 2020
smc.jpg
1min5750

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન બંછાનિધી પાનીએ આજે સુરતવાસીઓ જોગ સંદેશમાં જણાવ્યું હતું કે સુરતમાં કોરોના રીકવરી રેટ 90 ટકાથી ઉપર પહોંચ્યો છે અને સાથે જ મૃત્યુદર પણ ઘટીને 2.5 ટકા સુધી આવી ગયો છે. સુરતમાં આંતરીક દ્રષ્ટીએ કોરોના કાબૂમાં છે પરંતુ, બહારગામથી સુરત આવતા લોકો ખાસ કરીને રેલ્વે સ્ટેશન તેમજ જુદા જુદા એન્ટ્રી રોડ પરથી આવતા લોકોમાં કોરોના કેસોની સંખ્યા વધુ મળી રહી છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સુપર સ્પ્રેડિંગ વેન્યુઝ શોધી રહી છે. બેંક્વેટ હોલ તેમજ અન્ય સ્થળોમાં યોજાતા સમારોહમાં ખાસ તકેદારી રાખવા માટે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે. સમારોહમાં આવતા ગેસ્ટ લિસ્ટના મોબાઇલ નંબરો મહાનગરપાલિકાને આપવા જોઇએ.

સાંભળો મ્યુનિસિપ કમિશનર બંછાનિધી પાનીનો 22 સપ્ટેમ્બરનો ઓડિયો મેસેજ

Commissioner Shri B N Pani (IAS) LIVE 22-9-2020

My Surat यांनी वर पोस्ट केले मंगळवार, २२ सप्टेंबर, २०२०

September 21, 2020
ukai.jpg
1min6100

તા.20 સપ્ટેમ્બર 2020ના રોજ બપોર બાદ સુરતના ઉપરવાસ વિસ્તારમાં આવેલા ઉકાઇ ડેમમાંથી અંદાજે પોણાબે લાખ ક્યુસેક્સ પાણીનો જથ્થો છોડવાનું શરૂ કરાયું હતું. કેમકે ઉકાઇ ડેમમાં વોટર લેવલ ભયજનક સપાટી 345 ફૂટ નજીક પહોંચે તેવી શક્યતા હતી.

ઉકાઈના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે હાલ ડેમ 343.53 ફૂટ પર વહી રહ્યો છે. જે ઉકાઈની ભયજનક સપાટીથી માત્ર હાથવેંત જ દૂર છે. જેના પગલે તંત્ર દ્વારા ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે. સાંજ સુધીમાં 1.75 લાખ ક્યૂસેક પાણી છોડવાનું જાહેર કરવામાં આવ્યું છે.

ઉકાઈ ડેમ હાલ તેનું 340.84 હાઈએલર્ટનું લેવલ વટાવી ચૂક્યો છે અને તેની ભયજનક સપાટી 345 ફૂટ છે. છેલ્લાં 24 કલાકમાં ઉકાઈ ડેમના ઉપરવાસમાં જે ધોધમાર વરસાદ પડ્યો છે જેના કારણે પુષ્કળ માત્રામાં ઉકાઈ ડેમમાં પાણી આવક થવાની છે જેથી તંત્ર એકદમ એલર્ટ થઈ ચૂક્યું છે. રવિવારે સાંજના 6 વાગ્યે ઉકાઈડેમની સપાટી 343.53 ફૂટ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે ડેમ 96.6 ટકા ભરાઈ ગયો છે. 
હાલ ઉકાઈ ડેમમાં 82,589 ક્યૂસેક પાણીની આવક સામે 1,00,050 લીટર પાણી ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. જ્યારે હથનુર ડેમની સપાટી 213.12 મીટર છે. ડિસ્ચાર્જ પ્રતિ સેકન્ડ 5.86 લાખ લીટર, એટલે કે 20,723 ક્યુસેક છે. તે જ રીતે સુરત વિયર કમ કોઝવે હાલ 7.40 મીટર પર વહી રહ્યો છે. કોઝવે પરથી 79,910 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થઈ રહ્યું છે.

