બોમ્બે IITના 56મા દીક્ષાંત સમારોહમાં આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદીએ દેશમાં ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માટે IITના વિદ્યાર્થીઓને મોટી ભેટ આપી

બોમ્બે IITના 56માં દિક્ષાંત સમારોહને સંબોધતા પૂર્વે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 3 વિદ્યાર્થીઓને ગોલ્ડ અને 43 વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ એનાયત કર્યા. પોતાના દિક્ષાંત પ્રવચનમાં શ્રી મોદી કહ્યું હતું કે, ‘આજે જે ડિગ્રી તમને મળી છે, તે તમારી નિષ્ઠા અને પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.’ યાદ રાખો કે આ ફક્ત એક પડાવ છે, સાચો પડકાર તો તમારી રાહ જોઈ રહ્યો છે. તમે આજે જે મેળવ્યુ છે અને ગળ જે કરવાના છો, તેમાં તમારા પર પોતાની, પરિવારની અને 125 દેશવાસીઓની આશાઓ જોડાયેલી છે’. તેમણે IITના છાત્રો માટે રૂ.1 હજાર કરોડનું ફંડ આપવાની પણ જાહેરાત કરી હતી જેને તમામે બિરદાવી લીધી હતી.
તેમના પ્રવચનના મુખ્ય અંશો પર નજર કરીએ તો તેમણે જણાવ્યું કે, IITને દેશ અને દુનિયા ભારતીય ટેક્નોલોજી સંસ્થાન તરીકે ઓળખે છે, પરંતુ આજે આપણા માટે તેની વ્યાખ્યા થોડી બદલાઈ છે. તે ફક્ત ટેક્નોલોજીના અભ્યાસનું જ સ્થાન નથી પરંતુ IIT આજે ‘ઈન્ડિયાઝ ઈન્સ્ટ્રુમેન્ટ ફોર ટ્રાન્સફોર્મેશન’ બની ચૂકી છે. સ્ટાર્ટઅપની જે ક્રાંતિ તરફ દેશ આગળ વધી રહ્યો છે, તેનો સૌથી મોટો સ્રોત IIT છે. આજે દુનિયા IITના યુનિકોર્ન સ્ટાર્ટઅપને નર્સરી માની રહી છે. આ એક પ્રકારનું ટેક્નિકલ મિરર છે, જેમાં દુનિયાને ભવિષ્ય દેખાય છે.
બોમ્બે આઇઆઇટીના દિક્ષાંત સમારોહમાં વડાપ્રધાન મોદી શું બોલ્યા