September 12, 2020
cia_society-1280x880.jpg
1min5660

ગત માર્ચ 2020માં કોરોના પેન્ડેમિક અને લૉકડાઉનની સ્થિતિને કારણે સુરતથી પોતાના વતન ઓરીસ્સા પરત ફરેલા કામદારોને હવે ઝડપભેર સુરત પરત લાવવામાં નહીં આવે તો ઉદ્યોગોને પારાવાર નુકસાન થાય તેમ છે. આવી સ્થિતિમાં ઓરિસ્સાથી કામદારો ઝડપભેર પરત ફરે તે માટે ટ્રેન વ્યવહાર જરૂરી હોવાથી સુરતના સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ વિવિધ યુનિયનોએ સુરત-નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલની મધ્યસ્થી સાથે કેન્દ્ર સરકારને રજૂઆતો કરી હતી. આ રજૂઆતો ફળદાયી રહી છે અને કેન્દ્ર સરકારે ઓરીસ્સાથી સુરત ત્રણ સ્પેશયલ ટ્રેન કામદારો માટે જ શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આથી ચેમ્બર ઓફ કોમર્સ સમેત સુરતના જુદાજુદા એસોસીએશનોએ કેન્દ્ર સરકાર, વડાપ્રધાન શ્રી મોદી, પેટ્રોલિયમ મંત્રી શ્રી ધર્મેન્દ્રપ્રધાન, રેલવે મંત્રી શ્રી પિયુષ ગોયલ તેમજ નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલનો આભાર માંગતુ નિવેદન પ્રગટ કર્યું છે.

આટલા એસોસીએશનોએ કેન્દ્રનો આભાર વ્યક્ત કર્યો

  • સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, શ્રી દિનેશ નાવડીયા
  • ફિયાસ્વી, સુરતના ચેરમેન શ્રી ભરતભાઇ ગાંધી
  • ક્રેડાઇ સુરતના પ્રમુખ શ્રી રવજીભાઇ પટેલ
  • સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસો.ના પ્રમુખ શ્રી જીતુભાઇ વખારીયા
  • પાંડેસરા વિવર્સ કો.ઓ. સોસા.ના પ્રમુખ શ્રી આશિષભાઇ ગુજરાતી
  • વેડરોડ આર્ટ-સિલ્ક સ્મોલ સ્કેલ કો.ઓ. ફેડરેશનના પ્રમુખ શ્રી દિવેશ પટેલ
  • સચીન નોટીફાઇડ એરીયા ઓથોરિટીના ચેરમેન શ્રી મહેન્દ્રભાઇ રામોલિયા,
  • પ્રવાસી ઉડીયા પરિવારના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઇ રાઉત
  • માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીઝ વેલફેર એસોસીએશનના પ્રમુખ શ્રી જવાહરભાઇ ગોંડલિયા
  • સૌરાષ્ટ્ર ટેક્ષટાઇલ ટ્રેડર્સ એસોસીએશનના પ્રમુખ શ્રી હિંમતભાઇ ભાટીયા
  • સુરત એમ્બ્રોઇડરી એસોસીએશનના પ્રમુખ શ્રીસંદીપભાઇ દુગ્ગલ
September 5, 2020
SMC_commissioner.jpg
2min12290

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે બંછા નિધી પાનીએ આજે તા.5મી સપ્ટેમ્બર 2020ના રોજ એક વર્ષ પૂર્ણ કર્યું. 365 દિવસના ફરજ કાળ દરમિયાન બંછા નિધી પાની સતત સુરતના માર્ગો પર જોવા મળ્યા એટલે કે તેમને ઓન ધ ફિલ્ડ સતત સુરતવાસીઓએ જોયા છે. તેમની આ ફરજમાં અડધું વર્ષ તો કોવીડ-19 પેન્ડેમિક બાદ ઉદ્ભવેલી વિપરીત પરિસ્થિતિમાં વ્યવસ્થાપનમાં નીકળી ગયું. આમ, છતાં પણ સુરતને તેમના કાર્યકાળ દરમિયાન જ ભારતનું બીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેર બનવાનો ખિતાબ મળ્યો. તેમની લિડરશીપમાં જ સુરત 14માં નંબર પરથી એક જ વર્ષમાં બીજા નંબરના ક્લીનેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા બની શક્યું છે.

બંછાનિધી પાનીની સૌથી મોટી ક્વોલિટી : Captain is leading from the Front

સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યાના પહેલા જ દિવસથી બંછાનિધી પાનીની એક ખાસિયતથી આજ દિન સુધીમાં તો હરકોઇ સુરતી વાકેફ થઇ ચૂક્યો છે અને એ છે સતત ઓન ધ ફિલ્ડ રહેવું. કોવીડ પેન્ડેમિક દરમિયાન સુરતનો એવો એકેય વિસ્તાર નહીં હોય જ્યાં તેઓ પગપાળા ગયા નહીં હોય. લૉકડાઉન પાલનથી લઇને સોશ્યલ ડિસ્ટન્સિંગ તેમજ મ્યુનિસિપલ આરોગ્ય સેવાઓ પરત્વે તેઓ સતત ઓફિસની બહાર રહીને જ મેનેજમેન્ટ કરવામાં પાવરધા જણાયા છે.

આખુ વર્ષ આ રીતે બંછાનિધી પાની સુરતના માર્ગો પર જોવા મળ્યા છે

2019ની 13મી સપ્ટેમ્બરે ટર્શરી પ્લાન્ટનું પાણી સૌના આશ્ચર્ય વચ્ચે ગટગટાવી ગયા

2019ની 13મી સપ્ટેમ્બરે એટલે કે સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ લીધાના એક અઠવાડીયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રદૂષિત પાણીને ટર્શરી પ્લાન્ટથી શુધ્ધ કરવાના પ્લાન્ટની મુલાકાતે ગયા અને ત્યાં તેમને કહેવામાં આવ્યું કે આ પાણી પીવાલાયક છે અને સૌ અધિકારીઓના આશ્ચર્ય વચ્ચે તેઓ પાણીનો ગ્લાસ ગટગટાવી ગયા હતા. સામાન્ય લોકોની વાત કરીએ તો પ્રદૂષિત પાણી છે એવું જાણ્યા પછી ભલેને ગમે તેટલું ટ્રીટેડ કરાયું હોય, આવું ટ્રીટેડ પાણી પીવાનું કોઇપણ ટાળતા હોય છે.

2019માં 14મી સપ્ટેમ્બરે સ્વચ્છ સર્વેક્ષણ માટે મિટીંગ યોજી હતી

સુરતને તાજેતરમાં ભારતના બીજા નંબરના સ્વચ્છ શહેરનો ખિતાબ કંઇ બેઠા બેઠા મળ્યો નથી. ગઇ તા14મી સપ્ટેમ્બર 2019ના રોજ તેમણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચાધિકારીઓની મિટીંગ યોજીને એક પ્લાન બનાવ્યો હતો. સતત તેના પર કામ કરીને એક વર્ષમાં 14માં નંબરના સ્વચ્છ શહેર પરથી સુરતને બીજા નંબરના સ્વચ્છ શહેર પર લઇ આવવાનું શ્રેય તેમના શિરે જાય છે.

ખુશીઓનો પટારો પ્રોજેક્ટ ભૂલી શકાય નહીં

સુરતના લાખો લોકોને ખુશીઓનો પટારો કાર્યક્રમ અંતર્ગત કપડા, રમકડા, ફટાકડા, મીઠાઇ વગેરે જેવી ચીજવસ્તુઓ વિતરીત કરીને કાર્યક્રમને સુપર યુઝફુલ બનાવ્યો હતો.

મ્યુનિસિપલ કમિશનરે ટ્વીટ કરીને સૌનો આભાર માન્યો

September 2, 2020
smc.jpg
1min5870

અત્યાર સુધી એવા સમાચાર મિડીયામાં વાંચવા-જોવા મળતા કે હેલ્મેટ નહીં પહેરવા અને નો પાર્કિંગમાં વાહન પાર્ક કરવા બદલ સુરતીઓ દંડાયા, પણ આજે એવી હેડલાઇન બની છે કે માસ્ક નહીં પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સિંગ નહીં રાખવા બદલ સુરતીઓએ લૉકડાઉન-અનલૉકથી અત્યાર સુધીમાં કુલ રૂ. 1 કરોડ 74 લાખ 84 હજાર 873 રૂપિયાનો દંડ સુરત મહાનગરપાલિકાની તિજોરીમાં જમા કરાવી દીધો છે.

સુરત મહાનગરપાલિકાએ આજરોજ 31મી ઓગસ્ટ 2020ના રોજ જાહેર કરેલી સત્તાવાર અખબારી યાદીમાં આપેલી વિગતો મુજબ કુલ 39,907 વ્યક્તિઓ પાસેથી કોવીડની જુદીજુદી ગાઇડલાઇન્સનો ભંગ કરવા બદલ 1.74 કરોડ જેટલી માતબર રકમનો દંડ સુરત મહાનગરપાલિકાનું તંત્ર અત્યાર સુધીમાં વસુલી ચૂક્યું છે.

કોવીડની આ ગાઇડલાઇનનો ભંગ કરવામાં સુરતીઓ પાવરધા

  • ગમે ત્યાં થૂંકવું ખાસ કરીને પાન મસાલા ખાવાવાળાઓ
  • જાહેર સ્થળો પર, જાહેર માર્ગો પર માસ્ક પહેર્યા વગર ફરવું
  • દો ગજ કી દૂરી, સોશ્યલ ડિસ્ટન્સિંગનો ભંગ કરવો
  • જાહેર ધંધાકીય સ્થળો પર સેનિટાઇઝરનો ઉપયોગ નહીં કરવો

સુરત મહાનગરપાલિકાની આ છે સત્તાવાર પ્રેસ વિજ્ઞપ્તિ

September 1, 2020
chorasi.jpg
2min8310

Jayesh Brahmbhatt 9825344944

માલસામાનની હેરફેર માટે સુરત મહત્વનું થાણું હતું અને છે અને રહેશે

સજ્જડ લૉકડાઉનમાં પણ સતત ઓપરેશનલ રહ્યું સુરત એરપોર્ટનું એર કાર્ગો ટર્મિનલ

ફેબ્રુઆરી 2020માં સુરત એરપોર્ટ પર એક કાર્ગો ટર્મિનલ શરૂ થયું ત્યારથી અત્યાર પર્યંત વિક્રમી જથ્થા 2434 ટન માલસામાનની હેરફેર

બ્રિટીશકાળ સમયે સુરત બંદરથી સમગ્ર વિશ્વમાં માલ પરિવહન થતું હતું

સુરતના લલાટે સિદ્ધીઓનો યશ લખાયેલો છે એની પ્રતીતિ આદીકાળથી જોવા મળી રહી છે. અંગ્રેજોએ જ્યારે પહેલી કોઠી સુરત બંદરે સ્થાપી હતી ત્યારે પણ સુરત માલસામાનની હેરફેર માટેનું મુખ્ય બંદર મથક હતું અને હવે સુરતનું એરપોર્ટ એ દિશા તરફ આગળ વધી રહ્યું છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એ બાબતની નોધ લીધી છે કે સુરત એરપોર્ટ પર કાર્યાન્વિત એરકાર્ગો ટર્મિનલ દેશમાં સજ્જડ લૉકડાઉન વખતે સતત ઓપરેશનલ હતું. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પોતાના ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલ પરથી કરેલા ટ્વીટમાં એ બાબતનો ઉલ્લેખ કર્યો છે કે ફેબ્રુઆરી 2020માં સુરત એરપોર્ટ પર એર કાર્ગો ટર્મિનલનો આરંભ થયો ત્યારથી અહીં કાર્ગો મૂવમેન્ટ નિરંતર થઇ રહી છે.

છેલ્લા છ મહિનામાં સુરત એરપોર્ટના એરકાર્ગો ટર્મિનલથી 2434 ટન માલની હેરફેર થઇ ચૂકી છે

સુરત એરપોર્ટ પર એરકાર્ગો ટર્મિનલ પર ફેબ્રુઆરી 2020થી અત્યાર સુધી (લૉકડાઉન પિરીયડ)માં કુલ 2434 ટન જેટલા જંગી માત્રામાં માલસામાનની હેરફેર કરવામાં આવી ચૂકી છે. આ એક નોંધપાત્ર કાર્યવાહી હોવાનું એરપોર્ટ ઓથોરિટીનું કહેવું છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું સુરત એરપોર્ટ કાર્ગો સર્વિસીઝ માટેનું ટ્વીટ

August 27, 2020
harsh_shanghvi_CiA_live-1.jpg
1min1219

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતમાં કોરોનાનો પહેલો કેસ આવ્યો હતો એ દિવસથી સતત લોકો માટે સક્રિય રહીને ટ્રીટમેન્ટથી લઇને ફૂડપેકેટ વિતરણની કામગીરીમાં શહેર, રાજ્ય જ નહીં બલ્કે દેશમાં સૌથી વધુ અને સતત વ્યસ્ત રહેલા સુરત મજૂરાના ધારાસભ્ય હર્ષભાઇ સંઘવીને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાની માહિતી તેમણે ખુદ ટ્વીટર પર આપી હતી. તેમણે અપીલ કરી હતી કે પાછલા દિવસોમાં તેમના સંપર્કમાં આવેલા લોકો કોરોન્ટાઇન થઇને પોતાનો ટેસ્ટ પણ કરાવી લે.

હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેમણે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેવાનો નિર્ણય કર્યો છે.

August 25, 2020
gujrat-012.jpg
1min6150

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સોમવારે સવારે 6 વાગ્યે છેલ્લા 24 કલાકમાં 2.66 ઈંચ વરસાદ વરસી ગયો, જે રાજયના મોસમી વરસાદના 8 ટકા છે. ભારે વરસાદની સાથે રાજ્ય સીઝનના 69 દિવસમાં 100 ટકાને પાર કરી રહ્યું છે.

2019 અને 2017માં રાજયમાં 100% કરતાં વધારે મોસમી વરસાદ નોંધાયો હતો. 2019માં 5 સપ્ટેમ્બરના દિવસે 100 ટકા વરસાદ પૂરો થયો હતો જ્યારે 2017માં 30 ઓગસ્ટે. 2018 અને 2016માં 31 ઓક્ટોબર સુધીમાં કુલ મોસમી વરસાદ અનુક્રમે 76.7% અને 91% હતો.

જો કે, ઓગસ્ટના પહેલા 23 દિવસમાં સોમવારે 6 વાગ્યા સુધીમાં 19.80 ઈંચ વરસાદ એટલે કે 59% વરસાદ નોંધાયો હતો. સોમવારે રાત્રે 8 વાગ્યા સુધી મેઘરાજા સતત વરસતા રાજ્યમાં 1.19 ઈંચ નોંધાયો હતો. સોમવાર સવાર સુધીમાં ગુજરાતના 251 તાલુકામાંથી 109માં 100 ટકા કે તેથી વધુ મોસમી વરસાદ વરસ્યો.

24 ઓગસ્ટે સવારે 6 વાગ્યા સુધીમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં અનુક્રમે 91%, 126% અને 119% મોસમી વરસાદ નોંધાયો હતો. રાહત અને બચાવ કાર્ય માટે NDRFની 13 ટીમ અને SDRFની 1 ટીમ અલગ-અલગ જિલ્લાઓમાં તૈનાત કરાઈ છે.

ભારતીય હવામાન વિભાગે સોમવારે જણાવ્યું હતું કે, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાડોશી વિસ્તારમાં લો-પ્રેશર તેમજ ઉત્તર-પશ્ચિમી અરબ સાગર પર સાયક્લોન સર્ક્યુલેશન સર્જાઈ રહ્યું છે. આ બે સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદ વરસી શકે છે. વધુમાં નિષ્ણાતોની નજર બંગાળની ખાડીમાં સક્રિય થઈ રહેલી સિસ્ટમ પર છે, જે રાજ્યમાં વધારે વરસાદ લાવી શકે છે.